OE 69 – આખિર શું કરવું છે સતપંથ વાળાઓને? / After all what are Satpanthis upto?

3d human with a red question mark

Date: 24-Jul-2018

એક બાજુ ઉમિયા માતાજી ઊંઝા સામે સતપંથથી જ્ઞાતિને છોડાવવાનું વચન આપે છે અને બીજી બાજુ…

સતપંથને વધુ મજબુતાઈથી પકડી રાખે છે.

 

આખિર શું કરવું છે સતપંથ વાળાઓને?

 

આપ સૌ જાણો છો કે સતપંથ વિવાદ અંગે ઉમિયા માતાજી ઊંઝા દ્વારા આપાયેલ ચુકાદા પ્રમાણે સતપંથ વાળાઓએ સતપંથનો સંપૂર્ણ પણે ત્યાગ કરી સનાતન હિંદુ ધર્મમાં ભળી જવાનું છે. આ અંગે સતપંથ વાળાઓએ ઉમિયા માતાજી ઊંઝાને ખાત્રી આપેલ છે કે તેઓ ચુકાદાનું સંપૂર્ણ પણે પાલન કરી સતપંથ છોડી દેશે.

 

પણ બીજી બાજુ જમીની પરિસ્થિતિ વિપરીત છે. સતપંથ વાળાઓ પોતાનો સતપંથ ધર્મ, જે મુસલમાન ધર્મનો ભાગ છે, તેને પકડી રાખેલ છે.

 

હાલમાં થોડા દિવસ પહેલાજ કચ્છ ગામ દુર્ગાપુર નિવાસી, શ્રી અર્જણ કરસન ધોળુ ગુજરી ગયા. તેઓના શરીરને અગ્નિદાહ દેવાના બદલે દફનાવવામાં આવ્યું. આ ઘટના મહત્વની હોવાના ચાર મુખ્ય કારણો છે.

 

૧) ઉમિયા માતાજી સંસ્થા વાંઢાયની ગત સામાન્ય સભામાં સતપંથના પ્રમુખ શ્રી દેવજી કરસન ભાવાણી અને શ્રી રતનશી લાલજી વેલાણી એ મંચ ઉપરથી વચન આપેલ કે સતપંથ સમાજવાળાઓ સતપંથ છોડીને સંપૂર્ણ હિંદુ બનશે અને તેની ખાત્રી અમે આપીએ છીએ.

 

૨) દુર્ગાપુર ગામમાં સતપંથવાળાઓમાં ઠરાવ થયેલ છે કે તેઓએ અગ્નિદાહજ કરવો. પણ અહીં પોતાના ગામનું અપમાન કરવાના ભોગે ઠરાવ તોડીને દફન વિધિ કરવામાં આવી. જે જ્ઞાતિ રીત રીવાજની કલમ ૧૮નું ઉલ્લંઘન પણ છે.

 

૩) સતપંથ સમાજના આગેવાન અને દાતા શ્રી અબજી કરમશી ધોળુ, તેમજ પૂર્વ પ્રમુખ શ્રી રતનશી લાલજી વેલાણીઆ બન્ને મહાનુભાવો દુર્ગાપુર ગામના છે. આ બન્ને મહાનુભાવો સતપંથ તરફથી ઊંઝાની લવાદ સામે રજૂઆત કરનાર વ્યક્તિઓ છે. આ બન્ને લોકોએ ઉમિયા માતાજી ઊંઝાને સાક્ષી રાખીને વચન આપેલ છે કે તેઓ ચુકાદા પ્રમાણે સતપંથ છોડશે અને લોકોને છોડાવશે.

 

૪) આવીજ રીતે ચુકાદા આપવાના દિવસે મીટીંગમાં હાજર રહેલ સતપંથના પ્રેમદાસબાપુ પણ હાજર હતા. તેઓએ પણ જ્ઞાતિને સતપંથ છોડાવવાનું વચન આપેલ છે. તેમ છતાં, આજકાલ તેઓ મર્સીડીસ ગાડીમાં ફરીને દક્ષીણ ભારતમાં સતપંથનો ખુબ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે.

 

આવી અનેક ઘટનાઓ છે. અને આવી ઘટનાએથી દેખાઈ આવે છે કે સતપંથ વાળા ઉમિયા માતાજીનું ખુલ્લું અપમાન કરી રહ્યા છે. મોઢે એક વાત કરે છે અને પાછળથી પોતે જે કરવું હોય એ કરતા રહે છે.

 

કટ્ટરવાદી ઇસ્લામની ત્રણ રણનીતિઓ જે છે…

                ૧) Victim Card (શિકાર / ભોગ બની ગયા હોવાનું રડ્યા રાખવું)

                ૨) Acceptability (સ્વીકાર્યતા મેળવી લેવી)

                ૩) Infiltrate (એટલે ઘુસીને પસરી જવું)

 

આ ત્રણ રણનીતિઓ પ્રમાણે…

પહેલા પગલામાં, પોતે કોઈ વાત કે પરિસ્થિતિના ભોગ થયેલ છે, તેવો દેખાવ કરવો. સતપંથ વાળા અહીં એવું કહે છે કે પોતે મુસલમાનોથી (સૈય્યદોથી) પીરાણાને બચાવવા માટે કામ કરી રહ્યા છે, માટે હિંદુ ધર્મનું કામ છે, માટે અમોને તમે મદદ કરો. જે તદ્દન જુઠી અને પાયા વિહોણી વાત છે.

 

બીજા પગલામાં, સતપંથીઓ એવો લાગણી સભર બનાવટ કરીને કહે છે, કે અમો મુસલમાન સામે લડી રહ્યા છીએ, પણ અમો હિંદુજ છીએ, એટલે અમોને હિંદુ સમાજ સ્વીકારે. આવી વાત કરીને સામાન્ય હિંદુઓના મન મનમાં પોતાને સ્વીકાર્ય કરવાની રમત રમે છે.

 

ત્યાર બાદ, ત્રીજા પગલામાં, એક વખત સ્વીકાર્યતા મળી જાય એટલે, હિંદુ સમાજમાં ઘુસીને અંદરો અંદર સંસ્થાઓમાં પસરી જવાનું કામ કરે છે. લગ્ન સંબંધો જોડી નાખે છે. આવું થઇ ગયા બાદ, તેઓને હિંદુ સમાજમાંથી કાઢવાનું બહુજ મુશ્કિલ અથવાતો અશક્ય બની જાય, ત્યાં સુધી સાચા ખોટા વાયદાઓ આપીને સમય કાઢતા જવું, પણ સતપંથ સાથે પોતાનું જોડાણ કોઈ પણ કીમતે તોડવું નહીં. એક વખત પરિસ્થિતિ અનુકુળ થઇ જાય, ત્યારે સતપંથનો ખુલ્લો પ્રચાર કરવો અને જે હિંદુ સમાજમાં તેઓ પસરી ગયા છે, તેના લોકોને પણ ધીરે ધીરે વટલાવવાનું કામ કરવું. ઈતિહાસમાં આવી રીતે હિંદુ લોહાણાની અમુક સમજોમાં ઘુસીને  સતપંથ વાળાઓ એ સમાજને આજે ખોજા મુસલમાન કરી દીધી છે.

 

આ ત્રણે રણનીતિઓનું હાલમાં પીરાણા સતપંથ વાળાઓ ખુબ સારીરીતે ઉપયોગ કરી રહ્યા છે.

 

સમાજમાં લોક મુખે થતી વાતો પરથી જણાઈ આવે છે કે ઊંઝાના લવાદના અમુક સભ્યો (જે લગભગ બે જણ છે), તેઓ આ રણનીતિના શિકાર થઇ ગયા છે. તેઓ સતપંથ વાળાની આ ચાલને ઓળખી નથી શક્યા. તેમજ કેન્દ્રિય સમાજના અમુક માજી નેતાઓ છે, જે “મવાળ” તરીકે કામ કરે છે, તેઓ ઊંઝાના લવાદના બે વ્યક્તિઓ સાથે નિયમિત રીતે વાતો અને ચર્ચાઓ કરીને, તેમનું મગજ ફેરવી દીધું છે. લવાદના બે વ્યક્તિઓના મગજમાં ચુકાદાના અમલીકરણ વિષે એવા ઉપાયો બેસાડી દીધા છે કે તેમને પહેલી નજરે એવું લાગે કે સતપંથ છોડાવવાના પગલાઓ છે, પણ ઊંડાણથી જુવો તો સતપંથ છોડ્યા વગર ડોળ રૂપે હિંદુ બનવાનો માત્ર બાહ્ય દેખાવ શિવાય કઈ નથી.

 

જ્યારે કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિનો દરેક વ્યક્તિ આ રમતને જાણે અને ઓળખે છે, ત્યારે ઊંઝા લવાદના આ બે ભાઈઓ કેમ નથી ઓળખી શક્ય એ અચરજની વાત છે. કદાચ આપણા મવાળો ઉપર આ લોકો દ્વારા આંધળો વિશ્વાસ મૂકી દીધેલ છે, તેનું આ પરિણામ છે. આ મવાળોને સમાજના સામાન્ય લોકોએ સત્તાથી દુર કર્યા તે મવાળોથી સહન નથી થતું. એટલે “જેચંદ” અને “મીર-જાફર”ની જેમ સમાજને દગો આપવાનું કામ કરી રહ્યા છે. ફરક માત્ર એટલો છે કે આ લોકો ઉંદરની જેમ છુપી રીતે સમાજને કોતરી ખાવાનું કામ કરી રહ્યા છે.

 

પણ જે કંઈ થાય, એક વાત સ્પષ્ટ છે કે સનાતન હિંદુ ધર્મ પાળવાવાળો કેન્દ્રિય સમાજ, જ્યાં સુધી સતપંથના લોકો, સતપંથને સંપૂર્ણ પણે છોડીને નહીં દે, ત્યાં સુધી તે લોકોને કેન્દ્રિય સમાજમાં સ્વીકારવામાં આવશે નહીં. એજ આપણા વડીલોનો અને સંત ઓધવરામ મહારાજનો અભિગમ રૂપી આદેશ છે.

 

લી,
Real Patidar


Preview and Download:

Download Only: https://archive.org/download/rpoe69/Oe69-afterAllWhatAreSatpanthisUpto-d.pdf

OE 68 – Patidar Sandesh supports Sanatan Movement / પાટીદાર સંદેશ દ્વારા સનાતની મોહીમને ટેકો

તા. ૨૫-૧૧-૨૦૧૭
જય લક્ષ્મીનારાયણ,

સામાન્ય રીતે કેન્દ્રિય સમાજ તેમજ સનાતન ધર્મના વિરુદ્ધ અથવા સનાતની મોહીમ ઢીલી પડતા કામોની ટીકા આપણા રીયલ પાટીદાર વેબસાઈટ ઉપર થતી હોય છે.

તે પ્રમાણે આથી આગાઉ પાટીદાર સંદેશ દ્વારા થયેલ સનાતની મોહીમને ઢીલી પાડતા લખાણોનું સવિસ્તાર મુદ્દાસર તમની ભૂલ બતાવતા લખાણ જનતા સામે મુકવામાં આવેલ હતાં.

પણ આજે જ્યારે પાટીદાર સંદેશે સનાતન ધર્મ અને કેન્દ્રિય સમાજના તરફેણમાં લખ્યું છે, ત્યારે તેમની વાતને વધાવી લેવાની ફરજ પણ એટલીજ છે. ભલે અમુક બાબતોમાં હજી તેમની પાસે સમાજની જે આશા અને અપેક્ષા છે, તેના પર તે ખરા નથી ઉતર્યા, પણ શુરૂવાત કરવા બદ્દલ તેમને ધન્યવાદ પાઠવવો તો રહ્યોજ.

હાલના નવેમ્બર ૨૦૧૭ના અંકના તંત્રી લેખમાં પાટીદાર સંદેશના તંત્રીઓએ જે ઉમિયા માતાજી ઊંઝાએ તા. ૦૮-૧૦-૨૦૧૭ ના સતપંથ વિવાદ અંગે આપેલ નિર્ણયને વધાવી તેનું સાચા Spirit (ભાવના) થી પાલન કરવા સમસ્ત કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિને જે આવાહન તંત્રીશ્રીઓ તેમના તંત્રો લેખમાં (તંત્રી લેખની નકલ અહીં જોડેલ છે) કરેલ છે, તે માટે તેઓ અભિનંદનને પાત્ર છે.

પાટીદાર સંદેશના તંત્રીઓ પાસે, ઊંઝાના વડીલોની માફક, આપણી સનાતન સમાજના આગેવાનો જે આશા રાખે છે, તેમાં તેમનો સહયોગ સાચા Spirit થી મળતો રહેશે તેવી આશા રાખીએ છીએ. આને આપણી જ્ઞાતિ સંપૂર્ણ રીતે એક થઇ, સનાતન હિંદુ ધર્મ પાળતી થઇ જાય, તેવા કાર્યોને વધુ વેગ આપતા પ્રોતસાહન વધારતા લેખો પાટીદાર સંદેશના માધ્યમથી લોકોને મળે તેવી આપણા સર્વેથી લાગણી અને માંગણી રહેશે. સમાજ ધાર્મિક રીતે શુદ્ધ સનાતની બને અને સંગઠિત થાય તેવી આપણી મા ઉમિયા પાસે પ્રાર્થના.

લી.

રીયલ પાટીદાર


Download: https://archive.org/details/rpoe68

OE 67 -KKP (USA) Samaj -Views of Women on Satpanth / ક.ક.પા. (USA) ના મહિલાઓના સતપંથ વિષે વિચારો

28-Jul-2017
જય લક્ષ્મીનારાયણ,

આ ઇમેલ સાથે, ક.ક.પા.(USA) સમાજના માજી પ્રમુખ અને પ્રખર મહિલા નેતા, શ્રીમતી રૂક્ષમણીબેન નાકરાણી તથા યુવાસંઘના માજી પ્રમુખ શ્રી ગૌરાંગભાઈ ધનાણીની સતપંથ વિષે થતી ચર્ચાની ઓડીઓ ફાઈલ જોડેલ છે.

આ ચર્ચામાં વચ્ચે વચ્ચે અમુક અન્ય ભાઈઓના અવાજો પણ સંભાળવા મળે છે, તેમાં CA ભવનભાઈ લીંબાણી, તેમજ દામોદરભાઈ કચ્છી છે.

આ ચર્ચામાં રૂક્ષ્મણીબેન પોતાના દાદા, દાદી તેમજ તેમના પિતાને લઈને સતપંથ વિષેના પોતાના અનુભવો અને વિચારો રજુ કરેલ છે, જે દરેક મહિલાઓએ અનુસરવા જેવા છે.

શ્રીમતી રૂક્ષ્મણીબેનની રાજા લઈને, શ્રી ગૌરાંગભાઈના અનુરોધથી, તેમને સૂચિત કરીને, તેમના મિત્રોએ આ ઓડીઓ રેકોર્ડીંગ મોકલેલ છે અને વિનંતી કરેલ છે કે આ રેકોર્ડીંગને જન જન સુધી પોહ્ચાડવામાં આવે.

(ઉપર બતાવેલ બટન પર ક્લિક કરો….)

Real Patidar


Download: https://archive.org/details/rpoe67

 

OE 66 – Mahesh Dhanji Velani Controversy / મહેશ ધનજી વેલાણી વિવાદના ધેરામાં

Date: 23 April 2017


મુંબઈની કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિમાં ચાલતી ગંદી અને સ્વાર્થી સામાજિક રાજરમતના શિકાર શ્રી મહેશ ધનજી વેલાણી

(અંદરની તેમજ સચોટ જાણકારી સાથે છેલ્લા લગભગ પાંચ થી છ વર્ષની ઘટના ક્રમનું વિશ્લેષણ)

(પોતાના અંગત સ્વાર્થ ખાતર કોઈ પણ કીમતે ઉચ્ચ પદ અને સત્તા મેળવવા માટે જુઠ્ઠાણા / અપપ્રચાર / છેતરપીંડી / દગાનો વાપર કરીને પોતાના રાજનૈતિક રોટલા શેકીશેકતા નેતાઓનો એક નમુનો)

આ લેખ લખવાનું મુખ્ય કારણ છે સનાતન ધર્મ પત્રિકામાં, સતપંથી શ્રી દેવજી કરસન ભાવાણી અને શ્રી ઈશ્વર રામજીઆણીને, સનાતન સમાજ દ્વારા આપેલ શુભેચ્છા સંદેશનો ભારતભારમાં થતો બહુ મોટો વિરોધ. જે વિષે સંપૂર્ણ જાણકાર લોકો સામે મુકવાનો પ્રયાસ છે.


 

 

 1. શ્રી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિમાં સતપંથ વિરુદ્ધ સનાતની ચળવળના ભાગ રૂપે કેન્દ્રીય સમાજના મુંબઈ ઝોનમાંથી મહામંત્રી શ્રી દેવજી કરસન ભાવાણીને કાઢવામાં આવ્યા અને શ્રી દેવજીભાઈને સાથ આપવાના અને ઝોનના વિરુદ્ધ જવાના કારણે તત્કાલીન ઝોનના પ્રમુખ શ્રી મનસુખ વેલાણીને ઝોનમાંથી કાઢવામાં આવ્યા.
 2. ત્યાર બાદ વર્ષ ૨૦૧૨માં કુખ્યાત માંડવી હોસ્ટેલ કાંડ બન્યું. આ કાંડના મુખ્ય સૂત્રધારો મુંબઈના છે. આ કાંડ કરવાવાળી શ્રી મનસુખભાઈ વેલાણીની ટીમ છે. જેથી લોકોમાં અને ખાસ કરીને મુંબઈમાં તેમની ફરીથી ખુબ નિંદા થઇ.
 3. પરિસ્થિતિ જાણવા તા. ૦૧/૧૨/૨૦૧૨ના કેન્દ્રિય સમાજ એટલે શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના પ્રમુખ મુંબઈ આવા અને ઘાટકોપર વાડીમાં એક સભા બોલાવી. શ્રી મનસુખભાઈ અને તેમની ટીમે આ સભા નિષ્ફળ કરવા માટે બહારથી આવેલ સતપંથીઓ, મારપીટ કરનાર તત્વો તેમજ હલકાઈની બધીજ સીમા પાર કરીને પોતાની થનરા સંભવિત નિંદા રોકી લીધી.
 4. પોતાના સમાજના પ્રમુખનું અપમાન સનાતનીઓ દ્વારા સહન ન થયું. માટે તેઓએ બંધાજ સનાતનીઓનું સંગઠન જેમાં આર્ય સામાજિ અને સ્વામીનારાયણ વાળા આવી ગયા, તેવા લોકો માટે એક શ્રી લક્ષ્મીનારાયણ સનાતન સમાજ મુંબઈ ઉભી કરી. જેનો મુખ્ય હેતુ હતો, મુંબઈ ઝોનને સનાતની કાર્યોમાં સપોર્ટ કરવો.
 5. હોશે હોંશે આ સમાજ બની. તેનું બંધારણ ઘડવા માટે શ્રી અરુણ હંસરાજ નાકરાણીને મુખ્ય જવાબદારી આપવામાં આવેલ. સમાજના સ્થાપક સભ્યો દ્વારા સતપંથ મુદ્દે ઘણાં બધા મહત્વના મુદ્દાઓ બંધારણ રાખવા માંગ આવી. ત્યારે શ્રી અરુણભાઈએ લોકોને વિશ્વાસ આપ્યો કે આ બધાજ મુદ્દાઓ હું બંધારણમાં નહિ, પણ ધારાધોરણમાં આવરી લઈશ. જેનું વિડીયો રેકોર્ડીંગ પણ છે.
 6. પણ પાછળથી સમાજ ચાલુ થઇ અને ધારાધોરણ ઘડવા માટે એક સમિતિ બનાવામાં આવી. એ સમિતિના મુખ્ય હતા શ્રી ભવનભાઈ લીંબાણી, જે સી.એ. છે. એ સમિતિમાં જ્યાં જ્યાં સતપંથ મુદ્દે સમાજ ચોખવટ કરવા માગતી હોય, ત્યાં ત્યાં શ્રી અરુણભાઈ જબર્દસ વિરોધ કરતા. સમાજ ના વડીલો પાસેથી જાણવા મળ્યું છે કે ત્રણથી ચાર વખતે શ્રી અરુણભાઈએ સતપંથ ઉપર કડક નિયમ ઘડશો તો રાજીનામું આપી દઈશ એવી ધમકીયો પણ આપેલ હતી, જેના સામે આ લક્ષ્મીનારાયણ સમાજના બીજા મહત્વના નેતા શ્રી કેશુભાઈ લીંબાણી કઈ બોલી ન શક્ય.
 7. વાતની તપાસ કરવાથી ખબર પડી કે આ મીટીંગમાં શ્રી અરુણભાઈએ એમ કહ્યું હતું કે સતપંથી શ્રી દેવજી કરસન ભાવાણી એ મારી દીકરીનો ફૂવોજી થાય છે. સમાજ માટે હું મારી દીકરીને દુખી નહિ કરું. સતપંથ સાથે સબંધ જાળવવાના નિયમો કડક કરવામાં આવશે તો હું રાજીનામું આપીશ એવી ધમકીઓ આપીને સનાતની મહીમ વાળાઓનો અવાજ દબાવ્યો.
 8. ત્યાર બાદ હેમ ખેમ કાચું ધારાધોરણ બનાવામાં આવ્યું અંદ કારોબારી સભામાં જયારે મુકવામાં આવ્યું, ત્યારે અરુણભાઈએ બીજી રમત રમી. ધારા ધોરણમાં સમાજના પ્રમુખની ચુંટણીની પ્રક્રિયા લખેલ હતી. એ પ્રક્રિયાને ધારાધોરણમાંથી કાઢવી ને મુખ્ય બંધારણમાં રાખી દીધું સભ્યોને વિશ્વાસ અપાવ્યો કે આપણે ધારાધોરણ પછી પાસ કરશું. કારોબારી સભ્યોએ તેમના પર વિશ્વાસ રાખી બંધારણ પાસ કર્યું. બંધારણ પાસ થાય બાદ આજ સુધી ધારા ધોરણ, જેમાં સતપંથ વિષે મહત્વના નિયમો છે, તેણે અરુણભાઈએ પાસ થવા નથી દીધા. સાંભળવા મળ્યું છે કે એકાદ બે વખત શ્રી કેશુભાઈએ વાત છેડી તો મીઠી ધમકી આપવામાં આવી કે શું સમાજમાં જગડાઓ કરવા છે? કદાચ કેશુભાઈ આજે આ વાત ને ન પણ સ્વીકારે.
 9. બીજી બાજુ ધીરેથી એવો પ્રસ્થાવ મુકવામાં આવ્યો કે લક્ષ્મીનારાયણ સમાજમાં આર્ય સામાજિનું શું કામ? તેમણે સમાજમાંથી બહાર કાઢો. આ વિવાદ એટલો આગળ વધ્યો કે લક્ષ્મીનારાયણ સમાજમાં એક એવી ફૂટ પડી કે આજ સુધી સમાજ તૂટેલો છે. લક્ષ્મીનારાયણ સમાજના સ્થાપક વડીલો નારાજ થઇ ગયા અને સમાજમાં રસ લેવાનું બંદ કરી દીધું.
 10. આ વાતથી સતપંથ વાળાનું કમ થઇ ગયું.
 11. આર્ય સામાજિઓને બહાર કાઢવથી બે કામ થયા. એક સનાતનીઓનું સંગઠન કાયમ માટે તૂટી પડ્યું. બીજું એ લક્ષ્મીનારાયણ સનાતન સમાજમાં બધીજ રીતે સક્ષમ આગેવાન જેવા કી શ્રી મહેશ ધનજી વેલાણી જે, અરુણભાઈની બે રોકટોક સત્તા માટે ખતરો હતા, તેમણે કાયમ માટે દૂર કરી શક્યા.
 12. આજે ભલે દુરથી એવું લાગે છે કે લક્ષ્મીનારાયણ સમાજ મુંબઈ સારી પ્રગતિ કરી રહી છે, પણ વાસ્તવમાં લક્ષ્મીનારાયણ સમાજના આગેવાનો ખુબ મોટી અને અનેક ભયંકર ભૂલો કરી રહ્યા છે, જે લાંબા ભવિષ્યમાં આપણેજ સહન કરવા પડશે. કેન્દ્રિય સમાજના સ્થાપક વડીલોએ જે અમુક ભયંકર ભૂલો કરી હતી, તેણે સુધારવા આજે સમાજ તકલીફમાં છે, તેજ રીતે લક્ષ્મીનારાયણ સમાજ એક દિવસ ભયંકર તકલીફ આવશે તેમાં બે મત નથી. કેન્દ્રિય સમાજને ભૂલ સમજાઈ અને સાચા માર્ગે ચાલવા માંડી ગઈ છે, ભગવાન જાણે લક્ષ્મીનારાયણ સમાજ ક્યારે પોતાની ભૂલ ઓળખવાના પ્રયત્નો કરશે અને ત્યાર બાદ તેણે સુધારશે.
 13. શ્રી મહેશ ધનજી વેલાણી અને શ્રી પ્રેમજી ભાણજી કેશરાણી જેવા આર્ય સામાજિઓએ લક્ષ્મીનારાયણ સમાજની સ્થપાના માટે સિંહ ફાળો આપેલ તેમણે સમાજના બંધારણમાં ફેરફાર કરી તેમણે અપમાનિત રીતે બધાજ આર્ય સમાજીઓ સાથે તેમણે પણ સમાજમાંથી કાઢી નાખવામાં આવ્યા. આજ સુધી તેવા લોકોને સાથે બેસાડીને તેમના સહયોગ બદ્દલ ધન્યવાદના બે સારા બોલ પણ બોલી નથી શક્યા.
 14. પરિસ્થિતિ એમ ખેમ શાંત થવા માંડી ત્યારે આવ્યું મુંબઈ ટ્રસ્ટ ફંડની ચૂંટણી.
 15. આ ચુંટણીમાં લક્ષ્મીનારાયણ સમાજે પ્રત્યક્ષ રીતે ન લડીને તેના બદલે એક પોતાના સપોર્ટ વાળું પેનલ બનાવ્યું. એ પેનલ પસંદ કરવાના પંચમાં શ્રી અરુણભાઈ નાકરાણી, શ્રી ગૌતમ કેશરાણીએ મુખ્ય રોલ ભજવ્યો. આ લોકોએ પોતાના વગ અને લોકોએ તેમના પર મુકેલ વિશ્વાસનો ભરપુર દુરુપયોગ કર્યો. પોતાને મળેલ સત્તાનું એટલું ગુમાન અને ઘમંડ થઇ ગયું કે આ લોકોએ પંચમાં આવતાજ પહેલું કામ એ કર્યું કે પોતાનેજ ઉમેદવાર તરીકે પસંદ કરી લીધા. નિયમિત રીતે પંચ હમેશા નિષ્પક્ષ હોય છે અને ઉમેદવાર કોઈ દિવસ પંચ માં ચાલેજ નહિ.
 16. ઉમેદવારની યાદીમાં તેઓએ એક આર્ય સમાજિ શ્રી હંસરાજભાઈ વસાણી, ડોમ્બીવલીવાળાને લીધા, પણ ઘાટકોપરમાંથી બધીજ રીતે સખ્ષમ, એક મજબુત ઉમેદવાર, અને હાલમાં ટ્રસ્ટનો ટ્રસ્ટ એવા શ્રી મહેશભાઈ વેલાણીને લેવાની ના પાડી દીધી કારણ કે તેઓ આર્ય સમાજી છે તેવું કારણ બતાવામાં આવ્યું.
 17. પોતાની જો હુકમી અને સત્તાના ઘમંડના કારણે આ લોકો અંધા થઇ ગયા. જો હુકમી એટલી વધી ગઈ કે આ લોકો પંચમાં અમારી વાત નહિ માનો તો અમારું રાજીનામું આપવાની દાદા ગીરી કરવા લાગ્યા. આ દાદા ગીરીના કારણે એ પંચના એક વડીલ સભ્ય અને લક્ષ્મીનારાયણ સમાજના સ્થાપક વડીલ શ્રી કાનજી વીરજી ધોળુંએ તરતજ પંચમાંથી પોતાને છુટા કરી લીધા.
 18. આ ઘટના ના કારણે એક પ્રખર આર્ય સમાજી પણ ખુબજ મહત્વાકાંક્ષી અને સત્તાનો લોભી એવા શ્રી મહેશભાઈ વેલાણીનું ભયંકર અપમાન થયું.
 19. આ ઘટના પછી શ્રી મહેશભાઈની સનાતન સમાજ પ્રત્યેની નિષ્ઠામાં ધીરે ધીરે ફરક પાડવા લાગ્યો. કારણકે મૂળ અહંકારી સ્વભાવના કારણે તેમની સાથે થયેલ વિશ્વાસઘાત અને આ રાજરમતનું અપમાન તેમનાથી સહન થયું નહીં.
 20. મહેશભાઈ, પોતે મુંબઈ ટ્રસ્ટ ફંડની ચુંટણીમાં અપક્ષ તરીકે ઉભા રહ્યા અને હારી ગયા. પણ તેમ કરતી વખતે કહેવાય છે કે તેમની ટીમ દ્વારા એક એવું જોરદાર પેમ્પલેટ બહાર પાડવામાં આવ્યું કે જેમાં તેમના દ્વારા લક્ષ્મીનારાયણ સનાતન સમાજને તેમના દ્વારા કરેલ તન-મન-ધનથી યોગદાનની સામે તેમની સાથે એજ સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવેલ છેતરપીંડી અને દગો અને વિશ્વાસઘાતનો ખુલ્લો ચિઠ્ઠો બતાવેલ હતો. આ પેમ્પલેટની અસર એવી થઇ કે લોકોની લાગણી લક્ષ્મીનારાયણ પેનેલ થી ખુબ ઓછી થઇ ગઈ. વિરોધી પેનલના મુખ્ય ધોરી સંચાલક શ્રી મનસુખ વેલાણીને આ પેમ્પલેટથી ખુબ લાભ થયો. તેથી તેઓ મહેશભાઈ ઉપર ખુબજ ખુશ થયા. આ પેમ્પલેટ વાંચવાથી ખબર પડી જાય છે કે શ્રી અરુણ હંસરાજ નાકરાણી, શ્રી ગૌતમ મણીલાલ કેશરાણી અને શ્રી પ્રકાશ હીરજી માવાણીનો પોતાના અંગત સ્વાર્થ ખાતર, મુંબઈ લક્ષ્મીનારાયણ સનાતન સમાજની એકતા, સંપ સંગઠન તોડવાના જોખમે ખુબ મોટો નેગેટીવ રોલ ભજવ્યો. તેમાં વર્ણવેલ એક એક કિસ્સાઓ સચોટ લાગે છે. આ ઘટનાઓ તાજીજ હતી અને લોકો સમક્ષ જ થયેલ હતી.
 21. વાત અહીં પૂરી નથી થતી…
 22. ચૂંટણી હારી જવાના કારણે શ્રી મહેશભાઈ મુંબઈ ટ્રસ્ટના ટ્રસ્ટી ન રહ્યા. લક્ષ્મીનારાયણ સમાજમાંથી અપમાન જનક રીતે કાઢી નાખવામાં આવ્યા અને ત્યાર બાદ પણ તેમની સાથે ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન ભયંકર છેતરપીંડી રૂપ અને અપમાન જનક વ્યવહાર કરવામાં આવ્યો. હવે પોતાના અહંકાર ઉપર થયેલ આ મોટા ઘાતનો બદલો તેવા મહેશભાઈ તળાફાળા મારતા હતા.
 23. ત્યાં સામે આવી શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ, મુંબઈ ઝોનની ચૂંટણી….
 24. મુંબઈ ઝોનની ચુંટણીમાં જયારે મહામંત્રીની ચૂંટણીની વાત આવી ત્યારે મનસુખભાઈ વેલાણીએ મહેશભાઈ વેલાણીને ટેકો આપ્યો. આમ કરવાનું એક કારણ હતું કે મહેશભાઈની ટીમનું ઉપર જણાવેલ પેમ્પલેટ અને બીજું કારણ એવું પણ હતું કે બન્ને આર્ય સામાજિ હોવાના કારણે સમય અનુસાર મિત્રતા વધીં ગઈ હતી.
 25. મહેશભાઈને જે મોકો જોઈતો હતો તે મળી ગયો. બીજી બાજુ મનસુખભાઈને પણ એક સરસ મૌકો મળી ગયો. પોતાનો એક માણસ શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના સંગઠનમાં છૂપો એજેંટ ઘુસાડવાનો. એ એજેંટનો એ ગમે ત્યારે ભવિષ્યમાં વાપર કરી શકે એમ હતું.
 26. લોકોની પ્રસિદ્ધી વચ્ચે રહેવા પસંદ કરનાર શ્રી મહેશભાઈને એક પ્લેટફોર્મ મળી ગયું. મુંબઈ ઝોન, જે સુસુપ્ત અવસ્થામાં પડ્યું હતું. આ ઝોનને મહેશભાઈએ જાગતું કર્યું.
 27. ઝોનમાં પ્રવૃત્તિઓ ચાલુ કરી દીધી. પણ લક્ષ્મીનારાયણ સમાજના આગેવાનોની મહેશભાઈ પ્રત્યે અસહકારની છૂપો કાર્યક્રમ ચાલુ રહ્યો. લક્ષ્મીનારાયણ સમાજના મહામંત્રી તેમજ અન્ય કારોબારી સભ્યો ઝોનમાં ઉચ્ચ હોદ્દાઓ મેળવેલ હોવા છતાં મહેશભાઈની આગેવાની હેઠળ ઝોન આગળ ન આવે તે માટે કોઈ પણ જાતનો સહયોગ ન આપવાની નીતિ અપનાવી. તેમજ ઝોનના કાર્યક્રમમોમાં લક્ષ્મીનારાયણ સમાજના લોકો ન આવે તેવી ગોઠવણી કરવામાં આવી. કાર્યક્રમની ટીકીટો હોય તો તેઓ પોતાની પાસે દબાવી રાખે અને ઠીક કાર્યક્રમની આગલી રાતે મહેશભાઈના મોબાઈલ ઉપર મેસેજ મોકલી આપે કે ટીકીટો વહેચાઈ નથી. આથી કાર્યક્રમમાં લોકોની હાજરી જાંખી લાગે અને મહેશભાઈને અપયશ મળે તેવા પ્રયત્નો અનેક કાર્યક્રમમાં થયા.
 28. આવી પરિસ્થિતિમાં મહેશભાઈએ જોયું કે લક્ષ્મીનારાયણ સનાતન સમાજ વાળા મને કોઈ કાળે સપોર્ટ નહિ કરે. માટે ભવિષ્યમાં જો તેમણે મુંબઈમાં ઉચ્ચ સામાજિક હોદ્દાઓ જોઈતા હશે તો મનસુખ વેલાણીની ટીમનો સાથ લેવો પડશે. બીજી બાજુ લક્ષ્મીનારાયણ સનાતન સમાજના મૂળ સ્થાપકો અને સનાતન ધર્મ માટે સૈધાંતિક રૂપે મક્કમ અને બહુ અંશે બુદ્ધિજીવી, સામાજિક ઈતિહાસથી ખુબ સારી રીતે જાણકાર, સામાજિક દુરદૃષ્ટા ધરાવતો વર્ગ ગણાય એવો સારો મોટો પણ સામાજિક રીતે શાંત એવો વર્ગ હતો. તેનો સાથ મહેશભાઈને અત્યાર સુધી ખુબ સારી રીતે મળતો હતો. આ વર્ગ એવો હતો કે જે મહેશભાઈનો પોતાનો અંગત સપોર્ટ કરનારો વર્ગ હતો. લક્ષ્મીનારાયણ સમાજ અને તેમના આગેવાનો દ્વારા મહેશભાઈ સાથે થયેલ અન્યાય સામે આ વર્ગે આવાજ ઉપાડ્યો હતો અને મહેશભાઈના સામાજિક દૃષ્ટિએ ખરાબ દિવસોમાં મહેશભાઈ સાથે અડીખમ ઉભો હતો. મહેશભાઈ આ વર્ગ સાથે કોઈ પણ રીતે સબંધ કાપવા તૈયાર નોહતા. બીજી બાજુ મનસુખભાઈ જાહેરમાં સનાતની વિચાર ધારાનો વિરોધ કરતા. તેઓ સતપંથીઓને સાથે રાખવાના હિમાયતી હતા. તેઓ શ્રી અ,ભા,ક,ક,પા, સમાજની સનાતની નીતિયોનો વિરોધ કરતા. મહેશભાઈનો સનાતની સપોર્ટ બેસ કોઈ પણ રીતે કોઈ પણ કીમતે મનસુખભાઈની ટીમ સાથે સહયોગ નહિ જ કરે તે સાફ હતું. હવે મહેશભાઈ સામે એક ભયંકર પ્રશ્ન હતો કે આ બન્ને સપોર્ટ બેસને પોતાની સાથે કેવી રીતે રાખવા. માટે મહેશભાઈએ ખુબ જ નાજુક અને જોખમી વચ્ચેનો રસ્તો પસંદ કર્યો.
 29. એક બાજુ અંદર ખાને મનસુખભાઈ વેલાણી અને દેવજી કરસન ભાવાણી સાથે છૂપો સમજોતો કર્યો કે તમે મને મુંબઈ ઝોનમાં સપોર્ટ કરો. હું તમારો માણસ બનીને અંદર રહીને કામ કરીશ. મને જાહેરમાં સનાતની તરીકે રહેવા દો. આ સમજોતા પ્રમાણે કાર્ય શુરુ થયું. આ સમજોતાની પહેલો જાહેર અસર દેખાઈ લગભગ ૩ વર્ષ પહેલા, ભીવંડી સમાજ વાડીમાં યોજાયેલ શ્રી નારાયણ રામજી લીંબાણીની જન્મ જયંતી ઉજવવાના કાર્યક્રમમાં.
 30. આ કાર્યક્રમમાં મુખ્ય સ્પીકર હતા બેંગ્લોર વાળા અત્યંત લોક પ્રિય પ્રખર સનાતની શ્રી રમેશભાઈ વાગડિયા, જેઓ સનાતન ધર્મ જાગૃતિ માટેની જુંબેશ ઉપાડનાર ટીમના એક મુખ્ય સભ્ય તરીકે આખા ભારતમાં ખુબજ લોકપ્રિય હતી. તેમની વાણી એટલી પ્રભાવશાળી હતી કે લોકો સતપંથ સાથે બધીજ રીતે છેડો ફાડવા તૈયાર થઇ જતા. રમેશભાઈની મુંબઈ આવા માટે ફલાઈટની ટિકિટ આવી ગયેલ હતી અને બીજા દિવસે મુંબઈ માટે રવાના થવાના હતા. આ વાતની જાણ જયારે દેવજી કરસન ભાવાણીને થઇ ત્યારે મનસુખભાઈ અને મહેશભાઈ સાથે થયેલ સમજોતો/કરારનો તેણે લાભ લીધો. દેવજીભાઈના હાથા બની ચૂકેલ મહેશભાઈ મારફતે શ્રી રમેશભાઈનું ભાષણ રદ્દ કરાવ્યું. વાત અહીં પૂરી ન થઇ. આ સનાતની કાર્યક્રમમાં શ્રી દેવજીભાઈ કરસન ભાવાણી અને તેમના એક બીજા કટ્ટર સતપંથી સાથીદાર ખારઘર સમાજના પ્રમુખ શ્રી મણીભાઈ હાજર થયા.
 31. પૂજ્ય શ્રી નારાયણ રામજી લીંબાણીની જન્મ જયંતી ઉજવવાનો કાર્યક્રમ હોય જે દરેક સાચા સનાતની માટે એક પર્વ, એક શ્રદ્ધા ભરેલ ત્યોહાર રૂપ હોય, એવા કાર્યક્રમમાં મહેશભાઈ, જે ત્યારે સ્ટેજ સંચાલન કરતા હતા, તેણે સતપંથી શ્રી મણીલાલભાઈને મંચ ઉપર પોતાનું ભાષણ બોલાવ્યા. અને મણીભાઈએ કટ્ટર સનાતનીઓને ઢીલા પાડવા આ મંચનો વ્યવસ્થિત દુરુપયોગ કર્યો.
 32. આ હતી મહેશભાઈ વેલાણીની જાહેરમાં સતપંથીઓને સીધો ફાયદો થાય તેવા કાર્ય કરવાનો દાખલો. કાર્યક્રમની જાણ જેમ જેમ થતી ગઈ તેમ તેમ બુદ્ધિજીવીઓએ મહેશભાઈને અંગત રીતે કહી દીધું કે મહેશભાઈ તમે આ ભયંકર ભૂલ કરેલ છે. સુધરી જાવ નહિતો પછી અમારે વિચારવું પડશે. અમારા વડીલોએ સનાતન ધર્મ માટે જરૂર પડે ત્યાં પોતાના સગા ભાઈ સાથે બધાજ સબંધો કાપ્ય છે. પૂજ્ય શ્રી નારાયણ રામજી લીંબાણી પણ એવાજ કામો માટે આજે પૂજાય છે. તમે એક આર્ય સામાજિ છો તો તમારી નારાયણ રામજી લીંબાણીના જીવનનું અનુકરણ કરવું જોઈએ ના કી સનાતન ધર્મના કીમતે સતપંથીઓને સાથ આપવો જોઈએ. ત્યારે મહેશભાઈ સાચી ખોટી વાત કહીને વાતને અવળે માર્ગે ચડાવી દેવાનું કામ કરતા. દાખલા તરીકે કે સમાજમાં એક સતપંથી શું કરી લેવાનો… લક્ષ્મીનારાયણ સમાજ વાળાને કહોને તે કેમ સાથ નથી દેતા… સંસ્કાર ધામના આગેવાનો સતપંથીઓ ને ટેકો આપે છે તેનું કઈ નહિ, મનેજ શા માટે કહો છો…. વગેરે વગેરે.
 33. આ ઘટના પછી મહેશભાઈના વર્તન ઉપર સનાતનીઓની નજર રહેવા લાગી. મહેશભાઈની નાની નાની વાતોની નોંધ લેવામાં આવી. જ્યાં જ્યાં મોકો મળે ત્યાં મહેશભાઈ લક્ષ્મીનારાયણ વાળા અમુક અપવાદ લોકો દ્વારા સતપંથીઓને સાથ આપવાની વાતો કરી પોતાનો ગુનો છુપાવતા. દાખલા રૂપે, શ્રી શામજી નારણ નાકરાણી, શ્રી રવિલાલ કેશરા રામજીઆણી, શ્રી મેઘજી જેઠા રામજીઆણી, શ્રી અરુણ હંસરાજ નાકરાણી, શ્રી વિસનજી માવાણી વગેરે વગેરે ના દાખલાઓ આપતા. આક્રમક અને સામે વાળાને દબાવી નાખે તેવી તેમની શૈલીનો તેમણે ખુબ ઉપયોગ કર્યો. આમ કરીને સનાતની તરીકે પોતાની જવાબદારી ન નિભાવવાથી બચી જવા લાગ્યા. આ તુક્કો કામ આવા લાગ્યો એટલે મહેશભાઈની હિંમત વધી ગઈ. તેમણે લાગ્યું કે આવી રીતે મારું સામાજિક કાર્યકીર્દી કાયમ ચાલી શકે છે.
 34. આમ ચાલતું હતું ત્યાં સામે આવી ઘાટકોપર સનાતન સમાજની ચૂંટણી. સત્તાના લોભી, પ્રતિષ્ઠાના લાલચુ એવા મહેશભાઈએ સનાતન સમાજના સિદ્ધાંતો તેમજ નીતિમત્તાને નેવે મૂકીને પોતાની કિસ્મત દાવ પર લગાડી. ઘાટકોપર સનાતન સમાજના પ્રમુખ પદ મેળવવા માટે દાવ પેચ શરું કર્યા. શ્રી મનસુખ વેલાણીની ટીમ પણ મહેશભાઈ માટે કામ કરવા લાગી ગઈ.
 35. અહીં એક વિરામ લઇને…. ઘાટકોપર સનાતન સમાજમાં દેવજી કરસન ભાવાણી જેવા કટ્ટર સત્પનથી, કે જેઓ સમસ્ત સતપંથ સમાજના મહામંત્રી છે, તે કેમ સભ્ય બન્યા તે જાણીએ…..
 36. જયારે સનાતન ધર્મની બીજી જાગૃતિ આજથી લગભગ સાત વર્ષ પહેલાં ખુબ જોરમાં ચાલતી હતી, ત્યારે ઘાટકોપર સમાજને પણ સનાતન સમાજમાં ફેરવવાનું કામ હાથમાં લેવામાં આવ્યું. આ કાર્ય માટે શ્રી વિસનજીભાઈ માવાણીએ ખુબ મોટો પોસિટીવ રોલ ભજવ્યો હતો. (પણ દુર્ભાગ્યે આજે તેવોના વિચાર બદલી ગયા છે). તેમણે સાથ આપ્યો હતો શ્રી મહેશભાઈ વેલાણીએ. આ બન્ને વ્યક્તિઓના મુખ્ય ફાળાઓથી ઘાટકોપર સમાજ સનાતની બની અને બંધારણમાં ફેરફાર કરવામાં આવ્યો. સતપંથીઓનું સભ્ય પદ રદ્દ કરવામાં આવ્યું. પણ કારોબારીની બીજીજ ટર્મમાં સનાતન સમાજને કાળી ટીલી લાગે તેવું ઈતિહાસનું એક અક્ષમ્ય કામ થયું. આજ સનાતન સમાજમાં એવો ઠરાવ પાસ કરવામાં આવ્યો કે જે સતપંથી લોકો લખી આપશે કે અમો સનાતની છીએ તો તેવા લોકોને ઘાટકોપર સનાતન સમાજ કોઈ પણ તપાસ કાર્ય વગર સ્વીકારી લેશે.
 37. આવી રીતે પાછલા બારણે સતપંથીઓને સનાતન સમાજમાં દાખલ કરવામાં આવ્યા. આ વ્યવસ્થા ઉભી કરનાર કારોબારીમાં યુવાસંઘના સલાહકાર જેવા, ઉચ્ચ હોદ્દા ભોગવતા અને સમાજની બધીજ ગતિવિધિઓ સાથે એકદમ સારી રીતે વાકેફ એવા શ્રી પ્રકાશ માવાણી અને શ્રી મહેન્દ્ર સેંઘાણી કારોબારી મેમ્બર હતા. સંકટની આ ઘડીએ પોતાના પર સવાલ ઉભા ન થાય તે માટે તેઓને સંકટનો સામનો કરવાના બદલે પલાયન વાદી વલણ અપનાયું. સનાતની સમાજ આ બન્ને ઉપર ખુબ લાગણી અને આશા રાખતી હતી કે તેવો કમ સે કમ આનો વિરોધ કરશે. પણ તેઓએ એવું બહાનું કાઢ્યું કે દેવજી કરસન ભાવાણી જેવા, જે પોતાને જાહેર માં સતપંથી ઓળખાવતો હોય, પીરાણાનો મુખ્ય કરતા હરતા હોય, સતપંથ સમાજનો મહામંત્રી હોય, તે સતપંથી છે તેવા કોઈ પુરાવા તેમની પાસે નથી. ઊલટું કેન્દ્રિય સમાજના સભ્યની રસીદ છે માટે દેવજી કરસન ભાવાણી સામે અમો કંઈ નથી કરી શકવાના. જે કરવું હોય તે કેન્દ્રિય સમાજ કર. તેવી હલકાઈ વાપરી પોતાની જિમ્મેદારીથી આંખ આડા કાન કરી દીધા. પોતાની સામાજિક છબી ઉભારવા મળેલ મૌકાનો આ બન્ને સદઉપયોગ ના કરી શક્ય. તેના બદલે પોતાની સામાજિક છબી ઉપર પોતાના હાથે કાય માટે કાળી ટીલી લગાડી લીધી. યુવાસંઘ વર્તુળના ટોચના કાર્યકર્તાઓએ આ વાતનો ખાસી નોંધ પણ લીધેલ છે.
 38. અહીં પ્રશ્ન ઉપડશે કે શ્રી પ્રકાશભાઈ અને શ્રી મહેન્દ્રભાઈ જેવા સારા સનાતની આગેવાનો કે જેઓ સમાજ માટે ખુબ યોગદાન આપેલ છે તેવા વ્યક્તિઓ કેમ દબાઈ ગયા. તેમના મિત્ર વર્તુળમાં તપાસ કરવાથી જાણ થઇ કે શ્રી પ્રકાશભાઈ અને શ્રી મહેન્દ્રભાઈ બન્ને લક્ષ્મીનારાય સમાજના આગેવો છે અને તેમના સામાજિક ગુરુ અથવા તો બોસ એવા શ્રી અરુણભાઈનો સત્પનથી તરફી વલણ અને શ્રી દેવજીભાઈ કરસન ભાવાણી સાથેના પારિવારિક સંબંધો આડા આવ્યા. આ બન્ને ભાઈઓમાં એટલી નૈતિક હિંમત ના કેળવી શક્ય કે અરુણભાઈને તેવો નારાજ કરી શકે. માટે છટક બારી ગોતીને હેમ ખેમ જવાદારી કેન્દ્રિય સમાજ ઉપર નાખવાનો પ્રયત્ન કર્યો.
 39. આ રીતે શ્રી દેવજી કરસન ભાવાણી એક સત્પનથી હોવા છતાં ઘાટકોપર સનાતન સમાજના સભ્ય બન્યા.
 40. પાછા આવી જઈએ ઘાટકોપર સનાતન સમાજની ચૂંટણી અને મહેશભાઈનું પ્રમુખ પદ માટે દાવો વાળા મુદ્દા ઉપર. મનસુખ વેલાણીની ટીમ, જેમાં દેવજી કરસન ભાવાણી અને મહેશ વેલાણીનો સમાવેશ થાય, તેઓએ ઘાટકોપર સનાતન સમાજ ઉપર કબજો મેળવ્યો.
 41. કારોબારીની ચુંટણીમાં ૭૫ જણાએ ઉમેદવારી નોંધાવી હતી. તેમાંથી ૫૪ જણાના રાજીનામાં શ્રી મનસુખભાઈ વેલાણીએ મેળવી લીધા હતા. તેનો અર્થ એમ થાય કે ૫૪ જણા મનસુખભાઈના કહેવાથી ઉમેદવાર થારીકે ઉભા રહ્યા હતા. આવી રીતે મનસુખભાઈએ સુનિશ્ચિત કર્યું કે જો ઉમેદવારો મારફતે વોટીંગ કરવું પડે તો તેમની ટીમની જીત આસાનીથી થઇ જાય. બાકી રહેલ ૨૧ જણા માંથી કારોબારી પસંદ કરવામાં આવી. જેમાં શ્રી મહેશભાઈ વેલાણી પ્રમુખ બન્યા, શ્રી દેવજી કરસન ભાવાણી ઉપપ્રમુખ બન્યા અને બીજા એક સત્પનથી શ્રી ઈશ્વરભાઈ રામજીઆણી સહમંત્રી બન્યા. યુવાસંઘ સાથે સંકળાયેલ શ્રી પ્રકાશભાઈ માવાણી કારોબારી સભ્ય બન્યા.
 42. દેવજી કરસન ભાવાણી ઉપપ્રમુખ તરીકે સનાતન સમાજમાં આવ્યા એટલે મહેશભાઈ વેલાણી જે હવે પ્રમુખ હતા, તેમના સામે સવાલો ઉભા થયા કે આ કેમ ચલાવી રહ્યા છો. સનાતન સમાજનો ગૌરવ, નૈતિકતા અને સ્વાભિમાનનું હનન તમે કેમ કરવા દો છો? મહેશભાઈએ પોતાનો જવાબ તૈયાર રાખેલ હતો. તેમણે કહી દીધું કે બંધારણ પ્રમાણે હું ચાલું છું અને લોકોએ જેમ મને પ્રમુખ તરીકે ચૂંટાયો છે, તેમ દેવજીભાઈ ભાવાણીને ઉપપ્રમુખ તરીકે ચૂંટ્યા છે. તેમાં હું શું કરું? ચૂંટવાવાળા સનાતનીઓ જ છે. મેં કંઈ નથી કર્યું. બીજી બાજુ વિરોધને દાબવા ધીરેથી એવો પ્રચાર કરવામાં આવ્યો કે જો મહેશભાઈ પ્રમુખ ન હોત તો સતપંથી દેવજીભાઈ પ્રમુખ બની જાત. માટે મહેશભાઈનો વિરોધ ન કરો, પણ મહેશભાઈને સપોર્ટ કરો અને સનાતનીઓની પકડ સમાજ ઉપર કાયમ રાખો. આવી વાતોના શિકાર, મુંબઈ બહારના લોકો, તેમજ જે લોકો મહેશભાઈની મુંબઈની સામાજિક ગતિવિધિઓથી અજાણ છે, બન્યા. વાત હેમ ખેમ શાંત થવા માંડી ત્યાં મહેશભાઈએ બીજી બે ભયંકર ભૂલ કરી. આ ભૂલોથી મનસુખ વેલાણીનો છૂપો એજેન્ડા જાહેરમાં દેખાઈ આવ્યો.
 43. આપણે સહુ જાણીએ છેએ કે અત્યાર સુધી મહેશભાઈ અને દેવજી કરસન ભાવાણીની જોડી અંદરો અંદર જામી ગઈ હતી. હાલ તા, ૧૫-૦૪-૨૦૧૭ના મહેશભાઈ વેલાણીનો ધંધાર્થે ચાલુ કરેલ એક રિસોર્ટનું ઉદ્ઘાટનનો કાર્યક્રમ રાખેલ હતો. આ કાર્યક્રમમાં હાજરી આપનાર લોકોનું કહેવું છે કે શ્રી દેવજી કરસન ભાવાણીને મહેશભાઈને આમંત્રણતો આપેલ હતુંજ, પણ દેવજી કરસન ભાવાણી વ્યવસ્થા સાચવવા ખુબ સારો રસ લીધો હતો. જેથી એક એવો મેસેજ ગયો કે જે વાત સર્વે અંદર ખાને જાણતા હતા, તે વાત જાહેરમાં દેખાઈ આવી, કે દેવજી કરસન ભાવાણી અને મહેશભાઈના ખુબ નિકટના સંબંધ બંધાઈ ગયા છે. આ કિસ્સામાં મહેશભાઈ ચાહતા હોત તો દેવજીભાઈને આમંત્રણ ન પણ આપતતો તેમણે કોઈ કહેવા વાળું નોહતું. જો આમ કરત તો તેઓ પોતાની છબી સાફ રાખી શકત. માટે મહેશભાઈનું કહેવું કે દેવજી કરસન ભાવાણી ઘાટકોપર સનાતન સમાજમાં ઉપપ્રમુખ તરીકે આવ્યા તેમાં મારો કોઈ રોલ નથી, તે તદ્દન જુઠ્ઠાણું છે તે સાબિત થાય છે.
 44. પોતાના અહંકાર અને ઘાટકોપર સનાતન સમાજના પ્રમુખ ચૂંટી આવવાની સફળતાના નશામાં શ્રી મહેશભાઈએ બીજી અને બહુજ ભયંકર ભૂલ કરી દીધી. આ ભૂલ છે સનાતનીઓની કેન્દ્રિય સમાજ એટલે કે શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજનું મુખપત્ર શ્રી સનાતન ધર્મ પત્રિકાના ૧૧-એપ્રિલ-૨૦૧૭ના અંકમાં ઘાટકોપર સનાતન સમાજના કારોબારી સભ્યોના ફોટાઓ સાથે અભિનંદનની જાહેરાત છપાવી દીધી. આ જાહેરાતમાં શુભેચ્છક તરીકે ત્રણ શુદ્ધ સનાતની નામોનો દુરુપયોગ કર્યો…

  (કોઈને પણ વિશ્વાસમાં લીધા વગર, કેન્દ્રિય સમાજને અંધારામાં રાખીને… કોપી નીચે જોડેલ છે)
  ૧) સનાતન ધર્મ પત્રિકા પરિવાર (મુંબઈ)
  ૨) શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ( મુંબઈ ઝોન)
  ૩) શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ (પ્રચાર પ્રસાર સમિતિ)

  આ જાહેરાત છાપીને જન-માનસમાં એક એવો સંદેશો ગયો કે સતપંથીયોને સનાતન સમાજમાં સ્વીકાર્ય ગણાય છે અને કેન્દ્રિય સમાજ તેણે શુચેચ્છા પણ આપે છે. તો પછી બીજી સમાજો પણ સતપંથીઓને સભ્ય તરીકે લઇ શકે. જો આવું થાય તો સનાતન સમાજ તૂટે અને સતપંથ સમાજને સીધો ફાયદો થાય. આ ઘાતક સંદેશના કારણે હાલમાં મહેશભાઈના નામ સાથે ખુબ મોટા પાયે વિવાદ ચાલી રહ્યો છે.

 45. મહેશભાઈ આ દુષકૃત્ય એટલા માટે કરી શક્ય કારણ કે તેઓ કેન્દ્રિય પ્રચાર પ્રસાર સમિતિના કન્વીનર છે અને સનાતન ધર્મ પત્રિકા તેમના ઓફીસથી બહાર પડે છે. તેમના ઉપર રોક ટોક કરવા વાળું કોઈ નથી. મહેશભાઈ ઉપર સમાજે રાખેલ વિશ્વાસનો વિશ્વાસ ઘાત કરેલ છે અને સનાતન પત્રિકાના આગામી અંકમાં આ વાતનો રદિયો ન આવે તો સમાજ ઉપર કાળી ટીલી લાગે માટે મહેશભાઈનું મુંબઈ ઝોન તેમજ પ્રચાર પ્રસાર સમિતિમાંથી રાજીનામું લેવાની માંગો જોર પકડી રહી છે.
 46. મનસુખભાઈ વેલાણીએ પોતાના ઉદ્દેશમાં મહેશભાઈને શિકાર બનાવ્યો. મહેશભાઈ પોતાના અહંકાર, પદની લાલચુ, ટૂંક સમયમાં મળતી પ્રસિદ્ધિની તેમની કામના પર નિયંત્રણ ન રાખી શક્યા. એટલા માટેજ સતપંથના હાથા તેઓ બની ગયા અને તેમનું નામ સનાતન સમાજમાં પોતાના હાથે કળા અક્ષરે લખી નાખ્યું.
 47. આજ મહેશભાઈ હતા કે જેઓ એક સમયે કેન્દ્રિય સમાજની કારોબારીમાં ઉભા થઇને વિરોધ કર્યો હતો કે સમાજના કોઈ પણ હોદેદારો દ્વારા એવો કોઈ કાર્ય ન કરવા જોઈએ કે જેથી અન્ય સંસ્થાઓમાં કેન્દ્રિય સમાજના હોદેદારો સાથે સતપંથીઓ સાથે જોડાય અને તેમના ફોટાઓ ફરતા થાય. જેથી સામાન્ય માણસને એમ લાગે કે ઉપરના હોદેદારો સતપંથને સ્વીકારે છે માત્ર આપણને જ ખોટી રીતે જગ્ડાવે છે. તેમનું કહેવું હતું કે જો આવું થશે તો આવતી કાલે આપણા પર કોઈ વિશ્વાસ નહિ રાખે. કોણ જાણતું હતું કે પોતાના મુખે નીકળેલ શબ્દો મહેશભાઈને સામે એક દિવસ આવીને ઉભા રહશે અને તેમણે કાયમ માટે અંદરોઅંદર ખાશે. જો પોતાની લાલચો ઉપર સંયમ રાખ્યો હોત, તો આ દિવસ તેમણે જોવો ના પડત. મહેશભાઈની સામે લોકો બોલો કે ના બોલે, પણ જનતા ખુબ હોશિયાર છે, બધુજ સમજે છે કોણ કેવું છે. માટે મહેશભાઈ તમે એવું ગુમાન નહિ કરતા કે કોઈની હિંમત નથી મારી સામે બોલવાની, માટે હું સાચો છું.
 48. પણ મહેશભાઈ માટે અમો આજે પણ આશાવાદી છીએ. એક દિવસ આવશે મહેશભાઈ પોતાની ભૂલ સુધારશે અને સતપંથને સમર્થન આપનાર લોકોના હતા નહિ બને.
 49. આ લેખમાં કદાચ કોઈને મનદુઃખ થાય તે શક્ય છે, પણ આ લેખ મારફતે લોકો સારી સીખ લે તે પવિત્ર ભાવનાથીજ આ લખવામાં આવેલ છે. આમાં શ્રી મહેશભાઈ તો સીખ લે, પણ લક્ષ્મીનારાયણ સમાજ વાળા અને સનાતન સમાજ વાળાઓએ પણ સીખ લે તેવી ઘાણી બાધી વાતો છે. જાહેર જનતાને પણ સીખ લેવા જેવી છે કે જો સમાજની ગતિવિધિમાં ધ્યાન નહિ આપીએ તો આવા બની બેઠેલા નેતા પોતાના રોટલા શેકવા બંધારણમાં બનાવેલ નિયમોને પણ ઘોળીને પી જશે અને તેના પરિણામ જનતાને ભોગવવા પડશે.

 

લી.

રીયલ પાટીદાર

ખાસ નોંધ:

૧) આ લેખમાં ઘણાં લોકોના નામો છે, માટે વાચક મિત્રોને વિનંતી કે ઘટના ક્રમ અને અન્ય જરૂરી જાણકારી પોતાના રીતે મેળવીલે અને ત્યાર બાદજ કોઈ નિર્ણય પર આવે.

૨) ભારતના સંવિધાનમાં આપેલ મુક્ત વિચાર અને અભિવ્યક્તિ ના મૂળભૂત અધિકારો પ્રમાણે આ લેખ અમારા સમજણ અને અમને મળેલ માહિતી ઉપર લખાયેલ છે.

૩) ભૂલ ચૂક ક્ષમ્ય.

OE 65 -Appeal to Bhoomikaben / ભૂમિકાબેનને અપીલ

06-Dec-2016

bhoomika-pokarકચ્છ કડવા પાટીદાર જ્ઞાતિની પહલી મહિલા IRS અધિકારીને ખરા સમાજ સેવક તરફથી નમ્ર અપીલ છે કે તેમની વાણી અને વર્તનથી સમાજમાં શાંતિ જળવાય અને સમાજના સ્થાપક વડીલો અને આગેવાનો નું મન સન્માન જળવાય અને સનાતની સમાજના સભ્યોની ધાર્મિક લાગણી ન દુભાય તેવા નિવેદનો ન કરે.

પોતાની શક્તિથી એવા લોકોની મદદ કરે કી જે લોકો સતપંથ ધર્મને હિંદુ ધર્મ છે તેવું માનવાની ભૂલ કરી રહ્યા છે.

તમે તમારા નિવેદનમાં સ્પષ્ટ કહ્યું કે બે ધર્મ અલગ છે (જુવો અહીં જોડેલ તમારા ભાષણનો વિડિઓ), જેથી ચોખું સમજાય છે કે તમે સતપંથ અને સનાતન ધર્મ જુદા છે તે જાણો છો અને સમજો છો. વધારામાં તમે સમજો છો કે સતપંથ ધર્મ જયારે સનાતન ધર્મથી જુદો છે ત્યારે એ મુસલમાન ધર્મ છે, હિંદુ ધર્મ નથી. તમે ભલે સતપંથ ધર્મને બિન-હિંદુ ધર્મ સમજીને પાળો છો, તે માટે તમને અમારી શુભેચ્છા.

પણ જે લોકો આ ભેદ નથી સમજ્યા અને સતપંથ ધર્મને સનાતન ધર્મ સમજે છે, તેને તમે જરૂર હકીકતથી જાણ કરશો એવી પ્રાર્થના.

Link: https://youtu.be/lRxvTE88-tc

https://archive.org/details/rpoe65