OE 50 -Stay against Patidar Sarvoday Trust’s Prize Distribution Function / પાટીદાર સર્વોદય ટ્રસ્ટનું ઈનામ વિતરણ કાર્યક્રમ પર સ્ટે

06-Jan-2013

||  Jay Laxminarayan  ||   ||  જય લક્ષ્મીનારાયણ  ||

અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ (એટલે કે કેન્દ્રિય સમાજ) ની માંડવી હોસ્ટેલ પર નિર્માણ સમિતિના અમુક ભાઈઓ દ્વારા માંડવી હોસ્ટેલની મિલકતને અન્ય ટ્રસ્ટ (એટલે પાટીદાર સર્વોદય ટ્રસ્ટ) માં ફેરવવાનું જે કાવતરું કર્યું છે, અને તે કાવતરાના અંગે, તેઓ આજે માંડવી હોસ્ટેલમાં ઈનામ વિતરણ કાર્યક્રમ કરવાના હતા. આ કાર્યક્રમને ચેરિટિ કમિસનારએ રોક લગાડેલ છે. વધુ જાણકારી માટે જુઓ નીચે.

OE 50 -Stay against Patidar Sarvoday Trust's Prize Distribution Function

આપણી સનાતની સમાજની એકતા ને નુકસાન પોહચડવા વાળા લોકો, જે જેઓ સતપંથીઓનો સાથ લઈને આપણાં બધાજ લોકો સાથે દગો કરી રહ્યા છે, તેવા મવાળોને આ એક મોટો ફટકો છે.

આ પ્રસંગે થયેલ અમુક રસમય કિસ્સાઓ આ પ્રમાણે સાંભળવામાં આવ્યા છે કે જ્યારે શ્રી શિવદાસ ગોવિંદ છાભૈયાને સ્ટે ઓર્ડર ની કોપી આપવા કોઈ ગયું ત્યારે બધી વાત સમજ્યા બાદ ત્યારે સહી કરવાની વારી આવી, ત્યારે તેઓએ નાટક કર્યો. તેમને ખોટા બહાનાની આડ લઈને કહ્યું કે મને દેખાતું નથી. જો તે સાચા હોત, તો શું તેઓ આવો ડોળ કરત? ત્યાર બાદ બીજી ઘટના એવી થઈ માંડવી પોલીસે મંત્રી શ્રી ભાવાનજીભાઈને જણાવી દીધું છે કે આ કાર્યક્રમ તમે નહીં કરી શકો.

જાણવા મળ્યું છે કે આટલું થયા બાદ સમાજ વિરોધી લોકો આખી રાત ચાલ્યા અને પોતાના ખોટા અહમને બચાવવા માટે વ્યુહ ગાડયો અને કે પાટીદાર સર્વોદય ટ્રસ્ટવાળાઓએ ઈનામ વિતરણ કાર્યક્રમ કરેલ છે. તેઓએ ચેરિટિ કમિશ્નરના આદેશનું ઉલ્લંઘન કર્યું છે. 

હવે આ લોકો ફરીથી એક વાર કાયદાના ગુનહેગર બન્યા છે. આમાં શિવદાસ ગોવિંદ છાભૈયા જેવા ચતુર માણસો પોતાના બચાવ માટે કોઈક છટક બારી શોધી રાખેલ હશે… અને અટકશે શ્રી લધા વિશ્રામ પોકાર જેવા સીધા માણસો, કે જેઓ જાણે કેવી રીતે અને કેવા લાલચમાં આવી ખોટી સંગતમાં ફસાઈ ગયા છે.  

Real Patidar


Download / Print / View full article, attachments [Best Option]:

https://www.box.com/s/m4n6grd8ox6881ypjybu

https://archive.org/details/OE050

Leave a Reply

Discover more from RealPatidar.com - Unravel Truth

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading