OE 45 -Clever strategy to bring out Mulband and Satpanthi Atharv Ved / મૂળબંદ અને સતપંથી અથર્વ વેદ બહાર કઢાવવા માટે નો એક ચાણક્ય નીતિ

21-May-2012

|| Jay Laxminarayan ||    || જય લક્ષ્મીનારાયણ ||

ઘણા દિવસથી મૂળબંદ લોકો સામે મુકવાની માંગણી લોકો સમક્ષ થઈ રહી છે, પણ તેનો કોઈ પણ સકારાત્મક પ્રતિક્રિયા મળેલ નથી અને તેવી કોઈ આશા પણ દેખાતી નથી. તો આવા સંજોગોમાં શું થઈ શકે?
For past several days, I am reading about the requests to bring the Mulband before public. But, unfortunately there has not been any positive response and there is no hope in sight. Under these circumstances what can one do?

આવા સંજોગો આપણા માટે આ એક બહું સારો મોકો છે. સતપંથી લોકો આપણા સામે મૂળબંદ રાખી નથી સકતા એ તેમની કમજોરી છે. તો આ કમજોરી નો આપણે કેવી રીતે ફાયદો લઇ શકીએ?
These circumstances present us an wounderful opportunity. We know that Satpanthis suffer the weakness of being unable to bring Mulband before public. How can one take advantage of their weakness?

અમુક આસાન જવાબો આવા હોઈ શકે… / Some simple answers could be…

૧) જે જે લોકો સામે સતપંથીઓ એ કેસ કરેલ છે, તે કેસમાં વકીલની મદદથી કેસમાં એવો વળાંક ઉભો કરવો કે જેથી કોર્ટ શ્રી નાનકદાસ કાકાને કોર્ટમાં હાજર રહવાનો આદેશ કરે. ત્યાર બાદ કેસમાં એવા સંજોગો ઉભા કરવા કે જેથી કોર્ટ શ્રી નાનાક્દાસ કાકાને આદેશ આપે કે મૂળબંદ અને સતપંથ અથર્વ વેદને (હિંદુ અથર્વ વેદ નથી, પણ સતપંથી અથર્વ વેદ) હાજર કરે.
1) All those people against whom, Satpanthis have filed court cases, can speak to their advocates and try to create a situation where court summons Shri Nanakdas Kaka to be present in court. Once the court summons Shri Nanakdas Kaka, then to twist the case where court asks Shri Nanakdas Kaka to submit a copy of Mulband and Satpanthi Atharv Ved (Note Satpanthi Atharv Ved and not Hindu Atharv Ved) in the court.

૨) બીજો ઉપાય એ પણ કરી શકાય કે જયારે સતપંથીઓ કોટા પોલીસ કેસ કરે ત્યારે એવો બહાનું કરવું કે પોલીસ પહેલાં મૂળબંદનો કોપી મંગાવે અને પછીજ ફરિયાદ પર કોઈ પગલાં લઇ શકે.
2) Second option could be that when Satpanthis file false police complaints, one can give suitable reply to the police where police would be required to ask Satpanthis to submit a copy of Mulband first, before taking cognizance of the complaint.

આમ ઉપર જણાવેલ પદ્ધતિથી એક વખત મૂળબંદ કોર્ટ કે પોલીસમાં જમા થઈ જાય એટલે માહિતી અધિકાર નિયમ અંતર્ગત (Right to Information Act) એક સાદા કાગળ પર ૧૦/- રૂપિયા ની કોર્ટ ફી ટીકીટ લગાડીને સાદા શબ્દોમાં મૂળબંદની કોપી આપવા વિનંતી કરીને મૂળબંદની કોપી મેળવી શકાય તેમ છે.
As suggested above, once the copy of Mulband is submitted Court or Police station, then the help of Right to information act, one can make a simple application 10/- rupees court fee stamp affixed, requesting to provide a copy of Mulband.

માટે… જે લોકો પર કોર્ટ કેસ ચાલુ છે, જેમ કે રમેશભાઈ વાઘડીયા, પ્રદીપ નાથાણી, ડાયાભાઈ, મોડાસા -ઉમિયા માતાજી મંદિર વાળાભાઈઓ, તેમજ ગામો ગામમાં જ્યાં જ્યાં સતપંથી લોકોએ કોર્ટ કેસ કર્યા છે, તે લોકો ને ખાસ નિવેદન છે કે તમે તમારા વકીલ સાથે આ મુદ્દા પર વાત કરો. અને ત્યાર બાદ એક વખત મૂળબંદની કોપી મળી જાય તો જરૂર લોકો સમક્ષ રાખજો.
તો પ્રદીપભાઈ, રમેશભાઈ અને અન્ય ભાઈઓ આ વાતની ઢીલ ના કરશો અને આ તકને જડપી લો. જલ્દીથી વકીલોની સાથે વાત કરો અને સારા પરિણામો લોકો સામે મુકો.

Hence… those people against whom court maters are going on, like Rameshbhai Vaghadiya, Pradeep Nathani, Dayabhai, people connected Modasa Umiya mata mandir etc., and people in all villages where Satpanthis have file court cases, should take special note and speak to their advocates on this issue. Once they get hold of the copy of Mulband, they should present it before public.
Hence this is my humble appeal to, Pradeepbhai, Rameshbhai and other people, to act swiftly on this issue and make good use of this opportunity. Please speak immediately your advocates and announce the good results to the public as soon as possible.

ખાસ નોંધ: આપણા અમુક સતપંથી ભાઈઓ આજે પણ સૈય્યદો સાથે સંપર્કમાં છે. આપણને ખબર છે કે સૈય્યદોએ શ્રી નાનક્દાસ કાકા અને પીરાણાની સંસ્થા પર ઘણા કોર્ટ કેસો કરેલ છે. તો સૈય્યદો સુધી પણ આ વાત પોહ્ચાડો, જેથી તેવો પણ આ મુદ્દે સક્રિય થઈ સકે અને સચ્ચાઈ લોકો સામે મુકવામાં મદદ રૂપ થાય.
Special Note: Some of our Satpanthi brothers are in constant touch Saiyyeds. We know that Saiyyeds have filed many court cases against Shri Nanakdas Kaka and Pirana institution. So, please try and spread this message so that it reaches Saiyyeds the aim that they can help us bring out the truth before public.


UPDATE: 22-May-2012
સુરતવાળા બ્રાહ્મણ સમાજના (પરશુરામ સેના અને વૈદિક સનાતન પ્પ્રતિષ્ઠાન)  લોકો, કે જેવોએ સતપંથ અને નાનાક્દાસ કાકા ઉપર કેસ કરેલ છે, તેને પણ આ મૂળબંદ કઢાવવાની વાતની જાણ થઈ શકે તો જરૂર કરજો.
This is to request all to kindly contact the people associated Brahman Samaj (Parshuram Sena ane Vedic Sanatan Pratisthan) and explain to them the issue regarding bringing out Mulband.

સુરતની આસ પાસ વસતા લોકોની સામે એક સારો અવસર છે, કે સારું કારણ મળી ગયું છે કે જેના થાકી તેવો બ્રાહ્મણ સમાજના લોકો સાથે સંપર્ક કરી પોતાની ઓળખ અને સામાજિક માન મર્યાદા વધારી શકશે.
People residing near Surat have got an wounderful opportunity and reason to get in touch people of Brahman Samaj and improve their contacts and raise their social status.

આ સુનેહરો અવસર જવા નહિ દેતા, તેવી ખાસ આગ્રહ પૂર્વક વિનંતી છે.
A special request to not to miss this golden opportunity.


Print / Download: https://www.realpatidar.com/wp-content/files/posts/oe/oe45fullp.pdf


https://archive.org/details/OE045

Leave a Reply

One thought on “OE 45 -Clever strategy to bring out Mulband and Satpanthi Atharv Ved / મૂળબંદ અને સતપંથી અથર્વ વેદ બહાર કઢાવવા માટે નો એક ચાણક્ય નીતિ”