OE 41 -Mandvi Taluka -Historical Decision -Relations Satpanth are permanently cut / માંડવી તાલુકા – ઐતિહાસિક નિર્ણય – સતપંથીઓ સાથે સબંધ કાપવામાં આવ્યા.

09-Nov-2011
|| Jay Laxminarayan ||         ||    જય લક્ષ્મીનારાયણ   ||
|| Jay Sanatan Dharm ||       ||   સનાતન ધર્મની જય   ||

આપણી સમાજ માટે આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે. આવતા સમયમાં, એટલે ભવિષ્યમાં, નોંધ લેવા જેવું, બહુ મહત્વપૂર્ણ નિર્ણયો અને તે પ્રમાણેને પગલાં આજે લેવાયા છે.
Today is a historical day. Today, very important decisions and accordingly steps, worth taking note in the future, were taken.

માંડવી તાલુકાના આપણાજ ભાઈઓએ આજે ઐતિહાસિક કામ કર્યું છે. આજે માંડવી તાલુકામાં, સનાતની લોકોની પ્રચંડ હાજરી અને ગજબનો ઉમળકો જોવા મળ્યો. લોકોની ઉદારતા જોઈને ભલભલા લોકો અચંબા પડી ગયા. લોકોની હાજરી એટલી હતી કે, માંડવી હોસ્ટેલમાં બેસવાની જગ્યા પણ નહોતી. આપણા માંડવી તાલુકાના ભાઈઓએ આજે નવી “સનાતની” સમૂહ લગ્ન સમિતિ (“શ્રી કંઠી વિભાગ લક્ષ્મીનારાયણ પાટીદાર સનાતન સમાજ, માંડવી કચ્છ, સમૂહ લગ્ન આયોજન સમિતિ”) રચી છે. માંડવી તાલુકામાં, આગાઉ ચાલતી જૂની સમૂહ લગ્ન સમિતિ, જેમાં સતપંથી લોકો સાથે હતા, તે સમિતિમાંથી બધાજ સનાતની ભાઈઓ કાયમ માટે નીકળી ગયા છે.
Our brothers from Mandvi Taluka have created history.  Today witnessed the unprecedented number of people and very high levels of joy and happiness amongst them. The levels of generosity shown the people, astonished many. People came is such large numbers that there was no place to sit in Mandvi Hostel premises, where the meeting was held. Today, people from Mandvi Taluka formed a new “Sanatani” Samuh Lagna Samiti. (A committee which arranges for common “mass” marriages). This new Samiti is called “Shri Kanti Vibhag Laxminarayan Patidar Sanatan Samaj, Mandvi Kachchh, Samuh Lagn Aayojan Samiti”. All sanatani members have resigned in mass from the existing, old samiti, in which Satpanthi people were also members.

આ સમિતિના પ્રમુખ તરીકે “શ્રી કેશવભાઈ લીંબાણી“, હાલે મુલુંડ, મુંબઈવાળાને પસંદ કરવામાં આવેલ છે.
Shri Keshavbhai Limbani is appointed as the president of the new Samiti.

આજ પછી હવે આપણી માંડવી સમાજમાં, એટલે સનાતની સમાજમાં, (જેમાં સતપંથી લોકોને સ્થાન નથી), તેવા સમાજમાં જે કોઈ સમૂહ લગ્ન યોજાશે, તે આ નવી રચાયેલી સમૂહ લગ્ન સમિતિના નેજા હેઠળ યોજાયેલ સમૂહ લગ્ન કાર્યક્રમમાંજ થશે.
Henceforth in our Mandvi Samaj, viz., Sanatani Samaj, (in which Satpanthis do not have any place) when ever Samuh Lagn (Mass Marriage) would be organised, it will be only under the banner of the new Samiti formed today.

ત્રણ વર્ષના દાતાઓ, નાનાથી મોટો બધા ખાતા બુક થઈ ગયા. ત્રણ વર્ષ માટે સૌજન્ય દાતાની નવી સ્કીમ બનાવી, જેમાં સૌજન્ય દાતાનું નામ ત્રણ વર્ષ માટે વાપરવામાં આવશે. આ સૌજન્ય દાતાની જગ્યા માટે પણ દાતા મળી ગયા. આ વર્ષના લગ્ન માટે લોકોએ રોકડામાં કન્યાદાન તરીકે લાખોના દાન પણ આપ્યા છે. હજી તો સમિતિ બની તેનો પહેલો દિવસજ છે. સમૂહ લગ્નને તો હજી ઘણી વાર છે, તો પણ લોકોએ પોતાની ખુશીથી જે દાન આપ્યું છે, તેના દ્વારા તેઓએ એક મોટો સંદેશ આપ્યો છે. તેમની લાગણી વ્યક્ત કરી છે.
Donors have confirmed donations for all the heads of donations, for three years. A new scheme called “Saujanya Data” (Complimentary Donor) was launched, which was also successful in finding a Donor. People have donated in lakhs of rupees towards “Kanya Daan” (Gift to the bride). A point worth noting is that it is just the first day of formation of the samiti and people have give donations whole heartedly. The actual function is months away. All this suggests that people wanted to send a strong message out. They have expressed their feelings towards Sanatan Dharm.

પહેલાં દિવસેજ દાતાઓની ઉદારતા અને લોકોની અભૂતપૂર્વ પ્રચંડ હાજરી એ દર્શાવે છે કે માંડવી તાલુકાના લોકોને સનાતન ધર્મ પ્રત્યે કેટલી મોટી ચિંતા અને કાળજી છે. ફક્ત તેઓને સાચા સનાતની નેતાઓની જરૂર હતી. નવી સમિતિના કાર્યકર્તાઓ ચુંટીને તેમને સાચા સનાતની નેતાઓ પસંદ કાર્ય છે. જૂની સમિતિના કે સનાતની-સભ્યો હતા કે જેઓ આજની ચળવળના પાછળના લોકોને કહેતાં હતા, કે “તમે ખોટું કરી રહ્યા છો”, તેઓએ પણ માન્યું કે તેઓ પોતે ખોટા હતા અને નવી સમિતિના કરતા-હરતા લોકો સાચા છે.
The generosity shown the donors of the first day itself and presence of people in very huge numbers, suggest that ordinary people of Mandvi taluka share strong views about Sanatan Dharm. They were waiting for the right kind of leaders. By forming the new Samiti, they have chosen their true Sanatani leaders. Even the Sanatani members of the erstwhile samuh lagn samiti, who used to discourage the people behind today’s meeting, started accepting that they were totally wrong. They accepted that the people behind the today’s meeting were right in taking their position.

આજે ઇતિહાસ લખાયો છે. જે લોકો આપણો માંડવી તાલુકાને ધર્મ મુદ્દે નબળો સમજતા હતા, તેઓને પણ હવે ખાત્રી થશે કે બાકીના બે વિચાતર એટલે, વચલો પાંચડો અને આથમણો પાંચાડાની જેમ માંડવી તાલુકો પણ જાહેરમાં કટ્ટર સનાતની રંગે રંગાયો અને સતપંથ ધર્મને ત્યાગી દીધો.
Today history has been written. Those people who felt that Mandvi region was weak when it came to the issue of Sanatan religion, would now feel that like the other two regions viz., the Nakhatrana region (Middle Panchada) and Dayapar Region (East Panchada), now the Mandvi region has also embraced staunch Sanatani stance, rejecting Satpanth religion.

હવે સમગ્ર કચ્છમાં, કડવા પાટીદારોના, બધાજ પ્રાંતોમાં સતપંથીઓથી, હમેશ માટે સબંધો કાપી નાખવામાં આવેલ છે. 
આજની મેટિંગ દર્શાવે છે કે સનાતનીભાઈઓએ સતપંથીઓ સાથે હમેશ માટે છેડો ફાડી નાખ્યો છે.
Now in all regions of Kachchh, where Kachchh Kadva Patidar community is settled, the people of that community have permanently cut all ties Satpanthis.

 

જે લોકો કહેતાં કે માંડવી વિસ્તારમાં આવીને સનાતનીનું કામ કરી બતાવો, તેવા લોકોને, આજની મીટીંગ દ્વારા સનાતનીલોકોએ, તેમના ગાલ પર કડક તમાચો માર્યો છે. હવે સનાતન સમાજમાં રહીને “સનાતન ધર્મના વિરુદ્ધ” બોલવાની કોઈમાં પણ તાકાત નહિ રહે.
Those who dared other people to come to Mandvi Taluka to work for the cause of Sanatan religion, have been given a befitting slap on their face. Now it would not be possible for people to remain in Sanatan samaj and speak against the Sanatan Religion.

શ્રી કેશવભાઈ લીંબાણી અને તેમની ટીમએ તેમનું નામ ઇતિહાસમાં અમર કર્યું છે, તે બદ્દલ તેમને ખુબ ખુબ અભિનંદન અને ધન્યવાદ.
Congratulations and all the best to Shri Keshavbhai Limbani and his entire team, who has  written their names on history.

Real Patidar / રીયલ પાટીદાર


Update: 19-Nov-2011
News item published today in Kutch Mitra News Paper, Bhuj Edition, Page 14.
આજે, કચ્છ મિત્ર, ભુજ આવૃત્તિના પાનાં નં ૪માં છપાયેલ સમાચાર

Kutch Mitra – Bhuj Edition – 19-Nov-2011 -Page 14

Download / Print / View full article, attachments [Best Option]:

https://archive.org/details/OE041

Leave a Reply

8 thoughts on “OE 41 -Mandvi Taluka -Historical Decision -Relations Satpanth are permanently cut / માંડવી તાલુકા – ઐતિહાસિક નિર્ણય – સતપંથીઓ સાથે સબંધ કાપવામાં આવ્યા.”

Discover more from RealPatidar.com - Unravel Truth

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading