Series 69 -Goal of Ghatkopar Nav Yuvak Mandal / ઘાટકોપર નવ યુવક મંડળનો મુખ્ય ઉદ્દેશ

તા. ૨૪-જુલાઈ-૨૦૧૭

ઘાટકોપર નવ યુવક મંડળની સ્થપનાના ઉદેશોની રોશનીમાં આપણે જોશું કે…

મુંબઈ સ્થિત ક.ક.પા. જ્ઞાતિ ટ્રસ્ટ ફંડનું ઈલેક્શન જે તા. ૩૦-જુલાઈ-૨૦૧૭ ના રાખેલ છે, તે ઈલેક્શનમાં ઉભી થતી શું પરિસ્થિતિ છે અને તેમાં જાહેર જનતાએ કયો વિચાર કરીને પોતાના મતો આપવા જોઈએ, તેના પર એક નજર નાખીશું….

૧) આ ચૂંટણી માત્ર મુંબઈની ઝોન ૧ માં જ છે. જેમાં મુંબઈ સી.એસ.એમ.ટી થી મુલુંડ સુધીનો વિસ્તાર આવે છે. અન્ય ઝોન (વિસ્તાર) માં ચૂંટણી નથી કારણ તેમાં સહમતીથી ઉમેદવારોના નામ પસંદ થઇ ચૂક્યાં છે.

૨) ઝોન ૧ વિસ્તારમાં ઘાટકોપર અને મુલુંડ એવા બે મુખ્ય વિસ્તારો છે, જેમાં ઘાટકોપરનો વિસ્તારજ બહુ મહત્વનો છે.

૩) આ ચૂંટણીમાં મુખ્યતઃ બે પક્ષો છે, એક છે “એકતા” ગ્રુપ અને બીજો છે “જાગૃતિ” ગ્રુપ.

૪) આ બન્ને ગ્રુપમાં મૂળભૂત વિચારધારામાં શું ફરક છે તે સમજવાનો પ્રયત્ન છે…

૫) એકતા ગ્રુપનો પ્રચાર હમેશા એવો રહ્યો છે કે આપણે (એટલે હિંદુઓએ) હમેશા મુસલમાનો (એટલે સતપંથીઓ) સાથે ક.ક.પા. સમાજમાં એકતા રાખવી જોઈએ. સમાજ અને ધર્મ જુદા ગણવા અને ક.ક.પા. સમાજમાં લોકોને મુસલમાન ધર્મ પાળવા દેવો, તેની સામે કોઈ પગલાં લેવા નહીં. અને એ મુસલમાન ધર્મ (સતપંથ ધર્મ) ના પ્રચાર માટે સમાજ વાડીઓ આપવા દેવી.

૬) અને બીજી બાજુ જાગૃતિ ગ્રુપનો પ્રચાર રહ્યો છે કે આપણી સમાજનો એટલે કે હિંદુ ધર્મી ક.ક.પા. સમાજનો પાયો નાખનાર વડીલોના આદર્શો અને અધૂરા રહેલા કામોને આગળ વધારવા જોઈએ.

૭) આ શિવાય બાકી મુદ્દાઓને ભલે બન્ને પક્ષો દ્વારા ઉપાડતા હોય, પણ એ હાલની પરિસ્થિતિમાં ગૌણ છે. માટે તેના પર આપણે અહીં ધ્યાન નહીં દઈએ.

માટે હવે આપણે જોશું કે ઘાટકોપરની આપણી હિંદુ ક.ક.પા. જ્ઞાતિના સ્થાપક મહાન વડીલો
દ્વારા ઘાટકોપર યુવક મંડળનો પાયો કયા આધાર પર રાખવામાં આવ્યો છે….

વર્ષ ૧૯૩૭-૩૮ માં ઘાટકોપરના નવ યુવક મંડળની સ્થાપનાના પેહલા વર્ષના અંતે બહાર પડેલ રીપોર્ટમાં આપણા જ્ઞાતિના વડીલો તેમજ મહાન સંત શ્રી ઓધવરામ મહારાજના વિચારો છાપેલ છે, તેના પર એક નજર કરીશું.

એ રીપોર્ટની નકલ આ સાથે જોડેલ છે. જેમાં ૯ મહત્વના મુદ્દાઓ નીચે પ્રમાણે છે…

૧) ઘાટકોપર યુવક મંડળનો મુખ્ય ઉદ્દેશ હતો… “પીરાણા સતપંથ જ્ઞાતિમાંથી નાબુદ કરવો અને કોઈ પણ જોખમે અને ખરચે એ કાર્ય પ્રથમ હાથ ધરવું”.

૨) નુરની ગોળી, કે જેનાથી સતપંથમાં “પાવળ”નું પાણી તૈયાર કરવામાં આવે છે, એ નુરની ગોળી ખાવી પીવી એક મહાન પાપ છે, એવું કહવામાં આવતું.

૩) જ્યાં સુધી પીરાણા સતપંથથી આપણી જ્ઞાતિને મુક્ત કરી શકાય નહીં, ત્યાં સુધી આપણા પ્રત્યેક પર્વોના જાહેર સભાઓમાં આપણે એ સંબંધી વિચારો ઘડવા.

૪) જ્ઞાતિમાં સનાતન ધર્મનો પ્રચાર તન, મન અને ધનથી કરવો.

૫) પીરાણા જેવા કબ્ર્સ્થાની પંથને માનવા છતાં… કૃષ્ણ જન્માંષ્ઠામી જેવા પર્વ દ્વારા હિંદુ ધર્મને ટકાવી રાખવા મહિલા શક્તિના યોગદાનની ખાસ નોંધ અને પ્રશંશા કરેલ હતી.

૬) મહિલાઓ પાસે અપીલ કરેલ છે કે…. પીરાણાના પાખંડી અર્ધદગ્ધ કાબ્રસ્થાની પંથનો નાશ કરવાને દેવી દુર્ગાઓ બની પીરાણાના પ્રચારક એજેંટોનો નાશ કરો…. (હાલની પરિસ્થિતિ પ્રમાણે “એકતા” ગ્રુપને પીરાણાના એજેંટ કહી શકાય)

૭) સંત ઓધવરામ મહારાજે, યુવાનોને ઉદ્દેશીને કહેલ કે … “હવે તો જાગો અને એ ઇસ્લામી પંથને ત્યાગો”.

૮) લાખો કોરી હુંડીઓ પીરાણે મોકલાવી કુપાત્રને દાન આપો છો, તે બંધ કરવા સંત શ્રી ઓધવરામ મહારાજે આવાહન કરેલ છે.

૯) “ખાનામાંજ મંદિરો બાંધી ખાનાના રૂપને ફેરવી મંદિર બનાવો” આ રણનીતિ હતી, જે ખુબજ અસરકારક રહી.

ઉપર જણાવેલ મુદ્દાઓ અને ઘાટકોપર નવ યુવક મંડળનો પહેલો વાર્ષિક રીપોર્ટનું
અધ્યયન કરવાથી અમારા મતે વાંચક મિત્રોને એટલુંતો સમજાશે કે…

૧) “એકતા” ગ્રુપ એ “પીરાણાના એજેંટ” સમાન કામ કરી રહ્યું છે, જે જ્ઞાતિ માટે હાનીકારક છે.

૨) “જાગૃતિ” ગ્રુપના પ્રયાસને સાચી દિશા મળે તે માટે આપણે સર્વે લોકોએ આ ગ્રુપને સપોર્ટ કરવો જોઈએ.

 

અને અંતે… જો સમય સમય પર ઈતિહાસને વાગોલમાં ન આવે, તો એજ ઈતિહાસ ફરીથી આપણી સામે આવીને ઉભો રહે છે.

લી.

Real Patidar

DOWNLOAD:

 

Leave a Reply