31-Jul-2013
|| જય લક્ષ્મીનારાયણ ||
સતપંથના દલાલો તેમજ અમુક લોકો જેઓને ઈતિહાસ ખબર નથી કે જેઓ ઈતિહાસમાંથી પુરતી સીખ લીધી નથી તેવા લોકો વારે ઘડીએ કહેતા ફરતા હોય છે કે…
૧) આ ધર્મના જગડા ન ખપે.
૨) સમાજ અને ધર્મ અલગ છે. સમાજમાં ગમે તે ધર્મના લોકો આવી શકે.
૩) આપણે બધા ભેગા મળીને રહીએ છીએ તો શું વાંધો છે.
૪) સતપંથીઓને ભેગા રાખશું તો સુધારશે.
… વગેરે વગેરે.
હવે આવી વાત કરવા વાળાઓને ઘણી વખત કહેવામાં આવે છે કે ૫૦૦-૫૦૦ વર્ષ થઇ ગયા હોવા છતાં, જે લોકો સુધારવાના નથી તે લોકો હવે શું સુધારશે? હવે તો સતપંથીઓમાં ભણતર પણ આવી ગયું. એટલે હવે તેમને સમજવાની કોઈ જરૂર નથી. સમજશે ત્યારે એ લોકો આવી જશે. પણ અમુક લોકો આવું સમજવા તૈયાર નથી….
તો પછી જુવો પરિણામ શું આવી રહ્યું છે…
માંડવી હોસ્ટેલ (સતપંથના માજી પ્રમુખ માંડવી હોસ્ટેલ મુદ્દા પર કેન્દ્રીય સમાજ વિરુદ્ધ સરકારી ઓફિસરોને મળતા ઘણી વખત જોવામાં આવેલ છે.) અને કેન્દ્રિય સમાજ વિરુદ્ધ કામ કરે છે, તે તો આપ સર્વેને જાણ છે… વધારેને એક નવી ઘટના નજર સમક્ષ આવી છે….
આ ઘટના છે, નવાવાસ (રવાપર) ગામની. એ ગામના સનાતન સમાજનો પત્ર આ ઇમેલ સાથે જોડેલ છે. આ પત્ર વાંચવાથી સર્વેને જાણ થઇ જશે કે જો ક્યાંક સતપંથીઓને મોકો મળ્યો એટલે સનાતનીઓને નુકસાન કરવામાં કોઈ કસર નહિ છોડે….
આ નવાવાસ ગામમાં જયારે સનાતન સમાજ અને સતપંથ સમાજ જ્યારે અલગ થઇ ત્યારે સનાતન સમાજની ભૂલ થઇ કે તેમને સતપંથ સમાજ વાળાઓ ઉપર વિશ્વાસ રાખીને સમાજ વાડીની જે સહિયારી મિલકત હતી તે મિલકતના ભાગલા ન કર્યા. ગામનો સંપ તૂટવો ન જોઈએ એવી ભાવનાઓથી મિલકત સહિયારી રાખી. પણ આજે બળ જબરીથી સતપંથીઓએ એ મિલકત ઉપર કબજો કરી લીધો. અંદર રહેતા માણસોને સવારના ૫ વાગે બહાર કાઢીને એ સમાજ વાડી પર પોતાના તાળા લગાડી દીધા. અને ઉપરથી સનાતનીઓનો ભગવાન લક્ષ્મીનારાયણના મંદિરનું થનાર કાર્યક્રમ વિરુધ પોલીસ ફરિયાદ કરી દીધી.
સનાતાનીઓ અને સતપંથીઓનું એક સમાજ હોવી જોઈએ એવી સુફિયાણી વાતો કરવા વાળાઓ કેમ નથી જોતા કે જ્યાં ધર્મ અલગ હતો, ત્યાં સમાજમાં જગડાઓ થાય અને સમાજ તૂટે. એક સમાજમાં બે ધર્મ ન ચાલે. એ આ ઘટનાએ સાબિત કરી દીધું.
નવાવાસ ગામનું આ કાંડએ સતપંથીઓનું તરફેણ કરનાર લોકોને પધરા કરી દીધા અને સાબિત કરી દીધું કે આપના સમાજના સ્થાપકો જેમ કે નારાયણ રામજી, રતનશી ખીમજી વગેરે જે હતા તેમના વિચારો કેટલા સાચા હતા.
સનાતન સમાજનો સતપંથીઓ સાથે કોઈ પણ સંબંદ હશે તો સતપંથીઓ દ્વારા તાકિયા વપરાશે અને દગો કરવામાં આવશે, એ પુરવાર વારે ગાડીએ થઇ રહ્યું છે.
સનાતની ચળવળ વાળાઓ ભાઈઓ અને કેન્દ્રીય સમાજને સાથ આપતા રહેજો…
રીયલ પાટીદાર.
Real Patidar
www.realpatidar.com
Print/Download this post: