તા.૨૪-૦૫-૨૦૧૬
પ્રસંગ: શ્રીમદ્ ભાગવત દશાવતારનું આયોજન તા. ૧૮-૦૫-૨૦૧૬ થી ૨૪-૦૫-૨૦૧૬
સ્થળ: ગામ દુર્ગાપુર, તા. માંડવી, જી. કચ્છ, ગુજરાત
વક્તા: શ્રી જનાર્ધન મહારાજ – ગામ ફેજપુર (મહારાષ્ટ્ર)
મુખ્ય ભાગ:
પીરાણા સતપંથના અનુયાયીયો દ્વારા હાલમાં શ્રીમદ ભાગવત દસતાવાર કથાનું આયોજન થઇ રહ્યું છે. જેની આમંત્રણ પત્રિકા ગામો ગામ બાંટવામાં આવેલ છે. આ પત્રિકાના એક પાનાં ઉપર ઈમામશાહનું નામ અથર્વવેદ સાથે જોડેલ છે. (સંપૂર્ણ આમંત્રણ પત્રિકા આ લેખ સાથે જોડેલ છે.)
આમંત્રણ પત્રિકાનું પાનું:
આમ તો અન્ય ત્રણ વેદો સાથે કોઈ ન કોઈ ઋષિઓના નામો જોડેલ છે, પણ અથર્વવેદ સાથે એક મુસ્લિમ વ્યક્તિનું નામ એટલે કે ઈમામ શાહ જોડવાથી હિંદુ સમાજમાં મોટો ખળભળાટ મચેલો છે.
૧. તો ચાલો આપણે જોઈએ કે અ ખળભળાટ પાછળ શું કારણો હોઈ શકે?
આ પ્રશ્નનો સાચો જવાબ મેળવવો હોય તો આપણે સતપંથની સ્થાપના, ઈમામ શાહનો ઈતિહાસ અને સતપંથના ધાર્મિક શાસ્ત્રો જાણવો પડશે. તેમજ વેદો ક્યાંથી આવ્યા તે પણ જાણવું પડશે.
આ વિષય આગળ વધારવાથી પહેલાં આપણે પીરાણા સતપંથ દ્વારા બહાર પડેલ એક પેમ્પલેટ બારામાં થોડું જાણી લેવું જોઈએ. એ પેમ્પલેટ નીચે આપેલ છે.
ઉપર જણાવેલ પેમ્પલેટ એ સતપંથના સિદ્ધાંતોને આધીન છે. સતપંથનો એક મહત્વનો સિદ્ધાંત છે કે હિંદુઓના ચાર યુગ ને મૂળમાં રાખીને તેના પર એવો પ્રચાર કરવામાં આવ્યો છે (જે હિંદુ ધર્મ પ્રમાણે તદ્દન ખોટો છે) કે દરેક યુગમાં એક વેદ, એક મંત્ર, એક ભગવાન, એક પૂજા, એક નદી, એક દાગ (મડદાને આપતો દાહ) વગેરે વગેરે છે. આ સિદ્ધાંત પ્રમાણે અગાઉ ત્રણ યુગમાં જે પ્રચલિત હતા, તે હવેના છેલ્લા એટલે કે કલિયુગમાં તેને કોઈ સ્થાન નથી. તેને માત્ર નમસ્કાર કરવા જોઈએ અને પૂજન તથા પાલન માત્ર ઉપર જણાવેલ પેમ્પલેટમાં કલિયુગના કોલમ પ્રમાણે જ કરવું જોઈએ.
હવે કારણ કે પીરાણા સતપંથના આ પેમ્પલેટ પ્રમાણે સતપંથીઓ માત્ર, તેમના પ્રમાણે (હિંદુ ધર્મ પ્રમાણે નહિ) કલિયુગમાં પ્રવર્તમાન વેદ એટલે કે અથર્વવેદને જ માને છે અને અન્ય ત્રણ વેદને નથી માનતા, એટલે આ લેખમાં આપણે આપણું ધ્યાન અથર્વવેદ અને ઈમામશાહ ઉપર વધારે કેન્દ્રિત કરશું. તેમ છતાં અન્ય ત્રણ વેદ ઉપર ઉડતી નજર જરૂર કરશું.
૨. શરૂવાત કરીએ દશાવતારની પત્રિકામાં છાપેલ વેદો અને તેની સાથે જોડેલ નામો થી:
તો પહેલા ઈતિહાસ જાણીએ કે વેદો ક્યાંથી આવ્યા? હિંદુ ધાર્મિક શાસ્ત્રો, ઈતિહાસકારો, સરકારી દસ્તાવેજો, સંશોધનકરો અને લગભગ સર્વે જ્ઞાની લોકોનું એક મત છે કે વેદોના કોઈ લેખક નથી. એ દૈવી પુસ્તક છે. હિંદુ શાસ્ત્રોમાં આના માટે જે શબ્દ વપરાય છે તે છે “अपौरुषेय”, ગુજરાતીમાં “અપૌરૂશેય”, એટલે કે કોઈ પણ વ્યક્તિ કે માણસ ની ક્ષમતાથી બહાર છે. એટલે કે ભગવાન દ્વારા કરવામાં આવેલ છે.
બીજી વાત અહીં ધ્યાનમાં રાખવા જેવી એ છે કે અનંત કાળથી વેદો ચાલતા આવ્યા છે. એમાં અક્ષરરોની રચના એવી છે કે તેની પાછળ ગણિત પણ છે. માટે જો કોઈ વચ્ચે એક અક્ષર પણ બદલાય તો ગણિત તૂટી જાય અને ખબર પડી જાય કે અહીં ગડબડ છે. માટે વેદોના મંત્રો આજે પણ સચોટ મળતા રહ્યા છે. તેમ છતાં ઈતિહાસકારો ને જે વેદોની લેખિત પ્રતો મળ્યા છે, તેને પણ લગભગ ૪ થી ૫ હાજર વર્ષ થઇ ચુક્યા છે.
ટૂંકમાં કહીએ તો વેદો હજારો વર્ષોથી યથાવત ચાલતા આવ્યા છે અને તેના કોઈ માનવ રચઈતા નથી
૩. હવે આપણે સમજીએ કે આમંત્રણ પત્રીમાંમાં છપાયેલ વેદોના નામો સાથે ઋષીઓ અને મુસલમાન ઈમામશાહનું નામ જોડવા પાછળના સંભવિત કારણો શું હોઈ શકે?
હાલમાં ઉભો થયેલ વિવાદ અને તેના કારણે મચેલ ખળભળાટ પાછળનું કારણ છે કે વિદો સાથે એક મુસલમાન ધર્મ પ્રચારકનું નામ જોડવું. સામાન્ય નિયમ એમ હોય છે કે કોઈ ગ્રંથ સાથે તેના રચેઈતાનું નામ લખવામાં આવે છે. માટે અહીં અથર્વવેદ સાથે ઈમામશાહનું નામ જોડવાથી સ્વાભાવિક છે કે લોકો સમજશે કે અથર્વવેદના રચેઈતા ઈમામ શાહ છે, તેવો આ પત્રિકા દ્વારા સંદેશો આપવામાં આવે છે. જે સત્યથી જુદો છે. માટે જ આ રોષ જાગેલ છે. જો અથર્વવેદ સાથે મુસલમાન ઈમામશાહનું નામ જોડવા પાછળ કોઈ અન્ય કારણ હોય, તો તે છાપવું જોઈએ. આ અંગે બેદરકાર રહેવું એ માફીને પાત્ર નથી.
૪. તો પ્રશ્ન ઉભો થશે કે પીરાણા સતપંથના અનુયાયીયો જુઠ્ઠી વાત શા માટે છાપીને પ્રસિદ્ધ કરતા હશે?
આ પ્રશ્નનો જવાબ જાણવા માટે આપણે પહેલા સતપંથની સ્થાપના તેમજ ઈમામશાહનો ઈતિહાસ જાણવો પડશે. સાથે સાથે સતપંથના ધાર્મિક પુસ્તકો પણ જાણવા પડશે.
સતપંથના મૂળ સ્થાપક પીર સદૃદ્દીન (એટલે કે ઈમામશાહ ના દાદા) જયારે ઇસ્લામના પ્રચાર માટે ભારત આવ્યા, ત્યારે તેમને સફળતા નોહતી મળતી. માટે તેઓએ હિંદુ ધર્મ શાસ્ત્રોનો ઊંડાણ પૂર્વક અભ્યાસ કર્યો અને હિંદુ ધર્મ શાસ્ત્રોને ભ્રષ્ટ કર્યા.
ભ્રષ્ટ કરેલ શાસ્ત્રોમાં મુખ્ય બે શાસ્ત્રો છે…
૧) દશાવતાર (જેની કથા દુર્ગાપુરમાં સતપંથીઓ દ્વારા યોજવામાં આવેલ છે.)
૨) અથર્વ વેદ
આ શાસ્ત્રોમાં પીર સદૃદ્દીને બાહ્ય રૂપ હિંદુનું રાખ્યું. જેમ કે હિંદુ દેવો રામ, કૃષ્ણ વગેરેને માન્ય. પણ ચતુરાઈ વાપરીને એ જ હિંદુ દેવોના મુખે ઇસ્લામનો છૂપો સંદેશો આપ્યો છે, તેવું બતાવામાં આવ્યું. માટે દાખલા રૂપે સતપંથ દશાવતારમાં મડદાને ભૂમિદાગ આપવાનું કહ્યું છે તેવું લોકોને જણાવ્યું. પોતાની વાતને વજનદાર બનવા માટે જણાવ્યું કે નીલા જાડનું પાંદડું તોડું પાપ છે, માટે મડદાને બળવું ન જોઈએ માત્ર દાટવું જોઈએ.
હાલમાં મડદાને દાટવાની વાતને વેદોક્ત બતાવ માટે અથર્વવેદના શ્લોકોનો હેમખેમ અર્થઘટન કરીને એવું જુઠ્ઠી રીતે બતાવામાં આવ્યું કે અથર્વવેદમાં જણાવ્યું છે કે મડદાને દાટવું જોઈએ. (આ બનાવટની સંપૂર્ણ વિગત જુવો https://www.realpatidar.com/a/series61)
ટૂંકમાં હિંદુઓને આકર્ષિત કરી તેમના દ્વારા ઇસ્લામી રીત રીવાજ પાળવા માટે તેમના મનને હળવાશથી મનાવા માટે હિંદુ ધાર્મિક પુસ્તકોના નામો ધરાવતા બનાવટી સતપંથના શાસ્ત્રો રચવામાં આવ્યા. આ શાસ્ત્રોના જોરે ઈમામશાહે કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિના લોકોને શિકાર બનાવ્યા અને તેમને ભારતીય નામ ધરવતા (એટલે કે સતપંથ નામ ધરવતા) ઈસ્માલ ધર્મ ને પાળતા કરી દીધા.
માટે સતપંથ અથર્વવેદની રચના હિંદુઓનું ધર્મ પરિવર્તન કરી ને મુસલમાન કરવા માટે જ કરવામાં આવેલ છે તે સમજી શકાય તેવી વાત છે.
૫. ઈતિહાસકારો, સરકારી દસ્તાવેજો, સંશોધનકરો વગેરે બૌધિકોનું શું માનવું છે તે જોઈએ:
સમસ્ત માનવ જાતનું સહુંથી જુનું લેખિત કામ આજે પણ અકબંધ હોય તો તે છે ઋગ્વેદ. બાકીના ત્રણ વેદ તેના પછી છે. ઈતિહાસકારો જણાવે છે કે વેદોની પ્રથમ લેખિત પ્રત્તો મળ્યા તેને પણ હજારો વર્ષ થઇ ગયા છે. તેનાથી પહેલા વેદોનો અસ્તિત્વ હતો. તે જમાનામાં જાડના પાંદડામાં લખવામાં આવતું જે લાંબા સમય સુધી ટકી ન રહી શકે માટે એક સમય મર્યાદા થી જુના પ્રતો મળી શકે તેમ નથી. પણ અગાઉ જણાવ્યા પ્રમાણે વેદોમાં અક્ષરોની પાછળ ગણિત હોવાના કારણે વેદો સચોટ રીતે આજે પણ આપણી પાસે છે.
બીજી બાજુ ઈમામશાહ ને લગભગ ૫૦૦ વર્ષ માત્ર થયા છે. તેમના સમય કાળથી હજારો વર્ષ પહેલા વેદો અસ્તિત્વમાં હતા. આ પણ હકીકત બતાવે છે કે ઈમામ શાહ વેદના રચેઈતા નોહતા. આ હકીકત ઈતિહાસ પ્રમાણે સાબિત થયેલ છે.
૬. પીરાણા સતપંથના અનુયાયિયોએ પોતાના બચાવ માટે શું વિચારી રાખ્યું હશે?
પચાણ કાકા અને સહયોગી દ્વારા વર્ષ ૧૯૯૮માં ફાઈલ થયેલ એક કોર્ટ કેસમાં કરસન કાકા સામે આરોપ લાગ્યો હતો કે પીરાણામાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને વિષ્ણુના અવતારો જેવા કે રામ, કૃષ્ણ વગેરેના ચિત્રો દોરીને કરસન કાકા પીરાણા સતપંથને હિંદુ ધર્મ બતાવાની કોશિશ કરી રહ્યા છે. આ આરોપ સામે કરસન કાકા એ કોર્ટમાં જવાબ આપ્યો કે જે ચિત્રો દોરવામાં આવ્યા છે તે માત્ર સજાવટ માટે છે. તે ચિત્રોની પૂજા કરવા માટે નથી.
ફસાય ત્યારે આવો તર્ક કદાચ અહીં પણ સતપંથીઓ દ્વારા વાપરવામાં આવે. તેઓ કહી શકે છે કે ઈમામ શાહનું નામ અથર્વવેદ ના રચેઈતા તરીકે નથી પણ કોઈ અન્ય કારણ હોઈ શકે. જેમ કે ઈમામ શાહ એ અથર્વવેદના પ્રચારક છે / સદગુરુ છે વગેરે વગેરે.
પણ પ્રચારક તરીકે પણ અગર ઈમામ શાહનું નામ જોડે તો પણ એ એક ભયંકર ભૂલ હશે. કારણ કે ઈતિહાસ બતાવે છે કે અથર્વવેદની આડ લઇને ઈમામશાહ એ ઇસ્લામ ધર્મનો પ્રચાર કર્યો છે. માટે ગમે તે કારણ બતાવે મૂળમાં ઈમામ શાહનું નામ હિંદુઓનું ધર્મ પરિવર્તન કરાવનાર તરીકે છે, તેમાં કોઈ બે મત નથી.
૭. સારાંશ: ઈમામ શાહે ભ્રષ્ટ કરેલ દશાવતાર અને અથર્વવેદ જેવા ગ્રંથોના આધારે હિંદુઓને આકર્ષિત કરીને તેમનું ધર્મ પરિવર્તન કરી તેમને મુસલમાન બનાવેલ છે. પીરાણા સતપંથના અનુયાયી પણ એજ દશાવતાર અને અથર્વવેદ નો પ્રચાર કરીને ઈમામશાહનું ધર્મ પરિવર્તન કરાવવાનું કામ આગળ વધારી રહ્યા છે.
Real Patidar
ડાઉનલોડ: