04-Aug-2018 ગત તા. ૩૦-જુલાઈ-૨૦૧૮ના પ્રકાશિત ગુજરાત સમાચારની મુંબઈ આવૃત્તિ સાથે આવેલ પુરતી મેગેઝીન, જેનું નામ છે “ધર્મલોક & અગમ નિગમ” તેના પેજ ૧૪ અને ૧૫ માં પીરાણા સતપંથ વિષે એક મોટો લેખ છાપવામાં આવેલ છે. આ લેખનું શીર્ષક છે… “હિંદુ-મુસ્લિમ સાથે મળીને પૂજા કરે છે પીરાણાની ઈમામશાહની દરગાહ પર” લેખ વાંચતા એવું જણાય છે કે આ લેખ વર્ષ ૧૯૯૧માં પહેલા છાપવામાં આવેલ હશે, જેને હાલમાં પુનઃ પ્રકાશિત કરવામાં આવેલ છે. તે સમયના પીરાણાના મુખ્ય ગાદી પતિ કરસનદસ કાકાના (જેનું સતપંથી નામ પીર કરીમ છે) વિચારો આ લેખમાં પ્રકાશિત કરવામાં આવેલ છે. છેલ્લા લગભગ ૧૦ વર્ષથી, ખાસ કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિના લોક મુખે, પીરાણા સતપંથ ઉપર લાગેલ શંકાસ્પદ સવાલને મોટો વેગ મળ્યો છે. પીરાણા સતપંથ ધર્મ ઉભો કરવાનો હેતુ હતો – સતપંથ ધર્મના માધ્યમથી સામાન્ય હિંદુઓને પોતાના તરફ આકર્ષિત કરી, તેમના માટે મુસ્લિમ ધર્મને સ્વીકાર્ય બનાવી, ધીરે ધીરે તેમને મુસલમાન બનાવવા. ગુજરાત સમાચારના આ લેખથી હવે સ્પષ્ટ રીતે સાબિત થઇ ગયું […]
gujarat
તા. ૧૪-૦૨-૨૦૧૫ ઈમામ શાહ દરગાહ અથવા પીરાણાની દરગાહને… ગુજરાત સરકાર મુસલમાન દરગાહ છે તેવું માને છે. હાલમાં ગુજરાત સરકારે ત્રણ મુસલમાન દરગાહઓને તેમના ધાર્મિક કાર્યો માટે નાણાકીય મદદ આપવાનું નક્કી કરેલ છે. તેમાં ઈમામ શાહની પીરાણા સ્થીત દરગાહ શામેલ છે. જેથી સમજાય છે કે ગુજરાત સરકાર પીરાણાને મુસલમાન ધર્મ સ્થાનક તરીકે ગણે છે…. તો જે લોકો, ઈમામ શાહ બાવાને ખોટી રીતે… મહારાજ / બ્રાહ્મણનો દીકરો / હિંદુનો દીકરો વગેરે… બનાવી રહ્યા છે તે ખોટા છે, એ સાબિત થાય છે. વધુ માહિતી માટે અહિં જોડેલ ટાઇમ્સ ઓફ ઇંડિયા છાપામાં આપેલ તા ૨૫.૧૨.૨૦૧૪ના આ લેખને જુઓ… Real Patidar https://archive.org/details/Series59
21-Oct-2013 ૧. વકફ બોર્ડ એટલે શું?: વકફ બોર્ડ એક એવી સરકારી સંસ્થા છે કે જેની સ્થાપના ભારતની કેન્દ્રીય સરકાર દ્વારા પસાર કરેલ “Wakf Act 1954 (later Wakf Act 1995 )” ના કાયદાની અંતર્ગત થયેલ છે. તે પ્રમાણે દરેક રાજ્ય સ્તરે “વકફ બોર્ડ” નામની સરકારી સંસ્થાઓ છે. આ વ્યવસ્થા પ્રમાણે, જેમ અન્ય રાજ્યો પોતપોતાના વકફ બોર્ડ હોય છે, તે પ્રમાણે ગુજરાત રાજ્યમાં… “ગુજરાત રાજ્ય વકફ બોર્ડ” નામની સરકારી સંસ્થા ઉભી કરવામાં આવેલ છે. ૨. વકફ બોર્ડનું કામ અને તેના અધિકારો: હવે આગળ વધીએ તો… આ વકફ બોર્ડનું કામ શું છે?… અને તેને કાયદાકીય રીતે કેવા અધિકારો છે? આ વિષયે થોડી વાત સમજી લઈએ. વકફ બોર્ડનું કામ છે કે જે મુસ્લિમ ધાર્મિક સંસ્થાઓ છે, જેવી કે મસ્જીદ, દરગાહ, કાબ્રસ્થાન, ઈમામવાડા, ઇદગાહ… વગેરે વગેરે, કે જે જાહેર જનતાના હિત માટે હોય (જેમ કે Public Trust વગેરે), તેવી સંસ્થાઓની વહીવટ કરવું અને તેની મિલકતોને પોતાના પાસે હસ્તગત કરવી. આ વકફ બોર્ડને ભારતના કાનુન પ્રમાણે […]