Series 66 -Faizpur Temple admits Imam Shah is muslim / ફૈઝપુર મંદિર કબુલે છે કે ઈમામશાહ મુસલમાન છે

Date: 05-Oct-2016 ફૈઝપુરના સતપંથ મંદિરના ગાદી પતિ, શ્રી જનાર્ધન મહારાજના ગુરુ… શ્રી જગન્નાથ મહારાજ દ્વારા પ્રકાશિત… અને દાદા ગુરુ પુરષોત્તમ મહારાજ દ્વારા લેખિત… ઈમામશાહ બાવાના જીવનવૃત્તાંત પર લખેલ પુસ્તકમાં જણાવેલ છે કે… ઈમામશાહે તેમની ઓળખ આપતા કબૂલ કર્યું છે કે… પોતે મુલતાન ગામમાં (હાલ પાકિસ્તાન) માં, સૈય્યદ કુલમાં કબીરુદ્દીન બાબાના ત્યાં જન્મ લીધો. અને પોતે મુસલમાન હોવાનું પણ કબૂલ કર્યું છે. એ પુસ્તકના જરૂરી પાનાંઓની નકલને અહીં જોડેલ છે.   https://archive.org/details/series66


Series 65 – Kolhapur Shankaracharya Certificate / કોલ્હાપુર શંકરાચાર્ય પ્રમાણપત્ર

તા. 20-Jul-2016 પીરાણા સતપંથ વિષે કોલ્હાપુર સ્થિત કરવીર પીઠના શંકરાચાર્યની ગાદીએ ઘણા વર્ષો સુધી બહુજ ઊંડાણ પૂર્વક કામ કરેલ છે. આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત મૂળ ચાર પીઠોમાંના એક શૃંગેરી પીઠની આ પીઠ એટલે કે કરવીર પીઠ એક અધિકૃત શાખા છે. મહારાષ્ટ્રમાં લેવા પાટીદાર જ્ઞાતિ પણ આ પીરાણા સતપંથમાં ફસાયેલ છે. તે અંગે વર્ષ ૧૯૩૧માં જળગાવની આસપાસ રહેતા લેવા પાટીદાર સમાજના અમુક આગેવાનોએ પરમ પૂજ્ય શંકરાચાર્યજીનો સંપર્ક કર્યો અને ત્યાર બાદ શંકરાચાર્યજીએ ગહન અભ્યાસ કર્યો તેમજ ધર્મના વિદ્વાનો સાથે ચર્ચા કરી ને એવો નિષ્કર્ષ આપ્યો કે પીરાણા સતપંથ ધર્મ એ હિંદુ ધર્મનો ભાગ નથી, પીરાણા સતપંથ ધર્મ એ “વેદબાહ્ય” (એટલે કે વેદ […]


Series 64 – Satpanth Dasavatar – Clarification / સતપંથ દશાવતાર – જાહેર ખુલાસો 1

તા. 17-Jul-2016 સનાતન ધર્મ પત્રિકાના તા. ૧૧-૦૬-૨૦૧૬ વાળા અંક ના પાના ક્ર ૮ અમે ૯ માં છપાયેલ ખુલાસોના જાણવા જેવા મુખ્ય મુદ્દાઓ ખાસ નોંધ: આ જાહેર ખુલાસો આપણી સનાતની હિંદુ કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિની મુખ્ય ત્રણ સંસ્થાઓ એટલે કે… શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ ઉમિયા માતાજી મંદિર, વાંઢાય શ્રી અખિલ ભારતીય લક્ષ્મીનારાયણ સનાતન સમાજ, દેશલપર … એ આપેલ છે. જેણે આપણી યુવાઓ અને માત્રુ શક્તિઓએ પણ સમર્થન કરેલ છે. શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવાસંઘ શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર મહિલાસંઘ માટે આ ખુલાસો ખુબ મહત્વનો છે જેણે સર્વે ધ્યાનમાં લેવો જરૂરી છે.   હિંદુ ધર્મના નામે […]


Series 63 – Namaz in Imam Shah Dargah / ઈમામશાહની દરગાહમાં નમાઝ 6

આજની એટલે, તા. ૦૭-૦૭-૨૦૧૬ની, ગુજરાત સમાચારની અમદાવાદ આવૃત્તિમાં ૧૪માં પાના ઉપર મુસલમાનો દ્વારા ઈદ માનવના ખબર છાપેલ છે. જુવો જોડેલ એ લેખનો ફોટો. તેમાં અમદાવાદની વિવિધ મસ્જીદોમાં નમાઝનો સમય જણાવેલ છે. મહત્વની વાત અહીં એ છે કે અમદાવાદની મસ્જીદોમાં પીરાણાની ઈમામશાહની મસ્જીદમાં પણ નમાઝનો સમય જણાવેલ છે, જે સવારના ૦૮:૫૫ નો છે. માટે જે સતપંથી મુસલમાન ભાઈઓ / મૂળ મુસલમાન ભાઈ / ઈમામ શાહના સાચા રૂપને જાણીને તેના અનુયાયી બન્યા છે, તેમને ઈદ મુબારક. પણ જે લોકો ઈમામ શાહને હિંદુ ધર્મના પ્રચારક તરીકે માને છે, તેને ખરે ખર આંખ ઉગાડવાની જરૂર છે. શું એ ભાઈઓ પોતાનેજ એક સવાલ ન કરી શકે […]


OE 64 -Formation of Sanatan Educos / સનાતન એડુકોસની રચના

તા.૨૬ મે ૨૦૧૬ 🚩🚩🚩🚩🚩🚩 તા. ૨૧.૦૫.૨૦૧૬ ના પૂ. નારાયણ રામજી લીમ્બાણીને સમાજના સારસ્વતોની અનોખી      *સનાતની શ્રધ્ધાંજલી* ✍🏻🖊🖊🖊🖊✍🏻 *SHRI ABKKP SANATAN EDUCOS*  ની સ્થાપના 👉 આજ રોજ  તા. ૨૧.૦૫.૨૦૧૬ના આપણા આધ્ય સમાજ સુધારક પ.પૂ. નારાયણ રામજી લીમ્બાણીને સમાજના બૌધિક સારસ્વત મિત્રોની એક મીટિંગ ટ્રિનિટી સ્કૂલ – તલોદ ખાતે યુવાસંઘની *Education & Talent Hunt કમિટી*દ્વારા આયોજીત કરવામાં આવેલ. 👉 ગુજરાતભરમાંથી વિસ્તાર વાઇઝ 40 જેટલા જવાબદાર સભ્યો હાજર રહેલ. 👉આ મિટીંગમાં યુવાસંઘ વતી ડો. વસંત ધોળુ (મહામંત્રી) કિરીટ પોકાર (એજ્યુકેશન લિડર) અને અશોક ભાવાણી, નિલેશ સુરાણી, નરેન્દ્ર રુશાત અને દિપેસ સુરાણી હાજર રહેલ. 👉સઘન ચર્ચા વિચારણાના અંતે ભારતભરના Education field સાથે સંકળાયેલ સમાજના સનાતન […]