તા. ૨૫-૧૧-૨૦૧૭ જય લક્ષ્મીનારાયણ, સામાન્ય રીતે કેન્દ્રિય સમાજ તેમજ સનાતન ધર્મના વિરુદ્ધ અથવા સનાતની મોહીમ ઢીલી પડતા કામોની ટીકા આપણા રીયલ પાટીદાર વેબસાઈટ ઉપર થતી હોય છે. તે પ્રમાણે આથી આગાઉ પાટીદાર સંદેશ દ્વારા થયેલ સનાતની મોહીમને ઢીલી પાડતા લખાણોનું સવિસ્તાર મુદ્દાસર તમની ભૂલ બતાવતા લખાણ જનતા સામે મુકવામાં આવેલ હતાં. પણ આજે જ્યારે પાટીદાર સંદેશે સનાતન ધર્મ અને કેન્દ્રિય સમાજના તરફેણમાં લખ્યું છે, ત્યારે તેમની વાતને વધાવી લેવાની ફરજ પણ એટલીજ છે. ભલે અમુક બાબતોમાં હજી તેમની પાસે સમાજની જે આશા અને અપેક્ષા છે, તેના પર તે ખરા નથી ઉતર્યા, પણ શુરૂવાત કરવા બદ્દલ તેમને ધન્યવાદ પાઠવવો તો રહ્યોજ. હાલના નવેમ્બર ૨૦૧૭ના અંકના તંત્રી લેખમાં પાટીદાર સંદેશના તંત્રીઓએ જે ઉમિયા માતાજી ઊંઝાએ તા. ૦૮-૧૦-૨૦૧૭ ના સતપંથ વિવાદ અંગે આપેલ નિર્ણયને વધાવી તેનું સાચા Spirit (ભાવના) થી પાલન કરવા સમસ્ત કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિને જે આવાહન તંત્રીશ્રીઓ તેમના તંત્રો લેખમાં (તંત્રી લેખની નકલ અહીં જોડેલ છે) કરેલ છે, તે માટે […]
sandesh
25-Feb-2015 રીયલ પાટીદાર દ્વારા, પાટીદાર સંદેશની સનાતનીઓની લાગણી દુભાવતી નીતિઓને આમ જનતા સામે ખુલ્લા પડતા છેલ્લા બે ઇમેલ… https://www.realpatidar.com/a/oe61 -સમાજ વિરુદ્ધ પાટીદાર સંદેશની પડદા પાછળની લડાઈ…. અને https://www.realpatidar.com/a/oe62 -પાટીદાર સંદેશ – મુખ મેં રામ બગલ મેં છુરી … ની સમાજમાં બહુજ મોટી અસર પડી અને જાહેર જનતાને સમજાવવા લાગ્યું કે પાટીદાર સંદેશ કેવી છુપી અને છેતરામણી રીતે સતપંથીઓને સમાજમાં દાખલ કરાવીને આપણી માતા સમાન સનાતની સમાજને ભ્રષ્ટ કરવાનું કાવતરું કરી રહ્યું છે. પરિણામે પાટીદાર સંદેશના પગ પણ ડગમગવા લાગ્યા અને તેમના લોકો જેમ કે તંત્રીઓ અને પ્રતિનિધિઓ લોકોને ફોન કરીને પોતાની સફાઈ આપવા લાગ્યા. લાગે છે કે તેમના પર એટલી મોટી અસર થઇ ચે કે રીયલ પાટીદારના આ બે ઇમેલ પર ઠોસ જવાબ આપવાની હિંમત આજ સુધી પાટીદાર સંદેશ કે શ્રી શામજીભાઈ કરી શક્યા હોય, તેવું કંઈ હજી સુધી દેખાયું નથી. પાટીદાર સંદેશનું નામ લઇને કોઈક અનાધિકૃત માણસે ઇમેલ લખ્યા છે પણ જ્યારે પૂછવામાં આવ્યું કે પાટીદાર સંદેશ દ્વારા અધિકૃત […]
પાટીદાર સંદેશ – મુખ મેં રામ બગલ મેં છુરી તા. ૧૭-૦૨-૨૦૧૫ (મહાશિવરાત્રી) પાટીદાર સંદેશ માસિકના ૧૦-ફેબ્રુઅરી-૨૦૧૫ના અંકના પાના ક્ર ૪૩ પર પાટીદાર સંદેશના શ્રી વિશ્રામ રતનશી રૂડાણીનો લેખ છાપેલ છે. તે લેખમાં સનાતનીઓ અને સતપંથીને જાણવા જોગ ખાસ ૭ મુદ્દાઓ છે. જે નીચે પ્રમાણે છે. તે પહેલા એ લેખની અહીં જોડેલ છે, જેમાં એ ૭ મુદ્દાઓના (પોઈન્ટના) સંદર્ભો દર્શાવેલ છે. પોઈન્ટ ૧: બન્ને પક્ષકરોને શા માટે સમાધાન કરવાનું કહો છો… સમાજની મિલકત ચોરી કરનારને જ માત્ર કહો કે ચોરેલી મિલકત પાછી આપી દે, સમાધાન થઇ જાય, બીજું કરવાનું શું હોય? પોઈન્ટ ૨: આપણું લખાણ વાંચવાથી એવું જણાય છે કે તમારી જે એકતા/સમાધાન અંગેની સલાહ છે એ ફક્ત સનાતનીઓ જ ધ્યાનમાં લેવાની હોય, તેમ એમને ઉદ્દેશીને જ લખવામાં આવેલ છે. સતપંથીઓને શા માટે સલાહ નથી અપાતી કે તેઓ ગેર માર્ગે છે અને સમાજની મુખ્ય ધારામાં ભળવા માટે સતપંથ સમાજ બંદ કરી સતપંથનો ત્યાગ કરી અને સનાતની ધારામાં ભળી જાય. કેન્દ્રિય […]
23-Mar-2013 || જય લક્ષ્મીનારાયણ || પાટીદાર સંદેશની નાકના નીચે થતું સનાતન સમાજ વિરોધી કામનું કૌભાંડનો પર્દા ફર્શ થયો છે. આમાં પાટીદાર સંદેશના એક ઉચ્ચ પદાધિકારી – સીધી રીતે – સંડોવાયલા હોવાના પુરાવા મળતા, તેમના પાસેથી માફી પત્ર લઇને તેમનું રાજીનામું લઇ લેવામાં આવ્યું. અમદાવાદ હોસ્ટેલ જમીન કાંડના મુખ્ય સૂત્ર સંચાલક અને કેન્દ્રીય સમાજમાં મંચ ઉપરથી સમાજને ધમકી આપનાર અને સમાજને તુચ્છ ગણાવનાર એવા દામજીભાઈ ગોગરીના ભાઈ, ગોવિંદભાઈ ગોગરી પોતે સંડોવાયલા છે. ગોવિંદભાઈ ગોગરી પાટીદાર સંદેશનું સંચાલન કરતી સંસ્થા પાટીદાર યુથ સોસાયટીના મંત્રી હતા. તેઓએ પાટીદાર સંદેશનું નરોડા કાર્યાલયમાંથી પાટીદાર સંદેશના ગ્રાહકોની યાદી અને તેમના સરનામાઓની યાદી ચોરી કરીને સમાજ વિરોધી પુસ્તક – સમાજમાં ભક્તિની ક્રાંતિ – છપાવનાર લોકો સુધી પોહ્ચાડ્યા. લોક મુખે એમ સંભાળવા મળે છે કે આ પુસ્તક છાપવા પાછળ દામજીભાઈ ગોગરીનો મુખ્ય માણસ છે. પણ હું અત્યારે આ વાતની પુષ્ટિ નથી કરી શકતો. ઘટનાની તપાસ કરતા પાટીદાર સંદેશના કરતા-ધરતાને જયારે પૂરી જાણ થઇ ત્યારે, એક મીટીંગ બોલાવી, જેમાં […]