history

152 posts

Series 74 – પીરાણામાં હિંદુ – મુસ્લિમની એકતાના નામે છૂપું ધર્મ પરિવર્તન / Religious Conversion in name of Hindu-Muslim Unity – Pirana

04-Aug-2018 ગત તા. ૩૦-જુલાઈ-૨૦૧૮ના પ્રકાશિત ગુજરાત સમાચારની મુંબઈ આવૃત્તિ સાથે આવેલ પુરતી મેગેઝીન, જેનું નામ છે “ધર્મલોક & અગમ નિગમ” તેના પેજ ૧૪ અને ૧૫ માં પીરાણા સતપંથ વિષે એક મોટો લેખ છાપવામાં આવેલ છે. આ લેખનું શીર્ષક છે… “હિંદુ-મુસ્લિમ સાથે મળીને પૂજા કરે છે પીરાણાની ઈમામશાહની દરગાહ પર” લેખ વાંચતા એવું જણાય છે કે આ લેખ વર્ષ ૧૯૯૧માં પહેલા છાપવામાં આવેલ હશે, જેને હાલમાં પુનઃ પ્રકાશિત કરવામાં આવેલ છે. તે સમયના પીરાણાના મુખ્ય ગાદી પતિ કરસનદસ કાકાના (જેનું સતપંથી નામ પીર કરીમ છે) વિચારો આ લેખમાં પ્રકાશિત કરવામાં આવેલ છે. છેલ્લા લગભગ ૧૦ વર્ષથી, ખાસ કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિના લોક મુખે, પીરાણા સતપંથ ઉપર લાગેલ શંકાસ્પદ સવાલને મોટો વેગ મળ્યો છે. પીરાણા સતપંથ ધર્મ ઉભો કરવાનો હેતુ હતો – સતપંથ ધર્મના માધ્યમથી સામાન્ય હિંદુઓને પોતાના તરફ આકર્ષિત કરી, તેમના માટે મુસ્લિમ ધર્મને સ્વીકાર્ય બનાવી, ધીરે ધીરે તેમને મુસલમાન બનાવવા. ગુજરાત સમાચારના આ લેખથી હવે સ્પષ્ટ રીતે સાબિત થઇ ગયું […]

OE 69 – આખિર શું કરવું છે સતપંથ વાળાઓને? / After all what are Satpanthis upto?

Date: 24-Jul-2018 એક બાજુ ઉમિયા માતાજી ઊંઝા સામે સતપંથથી જ્ઞાતિને છોડાવવાનું વચન આપે છે અને બીજી બાજુ… સતપંથને વધુ મજબુતાઈથી પકડી રાખે છે.   આખિર શું કરવું છે સતપંથ વાળાઓને? આપ સૌ જાણો છો કે સતપંથ વિવાદ અંગે ઉમિયા માતાજી ઊંઝા દ્વારા આપાયેલ ચુકાદા પ્રમાણે સતપંથ વાળાઓએ સતપંથનો સંપૂર્ણ પણે ત્યાગ કરી સનાતન હિંદુ ધર્મમાં ભળી જવાનું છે. આ અંગે સતપંથ વાળાઓએ ઉમિયા માતાજી ઊંઝાને ખાત્રી આપેલ છે કે તેઓ ચુકાદાનું સંપૂર્ણ પણે પાલન કરી સતપંથ છોડી દેશે. પણ બીજી બાજુ જમીની પરિસ્થિતિ વિપરીત છે. સતપંથ વાળાઓ પોતાનો સતપંથ ધર્મ, જે મુસલમાન ધર્મનો ભાગ છે, તેને પકડી રાખેલ છે. હાલમાં થોડા દિવસ પહેલાજ કચ્છ ગામ દુર્ગાપુર નિવાસી, શ્રી અર્જણ કરસન ધોળુ ગુજરી ગયા. તેઓના શરીરને અગ્નિદાહ દેવાના બદલે દફનાવવામાં આવ્યું. આ ઘટના મહત્વની હોવાના ચાર મુખ્ય કારણો છે. ૧) ઉમિયા માતાજી સંસ્થા વાંઢાયની ગત સામાન્ય સભામાં સતપંથના પ્રમુખ શ્રી દેવજી કરસન ભાવાણી અને શ્રી રતનશી લાલજી વેલાણી એ મંચ ઉપરથી […]

Series 72 – Swaminarayan Sect – when did K.K.P. people get the Rank of Sadhus? / સ્વામીનારાયણ સંપ્રદાય – ક.ક.પા. જ્ઞાતિના લોકોને ક્યારે સાધુનો દરજો આપવામાં આવ્યો?

04-Mar-2018 કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિને સનાતન ધર્મમાં વાળવાના પ્રયત્ન રૂપે જ્ઞાતિના આગેવાન વડીલ શ્રી વિશ્રામ નાકરાણી બાપાને જ્ઞાતિએ આપેલ વચન (ગોકળિયું એટલે શ્રી કૃષ્ણ જન્માસ્ઠામીને ન છોડવાનું અને માંસાહાર ન ખાવાનું વચન) ને જાણે સર્વે ભૂલીજ ગયા હતા, ત્યારે ઈ.સ. ૧૭૬૮માં જન્મેલા ગામ નેત્રાના નરવીર શ્રી કેશરા તેજા સાંખલા ઉર્ફે કેશરા પરમેશ્વરાએ પીરાણા સતપંથ ધર્મના પ્રપંચમાંથી જ્ઞાતિને છોડાવી સનાતન ધર્મના પવિત્ર માર્ગે વાળવાનો પ્રયત્ન કરેલ હતો.   તેમના આ પવિત્ર પ્રયાસોના રૂપે તેઓ કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિના ઘણાં ગામોના લોકોને સનાતન ધર્મના એક સંપ્રદાય એટલે સ્વામીનારાયણ સંપ્રદાયમાં વાળવા સફળ થયા. પરિણામે કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિમાં સત્સંગી સમાજ ઉભો થયો. સનાતન ધર્મ પ્રત્યેનું સ્વાભિમાન જાળવવા અને પીરાણા સતપંથ ધર્મમાં સત્સંગ સમાજ પાછો વળી ન જાય તે ઉમદા હેતુથી સત્સંગી સમાજે પીરાણા સતપંથ ધર્મ વાળાઓ સાથે ખાનપાન આદિ તમામ વ્યવહારો વર્ષો પહેલાજ છોડી દીધેલ છે.   તેમ છતાં, કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિમાંથી બનતા સાધુઓને સ્વામીનારાયણ સંપ્રદાયમાં સ્વીકારવામાં આવતા નોહતા. આ અંગેની પીડા […]

Series 71 -Pirana Sandal Ceremony 2017 / પીરાણા સંદલ ક્રિયા ૨૦૧૭

15-Jan-2018 પીરાણા સ્થિત ઈમામશાહની દરગાહમાં દર વર્ષે, ઈરાનથી ઇસ્લામનો પ્રચાર કરવા આવેલ સૈય્યદ ઇમામુદ્દીન અબ્દુર રહીમ, ઉર્ફે ઈમામશાહ બાવાની કબર ઉપર લાગેલ માટીની બદલવામાં આવે છે. આ ક્રિયાને સૈય્યદ  ઈમામશાહ બાવાના વંશજ સૈય્યદોના હાથે કરવામાં આવે છે. જેણે સંદલ ક્રિયા કહેવામાં આવે છે. દર વર્ષની જેમ, વર્ષ ૨૦૧૭માં આ ક્રિયા ૨૧-૦૬-૨૦૧૭ ના કરવામાં આવેલ હતી. તેનો વિડીયો અહીં જોડેલ છે અને આપ જોઈ શકો છો….. Youtube Link: https://www.youtube.com/watch?v=f53mZw7H60s&feature=youtu.be પરંપરા એવી છે કે કબરને ઠંડી રાખવા માટે માટીનો લેપ કરવામાં આવે છે. આ લેપમાં કરબલા (ઇરાક દેશમાં આવેલ એક શહર, જ્યાં, શિયા મુસલમાનના સર્વોચ્ચ, હઝરત મૌલા અલીના દીકરા ઈમામ હુસૈનની શહાદત થયેલ હતી), એટલે એ જગહની માટીને સુગંધિત સંદલના સાથે અન્ય વસ્તુઓ સાથે મેળવીને એક લેપ તૈયાર કરવામાં આવે છે. ઈમામશાહ દરગાહના “ઉર્સ” ના દિવસે ઈમામશાહના વંશજ સૈય્યદો, કબર ઉપર લાગેલ જુના લેપને ધોઈને કાઢી નાખે. એ ધોઈલી કબર ઉપર ઉપર બતાવેલ પ્રમાણે બનાવેલ નવો લેપ લગાડવામાં આવે છે. પરંપરા પ્રમાણે ધોયેલી […]

OE 68 – Patidar Sandesh supports Sanatan Movement / પાટીદાર સંદેશ દ્વારા સનાતની મોહીમને ટેકો

તા. ૨૫-૧૧-૨૦૧૭ જય લક્ષ્મીનારાયણ, સામાન્ય રીતે કેન્દ્રિય સમાજ તેમજ સનાતન ધર્મના વિરુદ્ધ અથવા સનાતની મોહીમ ઢીલી પડતા કામોની ટીકા આપણા રીયલ પાટીદાર વેબસાઈટ ઉપર થતી હોય છે. તે પ્રમાણે આથી આગાઉ પાટીદાર સંદેશ દ્વારા થયેલ સનાતની મોહીમને ઢીલી પાડતા લખાણોનું સવિસ્તાર મુદ્દાસર તમની ભૂલ બતાવતા લખાણ જનતા સામે મુકવામાં આવેલ હતાં. પણ આજે જ્યારે પાટીદાર સંદેશે સનાતન ધર્મ અને કેન્દ્રિય સમાજના તરફેણમાં લખ્યું છે, ત્યારે તેમની વાતને વધાવી લેવાની ફરજ પણ એટલીજ છે. ભલે અમુક બાબતોમાં હજી તેમની પાસે સમાજની જે આશા અને અપેક્ષા છે, તેના પર તે ખરા નથી ઉતર્યા, પણ શુરૂવાત કરવા બદ્દલ તેમને ધન્યવાદ પાઠવવો તો રહ્યોજ. હાલના નવેમ્બર ૨૦૧૭ના અંકના તંત્રી લેખમાં પાટીદાર સંદેશના તંત્રીઓએ જે ઉમિયા માતાજી ઊંઝાએ તા. ૦૮-૧૦-૨૦૧૭ ના સતપંથ વિવાદ અંગે આપેલ નિર્ણયને વધાવી તેનું સાચા Spirit (ભાવના) થી પાલન કરવા સમસ્ત કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિને જે આવાહન તંત્રીશ્રીઓ તેમના તંત્રો લેખમાં (તંત્રી લેખની નકલ અહીં જોડેલ છે) કરેલ છે, તે માટે […]