2017

1 post

Series 71 -Pirana Sandal Ceremony 2017 / પીરાણા સંદલ ક્રિયા ૨૦૧૭

15-Jan-2018 પીરાણા સ્થિત ઈમામશાહની દરગાહમાં દર વર્ષે, ઈરાનથી ઇસ્લામનો પ્રચાર કરવા આવેલ સૈય્યદ ઇમામુદ્દીન અબ્દુર રહીમ, ઉર્ફે ઈમામશાહ બાવાની કબર ઉપર લાગેલ માટીની બદલવામાં આવે છે. આ ક્રિયાને સૈય્યદ  ઈમામશાહ બાવાના વંશજ સૈય્યદોના હાથે કરવામાં આવે છે. જેણે સંદલ ક્રિયા કહેવામાં આવે છે. દર વર્ષની જેમ, વર્ષ ૨૦૧૭માં આ ક્રિયા ૨૧-૦૬-૨૦૧૭ ના કરવામાં આવેલ હતી. તેનો વિડીયો અહીં જોડેલ છે અને આપ જોઈ શકો છો….. Youtube Link: https://www.youtube.com/watch?v=f53mZw7H60s&feature=youtu.be પરંપરા એવી છે કે કબરને ઠંડી રાખવા માટે માટીનો લેપ કરવામાં આવે છે. આ લેપમાં કરબલા (ઇરાક દેશમાં આવેલ એક શહર, જ્યાં, શિયા મુસલમાનના સર્વોચ્ચ, હઝરત મૌલા અલીના દીકરા ઈમામ હુસૈનની શહાદત થયેલ હતી), એટલે એ જગહની માટીને સુગંધિત સંદલના સાથે અન્ય વસ્તુઓ સાથે મેળવીને એક લેપ તૈયાર કરવામાં આવે છે. ઈમામશાહ દરગાહના “ઉર્સ” ના દિવસે ઈમામશાહના વંશજ સૈય્યદો, કબર ઉપર લાગેલ જુના લેપને ધોઈને કાઢી નાખે. એ ધોઈલી કબર ઉપર ઉપર બતાવેલ પ્રમાણે બનાવેલ નવો લેપ લગાડવામાં આવે છે. પરંપરા પ્રમાણે ધોયેલી […]