Series 61 -Bhoomidag -Atharv Ved’s wrong interpretation / ભૂમિદાગ – અથર્વ વેદનું ખોટું અર્થઘઠન

Update: 24-Apr-2020 -This information contained in this post/page is superseded. The updated information can be read here https://www.realpatidar.com/a/series82

Bhoomidag Margdarshan -Page_01

Date: 22-Mar-2016

જેમ ઇસ્લામમાં માણસના મૃત્ય પછી મડદાને દાટવામાં આવે છે, તેમ સતપંથમાં પણ માણસના મૃત્ય પછી તેના મડદાને દાટવામાં આવે છે.

ઈતિહાસના નજરેથી જોઈએ તો એનું કારણ માત્ર એટલુજ હતું કે સતપંથના ધર્મ પ્રચારકો દ્વારા તેમના અનુયાયીઓનો ઇસ્લામી રીત રીવાજોનો પ્રચાર કરી તેમને ઇસ્લામ ધર્મ પાળતા કરી દેવા.

પણ જયારે કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિમાં લગભગ ૧૦૦ વર્ષ પહેલા, નારાયણજી રામજી લીંબાણી, રતનશી ખીમજી ખેતાણી અને સંત ઓધવરામ મહારાજના પ્રયાસોના કારણે, ધાર્મિક જાગૃતિ આવી અને લોકોને ખબર પડી કે જે સતપંથ ધર્મને કલિયુગનો સાચો હિંદુ ધર્મ તરીકે તેઓ પાળતા હતા, તે સતપંથ ધર્મ તો વાસ્તવમાં ઇસ્લામનું એક ફાંટું છે.

સતપંથીઓ હમેશા હિંદુઓની વચ્ચે હિંદુ ઓળખ અપનાવીને રહેતા આવ્યા છે. પણ જયારે સતપંથ મુસ્લિમ ધર્મ છે તેવી જાણ સર્વેને થઇ, ત્યારે મોટા ભાગના સતપંથીઓને સતપંથના રીત રીવાજો પાળવામાં શરમ તેમજ જીજક અનુભવવા લાગ્યા. આવા અનુભવોના કારણે લોકો સતપંથ ધર્મના મૂળ રીત રીવાજો છોડવા લાગ્યા. તેમાની એક મુખ્ય રીત હતી, મડદાને દાટવાની પ્રથા. ધીરે ધીરે મોટી સંખ્યામાં લોકો સતપંથની આ પ્રથાને છોડીને મડદાને અગ્નિદાહ આપવની પ્રથા અપનાવવા લાગ્યા.

ઇસ્લામ સાથે  જોડાણ ટકાવી રાખનાર ભૂમિદાગ / ભૂમિદાહ પ્રથાને સતપંથ અનુયાયીઓ દ્વારા તિલાંજલિ આપવાના કારણે સતપંથના પ્રચારકો ચિંતિત થયા. કારણકે જો આવું ચાલતું રહેશે તો એક દિવસ સતપંથમાં કોઈ રહી રહે અને સતપંથ ધર્મ બંધ થઇ જશે.

આ પરિસ્થિતિનો રસ્તો કાઢવા માટે જરૂરી હતું કે એવો રસ્તો અપનાવવો કે લોકોને ભૂમિદાગ આપવામાં શરમાની લાગણી ન થાય અને અન્ય હિંદુ સમાજના લોકો સતપંથી પર શંકા ન કરે. આના માટે સતપંથના પ્રચારકોએ ઇસ્લામની પ્રક્યાત “તાકિયા” રણનીતિનો ફરીથી ઉપયોગ કર્યો.

તેઓએ એવો ઉપાય બતાવ્યો કે જેનાથી મૂળ ઇસ્લામી ભુમીદાગ પ્રથાને બાહ્ય હિંદુ રૂપ આપી દેવામાં આવ્યું.

તેઓએ આશરો લીધો હિંદુ “અથર્વ વેદ”નો.

સતપંથના પ્રચારકોએ આના માટે ખુબ જ યુક્તિ પૂર્વક પ્રયાસો કર્યા. તેઓએ અથર્વવેદની ચાર ઋચાઓનું જુઠ્ઠું અર્થઘટન કર્યું. તે ઋચાઓ નીચે પ્રમાણે છે. (સંપૂર્ણ વિગત આ સાથે જોડેલ ફાઈલ-વિશ્લેષણ માં છે.)

  1. ૧૮/૨/૫૨
  2. ૧૮/૨/૫૦
  3. ૧૮/૪/૬૬
  4. ૧૮/૪/૪૮

તો આ યુક્તિ શું હતી, તે ઊંડાણથી જોઈએ.

હિંદુ અથર્વ વેદમાં વસ્તુતઃ એટલે કે મુખ્ય રીતે “શાંતિ-પુષ્ટિ તથા અભિચારિક (એટલે કે મેલાં કામ માટે તાંત્રિક પ્રયોગો) ” એમ બે પ્રકારના અનુષ્ઠાનના પ્રયોગ વર્ણવેલ છે. (આ સાથે જોડેલ ફાઈલમાં ભૂમિદાગ માર્ગર્શીકા પુસ્તિકાના અંતમાં અથર્વ વેદ પરની આ માહિતી જોઈ શકો છો.)

ઉપર જણાવેલ ચાર ઋચાઓ એવી છે કે કોઈની મિલકતમાં કે જગ્યામાં કાંઇક મેલી વસ્તુ દાટેલી હોય તો તેવી મેલી વસ્તુને મુક્ત કરીને એ મિલકત કે જગ્યા પવિત્ર કરવા માટે મંત્રો છે. ઉપર જણાવેલ મંત્રોનું ગુજરાતી ભાષાંતર જોશો તો તમને સમજાશે કે મેલી વિદ્યાના પ્રયોગથી ભ્રષ્ટ થયેલ કોઈ જગ્યાને પવિત્ર કરવા માટે આ મંત્રોનો ઉપયોગ થાય છે.

હવે સતપંથના પ્રચારકોએ સતપંથના અનુયાયીઓને આવું બતાવ્યું કે અથર્વ વેદની ઋચાઓ મડદાને દાટવા માટે છે અને તેમની આત્માને મુક્ત કરવા માટે આ મંત્રો છે. સામાન્ય રીતે વેદના જાણકાર લોકો બહુજ જુજ હોય છે. માટે લોકો આ વાતને સાચી સમજીને ભુમીદાગની પ્રથાને સ્વીકાર્ય કરી લીધી. થોડા જિજ્ઞાસુ લોકો માત્ર ઉપર જણાવેલ ઋચાઓનું ગુજરાતી ભાષાંતર જોઈને સંતોષ માણી લે. ઊંડાણમાં કોઈ અભ્યાસ કરે નહિ. એટલે આ જુઠ્ઠી ભૂમિદાગ વાળી વાત સ્વીકાર્ય થવા સહેલું બની ગયું.

પોતાની વાતની પુષ્ટિ માટે સાધુ અને સન્યાસીઓને અપાતી સમાધિને ભૂમિદાગ સાથે સરખાવીને ભુમીદાગને સ્વીકાર્ય બતાવ્યો. (પણ વાસ્તવમાં જોડેલ ફાઈલ-વિશ્લેષણમાં જોશો કે સાધુ-સન્યાસી વગેરેને તેમની હયાતીમાં તેમના પુતળાને અગ્નિસંસ્કાર આપવામાં આવે છે ત્યાર બાદ તેમને કાયમ માટે ઘર સંસાર છોડે દેવું પડે છે અને ત્યાર બાદ તેમની મૃત્યુ વખતે સમાધિ શા માટે આપવામાં આવે છે.)

આવી રીતે સતપંથનું ઇસ્લામ સાથે જોડાણ ટકાવી રાખતી પ્રથા એટલે કે ભુમીદાગ ફરીથી ચાલવા લાગી.

વાસ્તવમાં હિંદુ વેદો પ્રમાણે કોઈ માણસના મૃત્ય પછી તેના મડદાનો કેવી રીતે નિકાલ કરવો, તે જોઈએ.

હિંદુ વેદો પ્રમાણે મડદાના નિકાલને “અંત્યેષ્ટિ” કર્મ કરેવાય. આ અંત્યેષ્ટિ કર્મનો ઉલ્લેખ હિંદુ અથર્વ વેદમાં ક્યાય પણ નથી. આનો ઉલ્લેખ માત્ર યજુર્વેદમાં છે. યજુર્વેદના ૩૯માં અધ્યાયમાં અંત્યેષ્ટિ કર્મના બારામાં જાણકારી આપેલ છે. તેમાં ચોખ્ખે ચોખ્ખું જણાવેલ છે કે મડદાને ક્યારે પણ ભૂમિમાં દાટવું નહિ. એનો મતલબ ક્યારે પણ ભુમીદાગ આપવો નહિ. માટે સામાન્ય લોકો માટે મડદાને અગ્નિ સંસ્કાર આપવાનું કહેલ છે.

https://archive.org/details/series61

અંતમાં: ઉપર જણાવેલ સર્વે હકીકતોને ધ્યાનમાં લેશો તો સમજાશે કે સતપંથના પ્રચારકોએ ખુબજ યુક્તિ પૂર્વક રસ્તો કાઢીને સતપંથના અનુયાયીઓનું ઇસ્લામ સાથેનું જોડાણ ટકાવી રાખેલ છે. વાસ્તવમાં ભુમીદાગ માર્ગદર્શિકા નહિ પણ કુમાર્ગદર્શિકા છે, તેવું જણાઈ આવે છે.

લી.

Real Patidar / રીયલ પાટીદાર

————————————————————–

Leave a Reply