nilanjan

1 post

Series 57 – About Satpanth in “Narendra Modi The Man The Times” / સતપંથ ઉપર “નરેન્દ્ર મોદી એક શક્શીયત એક દૌર”

10-Oct-2014 શ્રી ઉમિયાયૈ નમઃ જય લક્ષ્મીનારાયણ હાલમાંજ એટલે કે ચાલુ વર્ષ ૨૦૧૪માં જ એક નવું પુસ્તક બહાર પાડવામાં આવેલ છે, જેનું નામ છે “નરેન્દ્ર મોદી એક શક્શીયત એક દૌર”. આ પુસ્તકમાં સતપંથ અને પીરાણાની ઈમામ શાહ દરગાહ ઉપર થોડી માહિતી આપવામાં આવેલ છે. જેમાં જાણવા લાયક મુખ્ય મુદ્દાઓ નીચે જણાવેલ છે. પીરાણા સ્થિત ઈમામ શાહ દરગાહનું ફોટું આપવામાં આવેલ છે. જેમાં હાજર બેગની કબર સાફ દેખાય છે. ઈમામ શાહના અનુયાયીઓમાં ઘણા લોકો મૂળ કચ્છના વતની છે. ૫૦૦ વર્ષ પહેલા ઈમામ શાહએ આ સંપ્રદાયને શરુ કર્યો. તેના અનુયાયી, જેને સતપંથી કહેવામાં આવે છે, તેઓએ ઇસ્લામ અને હિંદુ પરંપરાને જોડીને પોતાનો અલગ સંપ્રદાય બનાવ્યો. મુસ્લિમ અનુયાયીઓ, જેને સૈયદ કહેવામાં આવે છે, તેની સાથે પટેલ એકીકૃત થયા. ૧૦ લોકોની એક પરિષદ હોય છે, જેમાં ૭ પટેલ હોય છે અને ૩ સૈયદ મુસલમાન હોય છે. આ બધાને કાકા કહેવામાં આવે છે. હાલમાં માત્ર આ સંપ્રદાયને બાહ્ય રીતે હિંદુ “રંગ” આપવામાં આવેલ છે. આ જગ્યાને […]