Series 56 -Imam Shah was preacher of Khojas / ઈમામશાહ ખોજાઓના પ્રચારક હતા

19-Jul-2014

An article was published recently on 10-Jul-2014 in Bhuj Edition of Kutch Mitra newspaper, which is in Gujarati language.

હાલમાં, તા.૧૦-જુલાઈ-૨૦૧૪ના, કચ્છ મિત્રના ભુજ આવૃત્તિમાં એક લેખ છપાયેલ હતો.

The article is on the occasion of anniversary of date on which the present Aga Khan, Karim Aga Khan became the supreme religious leader of Khoja community.

હાલના કરીમ આગા ખાન જે દિવસે ગુરૂગાદી પર બેઠા (એટલે કે તખ્તનશીન થયા) તે દિવસની ઉજવણીની વર્ષગાઠના પ્રસંગે આ લેખ લખવામાં આવેલ હતો.

2014-07-10 -Kutch Mitra -Page 14

There after, the article goes on to the history of how Khoja community came into existence.  If further mentions about the great preachers of Khojas, which include Pir Satguru Nur, Pir Rajas, Pir Sadruddin and then goes on to include Imam Shah.

ત્યાર બાદ કેવી રીતે ખોજા કોમ અસ્તિત્વમાં આવી અને તેનો ઈતિહાસનો ઉલ્લેખ આ લેખમાં છે. ત્યાર બાદ ખોજાઓના મહાન પ્રચારક પીરોનો પણ ઉલ્લેખ આ લેખમાં કરેલ છે, જેમાં પીર સતગુરુ નુર, પીર રાજસ, પીર સદરદિન (સદૃદ્દીન / સદ્રુદ્દીન) અને છેલ્લે ઈમામ શાહના નામો શામેલ છે.

Pir Sadruddin deeply studied Hindu religion and presented the message of Kuran in form of Poetry. His was of religious preaching was centered in and around the areas of Kutch (Kachchh) and Sindh. His grand son was Imam Shah, who pushed forward the mission of religious conversion of his grand father.

પીર  સદરદિને હિંદુ ધર્મ અને માન્યતાઓનો ઊંડો અભ્યાસ કર્યો અને કુરાને શરીફનો બોધ કવિતાના સ્વરૂપે લોકોને આપ્યો. તેમનું ધર્મ પ્રચારની પ્રવૃત્તિનું મુખ્ય કેન્દ્ર કચ્છ અને સિંધની આસપાસનું હતું. પીર સદરદિન પછી તેમના પૌત્ર સૈયદ ઈમામ શાહે પોતાના દાદાનું ધર્મ પ્રચારનું અધૂરું રહેલું કામ આગળ ધપાવ્યું.

The article says that Imam Shah gave the title of “Momins” to its followers. Further the article also mentions that Imam Shah wrote many religious literature like “Jannatpuri” etc.

લેખમાં એવું જણાવેલ છે કે ઈમામ શાહે પોતાના અનુયાયીઓને “મોમીન” (“મોમના”) નું બિરુદ આપેલ હતું. વધુમાં લેખમાં જણાવે છે કે ઈમામશાહે ઘણા બધા ધાર્મિક પુસ્તકો લખ્યા જેમ કે “જન્નતપૂરી” વગેરે.

At the end the list of references used the author include;

છેલ્લે લેખતે જે પુસતકોનો સંદર્ભ લીધેલ છે, તેનો ઉલ્લેખ કરેલ છે, જે આ પ્રમાણે છે;

1) Mahagnati Gujarati/ મહાજ્ઞાતિ ગુજરાતી

2) Nur Mubin/ નુર મુબીન

3) Khoja Vruttant/ ખોજા વૃત્તાંત

4) Nizari Ismaili Tradition/ નીઝારી ઈસ્માઈલી ટ્રેડીશન (અંગ્રેજીમાં)

The fact well known to everybody that that Imam Shah converted many local Hindus to Islam, get reiterated this article.

જે હકીકતને સહુ ભલીભાંતિ જાણે છે, કે ઈમામ શાહે ઘણા બધા સ્થાનિક હિંદુઓને વટલાવીને મુસલમાન બનાવ્યા છે, તે હકીકતને ફરીથી આ લેખ પુનઃ પ્રસ્થાપિત કરી રહ્યું છે.

https://archive.org/details/Series56ImamShahWasPreacherOfKhojas

Real Patidar

www.realpatidar.com


Download / Print / View full article, attachments [Best Option]:

https://app.box.com/s/db6dx4t33nqp4p0eba0k

Leave a Reply

Discover more from RealPatidar.com - Unravel Truth

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading