samaj

7 posts

Series 76 – Social and Religious ties severed / સામાજિક અને ધાર્મિક સંબંધોને કાપીનાખવામાં આવ્યા

  08-Nov-2018     સતપંથ ધર્મના કારણે કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિમાં વારંવાર ઉભી થતી મુશ્કેલીઓથી જ્ઞાતિ જનોને મુક્ત કરવા વિશ્વભરના કડવા પાટીદારોની એક માત્ર માતૃ સંસ્થા એટલે “કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝા” દ્વારા તા. ૦૮-ઓક્ટોબર-૨૦૧૭ના સ્પષ્ટ ચુકાદો આપવામાં આવેલ છે, જેના પ્રમાણે દરેક કડવા પાટીદારને કાયમ માટે સતપંથ ધર્મ છોડી દેવાનું છે. સંપૂર્ણ ચુકાદો તમે અહીં વાંચી શકો છો… https://www.realpatidar.com/a/series70 સતપંથ સમાજ દ્વારા ઊંઝાના ચુકાદાનું પાલન ન કરવાની સાથે ચુકાદાનું અપમાન કરવાના કારણે, કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ દ્વારા સતપંથ ધર્મ પાળતા જ્ઞાતિ જનો સાથે બધાજ ધાર્મિક અને સામાજિક સંબંધો કાયમ માટે કાપી નાખવામાં આવેલ છે. આ અંગે તા. ૨૬-ઓગસ્ટ-૨૦૧૮ના વિશેષ સભા બોલવામાં આવેલ હતી અને તેમાં ઠરાવો કરવામાં આવેલ હતા, જે અહીં જોડેલ છે.       [pdf-embedder url=”https://www.realpatidar.com/wp-content/uploads/2018/11/2018-08-27-Gnati-Sudhar-Tharav-1.pdf”] તેવીજ રીતે તા. ૦૭-નવેમ્બર-૨૦૧૮ ના જાહેર સમાચાર પત્રોમાં એક મહત્વની જાહેરાત પણ આપવામાં આવેલ છે, જે અહીં જોડેલ છે. [pdf-embedder url=”https://www.realpatidar.com/wp-content/uploads/2018/11/Khulasa.pdf”] લી.  રીયલ પાટીદાર Full Download: https://archive.org/details/series76

Series 73 – Journey from Unjha to Kutch & Satpanth to Sanatan / યાત્રા: ઊંઝા-થી-કચ્છ અને સતપંથ-થી-સનાતન

15-Jun-2018જય સનાતન Let us see the reasons behind why Kadva Patidars had to settle in dry Kutch leaving behind the fertile lands of Unjha and northern Gujarat. ઊંઝા અને ઉત્તર ગુજરાતની ફળદ્રુપ ધરતી છોડી કડવા પાટીદારો કચ્છની સુખી ધારામાં શા માટે આવા? આવો જાણીય તેના પાછળના કારણો. How and when Bhagwan Shri Laxminarayan was accepted as their primary deity? Also let us see how Kutch Kadva Patidar community embraced Sanatan Hindu religion after completely abandoning Satpanth religion.ભગવાન લક્ષ્મીનારાયણને ઇષ્ટદેવ કેવી રીતે સ્વીકારવામાં આવ્યા? અને જોઈએ કે કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા સતપંથ ધર્મને સંપૂર્ણ પણે ત્યાગીને સનાતન હિંદુ ધર્મનો અંગીકાર કેવી રીતે કરવામાં આવ્યો. Let’s see all this information portrayed in the Laxminarayan Gatha drama played at Kotda Jadodar village.કોટડા જડોદર ગામમાં ભજવવામાં આવેલ લક્ષ્મીનારાયણ ગાથા નામક એક નાટકમાં આ સંપૂર્ણ માહિતીઓ જોઈએ. Archive.org: https://archive.org/details/series73 or Youtube: https://youtu.be/47XpRaRhO1o Real Patidar

OE 60 – Ratanshi Lalji Velani -Get Well Soon / રતનશી લાલજી વેલાણી – ગેટ વેલ સુન

24-Oct-2014 – સર્વેને નુતન વર્ષાભિનંદન જય ઉમિયામાં જય લક્ષ્મીનારાયણ   હમેશાથી સનાતની ભાઈઓ કહેતા આવ્યા છે કે સતપંથના ભાઈઓનો કોઈ ભરોસો નહિ. તેવો જુઠ્ઠાણાઓ ચલાવવામાં મહેર છે અને જુઠ્ઠાણાને ચલાવવામાં તેમની સંસ્થાઓ પ્રત્યેક્ષ કે પરોક્ષ રીતે મદદ કરે છે. હાલમાં આપણા એક સતપંથી ભાઈ છે શ્રી રતનશી લાલજી વેલાણી, ગામ દુર્ગાપુર વાળા. તેમને અને તેમના અમુક સાથીદારોને એક મોટી બીમારી થઇ છે. તેઓ ખોટી રીતે માને છે કે તેઓ પોતે સતપંથી હોવા છતાં, સનાતનીઓની માત્રુ સંસ્થા એટલે કે શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ, નખત્રાણાના તેઓ પ્રમુખ છે. અને છાપાઓમાં વારે ગડી જાહેર ખબર આપ્યા રાખે છે કે તેઓ અ.ભા.ક.ક.પા. સમાજના પ્રમુખ છે. અહીં નીચે એવા ખાટી જાહેરાતોના નમુના આપવામાં આવેલ છે…                                     ઉપર બતાવેલ છાપાઓના કટીંગને મોટા કરવા માટે તેમના પર ક્લિક કરો… હવે વાત આટલાથી પૂરી નથી નથી. આમના જુઠ્ઠાણાઓ ચલાવવા માટે જમીની મદદ સતપંથ ધર્મ વાળાઓએ કરી છે. કારણ કે […]

OE 57 -Navavas (Ravapar) -Satpanthis betrayed again / નવાવાસ (રવાપર) સતપંથીઓએ પાછો દગો દીધો

31-Jul-2013 ||  જય લક્ષ્મીનારાયણ || સતપંથના દલાલો તેમજ અમુક લોકો જેઓને ઈતિહાસ ખબર નથી કે જેઓ ઈતિહાસમાંથી પુરતી સીખ લીધી નથી તેવા લોકો વારે ઘડીએ કહેતા ફરતા હોય છે કે… ૧) આ ધર્મના જગડા ન ખપે. ૨) સમાજ અને ધર્મ અલગ છે. સમાજમાં ગમે તે ધર્મના લોકો આવી શકે. ૩) આપણે બધા ભેગા મળીને રહીએ છીએ તો શું વાંધો છે. ૪) સતપંથીઓને ભેગા રાખશું તો સુધારશે. … વગેરે વગેરે. હવે આવી વાત કરવા વાળાઓને ઘણી વખત કહેવામાં આવે છે કે ૫૦૦-૫૦૦ વર્ષ થઇ ગયા હોવા છતાં, જે લોકો સુધારવાના નથી તે લોકો હવે શું સુધારશે? હવે તો સતપંથીઓમાં ભણતર પણ આવી ગયું. એટલે હવે તેમને સમજવાની કોઈ જરૂર નથી. સમજશે ત્યારે એ લોકો આવી જશે. પણ અમુક લોકો આવું સમજવા તૈયાર નથી…. તો પછી જુવો પરિણામ શું આવી રહ્યું છે… માંડવી હોસ્ટેલ (સતપંથના માજી પ્રમુખ માંડવી હોસ્ટેલ મુદ્દા પર કેન્દ્રીય સમાજ વિરુદ્ધ સરકારી ઓફિસરોને મળતા ઘણી વખત જોવામાં આવેલ છે.) […]

OE 55 -Revolution in Mumbai -Formation of Sanatan Samaj / મુંબઈમાં ક્રાંતિ – સનાતની સમાજની સ્થાપના

04-Apr-2013 ||  જય લક્ષ્મીનારાયણ || મુંબઈમાં સમાન વિચારધારાવાળી સર્વે સનાતની સમાજને એક સુત્રે બાંધવાના ઉમદા હેતુથી “શ્રી કચ્છી કડવા પાટીદાર લક્ષ્મીનારાયણ સનાતન સમાજ – મુંબઈ”ની સ્થાપના તા.૨૩-૦૧-૨૦૧૩ના થઇ ગયેલ હતી. આ સમાજની પહેલી કારોબારીની નિમણુંક અને પહેલી સામાન્ય સભા અને સ્નેહ મિલનનો કાર્યકમ ખુબજ દબદબો મચાવે તેવી રીતે ૩ દિવસ દરમ્યાન ઘાટકોપર, ડોંબીવલી અને થાણા મધ્યે મુખ્યતઃ માનવામાં આવ્યો. આ સમાજ કેવળ સનાતની લોકો દ્વારા સનાતનીઓના હિત માટેજ બનાવામાં આવેલ છે. આ સમાજ સતપંથ ધર્મને સનાતન ધર્મનો ભાગ ગણતી નથી. એટલા માટે સતપંથીઓ આ સમાજના સભ્ય બની શકશે નહિ. આ પ્રસંગનો અધિકૃત અહેવાલ જે સમાજે બહાર પાડેલ છે, તે અહીં નીચે જોડેલ છે. રીયલ પાટીદાર. ૦૨-૦૪-૨૦૧૩ ||  જય લક્ષ્મીનારાયણ  || મુંબઈમાં કચ્છી કડવા પાટીદાર જ્ઞાતિમાં ધાર્મિક ક્રાંતિ, એક ઇતિહાસ સર્જાયો સંસ્કારધામથી મુંબઈ આવેલ ભગવાનશ્રી લક્ષ્મીનારાયણના રથની યાત્રા અને સામાજિક સભાનો અહેવાલ શ્રી કચ્છી કડવા પાટીદાર લક્ષ્મીનારાયણ સનાતન સમાજ – મુંબઈની સ્થાપના પ. પુ સંત શ્રી ઓધવરામ મહારાજશ્રી ની નિર્વાણ તિથિ […]