Series 42 -Views of Pirana Satpanth’s Main Insider -Swadhyay Pothi, Yane Gyan Gosti / પીરાણા સતપંથના અંદરના મુખ્ય માણસના વિચારો – સ્વાધ્યાય પોથી, યાને જ્ઞાન ગોષ્ટી

Series 42 -Views of Pirana Satpanth’s Main Insider -Swadhyay Pothi Yane Gyan Gosti

Update: 13-Jan-2017 – Changed links to archive.org


06-Jan-2012

|| Jay Laxminarayan ||    || Jay Sanatan Dharm ||
|| જય લક્ષ્મીનારાયણ    ||     || જય સનાતન ધર્મ      ||

A person who is…
કરસન કાકાના ખાસ સાથીદારોમાંના એક…
one of the close associates of Karsan Kaka…
કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિના…
belonging to Kachchh Kadva Patidar community…
સતપંથ ધર્મના સાહિત્યોના એક સાચા જાણકાર…
having thorough knowledge of Satpanth literature…
કરસન કાકાની સાથે અવિચલદસના કાર્યક્રમમાં હાજરી આપનાર…
accompanied Karsan Kaka to attended Avichal Das’s function…
કરસન કાકાને કોર્ટના કેસોમાં ખાસ મદદ કરનાર…
helper of Karsan Kaka in court cases…
પીરાણાની સંસ્થામાં સક્રિય કામ કરનાર…
taking active participation in the affairs of Pirana’s institution…
સતપંથ સમાજના હિત માટે ૪૦-૪૦ વર્ષથી પણ વધારેનો ખુબજ મોટો ફાળો આપનાર…
devoting more than 40 years for the benefit of Satpanth…
પાટીદાર સંદેશના તંત્રી શ્રી શામજીભાઈ જેની પ્રશંશા કરી હોય…
go appreciated the editor of Patidar Sandesh, Shri Shamjibhai…


તેવા… શ્રી વક્તાપુર કંપા, હિમ્મત નગર, વાળા શ્રી રવજીભાઈ કાનજીભાઈ પટેલનું સતપંથ ધર્મ અને તેમાં કરેલ સુધારા વધારા પર તેમના વિચારોને “સ્વાધ્યાય પોથી, યાને જ્ઞાન ગોષ્ટી” નામના એક પુસ્તકમાં છપાવ્યા છે. તેમાં સમજવા લાયક મુખ્ય મુદ્દાઓ નીચે પ્રમાણે છે…
who is the resident of Vaktapur Kampa, Himmatnagar, Shri Ravjibhai Kanjibhai Patel’s views on Satpanth religion and the so-called reforms of its literature. Some of the main points worth noting, as published him in the book called “Swadhyay Pothi, Yane Gyan Gosti”, are as under….

 1. સતપંથની અસલ પૂજા વિધિ સૈય્યદ અહમદ અલી ખાકીએ છપાવેલ છે.
  The original Pooja Vidhi is printed Saiyyed Ahmad Ali Khaki.
 2. સતપંથ સાહિત્યોમાં “ભાષાકીય” સુધારા વધારા કરે છે. (એટલે ફક્ત બાહ્ય સુધારા છે.)
  Changes in the literature are only in outwardly language.
 3. કરસનકાકાને “પીર કરીમ”ની ઉપમા આપવામાં આવેલ છે.
  Karsan Kaka was given the title of “Pir Karim”.
 4. અસલ સાહિત્યો તો સૈય્યદ અહમદ અલી ખાકીનાજ છે.
  Original literature is from Saiyyed Ahmad Ali Khaki only. 
 5. લોકોની ટીકાથી બચવા માટે સાહિત્યોમાં સુધારા વધાર કરવામાં આવેલ છે.
  The changes in literature was made only for the reason of avoiding criticism from people. 
 6. અવિચલ દસના ભાષણ પરથી ખબર પડે છે કે મૂળમાં સતપંથ હિંદુ ધર્મ નથીજ.
  Avichal Das’s speech clearly suggests that original Satpanth is not a Hindu religion. 
 7. ઈમામ શાહ અરબી કુળના છે અને સૈય્યદ જાતીના છે.
  Imam Shah is from Arab and from Saiyyed caste. 
 8. સતપંથના સુધારકો કોમવાદી છે.
  Reformers of Satpanth are communal. 
 9. “પ્રેરણા પીઠ” નું નામ આપવું એ ખોટું છે.
  It is wrong to give the name of “Prerna Peeth”.
 10. પીરાણા એ હિંદુઓનું ધાર્મિક સ્થાન નથી.
  Pirana is not a religious place of Hindus.
 11. સાહિત્યોમાં સુધારાઓ ફક્ત દુનિયાને સારું દેખાડવા માટેજ કરેલ છે.
  The changes in literature is made only for appeasing the outer world. 
 12. સતપંથ એ હિંદુ ધર્મ શા માટે નથી… તેના કારણો આપેલ છે.
  The reasons why Satpanth is not a Hindu religion. 
 13. પીરાણા સંસ્થા એ એકજ “હિંદુ” ધર્મમાં માનવાવાળાઓની સંસ્થા નથી.
  Institution of Pirana is not exclusively of people believing in Hindu religion.
 14. “પીરશાહ” અને “નિષ્કલંકી” એટલે એકજ છે.
  “Pir shah” and “Nishkalanki” are one and the same.
 15. “નિષ્કલંકી નારાયણ” એટલે અરબી કુળના “નર મુહમ્મદ શાહ બાવા”.
  “Nar Muhammad Shah Bawa” of Arab origin is the “Nishkalanki Narayan” 
 16. જયારે બે સતપંથી મળે ત્યારે એક બીજાને કેવી રીતે વંદન કરે.
  Manner in which two Satpanthis greet each other.
 17. ભાષાકીય સુધારા વધારા કરવા વાળા લોકો મનના નબળા લોકો છે.
  People behind the changes in literature are of weak heart.
 18. સૈય્યદ શામ્શુદ્ધીન બાવાનું પીરાણામાં ખુબ વજન પડે છે.
  Saiyyad Shamshuddin Bawa has got good hold in Pirana.
 19. વિશ્વ હિંદુ પરિષદના સંતો મહંતોએ સતપંથને ઓળખવામાં ભૂલ કરી છે.
  Leaders of Vishwa Hindu Parishad have erred in understanding Satpanth. 
 20. મુસલમાનોની જેમ સતપંથ પણ મુહમ્મદ પૈગંબર અને તેમના કુળના પીરોના ગુણગાન ગાય છે. (હિંદુ ધર્મમાં આવું થતું નથી).
  Alike Muslims, Satpanth also believes in praising Muhammad Paigambar and his descendant Pirs. (Unlike Hindus).
 21. સાચો સતપંથી “પીર” અને “પૈગંબરને” માને છે.
  A real Satpanthi believes in “Pir” and “Paigambar”.

તેમની પૂરી વાત સમજવા માટે નીચે બતાવેલ પુસ્તિકા, જે તેઓએ છાપેલ છે, તે જરૂર વાંચશો…
You can read the full book published him, here…

https://archive.org/details/Series42-viewsOfPiranaSatpanthsMainInsider-swadhyayPothiYaneGyan

Real Patidar


Download / Print / View full article, attachments [Best Option]:
http://www.box.com/s/gc7ypi5r14i85q2g7i27

Leave a Reply

One thought on “Series 42 -Views of Pirana Satpanth’s Main Insider -Swadhyay Pothi, Yane Gyan Gosti / પીરાણા સતપંથના અંદરના મુખ્ય માણસના વિચારો – સ્વાધ્યાય પોથી, યાને જ્ઞાન ગોષ્ટી”