Series 55 -Wakf Board -take over of -Imam Shah Bawa Trust E738 / ઈમામશાહ બાવા ટ્રસ્ટ ઈ-૭૩૮ ને વકફ બોર્ડમાં ટ્રાન્સફર

Wakf Board take over letter21-Oct-2013

૧. વકફ બોર્ડ એટલે શું?: વકફ બોર્ડ એક એવી સરકારી સંસ્થા છે કે જેની સ્થાપના ભારતની કેન્દ્રીય સરકાર દ્વારા પસાર કરેલ “Wakf Act 1954 (later Wakf Act 1995 )” ના કાયદાની અંતર્ગત થયેલ છે. તે પ્રમાણે દરેક રાજ્ય સ્તરે “વકફ બોર્ડ” નામની સરકારી સંસ્થાઓ છે. આ વ્યવસ્થા પ્રમાણે, જેમ અન્ય રાજ્યો પોતપોતાના વકફ બોર્ડ હોય છે, તે પ્રમાણે ગુજરાત રાજ્યમાં… “ગુજરાત રાજ્ય વકફ બોર્ડ” નામની સરકારી સંસ્થા ઉભી કરવામાં આવેલ છે.

૨. વકફ બોર્ડનું કામ અને તેના અધિકારો: હવે આગળ વધીએ તો… આ વકફ બોર્ડનું કામ શું છે?… અને તેને કાયદાકીય રીતે કેવા અધિકારો છે? આ વિષયે થોડી વાત સમજી લઈએ. વકફ બોર્ડનું કામ છે કે જે મુસ્લિમ ધાર્મિક સંસ્થાઓ છે, જેવી કે મસ્જીદ, દરગાહ, કાબ્રસ્થાન, ઈમામવાડા, ઇદગાહ… વગેરે વગેરે, કે જે જાહેર જનતાના હિત માટે હોય (જેમ કે Public Trust વગેરે), તેવી સંસ્થાઓની વહીવટ કરવું અને તેની મિલકતોને પોતાના પાસે હસ્તગત કરવી.

આ વકફ બોર્ડને ભારતના કાનુન પ્રમાણે કોઈ પણ મુસ્લિમ ધર્મની મિલકત હોય, તો તેને પોતાના અંતર્ગત લાવવા માટે જરૂરી પગલાઓ લેવાનો પૂરો અધિકાર છે. આ માટે, મિલકતનું વહીવટ કરનાર / સરકારી ઓફિસર / ચેરીટી કમિશ્નર / કલેકટર  વગેરે વગેરેનો, મિલકત ટ્રાન્સફર કરવા માટે, ઉપયોગ / સહયોગ / મદદ લઇ શકે છે.

૩. પીરાણા સંસ્થા પર વકફ બોર્ડનો અધિકાર: હવે જોઈએ તો પીરાણા સ્થિત ઈમામ શાહ બાવા રોજા સંસ્થાન ટ્રસ્ટ જેનું ટ્રસ્ટ રજી. ક્ર. ઈ-૭૩૮ છે, (આ સંસ્થાને હવે આપણે ટૂંકમાં “પીરાણા સંસ્થા” તરીકે સંબોધશું) તેના સંદર્ભમાં વકફ બોર્ડ શું કરી રહ્યું છે. હવે આ પીરાણા સંસ્થાનો પાયો જયારે હાઈ કોર્ટે વર્ષ ૧૯૩૯ના ચુકાદા દ્વારા નાખ્યો, ત્યારે તેના મૂળમાંજ દલીલ હતી કે આ સંસ્થા જનતાની સંસ્થા છે અને તેનો કોઈ એક વ્યક્તિ કે એક ગુટ માલિક નથી. તેમાં મળતા દાનો વગેરે એ જાહેર જનતાએ આપેલ છે. આ સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને પીરાણાની મિલકતની દેખ રેખ માટે તે સમયે હાઈ કોર્ટે એક જાહેર ટ્રસ્ટ (Public Trust) બનવવાનો આદેશ આપેલ હતો. ધ્યાન રહે કે તે સમયમાં વકફ એક્ટ (Wakf Act) કે વકફ બોર્ડ નોહ્તું.

હવે જયારે ભારત સરકારે વકફ બોર્ડની રચના કરેલ છે અને તેના કામ પ્રમાણે તેને મુસ્લિમ ધર્મની ધાર્મિક મિલકતો પોતાના પાસે હસ્તગત કરવાનું કામ છે, ત્યારે આ વકફ બોર્ડે પોતાનું કામ કરવાનું શરુ કરી દીધું છે. પીરાણાની આ સંસ્થા જે ઈમામ શાહ બાવાની કબરની દેખ રેખ કરે છે, તે ટ્રસ્ટને પોતાના હસ્તગત લાવવા માટે વકફ બોર્ડે ચેરીટી કમિશ્નરને પત્રો લખેલ છે. તેમાંના બે પત્રોની નકલ અહી જોડેલ છે. પહેલો પત્ર તા.૦૮-૧૧-૨૦૧૨નો (Annex 2) છે અને બીજો પત્ર ૨૧-૦૮-૨૦૧૩નો (Annex 1) છે. કાયદાકીય રીતે આ પીરાણા સંસ્થા (ધી ઈમામ શાહ બાવા રોઝા સંસ્થાન ટ્રસ્ટ – રજી ક્ર E-738) એક જાહેર ટ્રસ્ટ (Public Trust) હોવાના કારણે ચેરીટી કમિશ્નરના ફરજમાં આવે છે કે આ ટ્રસ્ટના તમામે તમામ દસ્તાવેજો વકફ બોર્ડને સોંપી દે.

૪. ગુજરાત હોઈ કોર્ટ – આ વિષય ઉપર: બીજી મહત્વની વાત સમજવા જેવી એ છે કે ગુજરાત હાઈ કોર્ટ (ગુજરાત વડી અદાલત) માં આ વિષય પર એક કેસ (SPECIAL CIVIL APPLICATION NO. 13754 of 2012) ચાલેલ હતો. જેમાં કોર્ટ પાસેથી માંગણી કરવામાં આવેલ હતી કે વકફ બોર્ડને હાઈ કોર્ટ આદેશ આપે કે પીરાણા સંસ્થાની તમામ મિલકતો અને ટ્રસ્ટને પોતાના હસ્તગત કરી લે.  પીરાણામાં જાણીતા વકીલ શ્રી S K Patel એ પણ એક પક્ષ તરીકે પોતાના અસીલ (client) શ્રી હરિભાઈ માધા પટેલ તરફથી કેસમાં જોડાયા હતા. (Annex 5)

આ વિષય પર હાઈ કોર્ટમાં ચર્ચા કરવામાં આવેલ હતી. તેમાં વકફ બોર્ડ તરફથી તા. ૦૮-૧૧-૨૦૧૨નો લખેલ પત્ર (Annex 2), જેમાં ચેરીટી કમિશ્નરને પીરાણા સંસ્થાની તમામે તમામ દસ્તાવેજો પોતાના એટલે કે વકફ બોર્ડ પાસે ટ્રાન્સફર કરવાનું કહેલ હતું. એ પત્રની નોંધ હાઈ કોર્ટે લીધી. અને જણાવ્યું કે… કારણ કે વકફ બોર્ડે ચેરીટી કમિશનર પાસેથી ટ્રસ્ટના તમામ દસ્તાવેજો ટ્રાન્સફર કરવાની કાર્યવાહી શરુ કરી દીધી છેજ, હવે કોર્ટને કોઈ વિશેષ આદેશ આપવાની જરૂર જણાતી નથી.

હાઈ કોર્ટનો આખિરી આદેશ (Annex 3) અને વચગાળાના આદેશોની નકલ અહી જોડેલ છે. (Annex 4 to Annex 7)

૫. ગુજરાત હાઈ કોર્ટના આદેશનો ઉપયોગ: વકફ બોર્ડની કાર્યવાહી, એટલે કે પીરાણા સંસ્થાને પોતાના પાસે હસ્તગત કરવાની કાર્યવાહી, ઉપર હાઈ કોર્ટે કોઈ રોક લગાડી નથી. વધુમાં વકફ બોર્ડની આ કાર્યવાહીથી સંતોષ માનીને અલગથી કોઈ બીજો વધારાનો આદેશ પણ આપેલ નથી. સમજવાની વાત એ છે કે જો હાઈ કોર્ટને આ કાર્યવાહીમાં કોઈ ગેર-રીત દેખાઈ હોત તો આ કાર્યવાહી પર રોક લગાડાત યા ફેરફાર સૂચવત. વધારેમાં આપણા સતપંથમાં જાણીતા વકીલ શ્રી S K Patel પણ જરૂર વિરોધ કરત અને કોર્ટને તેના વ્યાજબી વિરોધને ધ્યાનમાં લેવું પડત. પણ આવું કઈ થયું નથી.

“હાઈ કોર્ટનો આખિરી નિર્ણય”
હાઈ કોર્ટના આ આદેશનો સહારો લઇને અને આદેશને ટાંકીને વકફ બોર્ડે ચેરીટી કમિશ્નરને તા. ૨૧-૦૮-૨૦૧૩ના એક પત્ર લખ્યો છે. તે પત્રમાં લખ્યું છે કે “… ગુજરાત વડી અદાલતના તા.૧૮-૦૬-૨૦૧૩ના હુકુમે અન્વયે આ વકફ તાત્કાલિક અસરથી ગુજરાત રાજ્ય વકફ બોર્ડમાં તબદીલ કરવા આદેશ થયેલ છે. (નકલ શામેલ છે.) …” અને વધુમાં ટ્રસ્ટના તમામે તમામ દસ્તાવેજોને વકફ બોર્ડને આપી દેવા કહેલ છે. આ પત્રની નકલ પણ અહી જોડેલ છે. (Annex 1).

૬. હમણા સુધીનો સાર: હમણા સુધી મળેલ માહિતીઓ પરથી એમ કહી શકાય કે… આનો સીધો અર્થ એમ થાય છે કે વકફ બોર્ડની જે કાર્યવાહી છે તે કાયદાકીય રીતે બરાબર છે અને પીરાણાની સંસ્થા એટલે કે ધી ઈમામ શાહ બાવા રોજા સંસ્થાન ટ્રસ્ટ – રજી ક્ર ઈ-૭૩૮ ની તમામ મિલકતો અને આવક જાવક પર નિયંત્રણ વકફ બોર્ડ પાસે જતો રહેશે.

૭. આગામી અસર: અત્યારે તો એક વાત નક્કી થાય છે કે સમય જતા જેમ વકફ બોર્ડની કાર્યવાહી પૂરી થઇ જશે તેમ પીરાણા સંસ્થાની મિલકતો અને તેની આવક જાવક ઉપરનું તમામ નિયંત્રણ વકફ બોર્ડ પાસે ચાલ્યું જશે. ભલે આને રોકવા માટે કોર્ટ કેસો થાય. પણ કેન્દ્રિય સરકારે જે કાયદાઓ પાસ કરેલ છે તે પ્રમાણે આ ટ્રાન્સફર એક દિવસ તો થઈનેજ રહેશે. એટલે કે ભવિષ્યમાં દસોન્દ / વિસોન્દ / ભેટો / સોગાદો વગેરે જે ઈમામ શાહને શ્રદ્ધાથી આપવામાં આવશે તે વકફ બોર્ડમાંજ જમા થશે. અને જો અન્ય જગ્યાએ દસોન્દ વગેરે આપશો તો તે ઈમામશાહ સુધી ક્યારેય નહિ પોહ્ન્ચે. ભવિષ્યમાં ઈમામ શાહના નામે વકફ બોર્ડ શિવાય કોઈ અન્ય દસોન્દ વગેરે લેશે તો તે લોકો સાથે છેતરામણી કરશે તે નક્કી છે અને પાપના ભાગીદાર બનશે.

૮. સમય ઓળખીને સમજવા જેવી વાત: સમયને ઓળખીને પગલાં જે કોઈ લે એજ હોશિયાર કહેવાય. અમુક લોકોએ આવનાર સમયને વહેલાજ ઓળખી લોધો અને સતપંથ મુસ્લિમ ધર્મ છે તે સમજી ગયા. જે લોકો રહી ગયા છે, તે લોકો હજી પણ સમયને ઓળખી લે. કારણ કે હવે જયારે પીરાણાની સંસ્થા વકફ બોર્ડમાં ચાલી જશે ત્યારે બધાને ખબર પડી જશે કે સતપંથ ધર્મ એ એક મુસલમાન ધર્મ છે. જો તમને મુસલમાન બનીને રહેવું હોય તો તમને અમારી શુભેચ્છાઓ. પણ જો હિંદુ બનીને રહેવું હોય તો સમયની માંગ છે કે વહેલી તકે સતપંથ ધર્મને છોડી દેવામાંજ હોશિયારી છે. બાકી સૌની પોત પોતાની ઈચ્છા.


આ લેખ અને જણાવેલ સંદર્ભના બધાજ દસ્તાવેજોને તમે અહીથી ડાઉનલોડ / પ્રિન્ટ કરી શકશો:

https://archive.org/details/Series055

 https://app.box.com/s/pwgizq4fq7oq9b8whi3h

 

લી.
રીયલ પાટીદાર

Leave a Reply

One thought on “Series 55 -Wakf Board -take over of -Imam Shah Bawa Trust E738 / ઈમામશાહ બાવા ટ્રસ્ટ ઈ-૭૩૮ ને વકફ બોર્ડમાં ટ્રાન્સફર”