તા. 17-Jul-2016 સનાતન ધર્મ પત્રિકાના તા. ૧૧-૦૬-૨૦૧૬ વાળા અંક ના પાના ક્ર ૮ અમે ૯ માં છપાયેલ ખુલાસોના જાણવા જેવા મુખ્ય મુદ્દાઓ ખાસ નોંધ: આ જાહેર ખુલાસો આપણી સનાતની હિંદુ કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિની મુખ્ય ત્રણ સંસ્થાઓ એટલે કે… શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ ઉમિયા માતાજી મંદિર, વાંઢાય શ્રી અખિલ ભારતીય લક્ષ્મીનારાયણ સનાતન સમાજ, દેશલપર … એ આપેલ છે. જેણે આપણી યુવાઓ અને માત્રુ શક્તિઓએ પણ સમર્થન કરેલ છે. શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવાસંઘ શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર મહિલાસંઘ માટે આ ખુલાસો ખુબ મહત્વનો છે જેણે સર્વે ધ્યાનમાં લેવો જરૂરી છે. હિંદુ ધર્મના નામે ચાલતી, અર્ધદગ્ધ, કબ્રસ્તાની,પીરાણા સતપંથ દશાવતાર કથાનો, જાહેર ખુલાસો ઈમામશાહ ઉર્ફે ઇમામુદ્દીન અબ્દુર રહીમ સૈય્યદ દ્વારા સ્થાપિત એક મુસલમાની પીરાણા સતપંથ ધર્મ પાળનાર અનુયાયીઓ અને તેમની સતપંથ સમાજ દ્વારા યોજાયેલ, કહેવાતી, દશાવતાર કથાના ભ્રામક ઉપદેશોના કારણે લોકોમાં ફેલાયલી મુંજવણ, હિંદુઓની દુભાયેલ લાગણી, લોકોમાં ફેલાયેલ અશાંતિ અને કોમી ઝગડાઓની સંભાવનાને રોકવા […]
katha
તા.૨૪-૦૫-૨૦૧૬ પ્રસંગ: શ્રીમદ્ ભાગવત દશાવતારનું આયોજન તા. ૧૮-૦૫-૨૦૧૬ થી ૨૪-૦૫-૨૦૧૬ સ્થળ: ગામ દુર્ગાપુર, તા. માંડવી, જી. કચ્છ, ગુજરાત વક્તા: શ્રી જનાર્ધન મહારાજ – ગામ ફેજપુર (મહારાષ્ટ્ર) મુખ્ય ભાગ: પીરાણા સતપંથના અનુયાયીયો દ્વારા હાલમાં શ્રીમદ ભાગવત દસતાવાર કથાનું આયોજન થઇ રહ્યું છે. જેની આમંત્રણ પત્રિકા ગામો ગામ બાંટવામાં આવેલ છે. આ પત્રિકાના એક પાનાં ઉપર ઈમામશાહનું નામ અથર્વવેદ સાથે જોડેલ છે. (સંપૂર્ણ આમંત્રણ પત્રિકા આ લેખ સાથે જોડેલ છે.) આમંત્રણ પત્રિકાનું પાનું: આમ તો અન્ય ત્રણ વેદો સાથે કોઈ ન કોઈ ઋષિઓના નામો જોડેલ છે, પણ અથર્વવેદ સાથે એક મુસ્લિમ વ્યક્તિનું નામ એટલે કે ઈમામ શાહ જોડવાથી હિંદુ સમાજમાં મોટો ખળભળાટ મચેલો છે. ૧. તો ચાલો આપણે જોઈએ કે અ ખળભળાટ પાછળ શું કારણો હોઈ શકે? આ પ્રશ્નનો સાચો જવાબ મેળવવો હોય તો આપણે સતપંથની સ્થાપના, ઈમામ શાહનો ઈતિહાસ અને સતપંથના ધાર્મિક શાસ્ત્રો જાણવો પડશે. તેમજ વેદો ક્યાંથી આવ્યા તે પણ જાણવું પડશે. આ વિષય આગળ વધારવાથી પહેલાં આપણે પીરાણા […]