OE 60 – Ratanshi Lalji Velani -Get Well Soon / રતનશી લાલજી વેલાણી – ગેટ વેલ સુન

RLV -Get Well Soon24-Oct-2014 – સર્વેને નુતન વર્ષાભિનંદન

જય ઉમિયામાં
જય લક્ષ્મીનારાયણ

 

હમેશાથી સનાતની ભાઈઓ કહેતા આવ્યા છે કે સતપંથના ભાઈઓનો કોઈ ભરોસો નહિ. તેવો જુઠ્ઠાણાઓ ચલાવવામાં મહેર છે અને જુઠ્ઠાણાને ચલાવવામાં તેમની સંસ્થાઓ પ્રત્યેક્ષ કે પરોક્ષ રીતે મદદ કરે છે.

હાલમાં આપણા એક સતપંથી ભાઈ છે શ્રી રતનશી લાલજી વેલાણી, ગામ દુર્ગાપુર વાળા. તેમને અને તેમના અમુક સાથીદારોને એક મોટી બીમારી થઇ છે. તેઓ ખોટી રીતે માને છે કે તેઓ પોતે સતપંથી હોવા છતાં, સનાતનીઓની માત્રુ સંસ્થા એટલે કે શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ, નખત્રાણાના તેઓ પ્રમુખ છે. અને છાપાઓમાં વારે ગડી જાહેર ખબર આપ્યા રાખે છે કે તેઓ અ.ભા.ક.ક.પા. સમાજના પ્રમુખ છે.

અહીં નીચે એવા ખાટી જાહેરાતોના નમુના આપવામાં આવેલ છે…

 

Kutch Mitra -2014-08 -False Info           Kutch Mitra -2014-09-20 -False Info             Kutch Mitra -2014-10-16 -False        Kutch Mitra -2014-08-30 -False Info

 

ઉપર બતાવેલ છાપાઓના કટીંગને મોટા કરવા માટે તેમના પર ક્લિક કરો…

હવે વાત આટલાથી પૂરી નથી નથી. આમના જુઠ્ઠાણાઓ ચલાવવા માટે જમીની મદદ સતપંથ ધર્મ વાળાઓએ કરી છે. કારણ કે જયારે પણ તે લોકોને મળવું હોય, તો દા.ખ. નખત્રાણા સ્થિત તેમનું નિષ્કલંકી ખાનામાં સગવડ આપવામાં આવે છે. ગુજરાતના પીરાણા અને કંપાઓમાંથી ગાડી ભરીને લોકો આવે છે, ત્યારે પણ તેમની વ્યવસ્થા સતપંથના આવા ખાનાઓમાં કરવામાં આવે છે. આવા કુકાર્મોમાં સતપંથ ધર્મના લોકો પણ શામેલ હોય છે.

આ વાત તો લોકો મુખે છેજ, પણ હવે અન્ય જ્ઞાતિના ઉચ્ચ લોકોને પણ પક્કે પાયે ખબર પડી ગઈ છે. કેમ પડી, તેનો એક દાખલો આપું છું. આ ટોળકીએ પોતાના કાળા કરતૂતોને બળ આપવા માટે, અ.ભા.ક.ક.પા. સમાજના બેંક ખાતાઓને બંદ કરવા હેતુ, બેંકના મેનેજર અને અન્ય લોકોને મળ્યા. તેમાંથી અમુક લોકો, કે જેમણે આવા સમાજ વિરોધી તત્વોની ઓળખ નોહતી, તેમની વાતોમાં શરૂઆતમાં ભોળવાઈ ગયા. અને બેંક ખાતાઓ બંદ કરવાની પ્રોસીજર શરુ કરી દીધી, પણ જયારે તેમને પૂરી વાત ખબર પડી, ત્યારે તેઓને અ.ભા.ક.ક.પા. સમાજની માફી માંગી અને બોલ્યા કે અમોને ખબર હતી, કે છાપામાં આવતું તે પ્રમાણે ક.ક.પા. જ્ઞાતિમાં કંઇક જગડો છે, પણ તેમાં કોણ સાચા છે અને કોણ ખોટા છે, તે હવે ખબર પડી ગઈ. હવે ખબર પડી ગઈ કે નિષ્કલંકી નારાયણ વાળાઓજ ખોટા માણસો છે. આવી રીતે માત્ર બેંકમાં નહિ પણ કલેકટર ઓફીસ, પોલીસ ખાતું, ચેરીટી કમિશ્નર, જેવી નાની મોટી ઘણી સરકારી ઓફિસોમાં પણ તેઓએ પોતાના જુઠ્ઠાણાઓના પ્રમાણ પત્ર, પોતાના હાથે લખીને, એટલે કે પોતે ખોટા પત્રો લખ્યા, સરકારી ઓફિસોમાં, જેના કારણે લોકોને ખબર પડી કે આ લોકો જુઠ્ઠા લોકો છે. એટલે કહું છું કે પોતાના હાથે પોતે જુઠ્ઠા છે, તેવા પ્રમાણ પત્રો, બધાને બાટતા ફર્યા છે.

હજી જો કોઈને હજી શંકા હોય કે સાચા પ્રમુખ કોણ છે તો, તમને વધારેને પ્રમાણો અહીંજ આપું છું.

આપણી જ્ઞાતિના મુખ્ય ત્રણ જાહેર પત્રકો છે, જેના પ્રતિનિધિઓએ જાહેર સભામાં પોતે હાજર રહેલ છે અને સમાચારો ચકાસીને છાપતા હોય છે. સમાજ બહારના સમાચાર પત્રકો ભૂલ કરે પણ સમાજના માસિક પત્રીકોએ આપણા સમાજ વિષે શું લખું છે, તે જોઈ લો, નીચે પ્રમાણે, તો સમજાઈ જશે કે શ્રી રતનશી લાલજી અને તેમની ટીમ તદ્દન ખોટી છે. દૂધનું દૂધ અને પાણીનું પાણી સાફ થઇ ગયું. રતનશી લાલજી વેલાણી અને ટીમ જુઠ્ઠી છે, તે સાફ થઇ ગયું.

 

Uma Darpan -2014-10 -2        Patidar Sandesh 10-Oct-2014      Patidar Saurabh -2014-09

 

માટે હવે જયારે શ્રી રતનશી લાલજી વેલાણી અને તેમની ટીમ તમને મળે તો કહેજો… “ગેટ વેલ સુન” (Get Well Soon)

 

હવે ભાઈઓ વિચારજો, કે આવા ખોટા માણસો કોણ છે અને કોને બેવકૂફ બનાવે છે?


આ જુઠ્ઠાણાઓ ચલાવવા પાછળ છે સતપંથના નેતાઓ છે, સતપંથ ધર્મના ખાનાઓ (મંદિરો) અને અન્ય ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાયેલ લોકો છે. તેમની સાથે સનાતની સમાજમાં સનાતનની વેશમાં બેઠેલા અમુક સતપંથી લોકો પણ છે.

———————–

હવે આવા જુઠ્ઠાણાથી બેવકૂફ કોણ બની રહ્યું છે?

૧) શું સનાતનીઓ બેવકૂફ બને છે?
જવાબ છે: ના

૨) શું સતપંથના ઉચ્ચ સ્તરે બેઠેલા મોટા માણસો બેવકૂફ બને છે?
જવાબ છે: ના

૩) તો આખિર કોણ બેવકૂફ બની રહ્યું છે?
જવાબ છે: સતપંથના સામાન્ય લોકો. કે જેઓની શ્રદ્ધા સતપંથ અને ઈમામ શાહ બાવમાં છે. તેવો સાચી વાતથી અજાણ છે. તેવો સતપંથ સાથે જોડાયલા હોવાથી સતપંથના મોટા માણસો (એટલે બીજા શબ્દોમાં શ્રી રતનશી લાલજી વેલાણી અને તેમની ટીમ) અને સતપંથ ધર્મના ધર્મ ગુરૂઓ વગેરેને તેઓ સાચા માનતા હોય છે.

———————–

તો જુવો, સતપંથના ઉચ્ચ હોદા માથે બેઠેલા માણસો પોતાનાજ માણસોને બેવકૂફ બનાવે છે. પોતાના લોકોની શ્રદ્ધા અને ભાવનાની મજાક બનાવવા વાળાઓ પોતાના સતપંથી છે.

———————–

સતપંથી ભાઈઓને પહેલા પણ કહેવામાં આવ્યું છે કે સનાતની ભાઈઓ સતપંથીઓને હેરાન કરતા નથી. પણ સતપંથના અમુક ઉચ્ચ હોદ્દાઓ પર બેઠેલા ભાઈઓ પોતાના રોટલા શેકવા અને પોતાની ખુરસી બચવવા માટે સનાતની સંસ્થાને હાલી કરે છે અને આખી દુનિયામાં સતપંથી ખોટા છે, તેવી છાપ ઉભી કરે છે.

———————–

માટે આવા લોકોને સમાજ અને સંસ્થાઓથી દુર રાખવામાં ભલાઈ છે, તેવું માનવું પડે.

 

લી.
Real Patidar


 

Download / Print / View full article, attachments [Best Option]:

https://archive.org/details/rp_oe60

<

p style=”font-size: 16px;”> 

Leave a Reply