(In Gujarati Language) ૧૮-૧૧-૨૦૧૨ સતપંથને સમર્થન કરનાર હિંદુ ધર્મના સાધુ સંતોને ખુલ્લી ચિઠ્ઠી… વિષય: અખિલ ભારતીય સંત સમિતિનું અધિવેશન તા.૧૭-૧૮-૧૯ નવેમ્બર ૨૦૧૨ મું પીરાણા, અમદાવાદ બાબતે હાલમાં અખિલ ભારતીય સંત સમિતિનું અધિવેશન તા.૧૭-૧૮-૧૯ નવેમ્બર ૨૦૧૨ મું પીરાણા, અમદાવાદમાં યોજાઈ રહ્યું છે. તેમાં સાધુ સંતો દ્વારા સતપંથને ટેકો આપી રહ્યા છે. કોઈ પણ અન્ય ધર્મી લીકોને સનાતન હિંદુ ધર્મમાં ભેળવવા માટે થતા પ્રયત્નોને બિરદાવવા જોઈએ. સંત સમિતિ દ્વારા સતપંથને હિંદુ ધર્મમાં ભેળવવા માટે ઘણા વર્ષોથી પ્રયત્નો થઇ રહ્યા છે. આટ આટલા પ્રયત્નો પછી પણ જોઈતી સફાળા કેમ નથી મળી? કોઈ તેમનો ગેર ઉપયોગ તો નથી કરતોને? બે-બે દાયકાઓનો વિશાળ સમય અંતર પછી સતપંથી લોકોના વ્યવહારમાં કેટલો ફરક પડ્યો છે? ૧) સતપંથીઓ દ્વારા હિંદુઓને તોડવાના પ્રયત્નો: આપ જાણતા હશો કે સતપંથના અનુયાયીઓનો મુખ્ય અને બહુજ મોટો વર્ગ કચ્છ કડવા પાટીદારનો (ક.ક.પા.) છે. આવા સાધુ સમ્મેલનના કારણે સમસ્ત ભારતના કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિના સતપંથી ભાઈઓ, તેમના ચોખ્ખા સનાતની ભાઈઓને હેરાન પરેશાન કરવાના કિસ્સાઓ […]
open
1 post