તા. 17-Jul-2016
સનાતન ધર્મ પત્રિકાના તા. ૧૧-૦૬-૨૦૧૬ વાળા અંક ના
પાના ક્ર ૮ અમે ૯ માં છપાયેલ ખુલાસોના જાણવા જેવા મુખ્ય મુદ્દાઓ
ખાસ નોંધ: આ જાહેર ખુલાસો આપણી સનાતની હિંદુ કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિની મુખ્ય ત્રણ સંસ્થાઓ એટલે કે…
- શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ
- ઉમિયા માતાજી મંદિર, વાંઢાય
- શ્રી અખિલ ભારતીય લક્ષ્મીનારાયણ સનાતન સમાજ, દેશલપર
… એ આપેલ છે. જેણે આપણી યુવાઓ અને માત્રુ શક્તિઓએ પણ સમર્થન કરેલ છે.
- શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવાસંઘ
- શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર મહિલાસંઘ
માટે આ ખુલાસો ખુબ મહત્વનો છે જેણે સર્વે ધ્યાનમાં લેવો જરૂરી છે.
હિંદુ ધર્મના નામે ચાલતી, અર્ધદગ્ધ, કબ્રસ્તાની,પીરાણા સતપંથ દશાવતાર કથાનો, જાહેર ખુલાસો
ઈમામશાહ ઉર્ફે ઇમામુદ્દીન અબ્દુર રહીમ સૈય્યદ દ્વારા સ્થાપિત એક મુસલમાની પીરાણા સતપંથ ધર્મ પાળનાર અનુયાયીઓ અને તેમની સતપંથ સમાજ દ્વારા યોજાયેલ, કહેવાતી, દશાવતાર કથાના ભ્રામક ઉપદેશોના કારણે લોકોમાં ફેલાયલી મુંજવણ, હિંદુઓની દુભાયેલ લાગણી, લોકોમાં ફેલાયેલ અશાંતિ અને કોમી ઝગડાઓની સંભાવનાને રોકવા તેમજ કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજની હિંદુ ઓળખને થયેલ નુકસાનને રોકવા માટે કરવામાં આવેલ જાહેર ખુલાસો
આ ખુલાસામાં મુખ્ય મુદ્દાઓ નીચે પ્રમાણે હતા:
- અથર્વવેદના રચઈતા તરીકે ઈમામશાહનું નામ લીધું. અને ઈમામ શાહ દ્વારા આપવામાં આવેલ સંદેશાઓનો ખુબ પ્રચાર કર્યો.
- ઇસ્લામ તરફ આકર્ષવા હિંદુ શાસ્ત્રો સાથે ચેડા –આવા પુસ્તકોમાં એવી ગોઠવણી કરવામાં આવી કે હિંદુ ધર્મના દેવો/ભાગવાનો દ્વારા જ છુપી રીતે ઇસ્લામી મુલ્યોનો ઉપદેશ આપવામાં આવ્યા. હિંદુ દેવોના નામોના ઉલ્લેખના કારણે હિંદુ પ્રજા આકર્ષિત થાય અને ત્યાર બાદ જ્યારે લોકોને કહેવામાં આવે કે તેમના જ હિંદુ દેવોના દ્વારા ઇસ્લામી મુલ્યોનો ઉપદેશ આપવામાં આવેલ છે ત્યારે એ લોકો આ છુપા ઇસ્લામી મુલ્યોને જલ્દીથી સ્વીકારી લે.
- સતપંથનું મૂળ અથર્વવેદ એટલે કુરાનના સંદેશાઓ – તે માટે અથર્વવેદના મંત્રોનો ખોટી રીતે અર્થઘટન કરી એમ પ્રચાર કરવામાં આવ્યો કે અથર્વવેદમાં મૃત શરીરને દફ્નાવાનું કહેવામાં આવ્યું છે, એમ કહીને સતપંથી લોકોને ઇસ્લામી દફન વિધિ અને રીત રીવાજો પાળતા કરી દેવામાં આવેલ છે.
- શ્રીમદ દશાવતારને ભ્રષ્ટ કરી ઇસ્લામી કારણ (કલ્કી – નિષ્કલંકીનો ભેદ) – હિંદુઓ પોતાના ધર્મ પ્રત્યે અસ્થા અને ગૌરવ ખંડિત થાય અથવા તેમના મનમાં શંકા ઉભી થાય તેવા પ્રયાસો ઘણી જગ્યાએ આ ગ્રંથમાં કરવામાં આવેલ છે. કલ્કી અવતારને ભ્રષ્ટ કરીને તેને “નિષ્કલંકી” અવતાર બતાવામાં આવેલ છે. આ નિષ્કલંકી અવતારમાં બીજું કોઈ નહિ પણ મુહંમદ પૈગંબરના જમાઈ અને શિયા ઈસ્માલ ધર્મના સર્વોચ્ચ દૈવી વ્યક્તિ “હજરત અલી તાલિબ” છે, તેવું બતાવામાં આવેલ છે.
- “હજરત અલી તાલિબ” એજ નિષ્કલંકી નારાયણ અવતાર
- કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિમાં ધાર્મિક સુધારો – ઈમામ શાહની હિંદુઓને ભોળવીને ઇસ્લામમાં આકર્ષિત કરવાની રણનીતિ જ્યારે કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિના આગેવાનોને થઇ ત્યારે સતપંથ ધર્મ સાથે છેડો ફાડીને આજથી લગભગ ૮૦ વર્ષ પહેલા સનાતન હિંદુ ધર્મ પાળનાર લોકોનો સમાજ ઉભો થયો અને કચ્છ કડવા પાટીદાર સનાતની સમાજની સ્થપના કરવામાં આવી.
- વર્ષો સુધી તેમના પર મોમના મુસલમાન તરીકેની જે છાપ પડેલ હતી, તેને ભૂસવા માટે આ સમાજે વાંઢાય ખાતે કડવા પાટીદારના કુળદેવી ઉમિયા માતાજીના મંદિરની સ્થપના કરી. સંત ઓધવરામજી મહારાજે આ ઉમિયા માતાજી મંદિરની સ્થપાન માત્ર ને માત્ર સતપંથ પીરાણામાંથી જ્ઞાતિને છોડાવા માટે કરાવી. પીરાણા સતપંથમાંથી છુટા પડ્યા બાદ સમસ્ત હિંદુ કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ સ્તરે, સમસ્ત કચ્છમાં, આ પહેલું ધાર્મિક કેન્દ્ર હતું. અમુક ગામોમાં ગ્રામ સ્તરે ભગવાન લક્ષ્મીનારાયણના મંદિરો હતા, પણ જ્ઞાતિ સ્તરે આ પહેલું કેન્દ્ર હતું.
- સતપંથને સાચા “આર્ય વૈદિક હિંદુ સનાતન પરંપરા” બતાવવાનું ષડ્યંત્ર
- ભ્રમિત પ્રચારના પરિણામો – આવા ભ્રમિત પ્રચારના કારણે હિંદુ સમાજમાં મુંજવણ ઉભી થઇ છે. ઘણા વર્ષોની મહા મહેનત અને અસંખ્ય બલિદાનો આપ્યા બાદ આમારી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજની સાચા હિંદુ તરીકેની ઓળખ આવા કાર્યક્રમના કારણે નુકસાન થયું છે. તેવીજ રીતે વાત માત્ર મુંજવણ પુરતી નથી પરંતુ આવા કાર્યક્રમ દ્વારા હિંદુ સમાજની ધાર્મિક લાગણી દુભાવાનો પ્રયત્ન થયો છે. તેમજ લોકોમાં વર્ગ વિગ્રહ ઉભા થવાની સંભાવના પણ છે.
સારાંશ: ટૂંકમાં જોઈએ તો આ જણાશે કે સતપંથના સાધુઓ, પ્રચારકો અને આગેવાનો એમ-ખેમ જુઠ્ઠાણાના દમ પર, લોકોની શ્રદ્ધા સાથે રમત રમીને તેમને ભોળવીને સતપંથ હિંદુ ધર્મ છે તેવું કહીને, પોતાના વાડામાં પકડી રાખે છે. જયારે સચ્ચાઈ એમ છે કે સત્પંથ એક મુસલમાન ધર્મ છે. માટે કડવા પાટીદાર ભાઈઓને કોઈ છેતરતા હોય ત્યારે આપણી સૌની પવિત્ર ફરજ બને છે કે લોકોને સચ્ચાઈ થી વાકેફ કરીએ.
લી.
રીયલ પાટીદાર
સંપૂર્ણ ખુલાસો આહીં જોડેલ છે.