21-Oct-2013 ૧. વકફ બોર્ડ એટલે શું?: વકફ બોર્ડ એક એવી સરકારી સંસ્થા છે કે જેની સ્થાપના ભારતની કેન્દ્રીય સરકાર દ્વારા પસાર કરેલ “Wakf Act 1954 (later Wakf Act 1995 )” ના કાયદાની અંતર્ગત થયેલ છે. તે પ્રમાણે દરેક રાજ્ય સ્તરે “વકફ બોર્ડ” નામની સરકારી સંસ્થાઓ છે. આ વ્યવસ્થા પ્રમાણે, જેમ અન્ય રાજ્યો પોતપોતાના વકફ બોર્ડ હોય છે, તે પ્રમાણે ગુજરાત રાજ્યમાં… “ગુજરાત રાજ્ય વકફ બોર્ડ” નામની સરકારી સંસ્થા ઉભી કરવામાં આવેલ છે. ૨. વકફ બોર્ડનું કામ અને તેના અધિકારો: હવે આગળ વધીએ તો… આ વકફ બોર્ડનું કામ શું છે?… અને તેને કાયદાકીય રીતે કેવા અધિકારો છે? આ વિષયે થોડી વાત સમજી લઈએ. વકફ બોર્ડનું કામ છે કે જે મુસ્લિમ ધાર્મિક સંસ્થાઓ છે, જેવી કે મસ્જીદ, દરગાહ, કાબ્રસ્થાન, ઈમામવાડા, ઇદગાહ… વગેરે વગેરે, કે જે જાહેર જનતાના હિત માટે હોય (જેમ કે Public Trust વગેરે), તેવી સંસ્થાઓની વહીવટ કરવું અને તેની મિલકતોને પોતાના પાસે હસ્તગત કરવી. આ વકફ બોર્ડને ભારતના કાનુન પ્રમાણે […]
over
1 post