OE 69 – આખિર શું કરવું છે સતપંથ વાળાઓને? / After all what are Satpanthis upto?

3d human a red question mark

Date: 24-Jul-2018

એક બાજુ ઉમિયા માતાજી ઊંઝા સામે સતપંથથી જ્ઞાતિને છોડાવવાનું વચન આપે છે અને બીજી બાજુ…

સતપંથને વધુ મજબુતાઈથી પકડી રાખે છે.

 

આખિર શું કરવું છે સતપંથ વાળાઓને?

આપ સૌ જાણો છો કે સતપંથ વિવાદ અંગે ઉમિયા માતાજી ઊંઝા દ્વારા આપાયેલ ચુકાદા પ્રમાણે સતપંથ વાળાઓએ સતપંથનો સંપૂર્ણ પણે ત્યાગ કરી સનાતન હિંદુ ધર્મમાં ભળી જવાનું છે. આ અંગે સતપંથ વાળાઓએ ઉમિયા માતાજી ઊંઝાને ખાત્રી આપેલ છે કે તેઓ ચુકાદાનું સંપૂર્ણ પણે પાલન કરી સતપંથ છોડી દેશે.

પણ બીજી બાજુ જમીની પરિસ્થિતિ વિપરીત છે. સતપંથ વાળાઓ પોતાનો સતપંથ ધર્મ, જે મુસલમાન ધર્મનો ભાગ છે, તેને પકડી રાખેલ છે.

હાલમાં થોડા દિવસ પહેલાજ કચ્છ ગામ દુર્ગાપુર નિવાસી, શ્રી અર્જણ કરસન ધોળુ ગુજરી ગયા. તેઓના શરીરને અગ્નિદાહ દેવાના બદલે દફનાવવામાં આવ્યું. આ ઘટના મહત્વની હોવાના ચાર મુખ્ય કારણો છે.

૧) ઉમિયા માતાજી સંસ્થા વાંઢાયની ગત સામાન્ય સભામાં સતપંથના પ્રમુખ શ્રી દેવજી કરસન ભાવાણી અને શ્રી રતનશી લાલજી વેલાણી એ મંચ ઉપરથી વચન આપેલ કે સતપંથ સમાજવાળાઓ સતપંથ છોડીને સંપૂર્ણ હિંદુ બનશે અને તેની ખાત્રી અમે આપીએ છીએ.

૨) દુર્ગાપુર ગામમાં સતપંથવાળાઓમાં ઠરાવ થયેલ છે કે તેઓએ અગ્નિદાહજ કરવો. પણ અહીં પોતાના ગામનું અપમાન કરવાના ભોગે ઠરાવ તોડીને દફન વિધિ કરવામાં આવી. જે જ્ઞાતિ રીત રીવાજની કલમ ૧૮નું ઉલ્લંઘન પણ છે.

૩) સતપંથ સમાજના આગેવાન અને દાતા શ્રી અબજી કરમશી ધોળુ, તેમજ પૂર્વ પ્રમુખ શ્રી રતનશી લાલજી વેલાણીઆ બન્ને મહાનુભાવો દુર્ગાપુર ગામના છે. આ બન્ને મહાનુભાવો સતપંથ તરફથી ઊંઝાની લવાદ સામે રજૂઆત કરનાર વ્યક્તિઓ છે. આ બન્ને લોકોએ ઉમિયા માતાજી ઊંઝાને સાક્ષી રાખીને વચન આપેલ છે કે તેઓ ચુકાદા પ્રમાણે સતપંથ છોડશે અને લોકોને છોડાવશે.

૪) આવીજ રીતે ચુકાદા આપવાના દિવસે મીટીંગમાં હાજર રહેલ સતપંથના પ્રેમદાસબાપુ પણ હાજર હતા. તેઓએ પણ જ્ઞાતિને સતપંથ છોડાવવાનું વચન આપેલ છે. તેમ છતાં, આજકાલ તેઓ મર્સીડીસ ગાડીમાં ફરીને દક્ષીણ ભારતમાં સતપંથનો ખુબ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે.

આવી અનેક ઘટનાઓ છે. અને આવી ઘટનાએથી દેખાઈ આવે છે કે સતપંથ વાળા ઉમિયા માતાજીનું ખુલ્લું અપમાન કરી રહ્યા છે. મોઢે એક વાત કરે છે અને પાછળથી પોતે જે કરવું હોય એ કરતા રહે છે.

કટ્ટરવાદી ઇસ્લામની ત્રણ રણનીતિઓ જે છે…

                ૧) Victim Card (શિકાર / ભોગ બની ગયા હોવાનું રડ્યા રાખવું)

                ૨) Acceptability (સ્વીકાર્યતા મેળવી લેવી)

                ૩) Infiltrate (એટલે ઘુસીને પસરી જવું)

આ ત્રણ રણનીતિઓ પ્રમાણે…

પહેલા પગલામાં, પોતે કોઈ વાત કે પરિસ્થિતિના ભોગ થયેલ છે, તેવો દેખાવ કરવો. સતપંથ વાળા અહીં એવું કહે છે કે પોતે મુસલમાનોથી (સૈય્યદોથી) પીરાણાને બચાવવા માટે કામ કરી રહ્યા છે, માટે હિંદુ ધર્મનું કામ છે, માટે અમોને તમે મદદ કરો. જે તદ્દન જુઠી અને પાયા વિહોણી વાત છે.

બીજા પગલામાં, સતપંથીઓ એવો લાગણી સભર બનાવટ કરીને કહે છે, કે અમો મુસલમાન સામે લડી રહ્યા છીએ, પણ અમો હિંદુજ છીએ, એટલે અમોને હિંદુ સમાજ સ્વીકારે. આવી વાત કરીને સામાન્ય હિંદુઓના મન મનમાં પોતાને સ્વીકાર્ય કરવાની રમત રમે છે.

ત્યાર બાદ, ત્રીજા પગલામાં, એક વખત સ્વીકાર્યતા મળી જાય એટલે, હિંદુ સમાજમાં ઘુસીને અંદરો અંદર સંસ્થાઓમાં પસરી જવાનું કામ કરે છે. લગ્ન સંબંધો જોડી નાખે છે. આવું થઇ ગયા બાદ, તેઓને હિંદુ સમાજમાંથી કાઢવાનું બહુજ મુશ્કિલ અથવાતો અશક્ય બની જાય, ત્યાં સુધી સાચા ખોટા વાયદાઓ આપીને સમય કાઢતા જવું, પણ સતપંથ સાથે પોતાનું જોડાણ કોઈ પણ કીમતે તોડવું નહીં. એક વખત પરિસ્થિતિ અનુકુળ થઇ જાય, ત્યારે સતપંથનો ખુલ્લો પ્રચાર કરવો અને જે હિંદુ સમાજમાં તેઓ પસરી ગયા છે, તેના લોકોને પણ ધીરે ધીરે વટલાવવાનું કામ કરવું. ઈતિહાસમાં આવી રીતે હિંદુ લોહાણાની અમુક સમજોમાં ઘુસીને  સતપંથ વાળાઓ એ સમાજને આજે ખોજા મુસલમાન કરી દીધી છે.

આ ત્રણે રણનીતિઓનું હાલમાં પીરાણા સતપંથ વાળાઓ ખુબ સારીરીતે ઉપયોગ કરી રહ્યા છે.

સમાજમાં લોક મુખે થતી વાતો પરથી જણાઈ આવે છે કે ઊંઝાના લવાદના અમુક સભ્યો (જે લગભગ બે જણ છે), તેઓ આ રણનીતિના શિકાર થઇ ગયા છે. તેઓ સતપંથ વાળાની આ ચાલને ઓળખી નથી શક્યા. તેમજ કેન્દ્રિય સમાજના અમુક માજી નેતાઓ છે, જે “મવાળ” તરીકે કામ કરે છે, તેઓ ઊંઝાના લવાદના બે વ્યક્તિઓ સાથે નિયમિત રીતે વાતો અને ચર્ચાઓ કરીને, તેમનું મગજ ફેરવી દીધું છે. લવાદના બે વ્યક્તિઓના મગજમાં ચુકાદાના અમલીકરણ વિષે એવા ઉપાયો બેસાડી દીધા છે કે તેમને પહેલી નજરે એવું લાગે કે સતપંથ છોડાવવાના પગલાઓ છે, પણ ઊંડાણથી જુવો તો સતપંથ છોડ્યા વગર ડોળ રૂપે હિંદુ બનવાનો માત્ર બાહ્ય દેખાવ શિવાય કઈ નથી.

જ્યારે કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિનો દરેક વ્યક્તિ આ રમતને જાણે અને ઓળખે છે, ત્યારે ઊંઝા લવાદના આ બે ભાઈઓ કેમ નથી ઓળખી શક્ય એ અચરજની વાત છે. કદાચ આપણા મવાળો ઉપર આ લોકો દ્વારા આંધળો વિશ્વાસ મૂકી દીધેલ છે, તેનું આ પરિણામ છે. આ મવાળોને સમાજના સામાન્ય લોકોએ સત્તાથી દુર કર્યા તે મવાળોથી સહન નથી થતું. એટલે “જેચંદ” અને “મીર-જાફર”ની જેમ સમાજને દગો આપવાનું કામ કરી રહ્યા છે. ફરક માત્ર એટલો છે કે આ લોકો ઉંદરની જેમ છુપી રીતે સમાજને કોતરી ખાવાનું કામ કરી રહ્યા છે.

પણ જે કંઈ થાય, એક વાત સ્પષ્ટ છે કે સનાતન હિંદુ ધર્મ પાળવાવાળો કેન્દ્રિય સમાજ, જ્યાં સુધી સતપંથના લોકો, સતપંથને સંપૂર્ણ પણે છોડીને નહીં દે, ત્યાં સુધી તે લોકોને કેન્દ્રિય સમાજમાં સ્વીકારવામાં આવશે નહીં. એજ આપણા વડીલોનો અને સંત ઓધવરામ મહારાજનો અભિગમ રૂપી આદેશ છે.

લી,
Real Patidar


Preview and Download:

Download Only: https://archive.org/download/rpoe69/Oe69-afterAllWhatAreSatpanthisUpto-d.pdf

Leave a Reply

Discover more from RealPatidar.com - Unravel Truth

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading