04-Aug-2018 ગત તા. ૩૦-જુલાઈ-૨૦૧૮ના પ્રકાશિત ગુજરાત સમાચારની મુંબઈ આવૃત્તિ સાથે આવેલ પુરતી મેગેઝીન, જેનું નામ છે “ધર્મલોક & અગમ નિગમ” તેના પેજ ૧૪ અને ૧૫ માં પીરાણા સતપંથ વિષે એક મોટો લેખ છાપવામાં આવેલ છે. આ લેખનું શીર્ષક છે… “હિંદુ-મુસ્લિમ સાથે મળીને પૂજા કરે છે પીરાણાની ઈમામશાહની દરગાહ પર” લેખ વાંચતા એવું જણાય છે કે આ લેખ વર્ષ ૧૯૯૧માં પહેલા છાપવામાં આવેલ હશે, જેને હાલમાં પુનઃ પ્રકાશિત કરવામાં આવેલ છે. તે સમયના પીરાણાના મુખ્ય ગાદી પતિ કરસનદસ કાકાના (જેનું સતપંથી નામ પીર કરીમ છે) વિચારો આ લેખમાં પ્રકાશિત કરવામાં આવેલ છે. છેલ્લા લગભગ ૧૦ વર્ષથી, ખાસ કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિના લોક મુખે, પીરાણા સતપંથ ઉપર લાગેલ શંકાસ્પદ સવાલને મોટો વેગ મળ્યો છે. પીરાણા સતપંથ ધર્મ ઉભો કરવાનો હેતુ હતો – સતપંથ ધર્મના માધ્યમથી સામાન્ય હિંદુઓને પોતાના તરફ આકર્ષિત કરી, તેમના માટે મુસ્લિમ ધર્મને સ્વીકાર્ય બનાવી, ધીરે ધીરે તેમને મુસલમાન બનાવવા. ગુજરાત સમાચારના આ લેખથી હવે સ્પષ્ટ રીતે સાબિત થઇ ગયું […]
patidar
Date: 24-Jul-2018 એક બાજુ ઉમિયા માતાજી ઊંઝા સામે સતપંથથી જ્ઞાતિને છોડાવવાનું વચન આપે છે અને બીજી બાજુ… સતપંથને વધુ મજબુતાઈથી પકડી રાખે છે. આખિર શું કરવું છે સતપંથ વાળાઓને? આપ સૌ જાણો છો કે સતપંથ વિવાદ અંગે ઉમિયા માતાજી ઊંઝા દ્વારા આપાયેલ ચુકાદા પ્રમાણે સતપંથ વાળાઓએ સતપંથનો સંપૂર્ણ પણે ત્યાગ કરી સનાતન હિંદુ ધર્મમાં ભળી જવાનું છે. આ અંગે સતપંથ વાળાઓએ ઉમિયા માતાજી ઊંઝાને ખાત્રી આપેલ છે કે તેઓ ચુકાદાનું સંપૂર્ણ પણે પાલન કરી સતપંથ છોડી દેશે. પણ બીજી બાજુ જમીની પરિસ્થિતિ વિપરીત છે. સતપંથ વાળાઓ પોતાનો સતપંથ ધર્મ, જે મુસલમાન ધર્મનો ભાગ છે, તેને પકડી રાખેલ છે. હાલમાં થોડા દિવસ પહેલાજ કચ્છ ગામ દુર્ગાપુર નિવાસી, શ્રી અર્જણ કરસન ધોળુ ગુજરી ગયા. તેઓના શરીરને અગ્નિદાહ દેવાના બદલે દફનાવવામાં આવ્યું. આ ઘટના મહત્વની હોવાના ચાર મુખ્ય કારણો છે. ૧) ઉમિયા માતાજી સંસ્થા વાંઢાયની ગત સામાન્ય સભામાં સતપંથના પ્રમુખ શ્રી દેવજી કરસન ભાવાણી અને શ્રી રતનશી લાલજી વેલાણી એ મંચ ઉપરથી […]
15-Jun-2018જય સનાતન Let us see the reasons behind why Kadva Patidars had to settle in dry Kutch leaving behind the fertile lands of Unjha and northern Gujarat. ઊંઝા અને ઉત્તર ગુજરાતની ફળદ્રુપ ધરતી છોડી કડવા પાટીદારો કચ્છની સુખી ધારામાં શા માટે આવા? આવો જાણીય તેના પાછળના કારણો. How and when Bhagwan Shri Laxminarayan was accepted as their primary deity? Also let us see how Kutch Kadva Patidar community embraced Sanatan Hindu religion after completely abandoning Satpanth religion.ભગવાન લક્ષ્મીનારાયણને ઇષ્ટદેવ કેવી રીતે સ્વીકારવામાં આવ્યા? અને જોઈએ કે કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા સતપંથ ધર્મને સંપૂર્ણ પણે ત્યાગીને સનાતન હિંદુ ધર્મનો અંગીકાર કેવી રીતે કરવામાં આવ્યો. Let’s see all this information portrayed in the Laxminarayan Gatha drama played at Kotda Jadodar village.કોટડા જડોદર ગામમાં ભજવવામાં આવેલ લક્ષ્મીનારાયણ ગાથા નામક એક નાટકમાં આ સંપૂર્ણ માહિતીઓ જોઈએ. Archive.org: https://archive.org/details/series73 or Youtube: https://youtu.be/47XpRaRhO1o Real Patidar
04-Mar-2018 કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિને સનાતન ધર્મમાં વાળવાના પ્રયત્ન રૂપે જ્ઞાતિના આગેવાન વડીલ શ્રી વિશ્રામ નાકરાણી બાપાને જ્ઞાતિએ આપેલ વચન (ગોકળિયું એટલે શ્રી કૃષ્ણ જન્માસ્ઠામીને ન છોડવાનું અને માંસાહાર ન ખાવાનું વચન) ને જાણે સર્વે ભૂલીજ ગયા હતા, ત્યારે ઈ.સ. ૧૭૬૮માં જન્મેલા ગામ નેત્રાના નરવીર શ્રી કેશરા તેજા સાંખલા ઉર્ફે કેશરા પરમેશ્વરાએ પીરાણા સતપંથ ધર્મના પ્રપંચમાંથી જ્ઞાતિને છોડાવી સનાતન ધર્મના પવિત્ર માર્ગે વાળવાનો પ્રયત્ન કરેલ હતો. તેમના આ પવિત્ર પ્રયાસોના રૂપે તેઓ કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિના ઘણાં ગામોના લોકોને સનાતન ધર્મના એક સંપ્રદાય એટલે સ્વામીનારાયણ સંપ્રદાયમાં વાળવા સફળ થયા. પરિણામે કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિમાં સત્સંગી સમાજ ઉભો થયો. સનાતન ધર્મ પ્રત્યેનું સ્વાભિમાન જાળવવા અને પીરાણા સતપંથ ધર્મમાં સત્સંગ સમાજ પાછો વળી ન જાય તે ઉમદા હેતુથી સત્સંગી સમાજે પીરાણા સતપંથ ધર્મ વાળાઓ સાથે ખાનપાન આદિ તમામ વ્યવહારો વર્ષો પહેલાજ છોડી દીધેલ છે. તેમ છતાં, કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિમાંથી બનતા સાધુઓને સ્વામીનારાયણ સંપ્રદાયમાં સ્વીકારવામાં આવતા નોહતા. આ અંગેની પીડા […]
15-Jan-2018 પીરાણા સ્થિત ઈમામશાહની દરગાહમાં દર વર્ષે, ઈરાનથી ઇસ્લામનો પ્રચાર કરવા આવેલ સૈય્યદ ઇમામુદ્દીન અબ્દુર રહીમ, ઉર્ફે ઈમામશાહ બાવાની કબર ઉપર લાગેલ માટીની બદલવામાં આવે છે. આ ક્રિયાને સૈય્યદ ઈમામશાહ બાવાના વંશજ સૈય્યદોના હાથે કરવામાં આવે છે. જેણે સંદલ ક્રિયા કહેવામાં આવે છે. દર વર્ષની જેમ, વર્ષ ૨૦૧૭માં આ ક્રિયા ૨૧-૦૬-૨૦૧૭ ના કરવામાં આવેલ હતી. તેનો વિડીયો અહીં જોડેલ છે અને આપ જોઈ શકો છો….. Youtube Link: https://www.youtube.com/watch?v=f53mZw7H60s&feature=youtu.be પરંપરા એવી છે કે કબરને ઠંડી રાખવા માટે માટીનો લેપ કરવામાં આવે છે. આ લેપમાં કરબલા (ઇરાક દેશમાં આવેલ એક શહર, જ્યાં, શિયા મુસલમાનના સર્વોચ્ચ, હઝરત મૌલા અલીના દીકરા ઈમામ હુસૈનની શહાદત થયેલ હતી), એટલે એ જગહની માટીને સુગંધિત સંદલના સાથે અન્ય વસ્તુઓ સાથે મેળવીને એક લેપ તૈયાર કરવામાં આવે છે. ઈમામશાહ દરગાહના “ઉર્સ” ના દિવસે ઈમામશાહના વંશજ સૈય્યદો, કબર ઉપર લાગેલ જુના લેપને ધોઈને કાઢી નાખે. એ ધોઈલી કબર ઉપર ઉપર બતાવેલ પ્રમાણે બનાવેલ નવો લેપ લગાડવામાં આવે છે. પરંપરા પ્રમાણે ધોયેલી […]