Series 84 – Ground Report on Controversial Wall of Pirana / પીરાણાની વિવાદિત દીવાલ વિષે ગ્રાઉન્ડ રિપોર્ટ

ऑनलाइन लिंक (हिन्दी – Hindi): https://www.realpatidar.com/a/series84
ઓનલાઈન લિન્ક (ગુજરાતી -Gujarati): https://www.realpatidar.com/a/series84guj
Download link is given below

Date: ૦૫-માર્ચ-૨૦૨૨ 

મુખ્ય મુદ્દાઓ:
  1. પીરાણા ગામમાં આવેલ સૈયદ ઈમામશાહની દરગાહ પરિસરમાં
    પીરાણામાં બાંધવામાં આવેલ વિવાદિત નવી દીવાલ
    તા. ૩૦-જાન્યુઆરી-૨૦૨૨ ના એકજ દિવસમાં ૧૩ ફૂટ ઊંચી બાંધવામાં આવેલ દીવાલ પાછળના સાચા કારણો શું છે?
  2. હિન્દુ મુસલમાનની એકતાનું પ્રતિક ગણાતી આ દરગાહમાં એવું તો શું થયું કે વિવાદોનો વંટોળો સતત ચાલ્યા જ કરે છે?
  3. સતપંથના માધ્યમથી ઇસ્લામ ધર્મના પ્રચાર પ્રસાર કેવી રીતે થાય છે?
  4. સતપંથના અનુયાયીઓનું “બ્રેનવોશ” કેવી રીતે કરવામાં આવ્યું, જેથી તેઓ ઇસ્લામ ધર્મ અપનાવે, તોય તેમને ખબર પણ ના પડે?
  5. કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિનો પીરાણા સાથેનો ૫૦૦ વર્ષનો ઇતિહાસ શા માટે આ વિવાદિત દીવાલ ઊભી કરાવી રહ્યો છે?
  6. સનાતની કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિનું પીરાણા સતપંથ ધર્મ સાથે શું સંબંધ છે કે એના વગર પીરાણા સતપંથનો ઇતિહાસ સમજવો અશક્ય છે?
  7. RSS, VHP, BJP વગેરે સંગઠનો એવી તો કઈ ભૂલ કરી રહ્યા છે કે ૩૦-૩૦ વર્ષના અથાગ પ્રયત્નો છતાં સતપંથનો પ્રશ્ન ઉકેલાતો જ નથી?
1. જાણો આવા અનેક પ્રશ્નોના જવાબો.. ખૂબ ઊંડા સંશોધનના અંતે:

અમદાવાદથી લગભગ ૧૬ કિલોમીટરના અંતરે આવેલ, અનેક દરગાહો માટે પ્રખ્યાત, એક નાનકડું ગામડું છે “પીરાણા”. અહીંની સહુથી પ્રખ્યાત દરગાહ છે સૈયદ ઈમામશાહ બાવાની. ઇતિહાસ કહે છે કે સૈયદ સમાજના કબ્રસ્થાનમાં આવેલ આ દરગાહની નિર્માણ, આજથી લગભગ ૫૦૦ વર્ષ પહેલાં સ્વયં ઈમામશાહ પોતાના માટે કરાવ્યું હતું,

આ દરગાહની છાપ અને પ્રચાર એવો છે કે આ દરગાહ હિન્દુ અને મુસ્લિમોની એકતાનું પ્રતિક છે. અહીં હિન્દુ અને મુસલમાન બન્ને સમાજો “સૈયદ ઈમામશાહ અબ્દુરહિમ” ઉર્ફે “ઈમામશાહ બાવા” ઉર્ફે “ઈમામશાહ મહારાજ”ને માને છે. ઈમામશાહના પિતાનું નામ પીર કબિરુદ્દીન અને દાદાનું નામ પીર સદરૂદ્દીન હતું. તેઓ મૂળ ઈરાનના હતા અને એમનો પારિવારિક ધંધો ધર્મ પ્રચાર કરવાનો હતો.

દરગાહના ઇતિહાસ પર ઊડતી નજર નાખીએ તો તેમાંથી નીચે પ્રમાણેને મુખ્ય મુદ્દાઓ જણાશે;

પીરાણામાં આવેલ સૈયદ ઈમામશાહની દરગાહ

દરગાહની દેખરેખ માટે એક “કાકા” નીમવામાં આવે છે. જેનું મુખ્ય કામ અનુયાયીયોમાં સતપંથ ધર્મનો પ્રચાર-પ્રસાર કરવો અને તેમના પાસેથી મળતા દાન અને દસોંદ (વર્ષની આવકમાંથી ૧૦% રકમ દાન આપવી) ના પૈસાઓને ઈમામશાહના વંશજ સૈયદોમાં વહેંચી/ભાગ કરી આપવા. ૫૦૦ વર્ષિથી આ વ્યવસ્થા ચાલતી આવી છે. આ કાકા ઉપર હિન્દુઓ શંકા કુશંકા ના કરે અને સહેલાઈથી વિશ્વાસ મૂકે એટલા માટે, હમેશા કાકા ભગવા રંગના વસ્ત્રો પહેરે છે.  હિન્દુઓને વધુ વિશ્વાસ બેસે એ હેતુથી હાલ એ કાકા માટે નવી પદવી તૈયાર કરીને આપવામાં આવી છે, જેના પ્રમાણે એમેને જગતગુરુ સતપંથાચાર્ય કહેવામાં આવે છે.

કોર્ટ દ્વારા ઘડવામાં આવેલ પીરાણા સંસ્થાનું બંધારણ જેમાં “રોઝા” એટલે “દરગાહ લખેલું છે અને સૈયદ સમાજના ત્રણ ટ્રસ્ટી લેવામાં આવેલ છે.
  • મસ્જિદનું શિલાલેખ જેમાં નિર્માતાનું નામ પીરાણાના તત્કાલીન ગાદીપતિ અબ્દુર રહીમ કાકા (ઉર્ફે દીપા કાકા) લખ્યું છે.
    વર્ષ ૧૯૩૯માં અમદાવાદ કોર્ટના એક આદેશથી આ દરગાહની દેખરેખ માટે એક ટ્રસ્ટ બનાવવામાં આવ્યું. આ ટ્રસ્ટમાં ૭ ટ્રસ્ટી સતપંથ સમાજમાંથી આવે, ૩ ટ્રસ્ટી મુસલમાન સૈયદ સમાજમાંથી આવે અને એક ટ્રસ્ટી ગાદીપતિ કાકા હોય છે. આ ટ્રસ્ટનું નામ ”ધી ઈમામશાહ બાવા રોઝા સંસ્થાન કમિટી ટ્રસ્ટ” રજી કેમ. E-738 (અમદાવાદ) છે.
  • ટ્રસ્ટનું બંધારણ સ્પષ્ટ જણાવે છે કે કોઈ પણ વિવાદ વગર, સૈયદોને દરગાહની આવકમાંથી પોતાના હક્કના લાભો મળતા રહે તે માટે ટ્રસ્ટ બનાવેલ છે. આ ટ્રસ્ટમાં સૈયદ ઈમામશાહની દરગાહ સિવાય, એજ સંકૂલમાં આવેલ સૈયદ સમાજનું કબ્રસ્થાન અને પૂર્વ ગાદીપતિ દીપા કાકા ઉર્ફે અબ્દુર રહીમ દ્વારા બંધાયેલ એક મસ્જિદ પણ છે. સરકારી દસ્તાવેજોમાં આજે પણ આ મિલકતો આ ટ્રસ્ટના નામે જ છે.
  • આ ટ્રસ્ટના તમામ લાભાર્થીઓ માત્ર સૈયદો જ છે. સૈયદોના જન્મથી મરણ સુધી આવતા તમામ પ્રસંગો, તેમજ ઇસ્લામ ધર્મના તહેવારોમાં સૈયદોને ટ્રસ્ટમાંથી લાભ આપવામાં આવે છે. કોઈ પણ હિન્દુ કે સતપંથી આ ટ્રસ્ટના લાભાર્થી નથી. આ વાત કાયદેસર રજિસ્ટર થયેલ ટ્રસ્ટના બંધારણમાં સ્પષ્ટ છે.
  • પણ અમુક વર્ષોથી જોવા મળે છે કે ઈમામશાહની દરગાહ પર આવતી ચડતની રકમ મોટા ભાગે માત્ર કચ્છી પાટીદારો આપી રહ્યા છે. પીરાણાના અગ્રણી વહીવટકર્તાઓએ એવી વ્યવસ્થા ગોઠવી છે કે એ સંસ્થામાં અન્ય બે સંસ્થાઓની રસીદ બૂકો પણ રાખવામાં આવે છે. નાની નાની રકમ માટે ઈમામશાહ બાવા રોઝા ટ્રસ્ટની રસીદ આપવામાં આવે. મોટી રકમ હોય તો દાતાના સમાજ અને ગામની તપાસ કરીને એ પ્રમાણે કચ્છ કડવા પાટીદાર સતપંથ સમાજ સંસ્થા અથવા ગૌશાળાની સંસ્થાની રસીદ આપવામાં આવે. ઈમામશાહ બાવાને શ્રદ્ધાથી આપવામાં આવતી રકમનો ગેરલાભ લેવામાં આવે છે. આ એવી છૂપી હકીકત છે, જે બધાજ જાણે છે.
2. હિન્દુ મુસલમાનની એકતાનું પ્રતિક ગણાતી આ દરગાહમાં એવું તો શું થયું કે વિવાદોનો વંટોળો સતત ચાલ્યા જ કરે છે?

આ પ્રશ્નના મૂળમાં છે કચ્છ કડવા પાટીદાર (એટલે “ક. ક. પા.”) જ્ઞાતિની મુખ્ય ભૂમિકા. પીરાણા સતપંથ ધર્મ વિષે ક. ક. પા. જ્ઞાતિ કઈ રીતે સંકળાયલી હતી અને છે. તેમજ આ જ્ઞાતિમાં થતી ગતિવિધિઓની સીધી અસર પીરાણા સતપંથ ઉપર કઈ રીતે થાય છે, એ સમજવું અતિ મહત્વનું છે. આ અંગે હમેશાથી એવું જોવામાં આવ્યું છે કે સામાન્ય ઇતિહાસકારોનો આ પહેલું અંગે જરૂરી અભ્યાસનો અભાવ રહ્યો છે.

વિવાદને સમજવા માટે આપણે પહેલાં પીરાણા સતપંથની સ્થાપનાના હેતુઓ અને પરિણામો પર નજર કરીએ. હિન્દુઓ ઇસ્લામ ધર્મને સહેલાઈથી સ્વીકારી શકે, એ માટે સૈયદ ઈમામશાહના દાદાએ સ્થાપેલ “સતપંથ” ધર્મનો પ્રચાર પ્રસાર કરવા માટે મૂળ ઈરાનના સૈયદ ઈમામશાહ અબ્દુર રહીમ પીરાણામાં આવીને સ્થાઈ થયા. ઇતિહાસ કહે છે કે.. બાહ્ય રીતે હિન્દુ ધર્મનો દેખાવ તેમજ સિદ્ધાંતોનો દુરુપયોગ કરી અનેકો હિન્દુઓને પહેલાં સતપંથી બનાવ્યા. અને પછી સમયાંતરે આડકતરી રીતે ઇસ્લામના મૂલ્યો અને સિદ્ધાંતોને સારા અને ચડિયાતા બતાવીને સતપંથી લોકોને મુસલમાન બન્યા.

આ પદ્ધતિથી ઈમામશાહના દાદા પીર સદરૂદ્દીન દ્વારા “હિન્દુ લોહાણા”ઓને પહેલાં સતપંથી બનાવ્યા એના દાખલાઓ આપે સાંભળ્યા હશે જ. ઠીક આવીજ પદ્ધતિથી મોરબી-વાંકાનેરની આસપાસ રહેતા કડવા પાટીદારો આજે મોમના મુસલમાન બની ગયા છે.

પીરાણા સતપંથ ધર્મ પાળીને કટ્ટર મુસ્લિમ થયેલ લોકોની અમુક જમાતો ના નામો..

(નોંધ: નૂરશાહી એટલે ઈમામશાહના દીકરા નૂરમૂહમ્મદ શાહ જેમને પીરાણા સતપંથના પહેલાં નિષ્કલંકી નારાયણ અવતાર ગણવામાં આવે છે.)

  1. નૂરશાહી મોમિન જમાત – સુરત                          – ગુરુ સરફરાજ અલી સૈયદ
  2. નૂરશાહી મોમિન જમાત – જમાલપુર (અમદાવાદ) – ગુરુ નજર અલી સૈયદ
  3. સતપંથી શેખ વાસો – અમદાવાદ                  – ગુરુ સરફરાજ અલી સૈયદ
  4. મોમના પટેલ જમાત – કાનમ પ્રદેશ                – ગુરુ ગુલામહુસૈન બાપુ – જીથેર્ડી, કરજણ

રણનીતિ એવી હતી કે સતપંથના શાસ્ત્રોમાં હિન્દુ દેવી-દેવતાઓનો દૂરઉપયોગ કરવામાં આવે. ઇસ્લામ ધર્મના પ્રચાર પ્રસાર માટે હિન્દુ દેવી-lદેવતાઓનો ઉપયોગ કઈ રીતે થાય? આનો જવાબ મુંબઈ હાઈકોર્ટ દ્વારા વર્ષ ૧૮૬૬માં આપેલ એક ચુકાદામાં ખૂબ સારી રીતે જોવા મળે છે. ચુકાદામાં જણાવેલ છે કે ઇસ્લામમાં ધર્મ પરિવર્તનનું કામ સહેલું કરવા માટે એક રણનીતિ છે, જેનું નામ છે “અલ-તાકિયા” (AL TAQIYYA). જેના ઉપયોગ કરતી વખતે ઇસ્લામમાં વર્જિત તમામ બાબતો કરવાની છૂટ મળી જાય છે. દાખલા તરીકે કોઈ મુસલમાન ધર્મ પ્રચારકને હિન્દુ ધર્મનો પ્રચાર કરવાની અનુમતિ મળી જાય. હિન્દુ સાધુના વેશમાં આવીને હિન્દુ ધર્મનો પ્રચાર કરવાની છૂટ પણ મળી જાય. આવી રીત અપનાવીને લોકોનો વિશ્વાસ જીતીને એમના મનમાં પોતાના જ મૂળ હિન્દુ ધર્મ  પ્રત્યે શંકા-કુશંકા નિર્માણ કરી એમનું બ્રેનવોશ કરવામાં આવે.

આવી જ રીતે સતપંથમાં ભગવાન રામ, કૃષ્ણ, વિષ્ણુ, નારાયણ વગેરેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હિન્દુ ધર્મના ભગવાન વિષ્ણુના મુખ્ય દસ અવતારોને ભ્રષ્ટ કરી ઈમામશાહએ દશાવતાર ગ્રંથ ફરીથી લખ્યો. એમના આ દશાવતાર ગ્રંથમાં ગોઠવણ એવી રીતે કરવામાં આવી છે કે ભગવાન રામ, કૃષ્ણ, કલ્કિ અવતાર વગેરેના મોઢેથી હિન્દુ ધર્મને ઊતરતો બતાવ્યો છે અને ઇસ્લામ ધર્મને ઉચ્ચ બતાવ્યો છે.  આવા ઇસ્લામી સતપંથ ધર્મને કલિયુગનો સાચો સનાતન હિન્દુ ધર્મ બતાવવામાં આવ્યો. સાથે-સાથે મૂળ હિન્દુ ધર્મને કલિયુગમાં રદ્દ થયેલ છે એવું કહી, મૂળ હિન્દુ ધર્મ પાળવાનાર નરકમાં જશે એવું જણાવીને સામાન્ય હિન્દુના મનમાં ડર બેસાડયો છે.

3. આ રણનીતિના માધ્યમથી સતપંથના અનુયાયીઓનું “બ્રેનવોશ” કરવામાં આવ્યું:

આવા પ્રચારના કારણે હિન્દુઓના દરેક રીતરિવાજો સતપંથીઓ ખુશી ખુશીથી છોડતા ગયા અને ધીરે ધીરે ઇસ્લામના રીતરિવાજો અપનાવતા ગયા. જેમાં મૃતકની દફન વિધિ પણ શામેલ છે. આવું કરતી વખતે અનુયાયીયો તો એમજ સમજતા રહ્યા કે અમે તો પાકા હિન્દુ છીએ અને બીજા જે મૂળ હિન્દુઓ છે એ તો ખોટા હિન્દુ છે. મૃત્યુ પછી અમનેજ સાચું સ્વર્ગ મળશે. કલિયુગના અંતે સમસ્ત ધરતી પર અમારું જ રાજ હશે. હિન્દુમાંથી સતપંથી બનેલા લોકો આવાં જુઠ્ઠા લોભ લાલચોના ચશ્મા પહેરીને દુનિયાને જોતા રહ્યા. આ લાલચની આડમાં એમનું બ્રેનવોશ એવી જોરદાર રીતે થયું કે કોઈ એકવખત સમજવાનો પ્રયત્ન કરે, તોય મગજમાં પેલી પેસેલી ભૂંડી લાલચ એમને સમજવા જ ના આપે.

સતપંથના શાસ્ત્રમાં હિન્દુ માન્યતા પ્રમાણેના ભગવાન વિષ્ણુના દસમાં અવતાર એટલે “કલ્કિ” અવતારને અરબ દેશમાં “હજરત મૌલ અલી તાલિબ” તરીકે જન્માવી દીધા છે. કોઈ હિન્દુ શંકા કુશંકા ના કરે એટલે હજરત મૌલા અલીને ભારતીય/હિન્દુ નામ આપવામાં આવ્યું “નિષ્કલંકી નારાયણ”. આપ સમજી શકો છો કે હિન્દુ ધર્મના કોઈ પણ શાસ્ત્રોમાં નિષ્કલંકી નારાયણનો ઉલ્લેખ જ નથી. માત્ર મુસલમાન ધર્મના શાસ્ત્રોમાં જ નિષ્કલંકી નારાયણનો ઉલ્લેખ છે.

આના પરિણામે જ્યારે સતપંથી એવું કહે કે અમે નારાયણના દસમાં અવતાર કલ્કિ અવતારને નિષ્કલંકી નારાયણ તરીકે પુજીએ છીએ, તો સામાન્ય હિન્દુઓને ખબર ના પડે કે આ લોકો એક મુસલમાનને પૂજે છે. સમજવાની વાત અહીં એ છે કે જો કલ્કિ અવતારને પૂજવા છે, તો એનું નામ બદલવાની શું જરૂર પડી? એ પણ “નિષ્કલંકી નારાયણ” જેવા મુસલમાની નામ શા માટે? કલ્કિના નામે કેમ નહીં? જવાબ સ્પષ્ટ છે. આવું કરવા પાછળનો ઇરાદો છે કે મુસલમાની દેવને હિન્દુ ઓળખ આપીને હિન્દુ સમાજમાં ઘૂસાડવા માટે.

આવી પરિસ્થિતિમાં અગર કોઈ વ્યક્તિ એમની આ પોલ લોકો સામે ખુલ્લી કરે તો, એને ઉતારી પાડવા..

  • હિન્દુ ધર્મમાં ભાગલા કરી રહ્યા છો
  • હિન્દુ ધર્મની એકતા તોડી રહ્યા છો
  • સતપંથ એટલે સત્યનો પંથ, અમારામાં કઈં ખોટું નથી
  • જેણે જે નામથી ભગવાનને પૂજવા હોય, એ પૂજે
  • તમે અમારી ભાવનાને ઠેસ પહોંચાડી રહ્યા છો
  • તમે સતપંથના પૈસા પાછળ પડ્યા છો, સત્તાની પાછળ પડ્યા છો

વગેરે વગેરે .. આક્ષેપો નાખે અને “વિકટીમ કાર્ડ” ની રમત (એટલે સહાનુભૂતિ મેળવવા માટે ખોટી રીતે ભોગ બન્યા હોવાની રમત) રમવામાં આવે છે.

ટૂંકમાં સતપંથના અનુયાયી પાછા હિન્દુ ધર્મમાં ના ચાલ્યા જાય, એટલા માટે “અલ તાકિયા”નો પ્રયોગ કરી લોકોને ભરમાવવામાં આવે છે. સતપંથની પોલ દુનિયા સામે ખુલ્લી ના થાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે. આવા પ્રયત્નોમાં છેતરામણીનો પ્રમુખ રોલ હોય છે, એની ખાસ નોંધ લેશો. 

4. પીરાણાની મુખ્ય સંસ્થાનું સંચાલન કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિના હાથમાં આવી ગયું:

ધર્મ પરિવર્તન માટે તૈયાર કરવામાં આવેલ સતપંથની ભ્રામક જાળમાં ઘણી જ્ઞાતિના લોકો શરૂઆતમાં ફસાયા હતા. ગુજરાત અને સિંધના લોહાણાઓ, રબારીઓ, સુમરાઓ, લેવા પાટીદારો, કડવા પાટીદારો વગેરે જ્ઞાતિ હતી. લોહાણા જ્ઞાતિના ઘણાં લોકો સતપંથ પાળીને મુસલમાન બની ગયા. મુસલમાન બની ગયા પછી એ લોકોએ આજે સતપંથ છોડી દીધો છે.

બાકી રહેલી ઘણી જ્ઞાતિઓ જેમ-જેમ સતપંથમાં ઊંડી ઊતરતી ગઈ, તેમ-તેમ તેમની સામે ધીરે-ધીરે સતપંથની પોલ ખુલ્લી થતી ગઈ. આવી રીતે ધીરે-ધીરે દરેક જ્ઞાતિ હમણાં સુધી મહદ અંશે સતપંથ છોડી ચૂકી છે. છેલ્લે બચી છે કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ. ૨૦મી સદીના શરૂઆત સુધી, પીરાણા સંસ્થાનો વહીવટ મુખ્ય રીતે કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિના હાથમાં આવી ગયો. એ સિવાયની અમુક જ્ઞાતિના થોડા લોકો સતપંથને માને છે, પણ ટ્રસ્ટના સંચાલન માં એમનું કોઈ વજન નથી અને અમૂકનું તો પીરાણામાં સ્થાનક જ જુદું છે. ધી ઈમામશાહ બાવા રોઝા સંસ્થાન કમિટી ટ્રસ્ટમાં એ લોકો નથી. તેમજ છૂટાંછવાયા અમુક લોકો માત્ર દર્શન કરીને ચાલ્યા જાય.

માટે એમ કહી શકીએ કે મોટા ભાગે વહીવટમાં તેમજ અનુયાયીઓ તરીકે માત્ર એકજ જ્ઞાતિના લોકો એટલે કે કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિના લોકો પીરાણાની મુખ્ય સંસ્થા “ધી ઈમામશાહ બાવા રોઝા સંસ્થાન કમિટી ટ્રસ્ટ”માં છે.

5. કચ્છ કડવા પાટીદાર (ક. ક. પા.) જ્ઞાતિમાં ધાર્મિક જાગૃતિનો ઉદય:
સતપંથ છોડીને હિન્દુ બનેલા સનાતની કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિનું નખત્રાણામાં આવેલ કેન્દ્રીય મુખ્યાલય

જે સમયે પીરાણાની મુખ્ય સંસ્થાનો વહીવટ ક. ક. પા. જ્ઞાતિના હાથમાં આવ્યો એજ સમય ગાળામાં ક. ક. પા. જ્ઞાતિમાં બહુ જ મોટી ધાર્મિક ક્રાંતિનો જન્મ થયો. જ્ઞાતિના આધ્ય સુધારક શ્રી નારાયણ રામજી લીંબાણી અને મહાન સમાજ સેવક શ્રી રતનશી ખીમજી ખેતાણીનું આગમન સમાજના ફલક ઉપર થયું.

જ્યારે એમના મનમાં પ્રશ્ન થયો કે અમે પોતાને હિન્દુ માનીએ છીએ તો પછી અમારા ધર્મના (એટલે કે તે વખતે સતપંથ ધર્મ)ના શાસ્ત્રોમાં હિન્દુ દેવો એટલે કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશના ઉલ્લેખની સાથે ઇસ્લામી કલમાઓ કેવી રીતે હોઈ શકે? દાખલ તરીકે “ફાર્માનજી બિસ્મિલ્લાહ હર રહેમાન.. “ અને “હક લહે ઇલ્લિલાહે મુહંમદૂર રસુલ્લિલાહ”. આવું કેમ બની શકે? આવું કરવા પાછળનો ઉદ્દેશ શું હોઈ શકે? જ્યારે ઊંડાણથી અભ્યાસ કરવામાં આવ્યો ત્યારે સતપંથનું ધર્મ-પરિવર્તન કારસ્તાન એમની સામે આવ્યું અને આની પોલ દુનિયા સામે રાખવામાં આવી.

આ સમયે સતપંથના શાસ્ત્રો ઇસ્લામના શબ્દો.. જેવા કે અલ્લાહ, મુહમ્મદ, અલી, નૂર વગેરેથી ભરેલા હતા. એમાં હિન્દુઓના રીતરિવાજો, ધાર્મિક ચિન્હો અને શ્રદ્ધાના કેન્દ્રોનું ખંડન પણ હતું અને એની સાથે સાથે એજ જગ્યા પર ઇસ્લામના રીતરિવાજો વગેરેને સર્વોચ્ચ અને હિન્દુઓના પ્રમાણમાં ચડિયાતા ગણાવવામાં આવ્યા હતા.

જ્યારે ધર્મ પરિવર્તનના આ ષડયંત્રની પોલ દુનિયા સામે મૂકી, ત્યારે કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિમાં લોકો સતપંથ ધર્મને મોટી સંખ્યામાં ત્યાગવા લાગ્યા. અને બહુજ મોટા વર્ગના લોકોએ ભગવાન લક્ષ્મીનારાયણને ઇષ્ટદેવ તરીકે સ્વીકારી શુદ્ધ હિન્દુ બન્યા.

સતપંથ ધર્મ છોડી સનાતન ધર્મ અપનાવનાર લોકોએ પોતાની નવી સનાતની જ્ઞાતિ/સમાજ ઊભી કરી. જેમની કેન્દ્રીય સંસ્થા છે “શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ -ટ્રસ્ટ રજી ક્ર A-૮૨૮-કચ્છ”. આ સંસ્થાનું સરનામું છે.. પાટીદાર વિદ્યાર્થી ભવન, નખત્રાણા, કચ્છ, ગુજરાત – ૩૭૦૬૧૫. સંગઠન વધારવા માટે ઠેર-ઠેર સમાજ વાડીઓ બાંધી, શૈક્ષણિક સંસ્થાઓ ઊભી કરી. ગામો ગામ લક્ષ્મીનારાયણ અને ઉમિયા માતાજીના મંદિરો પણ બાંધ્યા. ટૂંકમાં સામાજિક અને ધાર્મિક ઇન્ફ્રાસ્ટ્રકચર/સગવડો ઊભા કર્યાં. પરિણામે સતપંથ ધર્મ છોડવાનો પ્રવાહ ખૂબ પ્રબળ થતો ગયો. આ રસ્તા પર ચાલી આજે લાખો લોકો સતપંથ છોડીને હિન્દુ-સનાતની બની ગયા છે.

6. પીરાણા સતપંથના સંચાલકો શા માટે ગભરાઈ ગયા?

સતપંથ ધર્મ છોડનાર લોકોનો પ્રવાહ અટકાવવાના તમામ પ્રયત્નો નિષ્ફળ નીવડી રહ્યા હતા. એક પછી એક પરિવાર અને એક પછી એક ગામ હિન્દુ બનતું ગયું. સતપંથના ધાર્મિક સ્થાનક એટલે કે “ખાના” ઉર્ફે “જમાત ખાના” ઉર્ફે “જગ્યા” ઉર્ફે “જ્યોતિ મંદિર” જે કહેવાતા, એ સ્થાનકોને રાતો રાત હિન્દુ મંદિરોમાં ફેરવી નાખવામાં આવ્યા. યુવાનો માટે સતપંથી ઓળખ એક શરમની વાત બની ગઈ. સતપંથીઓ પોતાની સાચી ઓળખ છુપાવતા ફરતા હતા. વાતાવરણ એવું બની ગયું કે ઇસ્લામના કલમાઓ અને સતપંથના શાસ્ત્રો સાથે મોટા ભાગના લોકો જોડાવવા તૈયાર નહોતા. સનાતની ક. ક. પા. જ્ઞાતિ દ્વારા લેવાં આવેલ પગલાઓના કારણે વર્ષ ૧૯૮૫ સુધી પરિસ્થિતિ એવી નિર્માણ થઈ કે પીરાણાની સંસ્થા બંધ થવાની અણીએ પહોંચી ગઈ હતી.

પીરાણાના સંચાલકો માટે તલવારની ધાર ઉપર ચાલવા જેવું હતું. જો પીરાણાની સાચી મુસલમાની ઓળખને સ્વીકારે તો તેમની દુકાન એજ ઘડીએ બંધ થઈ જાય એમ હતી. અને જો ચોખ્ખો હિન્દુ ધર્મ અપનાવી લે, તો પણ તેમના માટે અસ્તિત્વનો સવાલ ઊભો થતો હતો. કારણ કે હિન્દુ ધર્મમાં અનેકો સાધુ સંતો છે. સતપંથના સાધુ સંતો પાસે હિન્દુ સાધુ સંતોને ટક્કર આપે એટલું જ્ઞાન અને અભ્યાસ નથી. બીજી બાજુ હિન્દુઓ સ્મશાનને અપવિત્ર માને છે. તો પછી પીરાણા કોણ આવે.. જ્યાં સૈયદ ઈમામશાહ, તેમની પત્ની બીબી ફાતિમા અને પુત્ર નૂરમૂહમ્મદ શાહની મુખ્ય કબરો સાથે અનેકો કબરો છે. સૈયદ ઈમામશાહનું મૂળ સ્થાનક જ મુસલમાનોના કબ્રસ્થાનમાં છે. આવી પરિસ્થિતિમાં પણ કોઈ સામાન્ય હિન્દુ પીરાણામાં ના જ જોડાય. એટલે એક બાજુ ખાઈ તો બીજી બાજુ કૂવા જેવી પરિક્ષિતિ હતી.

વિશ્વની મોટી-મોટી યુનિવર્સિટીયોના સંશોધનકારો દ્વારા કરેલ રિસર્ચના લેખોમાં જણાવેલ છે કે આવા સમયે પીરાણા સ્થાપક ઈમામશાહ દ્વારા અપનાવેલ રણનીતિને ફરીથી છુપા અને ઘાતક રીતે અપનાવવાનું નક્કી કર્યું. જે આજ સુધી કોઈ ઓળખી ના શક્યું. એમને જે કર્યું એ સામાન્ય માણસની સમજથી પરેની વાત છે.

7. પીરાણા સતપંથની ડૂબતી હોડીને બચાવવા કેવી રણનીતિ અપનાવી?

સતપંથની રચના કરતી વખતે રણનીતિ હતી કે ઇસ્લામના બીજને કેન્દ્રમાં રાખીને તેની આજુ બાજુ હિન્દુ રૂપ ગોઠવી નાખો. જેથી હિન્દુઓ સહેલાઈથી સતપંથ તરફ આકર્ષાય અને પછી લાગણી બંધાઈ જાય અને ઊંડા ઊતરે ત્યારે ઇસ્લામ તરફ વળી જાય. પીરાણાના સંચાલકોએ આ રણનીતિ ફરીથી અપનાવી. ફરક એટલો હતો કે આ વખતે હિન્દુ દેખાવ વધારી દેવામાં આવ્યો.

ઇસ્લામી બીજ એટલે શું હોય? પીરાણા સતપંથનું ઇસ્લામી બીજ ચાર વસ્તુઓમાં શામેલ છે.

  1. સૈયદ ઈમામશાહ ઉર્ફે ઈમામશાહ મહારાજ
  2. હજરત અલી ઉર્ફે નિષ્કલંકી નારાયણ
  3. પીરાણાનું સ્થાનક
  4. સતપંથના શાસ્ત્રો

એવું નક્કી કરવામાં આવ્યું કે ઉપર જણાવેલ બીજ એટલે કે એ ચાર વસ્તુ સિવાય બાકીના બાબતોમાં જરૂરત અનુસાર, સમય, સ્થળ અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ફેરફાર કરી શકાય. જેમ કે સતપંથમાં સામાન્ય રીતે મૃતકને દફનવવામાં આવે, પણ આજુબાજુના અન્ય હિન્દુ સમાજોમાં પોતાની છબી ના બગડે એના માટે અથવા જ્યાં હિન્દુ કબ્રસ્થાન ના હોય એવી પરિસ્થિતિમાં અગ્નિ સંસ્કાર કરવાની અનુમતિ છે.

જેમ કે કલમાઓ અને આયાતો પઢીને સતપંથના મુખીના હાથે ઇસ્લામી નિકાહ પદ્ધતિથી થતા લગ્નો હવે હિન્દુ ચોરી-યજ્ઞ પદ્ધતિથી થવા લાગ્યા. દફન વિધિ સાથે અગ્નિ સંસ્કાર પણ સ્વીકારવામાં આવ્યું. હિન્દુ તહેવારોના પણ સ્વીકારવામાં આવ્યા. સહુથી મહત્વનો મુદ્દો કહીએ તો કડવા પાટીદારોના કુળદેવી ઉમિયા માતાજીને સ્વીકારીને સૈયદ ઈમામશાહ બાવાની સાથે રાખવામાં આવ્યા. “સતપંથ સમાજ”ના નામમાં પણ “સનાતન” શબ્દ ઉમેરીને “સતપંથ સનાતન સમાજ” રાખવામાં આવ્યું.

અન્ય વિવાદાસ્પદ વિધિઓ ચાલતી હતી જેવી કે પૂજામાં લોટની ગાય કાપીને પ્રસાદીમાં અપાતી. સૈયદ ધર્મગુરુઓ હિન્દુ સતપંથથીઓના ઘરે આવતા, વગેરે વગેરે. કટ્ટર સતપંથીઓના ઘરે આજે પણ છૂપી રીતે આ બધુ ચાલે છે. પણ સામાજિક પરિસ્થિતિ પ્રમાણે જાહેરમાં વાત બહાર નથી આવતી.

ટૂંકમાં કહીએ તો ફોર્મુલા (સૂત્ર) એવું હતું કે સતપંથ છોડનાર લોકોના પ્રવાહને રોકવા માટે ઇતિહાસનો ફરીથી સહારો લેવામાં આવ્યો. ઇસ્લામના અલ-તાકિયાને ફરીથી વાપરવામાં આવ્યો. પણ ફરક એટલો હતો કે આ વખતે અલ-તાકિયાનું ષડયંત્ર એટલું ઊંડું હતું કે હિન્દુ ધર્મના સંગઠનો, જેવા કે RSS, VHP, BJP, બજરંગ દળ અને અમુક હિન્દુ સાધુ સંતો પણ શિકાર બન્યા. આ બધા સંગઠનોને ખબર પણ ના પડી કે એ લોકો પીરાણાના કઠપૂતળી ક્યારે બની ગયા.

8. ઇસ્લામી બીજને સાચવવાની રીત કઈ હતી?

સતપંથના ઇસ્લામી બીજના ચાર તત્વોને આવી રીતે સાચવી રાખવામાં આવ્યા..

  1. સૈયદ ઈમામશાહ – બાવાનું મૂળ નામ “સૈયદ ઈમામશાહ અબ્દુર રહીમ કુફરેશીકન” બદલીને એમને હિન્દુ ઓળખ આપવામાં આવી. એમનું નામ ઈમામશાહ મહારાજ આપવામાં આવ્યું અને સદગુરુ તરીકે પણ ઓળખાવવામાં આવ્યા. સાથે પ્રચાર કરવામાં આવ્યો કે ઈમામશાહએ હિન્દુ ધર્મનો પ્રચાર પ્રસાર કર્યો હતો.
  2. નિષ્કલંકી નારાયણ – સતપંથના આરાધ્ય દેવ “હજરત મૌલા અલી” (મુહમ્મદ પૈગમ્બરનો કાકાઈ ભાઈ) નું મૂળ નામ છુપાવી દેવામાં આવ્યું. પીર સદુરદ્દીન દ્વારા આપવામાં આવેલ એમનું હિન્દુ/ભારતીય નામ “નિષ્કલંકી નારાયણ”ને આગળ કરવામાં આવ્યું.
  3. પીરાણા – સ્થાનકને પણ હિન્દુ નામ આપવામાં આવ્યું, “પ્રેરણા પીઠ”.
  4. સતપંથના શાસ્ત્રોનું ભાષાંતર કરવામાં આવ્યું. અરબી અને ઇસ્લામી શબ્દોની જગ્યાએ સમાન અર્થ વાળા હિન્દુ અને ભારતીય શબ્દો મૂકી દેવામાં આવ્યા. અલ્લાહની જગ્યાએ વિષ્ણુ લખવામાં આવ્યું. મુહમ્મદને બ્રહ્મા રૂપ કહેવામાં આવ્યા, હજરત અલીને નિષ્કલંકી નારાયણ કહેવામાં આવ્યા. સૂત્ર એવો અપનાવ્યો કે માત્ર પૂજાની ભાષા બદલો, જે વ્યક્તિની પૂજા કરો છો એનું નામ બદલો, એ વ્યક્તિને નહીં એટલે કે હજરત અલીને બદલો નહીં. જેવી રીતે કુરાનનું હિન્દી ભાષામાં ભાષતર કરવાથી ઇસ્લામ હિન્દુ ધર્મ નથી બની જતો, એવી રીતે સતપંથના શાસ્ત્રોનું ભાષાંતર કરવાથી એ પણ હિન્દુ ધર્મ નથી બની જતો. પહેલી નજરે આવા ભાષાંતર કરેલ શાસ્ત્રઓન આવા હિન્દુ દેવતાઓનો ઉલ્લેખ જોઈને કોઈ શંકા ના કરી શકે કે આ સતપંથ ઇસ્લામ ધર્મનો ભાગ છે.
ધોળકામાં સતપંથના ધાર્મિક સ્થાનનું બોર્ડ

નોંધ – ધોળકા વિષે: જે સતપંથી લોકોને આ ફેરફારો પસંદ નથી એવા રૂઢિવાદી સતપંથીઓનો એક જૂથ અલગ દેખાઈ આવ્યો. આ લોકો ઈમામશાહના મૂળ ગ્રંથો, શાસ્ત્રો અને રીતરિવાજોને આજે પણ જડથી પકડી રાખ્યાં છે. આ જૂથ આજે પણ ખૂબ જ સક્રિય છે. સૈયદ સલાઉદ્દીન બાવા આ જૂથના ધર્મ ગુરુ છે. અને એમનું મુખ્ય સ્થાનક  પીરાણાની નજીક ધોળકા ગામમાં આવેલ છે. આ સ્થાનકમાં વચ્ચે આવેલ મુખ્ય દીવાલની એક બાજુ હિન્દુ રૂપ વાળું સ્થાનક છે અને બીજી બાજુ પાકા ઇસ્લામી રૂપ વાળું સ્થાનક છે.

ધોળકામાં હિન્દુ દેખાવવાળા વિભાગમાં ઇસ્લામી કબરોની સાથે કથા કથિત નિષ્કલંકી નારાયણ મંદિર પણ દેખાશે. આ મંદિર માં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ જેવા હિન્દુ દેવો પણ દેખાશે. જ્યારે બીજી બાજુ એક મોટી ઇસ્લામી દરગાહ છે. આ પરિસરમાં દાતાઓના નાની-નાની તક્તીઓ લાગે છે. લગભગ બધીજ તક્તીઓમાં હિન્દુ નામ જોવા મળશે, જે સતપંથીઓના છે. જેમણે દરગાહ ઊભી કરવા અને સગવડો વસાવવા દાન આપ્યું છે એમના નામો ની તક્તીઓ છે. સતપંથનું ધર્મ પરિવર્તન કાર્યને સારી રીતે સમજવું હોય તો એક વખત આ જગ્યા જરૂર જોવી જોઈએ.

ધોળકાનું સતપંથી મંદિર
ધોળકાની સતપંથી દરગાહ

હવે, ઉપર જણાવેલ ફેરફારોને પ્રચલિત કરવા અને હિન્દુઓ એમના પર આંધળો વિશ્વાસ મૂકે એ માટે ત્રણ હિન્દુ સંગઠનોનો દુરુપયોગ કરવામાં આવ્યો.

  1. હિન્દુ સાધુ સંતો: હિન્દુ સાધુ સંતો પાસે એવી રજૂઆતો કરવામાં આવી કે અમારા (સતપંથના) લોકો મુસલમાન ના બની જાય, એટલા માટે તમે અમને સહયોગ આપો. આવી વાત સાંભળીને કોઈ પણ હિન્દુ સહજ મદદ કરવા તૈયાર થાય, એ સ્વાભાવિક છે. સાધુ સંતોએ પણ આવું જ કર્યું. કોઈએ સતપંથના શાસ્ત્રો અને ઇતિહાસનો પૂરતો અભ્યાસ કરવાની જરૂરત ના સમજી. એવી જ રીતે કોઈએ સતપંથ સાથે સંકાળાયલી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિના ધાર્મિક ઇતિહાસનો પણ અભ્યાસ ના કર્યો.

અનોપચારીક રીતે આ સાધુ સંતો કહે છે કે તેઓએ પીરાણાના કર્તાહર્તાઓ સાથે બંધ બારણે શરત મૂકી હતી કે તેમને તમામ ઇસ્લામી તત્ત્વ કાયમ માટે ત્યાગવાના રહેશે. સતપંથના શાસ્ત્રો પણ કાઢી નાખીને મુખ્ય હિન્દુ ધર્મના શાસ્ત્રો સતપંથમાં દાખલ કરવાના રહેશે. સતપંથીઓ તરફથી સકારાત્મક વચન મળ્યા પછી સાધુ સંતો દ્વારા પીરાણા સતપંથને હિન્દુ ધર્મનો ભાગ હોવાનું જાહેરમાં કહેવા આવ્યું. પીરાણાની આગેવાનીમાં વર્ષ ૧૯૯૦ પછી ઘણાં સાધુ સંમેલનો યોજવામાં આવ્યા. જેમ-જેમ સમય વિતતો ગયો તેમ-તેમ મુખ્ય સાધુઓ સિવાયના પાછળથી  જોડાયલા સાધુઓને આ શરતની જાણ કરવામાં ના આવી. બીજી બાજુ પીરાણા તરફથી સાધુઓને આપાતી દાન દક્ષિણામાં છૂટો હાથ રાખવામાં આવ્યો. એટલે બધાને ગમવા લાગ્યું. પીરાણાવાળાને પણ ગમ્યું કારણ કે મૂળ શરત હવે એક બાજુ મુકાઈ ગઈ હતી.

પીરાણા સતપંથના સાધુઓએ યેનકેન પ્રકારે મહામંડળેશ્વર પદવી પણ મેળવી લીધી. સતપંથીઓને ખુશ રાખવા અમુક હિન્દુ સાધુઓએ સતપંથ હિન્દુ ધર્મ છે, એવા ખોટા પ્રમાણ પત્રો પણ આપી દીધા. એવી જ રીતે અખિલ ભારતીય સંત સમિતિએ સતપંથને માન્યતા પણ આપી દીધી અને એ સાધુઓને સમિતિમાં હોદ્દાઓ આપવામાં આવ્યા. સતપંથના સાધુઓને સમિતિમાં શામેલ કરવા માટે એક નવી “જગદગુરુ સતપંથાચાર્ય” ની પદવી ઊભી પણ કરવાં આવી. ધીરે ધીરે સતપંથના સાધુઓએ કુંભ મેળામાં પોતાનું તંબુ લગાડ્યું અને અયોધ્યાના રામ મંદિરના પાયાવિધિ કાર્યક્રમમાં પણ પોતાના માટે આમંત્રણ મેળવી લેવામાં સફળ થયા.

2. RSS, VHP અને બજરંગ દળ: RSS, VHP અને બજરંગ દળને પણ સંપર્ક કરવામાં આવ્યા. અમુક મુસલમાનો અને સમાજ વિરોધી તત્વો દ્વારા પીરાણામાં પથ્થર મારો કરીને હિન્દુઓને ત્રાસ આપીને ભગાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, એવો ખોટો પ્રચાર કરીને, આ સંગઠનો પાસે સહાનુભૂતિ મેળવીને તેમની પાસેથી આડકતરી રીતે રક્ષણ મેળવી લીધું.

પીરાણામાં VHP, RSS વગેરે ના વર્ગો ભરવાંમાં આવ્યા. એવા વર્ગો માટે જરૂરી તમામ સગવડો જેવી કે હૉલ, ખાવા-પીવા ઇત્યાદિ સગવડો પીરાણા દ્વારા આપવામાં આવવા લાગી. જેથી સ્થાનિક હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓનું કામ બહુ સહેલું થવા લાગ્યું. એટલે પોતાના ઉપરી અધિકારીઓને પીરાણા બાબતે ખૂબ સારા અભિપ્રાયો આપવા લાગ્યા. પીરાણાના ઉપકાર (obligation) હેઠળ આવેલ અધિકારીઓ પીરાણા સામે સાચી વાત કહેવાની ક્ષમતા ખોઈ બેઠા.

3. રાજકીય પક્ષો અને સરકારી તેમજ પોલીસ તંત્રો સાધી લીધા: આ સમય ગાળો હતો કે જ્યારે ગુજરાતમાં BJP સત્તા પર આવી. RSS, VHP, બજરગ દળના કાર્યકરતાઓને હાથો બનાવી હવે BJP માં પણ સારા સંપર્કો ઊભા કરી દેવામાં આવ્યા. ગુજરાતની સત્તા પણ પીરાણા બાબતે એમના કહ્યા પ્રમાણે ચાલવા લાગી. એટલે પોલીસ અને સરકારી તંત્ર પણ પીરાણા વિરુદ્ધ પગલાં ભરવાથી દૂર રહેવા લાગ્યા.

પીરાણા વિસ્તારના ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ કે જેઓ BJPના છે, તેમના પીરાણાના સાધુ સંતો સાથેને અનેક ફોટો જોવા મળે છે. માજી મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમા પણ પીરાણાને ખૂબ જ સહયોગ આપતા હોય છે. વિપક્ષના નેતા કોંગ્રેસના પરેશભાઈ ધાનાણી અને અહમદ પટેલ પણ પીરાણા જતા આવતા થઈ ગયા. સરકારનો વિરોધી પક્ષ પણ પીરાણા માટે સહાનુભૂતિ રાખે તો સરકાર ઉપર કોઈનું દબાણ ના રહ્યું.

ધીરે ધીરે પકડ એટલી વધી ગઈ કે હાલ પીરાણામાં દીવાલ બનાવી, એમાં ગુજરાત ભાજપ (BJP)ના રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ વાગેલાએ વિશેષ રસ લીધેલ હોવાના આધાર ભૂત સૂત્રોથી સમાચારો મળેલ છે.

પીરાણા સતપંથ દ્વારા ઉપરછલ્લી હિન્દુ તરીકેની ઓળખને સત્યતાની મોહર જોઈતી હતી, એ મોહર RSS, BJP, VHP અને અમુક હિન્દુ સાધુ સંતોએ લગાડી દીધી. કોણ જાણતું હતું કે ભવિષ્યમાં આ મોહરનો દુરુપયોગ હિન્દુ વિરુદ્ધ પણ કોઈ કરી શકે.

9. અલ-તાકિયા યુક્ત પ્રચાર કેવો હતો? અને એનાથી સતપંથને કેવો લાભ થયો? અમુક દાખલાઓ:

A. સતપંથીઓ લોકોની સંખ્યા બાબતે: રાજકીય પક્ષો સામે એવો ખોટો પ્રચાર કરવામાં આવ્યો કે સતપંથને માનનારા અનુયાયીઓ હિન્દુ સમાજના ૧૮એ વર્ણમાંથી આવે છે અને એમની સંખ્યા ૧૬ લાખથી પણ વધારે છે અને ૨૦-૨૫ વિધાન સભાની બેઠકો પર હાર-જીત નક્કી કરવાની ભૂમિકા ભજવે છે. આ સાંભળીને સ્વાભાવિક છે કે BJP/કોંગ્રેસ આ બાબતને ગંભીરતાથી લે. પણ વાસ્તવિકતા કઈં જુદી જ છે. પીરાણા સતપંથના વહીવટમાં એકજ મુખ્ય જ્ઞાતિ છે એ છે કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિના સતપંથીઓ. આગાઉ જણાવ્યા પ્રમાણે અન્ય જ્ઞાતિઓમાંથી અમુક લોકો દર્શન વગેરે કરવા આવે, પણ વહીવટ અને દાન આપવામાં તેમની કોઈ ખાસ ભૂમિકા નથી. કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિમાં સતપંથ ધર્મ પાળનાર લોકોની સંખ્યા ખૂબ માર્યાદીત છે. અધિકાંશ મોટો વર્ગ તો સનાતન-હિન્દુ થઈ ગયો છે. સતપંથીઓની સંખ્યા વધુમાં વધુ માત્ર ૧૨ થી ૧૫ હજાર જ છે. જેમાં કચ્છ, સાબરકાંઠા અને બનાસકાંઠા વિસ્તાર પ્રમુખ છે. પીરાણાની આસ પાસ ખૂબ નાની સંખ્યામાં સતપંથી રહે છે. 

આ વાતની સાબિતી માટે તમે વિચારો કે પીરાણાના ટ્રસ્ટ “ધી ઈમામશાહ બાવા રોઝા સંસ્થાન કમિટી ટ્રસ્ટ” ના વહીવટમાં ૭ ટ્રસ્ટી પટેલો છે, ૩ સૈયદો છે અને ચેરમેન ગાદીપતિ કાકા હોય છે. જો અન્ય જ્ઞાતિના લોકો હોય તો તેઓ કેમ ટ્રસ્ટમાં નથી? ૧૬ લાખનો આંકડો જો સાચો હોય, તો અન્ય સમાજના લોકો જ પીરાણાનો વહીવટ કરત, ૧૨ થી ૧૫ હજાર લોકોની સમાજ વહીવટમાં ના હોત.

પોતાના પ્રચાર માટે સતપંથીઓ પોતાની સંખ્યા આજે ૧૬ લાખ કહેશે, કાલે કદાચ ૩૨ લાખ કહે, પછી કદાચ ૫૦ લાખ કહે.  કોણ ગણવા જવાનું છે? પણ ચેરિટિ કચેરીમાં પીરાણા સતપંથને માનનારા લોકોની મતદાર યાદી છે, જે ઈમામશાહ બાવા ટ્રસ્ટ દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. એ યાદી પ્રમાણે પીરાણા સતપંથને માનનારા લોકોની સંખ્યા માત્ર ૧૧ હજાર જેટલી છે. આપણે વધારે ૧૨ થી ૧૫ હજાર પકડીએ છીએ. હવે વિચાર કરો ક્યાં ૧૧ હજાર અને ક્યાં ૧૬ લાખ? આટલા હદદ સુધી જૂઠ હોઈ શકે એની કોઈ કલ્પના કેવી રીતે કરી શકે?

ઈમામશાહ બાવા રોઝા સંસ્થાન કમિટી ટ્રસ્ટ (રજી. E-૭૩૮)
ચેરિટિ કચેરીમાં આપેલ મતદાર યાદીમાં જણાવેલ સતપંથીઓની સંખ્યા
વર્ષ ૨૦૨૨

૧        ભાવનગર વિભાગ                                ૧,૫૬૪
૨        ચરોતર વિભાગ                                       ૧૦૫
૩       કાનમ વિભાગ                                     ૪,૬૬૦
૪       કપડવંજ વિભાગ                                  ૧,૦૯૭
૫       કચ્છ – માનકુવા વિભાગ                       ૨,૩૪૦
૬        કચ્છ – નેત્રા વિભાગ                             ૧,૦૨૯
૭       કચ્છ – વિથોણ વિભાગ                            ૬૨૨
                                                           કુળ: ૧૧,૪૧૭

આ વાતથી સાબિત થાય છે કે પીરાણા સતપંથને પાળનાર લોકોની સંખ્યા ગુજરાતમાં નજીવી છે. માત્ર હાઉ જ મોટો છે. જ્યાં જ્યાં એમના કાર્યક્રમ થાય, ત્યાં એ-ને-એ જ લોકો હાજરી આપે. પણ એમના કાર્યક્રમમાં એક થી એક મોટા નેતાઓને બોલાવે અને મંચ ઉપરથી મોટી મોટી વાતો રજૂ થાય, એટલે લોકો અંજાઈ જાય અને માનવા લાગી જાય કે પીરાણા સતપંથને માનનારા લોકોને સંખ્યા ખૂબ મોટી છે.

B. RSS વગેરે છેતરાઈ ગયા એની સાબિતી: લગભગ ૩૦ વર્ષથી RSS, VHP, બજરંગ દળ, BJP અને અમુક હિન્દુ સાધુ સંતો પીરાણામાં વિશેષ રુચિ લેતા થયા છે. એમની સાથે બંધ બારણે થતી ચર્ચાઓમાં એ લોકો સ્પષ્ટ કબૂલે કે પીરાણા સતપંથ ધર્મ એ હિન્દુ ધર્મનો ભાગ નથી. સૈયદ ઈમામશાહ એ મૃત્યુ પર્યંત હિન્દુઓને વટલાવીને મુસલમાન બનાવવાનું કામ કર્યું છે. પણ એજ શ્વાસે એ લોકો ગર્વ થી કહે કે અમે પીરાણામાં દખલ ગિરિ કરીને સતપંથીઓને મુસલમાન થવાથી રોક્યા છે અને પીરાણાને ધીરે ધીરે હિન્દુ રંગ ચડાવીને હિન્દુ ધર્મમાં ખપાવી નાખવાની અમારી રણનીતિમાં અમે મહદ અંશે સફળ થયા છીએ.

પણ જ્યારે એમને પૂછવામાં આવે કે.. ;  

    • આજ થી 30 વર્ષ પહેલાં જ્યારે પીરાણા સાથે આપ જોડાયા ત્યારે પીરાણામાં અનુયાયીઓની સંખ્યા બહુજ ઓછી હતી, તો આજે એમાં વધારો કેમ થયો? તેમાં કયા ધર્મના લોકોને સતપંથમાં જોડ્યા? હિન્દુ જ ને? કારણ કે મુસલમાનતો કોઈ સતપંથમાં જોડતા નથી. શું હિન્દુઓને સતપંથમાં જોડાવા માંગો છો?
    • ૩૦ વર્ષ પહેલાં પીરાણા સંસ્થા પડી ભાંગવાની અણીએ આવી ગઈ હતી, તો એ સંસ્થા આજે મજબૂત કરીને તમે સતપંથ ધર્મ છોડનાર લોકોના પ્રવાહને રોકીને હિન્દુઓને કેમ નુકસાન પહોંચાડ્યું છે?
    • છેલ્લા ૩૦ વર્ષમાં અનેકો નવા સતપંથના મંદિરો ઊભાં થયાં. અનેકો જૂના મંદિરોના જીર્ણોદ્ધાર કરવામાં આવ્યા. ગુજરાતમાં તો ઠીક, પણ મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના વિસ્તારોમાં હિન્દુ ધર્મના નામે સતપંથ ફેલાવવાનું કામ પૂરા જોરમાં ચાલી રહ્યું છે. તો શું RSS વગેરેને આ વાતની જાણ નથી?

… ત્યારે આવા પ્રશ્નોનોથી એમના ચેહરાનો રંગ ઊડી જાય છે. એમની પાસેથી સંતોષકારક કોઈ જવાબ મળતો નથી. અરે.. ઊંડાણમાં ઊતરોતો લગભગ ઇસ્લામી “અલ-તાકીયા”ના વિષે કોઈ જાણતા જ નથી. માટે સાબિત થાય છે કે પીરાણાની આ નવનિર્મિત અલ-તાકીયાની ચાલમાં આ બધા લોકો અને સંસ્થાઓ ફસાઈ ગઈ અને એમનો દુરુપયોગ ક્યારે થઈ ગયો એ એમને પણ ખબર નથી પડી.

પીરાણાના હાલના ગાદીપતિ ગંગારામ કાકા (ઉર્ફે જ્ઞાનેશ્વર મહારાજ) પોતાના હાથે સૈયદ ઈમામશાહની કબરની પૂજા કરી રહ્યા છે. આ ફોટો વર્ષ ૨૦૨૧નો છે. 

પીરાણા સતપંથના કર્તાહર્તાઓની પોતાની જ્ઞાતિ એટલે કે કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ (જેમાં સતપંથ અને સનાતન એમ બે વિભાગ છે) એ જ્ઞાતિના અમુક ગામો જેવા કે કચ્છમાં દરશડી, મમાયમોરા, રાજપર, ભેરૈયા, વિરાણી – ગઢ, ઇત્યાદિ ગામોમાં સતપંથના મંદિરો ઊભા કરવામાં સનાતની લોકો સહયોગ કરે છે. અમુક ગામોમાં સતપંથની સાથે સંયુક્ત સમાજો ઊભી કરવાની વાતો થવા લાગી. ગુજરાતમાં મોડાસા વિસ્તાર આવા વિચારોના કારણે ખૂબ મુશ્કેલીમાં છે. હાલ ૨ મહિના પહેલાં જ કપડવંજની બાજુમાં આવેલ હરીપુરા ગામમાં સૈયદ ઈમામશાહ બાવાની સાથે ઉમિયા માતાજીની મૂર્તિ બેસાડવામાં આવી.

આવું કરીને ઇસ્લામ સાથે મિક્સ સંસ્કૃતિનું નિર્માણ શા માટે પીરાણા વાળા કરી રહ્યા છે? શું RSSનો ઇરાદો આવી મિક્સ સંસ્કૃતિ નિરમાણ કરવાની છે? અગર ના, તો RSS આ બધું રોકવા માટે કેમ કઈં નથી કરતી. ઉપર જણાવેલ તમામ જગ્યાઓમાં એક પણ મુસલમાનની સમસ્યા નથી, તેમ છતાં ત્યાં ઈમામશાહ અને નિષ્કલંકી નારાયણના મંદિરો શા માટે ઊભા થઈ રહ્યા છે? અને તે પણ હિન્દુ દેવી-દેવતાઓની સાથે? તો પછી RSS શા માટે નથી સમજતું કે સતપંથવાળા પૂરા પ્લાનિંગથી સીસ્ટમેટિક (યોજના બદ્દ) પદ્ધતિથી RSS વગેરે સંસ્થાનો દુરુપયોગ કરી રહી છે.

C. જાહેર મીડિયા જગત અને બૌદ્ધિક વર્ગ: અલ-તાકીયાને લઈને પિરાણમાં થઈ રહેલ બદલાવોની અસર જે સમય ગાળામાં બહાર દેખાવી જોઈતી હતી એજ સમય ગાળામાં ગુજરાતમાં BJP સત્તા પર આવી. તે સમયે મીડિયાનો અધિકાંશ વર્ગ BJPને કોમવાદી અને ધર્મની રાજનીતિ કરતો પક્ષ તરીકે ચિતરવામાં લાગી હતી. થોડાજ વર્ષોમાં ગોધરા કાંડ થયું અને નરેન્દ્ર મોદી એક શક્તિશાલી નેતા તરીકે ઊભરી આવ્યા. જેણે રોકવા માટે અધિકાંશ મીડિયા વર્ગ બહાનાઓ શોધી રહી હતી કે નરેન્દ્રભાઈ મોદીને ગમે તેમ કરીને ગુન્હેગાર બતાવીએ.

બસ એમને જે જોઈતું હતું એ મળવા લાગ્યું. પીરાણામાં થતા બદલાવોને મોદી અને BJPની હિન્દુ વાદી રાજનીતિના પરિણામ તરીકે જાહેરમાં મીડિયાવાળા ચલાવવા લાગ્યા. મીડિયાને રસ માત્ર મોદીને ઉતારી પાડવાનો હતો. કોઈએ પીરાણામાં થતા બદલાવોના મૂળ કારણોની તપાસ કરવામાં રસ નહોતી. એમને તો બંધ બેસતી પાગડી મળી ગઈ હતી.

નરેન્દ્ર મોદી પર એક જીવની (biography) લખનાર શ્રી નીલાંજન મુખોપાધ્યાયએ વર્ષ ૨૦૧૩માં અંગેજીભાષા પ્રકાશિત  કરેલ પુસ્તક “નરેન્દ્ર મોદી – ધી મેન એન્ડ ધી ટાઈમ્સ” માં જણાવે છે કે “પીરાણામાં સૈયદોની ઉપસ્થિતિથી સમસ્યાઓ વધે છે… ખાસ કરીને મોદીને.” જ્યારે મોદીનો પીરાણામાં થતા બદલાવોમાં કોઈ રોલ નહોતો. 

BJP તરફી મીડિયાનું કઈં ખાસ વજન એ સમયે નહોતું પડતું. અને RSS, BJP, VHP ના ઉપરવટ જઈને કઈં છાપવું એ પણ એમના માટે અશક્ય હતું. કારણોના ઊંડાણ માં ઉતારવા માટે મહેનત અને પૈસા લાગે. આવી મહેનત અને પૈસા લગાડવાની કોઈએ જરૂરત ના સમજી. પરિણામે સાચી વાત જનતા સામે બહાર ના આવી શકી.

પોતાના અલ-તાકીયાના પ્રયોગ માટે, પીરાણા સતપંથના કર્તાહર્તાઓ માટે આ એકદમ અનુકૂળ સમય હતો. BJP, RSS અને અન્ય હિન્દુ સંગઠન પીરાણાને હિન્દુ ઓળખ આપવા પ્રયત્ન કરી રહ્યા હતા. ત્યારે કોંગ્રેસ અને વિપક્ષને વોટ બેન્કની લાલચમાં મતદારોને નારાજ કરવા નહોતું માંગતું. જેના કારણે પીરાણા સતપંથને કોઈ પણ વિરોધ વગર તે સમયમાં સારી સફળતા મળી ગઈ. 

આ બધી કશમકશમાં કોઈનું ધ્યાન કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિમાં નિર્મિત પરિસ્થિતિઓ ઉપર ના ગયું. સતપંથ ધર્મ છોડી દેનાર સનાતનીઓ ની કચ્છ કડવા પાટીદાર સમાજની કેન્દ્રીય સંસ્થા એમના લોકોને હિન્દુ ધર્મ બાબતે આપવામાં આવતા સૂચનોની સીધી અસર પીરાણા ઉપર થતી. કારણ કે પીરાણા પોતાની ઓળખ હિન્દુ ક. ક. પા. જ્ઞાતિ તરીકે કરતી. એક વેલ પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે જેવી રીતે કોઈ વૃક્ષ સાથે લિપટીને રહે એજ રીતે સતપંથ વાળા પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે સનાતનીઓના હિન્દુ ઓળખ સાથે લિપટીને રહેતા. કારણ કે જો એમની ઓળખ જુદી પડી જાય, તો એમનું અસ્તિત્વ ખતમ થઈ જાય, એ ચોક્કસ વાત હતી.

આવાં પગલાંઓ ભરીને પીરાણા સતપંથ વાળા પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવામાં સફળ થયા.

10. સતપંથીઓએ પોતાની હિન્દુ ઓળખનો દુરુપયોગ, ક. ક. પા. જ્ઞાતિને હિન્દુ ધર્મથી વિમુખ કરવા માટે કર્યો:

વર્ષ ૧૯૮૦ સુધી એકતા, સંપ, સંગઠન, ભાઈ-ભાઈ, આપણે હિન્દુ છીએ, આપણે એક જ જ્ઞાતિના છીએ, આપણું લોહી એક છે, સાથે રાખીને એમને પોતાના બનાવી લો વગેરે સિદ્ધાંતો અપનાવીને સતપંથીઓને હિન્દુ બનાવવામાં ક. ક. પા. જ્ઞાતિના સનાતની સમાજને બહુજ મોટી સફળતા મળી હતી. આવા પ્રયત્નોના કારણે આગાઉ જણાવ્યા પ્રમાણે વર્ષ ૧૯૮૦ સુધી પીરાણા સતપંથની સંસ્થા બંધ થવાના અણીએ પહોંચી ગઈ હતી. આ જાણીને ક. ક. પા. જ્ઞાતિના આગેવાનો આત્મસંતુષ્ટ થવાની ભૂલ કરી ગયા. ધ્યેય પૂરું કરવા તરફ ધ્યાન ના આપ્યું. પીરાણાની ગતિવિધિ તરફ નજર રાખવાનું પણ બંધ કરી દીધું. કહેવાય છે ને કે નજર હટી ઔર દુર્ઘટના ઘટી. બસ હવે દુર્ઘટના ઘટવાની જ વાર હતી.

સરળ શબ્દોમાં કહીએ તો ક. ક. પા. જ્ઞાતિની ભૂલ એ થઈ કે.. આગાઉ જણાવ્યા પ્રમાણે.. એકતા, સંપ, સંગઠન, સાથે રાખીને એમને પોતાના બનાવી લેવા, વગેરે આદર્શવાદી સિદ્ધાંતોમો ઉપયોગ કેવા સંજોગોમાં ના કરવો જોઈએ, એનો પૂરતો અભ્યાસ કર્યા વગર સતપંથીઓને સનાતની સમાજમાં સ્વીકારતા ગયા. આ ભૂલ નહોતી થવી જોતી.

કચ્છ કડવા પાટીદાર સમાજ પણ ભરમાઈ ગયો. કારણ કે સતપંથનો પ્રચાર એવો હતો કે અમે હિન્દુ છીએ અને પીરાણામાં હજી થોડા કઈં મુસલમાની તત્ત્વ છે એને અમે કાઢી રહ્યા છીએ. પણ સમય લાગશે, માટે તમે અમને સહયગ આપો.

ક. ક. પા. જ્ઞાતિના વડીલો સતપંથીઓની આ ચાલને સમજી ના શક્યા. ધીરે ધીરે સતપંથીઓ સુધરી જશે અને હિન્દુ બની જશે (ભૂતકાળની રણનીતિના અનુભવના આધારે) એવું ધરવા લાગ્યા. સતપંથીઓએ પણ સનાતની નેતાઓને વચન આપ્યું કે અમે હિન્દુ થઈ જશું, બસ અમારા ઉમરલાયક વડીલો જે છે, એમની આંખ મિચાય એટલી વાર છે. રાતો-રાત કોઈની શ્રદ્ધા બદલી ના શકાય અને વડીલોની તો ના જ બદલી શકાય, એટલે અમને થોડો સમય આપો.

વાત પહેલી નજરે સાચી લાગવાથી સનાતની નેતાઓએ સતપંથીઓને પોતાની સંસ્થાઓમાં શામેલ કર્યા. ધીરે ધીરે સતપંથીઓ સનાતની સમાજમાં મહત્વના હોદ્દાઓ પર પહોંચી ગયા. અન્ય સનાતની નેતાઓને પોતાના પ્રભાવમાં લઈ અથવા ઉપકાર હેઠળ રાખી અથવા લાલચમાં આપીને અથવા નબળાઈ પકડીને સતપંથીઓએ પોતાનું કુંડાળું મોટું કર્યું. એક વખત પોતાનો પગ મજબૂત કરી લીધા પછી, એમને પોતાનો અસલી રંગ બતાવવાનું શરૂ કર્યું.

સનાતન સમાજમાં હિન્દુ દેવી-દેવતાઓનો જયકારના સામે સતપંથવાળા મુસલમાન ઈમામશાહ અને નિષ્કલંકી નારાયણ વગેરેનો જયકાર કરવા લાગ્યા. જે સમાજના લોકો ઈમામશાહને અને નિષ્કલંકી નારાયણને ત્યાગીને નવો હિન્દુ સમાજ ઊભો કર્યો હોય, એ સમાજમાં ઈમામશાહને જય કેવી રીતે કોઈ સહન કર? હિન્દુ સાધુ સંતોનો કોઈ કાર્યક્રમ સનાતન સમાજ યોજે, તો પેલા લોકો સતપંથના ધાર્મિક કાર્યક્રમ યોજવાનો આગ્રહ રાખવા લાગ્યા. ભારત એક ધર્મ નિરપેક્ષ દેશ છે, માટે સનાતન સમાજમાં જેને જે ધર્મ પાળવો હોય એ પાળે, એવા ખોટા દાખલાઓ આપીને પોતાના ઇસ્લામી તત્વોનો પ્રચાર કરવાના રસ્તાઓ તૈયાર કરવા લાગ્યા. આવી પરિસ્થિતિનો સામનો કરવા માટે સનાતની ક. ક. પા. હિન્દુ સમાજે ખોટો નિર્ણય લીધો કે સમાજમાં કોઈ પણ ધર્મની જય નહીં પોકારવામાં આવે.

સમાજ અને ધર્મ જુદા છે. જેણે જે ધર્મ પાળવો હોય એ પાળે. સમાજમાં ધર્મ ના લાવો વગેરે વગરે.. આવા ખોટા સિદ્ધાંતોનો સહારો લઈને જ્ઞાતિ જનોમાં ભાગલા પાડવાના પ્રયત્નો કરવામાં આવ્યા. સમાજ વિભાજિત ના થાય એટલા માટે સમાજમાં ધાર્મિક કાર્યક્રમો બંધ થવા લાગ્યાં. સનાતન ધર્મની જય બોલવાનું બંધ થઈ ગયું. હિન્દુ દેવી-દેવતાઓની જય બોલવાનું બંધ થઈ ગયું. ધર્મ પરિવર્તનનું પહેલું પગલું કે જેના પ્રમાણે લોકોને પોતાના ધર્મથી પહેલાં વિમુખ કરો, એ પગલું ભરાઈ રહ્યું હતું.

આવી રીતે સતપંથીઓ સનાતનીઓને પોતાનાજ સમાજમાં, પોતાના હિન્દુ ધર્મથી દૂર કરવાના પહેલા મકસદમાં સફળ થયા. ટૂંકમાં કહીએ તો સનાતની સંગઠન નબળું પાડવાના પહેલાં પગલાંમાં પણ તેઓ સફળ થયા.

11. ક. ક. પા. સનાતન સમાજની સંસ્થાઓ અને સંગઠનો તોડવાના પ્રયાસો કરવામાં આવ્યા:

સનાતનીઓના મનમાં પોતાનાજ ધર્મ પ્રત્યે પીછે હઠ કરાવ્યા બાદ, હવે વારો હતો સનાતનીઓનું સંગઠન અને સંસ્થાઓને નબળી કરવાનો. કારણ કે લોકો સનાતની સંગઠન થી દૂર થશે, તો જ સતપંથી બનાવી શકાય. 

માટે સનાતની સંસ્થાઓને પણ તોડવાનું કામ સતપંથીઓએ શરૂ કર્યું. ક્યાંક પોતે સામે આવ્યા, તો ક્યાંક એમના વતી એમના હાથા બનેલા સનાતનીઓ સામે આવ્યા.

  • સનાતનીઓની માતૃ સમાજ એટલે શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ, રજી ક્ર. A-૮૨૮-કચ્છ, (સરનામું છે પાટીદાર વિદ્યાર્થી ભવન, નખત્રાણા, કચ્છ, ગુજરાત – ૩૭૦૬૧૫) આ સમાજ ઉપર અનેકો ખોટા કેસો કરવામાં આવ્યા. એક કેસમાં સતપંથીઓ દ્વારા એવો ખોટો દાવો કરવામાં આવ્યો કે આ સમાજની કારોબારી સમિતિ એમના સભ્યોની છે. બાકાયદા જાહેર સમાચારોમાં કારોબારી સભાની ખબરો અને ફોટો પ્રકાશિત પણ કરવામાં આવ્યા. જ્યારે સાચી કારોબારી તો સનાતનીઓની જ છે. એવો જ એક બીજો કિસ્સો છે જેમાં આ લોકોએ સમાજના બેન્ક એકાઉન્ટ બંધ કરવા માટે બેન્કમાં જઈને પત્ર આપી આવ્યા હતા. પણ આવી ઘટનાઓથી સમાજના વડીલોનું મનોબળ તૂટવાના બદલે વધારે મજબૂત થઈ ગયું, એ જુદી વાત છે.
  • બીજો મહત્વનો અને દુખદ દાખલો માંડવીમાં આવેલ સનાતનીઓની હોસ્ટેલનો છે. માંડવી ગામની પાદરે પાંચ એકર જગ્યામાં સનાતનીઓએ ધામ ધૂમથી વિદ્યાર્થી હોસ્ટેલ ઊભી કરી. પણ ત્યાંનાં સ્થાનિક સંચાલકોને હાથો બનાવી માત્ર લેટર પેડ ઉપર ઠરાવ તૈયાર કરી, આ સંપૂર્ણ મિલકતને પાટીદાર સર્વોદય ટ્રસ્ટના નામે સરકારી રેકર્ડમાં ફેરવી નાખી. આ ટ્રસ્ટમાં સતપંથીઓ પણ સાથે છે. આ દસ્તાવેજ ઉપર કોઈ સ્ટેમ્પ ડયુટી નથી ભરી, કોઈ રજીસ્ટ્રેશન ચાર્જ નથી ભર્યો, મૂળ દસ્તાવેજમાં જણાવેલ મિલકતના માલિક અને મિલકત ટ્રાન્સફર કરી આપનાર વ્યક્તિઓ પણ અલગ છે. આવી અનેકો ખામીઓ છે. પણ RSS, BJP વગેરેની મદદથી મેળવેલ સરકારી તંત્રનો ગેરલાભ લઈને આ કૌભાંડ કરવામાં સતપંથીઓ હાલ પૂરતા સફળ થયા છે. કોઈ દિવસ વિચાર્યું છે કે માત્ર લેટર પેડ ઉપર તૈયાર કરેલ ઠરાવના આધારે કોઇની મિલકત ટ્રાન્સફર થઈ શકે? ના થાય, તો પછી માંડવી હોસ્ટેલ કેવી રીતે થઈ? સામાન્ય માણસ ના કરી શકે. આ માત્ર રાજકીય સત્તા પક્ષ અને સરકારી અધિકારીઓના સહયોગથી જ બની શકે.
  • આવા ઘણા દાખલાઓ છે. કચ્છમાં રવાપર પાસે આવેલ નવાવાસ ગામની સમાજવાડી ઉપર સતપંથીઓ કબજો કરી ગયા. વિરાણી (ગઢવાળી)માં આવીજ સમસ્યા છે. કોટડા જાદોડર, કાંદિયા વગેરે ક. ક. પા. જ્ઞાતિના લગભગ દરેક ગામોમાં સતપંથીઓ દ્વારા સનાતની સંસ્થાઓ અને આગેવાનોને સામે અનેકો ખોટા કેસો કરવામાં આવેલ છે. તેમાંથી ઘણા કેસો આજે પણ ચાલુ છે.

સનાતનીઓને તોડવા માટેની રણનીતિ સાફ દેખાવા લાગી કે જો સતપંથ સામે સનાતન સમાજમાં કોઈ વિરોધ ઊભો થાય તો તેને દબાવવા તરતજ એની સામે સાચા-ખોટા કોર્ટ, પોલીસ અને સરકારી ફરિયાદો દાખલ કરી દેવામાં આવતા. સતપંથ છોડવાની ચળવળ ચલાવનાર કાર્યકર્તાઓમાં હતાશા ફેલાવવા  અને હાલાકી વધારવા તેમજ ડર બેસાડવા માટે જુદી જુદી જગ્યાથી ફરિયાદો કરવામાં આવે.

આવી રીતે, સનાતનીઓ એક મંચ ઉપર ના આવી શકે અને સંગઠિત ના થઈ શકે એના માટે સમાજ વ્યવસ્થા અને સંસ્થાઓ તોડવાનું કામ પણ પૂરા જોરશોરથી થવા લાગ્યું.

12. ક. ક. પા. સનાતન સમાજમાંથી સતપંથીઓને દૂર કરવાની ચળવળ:

પરિસ્થિતિ સાફ થઈ ગઈ. સનાતની (હિન્દુ) સમાજના સિદ્ધાંતો, આદર્શો અને મૂલ્યો સાથે પીરાણા સતપંથના સિદ્ધાંતો, આદર્શો અને મૂલ્યોનો મેળ ખાતો જ નહોતા. આવી પરિસ્થિતિમાં એકતા, સંપ, સંગઠન, વગેરે આદર્શવાદી મૂલ્યોનું કોઈ સ્થાન હોતું નથી.

જ્યાં સતપંથને તકલીફ ના હોય એ મૂલ્યોને ગમે તેમ મારોડીને સનાતની મૂલ્યો સાથે મેળ ખવડાવે. જેમ કે ગૌ સેવા, ડુંગળી લસણ નહીં ખાવું, માંસના ના ખાવું, વ્યસન ના કરવું ઇત્યાદિ. પણ જે મૂલ્યો, આદર્શો અને સિદ્ધાંતોમાં એવું લાગે કે આ તો સતપંથના મૂળ ઇસ્લામી બીજોને નુકસાન કરે એમ છે, ત્યાં એ લોકો પોતાના ઇસ્લામી મૂળ બીજના બચાવમાં બધાજ સંબંધો ભૂલીને લડવા તૈયાર થઈ જાય.

એકજ સમાજની અંદર ઇસ્લામી અને હિન્દુ મૂલ્યો, આદર્શો અને સિદ્ધાંતો સાથે રાખવામાં આવે તો ટકરાવો થવાના જ છે. તો પછી એકજ સમાજની અંદર ઇસ્લામ અને હિન્દુ ધર્મ સાથે રહે તો સમયાંતરે ક્યારેકને ક્યારેક ઘર્ષણ થવાનું જ છે અને વિવાદો ઊભા થવાના છે. આ નક્કી વાત છે. આજે કદાચ શાંતિ હોય, પણ કાલે વિવાદ થવાનો છે જ. આ સમસ્યાથી પીડાતી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિમાં કાયમી શાંતિ જળવાય એ માટે યોગ્ય ઉપાયો શોધવાની જરૂરત પડી.

સનાતન સમાજ સામે પરિસ્થિતિએ એટલો બધો ભયંકર સ્વરૂપ લીધો કે હવે એમની સામે એવી મુશ્કેલી હતી કે સતપંથને સમાજ સ્વીકૃતિ આપે તો, જ્ઞાતિને ધર્મ પરિવર્તનના રસ્તા પર ચાલતી કરી દેવી અને જેથી કરીને ભવિષ્યમાં કદાચ સંપૂર્ણ સમાજ/જ્ઞાતિ એક દિવસ મુસ્લિમ બની જાય. બીજી બાજુ જો સતપંથનો વિરોધ કરે છે તો સમાજ અને સંસ્થાઓ ચલાવવી મુશ્કેલ થઈ થાય. કદાચ સમાજ બંધ કરવાની પરિસ્થિતિ નિર્માણ થાય, એનો ભય હતો.

બંને બાજુ હિન્દુ સનાતન સમાજનું જ નુકસાન હતું. સમાજના વડીલો ખૂબ મોટી દુવિધામાં ફસાઈ ગયા હતા.

માટે સનાતની નેતાઓને મજબૂરી સમજીને સનાતની સમાજના અન્ય સમજુ વડીલોએ ખૂબ લાંબો અને ઊંડો વિચાર કરીને નક્કી કર્યું કે હવે આપણે (હિન્દુ સનાતન સમાજ) સનાતન સમાજમાં સતપંથના લોકો સાથે એક સમાજમાં રહેવું ના જોઈએ. આ અંગે લોકોને જાગૃત કરવા વર્ષ ૨૦૦૯થી શરૂ થયેલ ચળવળએ ક્રાંતિનું સ્વરૂપ લીધું. જેના પરિણામે ભારત ભરમાં અનેકો સભાઓ કરવામાં આવી અને સનાતની લોકોને પોતાના વિસારાયેલા ઇતિહાસની જાણકારી આપી. સતપંથની અલ-તાકિયા રણનીતિ સમજાવી અને સતપંથ અંગે સાવચેત કરીને સમાજ દ્વારા જરૂરી પગલાઓ લેવા માટે પ્રોત્સાહિત કર્યા.

13. સનાતની સમાજની ક્રાંતિના કારણે સતપંથ ધર્મ છોડનાર લોકોના પ્રવાહમાં વેગ આવ્યો:

ક. ક. પા. સનાતની સમાજમાં  શરૂ થયેલ ચળવળના કારણે સતપંથ વિરુદ્ધ બહુજ મોટો જુવાળ ઉપડ્યો. ઠેર-ઠેર સનાતની સમાજોમાંથી સતપંથીઓને દૂર કરવામાં આવ્યા. યુવાનો, વડીલો, માતાઓ, બહેનો બધાજ લોકો એક આવજે કહેવા લાગ્યા કે હવે સતપંથની સમસ્યાનો અંત લાવવો જ છે. આ સમસ્યા ભાવિ પીઢિને વિરાસતમાં નથી આપવી. અન્ય હિન્દુ જ્ઞાતિઓની પણ મદદ લેવામાં આવી.

માટે, ક. ક. પા જ્ઞાતિની સનાતની સમાજ દ્વારા સતપંથ બાબતે નિર્ણય લેવા એક વિશેષ સભા નખત્રાણા ખાતે તા. ૨૬-ઓગસ્ટ-૨૦૧૮ના બોલાવી. જેમાં ભારતભરમાંથી બૌદ્ધિક તેમજ  ધાર્મિક તથા સામાજિક વિવિધ ઝોન, સમાજો વગેરેના હોદેદારો અને અન્ય પ્રભાવશાળી નેતાઓની હાજરીમાં આ અંગે અમુક મહત્વના ઠરાવો પાસ કર્યા. જેમાં મુખ્ય નિર્ણયો હતો કે;

 

  1. સતપંથી સાથે હવે નવા સગપણો/લગ્નો કરવા નહીં.
  2. સતપંથના ધાર્મિક કાર્યક્રમોમાં કોઈએ ભાગ લેવો નહીં, તેમજ સતપંથીઓને સનાતનીઓના ધાર્મિક કાર્યક્રમોમાં બોલાવવા નહીં. અને
  3. સતપંથ સાથે જ્યાં જ્યાં સંયુક સંસ્થાઓ હોય, એ સંસ્થાઓને ધીરે ધીરે જુદી પાડી દેવી.

ટૂંકમાં કહીએ તો સતપંથીઓ સાથે તમામ સંબંધો પર કાપ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો.

 

લોકો દાખલો આપવા લાગ્યા કે શરીરમાં થયેલ કેન્સરની ગાંઠ સાથે એકતા, સંપ, સંગઠન, આપણું લોહી એક છે, સાથે રહીને વિકાસ કરીશું, એવા આદર્શવાદી સિદ્ધાંતો ના અપનાવાય. જેવી રીતે જીવ બચાવવા  માટે કેન્સરની ગાંઠ કાપી નાખવી પડે એવી જ રીતે હિન્દુ ક. ક. પા. સનાતન સમાજ બચાવવો હશે તો સતપંથ સાથે તમામ સંબંધો કાપી નાખવા પડશે.

સનાતનીઓ દ્વારા લેવામાં આવેલ આ કડક નિર્ણયના પરિણામે અન્ય હિન્દુ જ્ઞાતિઓને એવો સંદેશ ગયો કે ક. ક. પા. જ્ઞાતિના સતપંથીઓ તો ધર્મથી મુસલમાન છે. એટલે વ્યવહાર કરવાથી પહેલાં લોકો પૂછવા લાગ્યા કે તમે પેલા મુસલમાન ગુરુવાળા કે હિન્દુ? અને અન્ય હિન્દુ જ્ઞાતિ સતપંથીઓ સાથે દૂરી રાખવા લાગ્યા. આના પરિણામે સતપંથના યુવાન વર્ગમાં પોતાની ઓળખને લઈને શરમ ઊભી થવા લાગી. વાતો એવી પણ સાંભળવામાં આવી છે કે સતપંથની દીકરીઓ પોતાના સગપણ હિન્દુ છોકરા સાથે કરવા માટેની માંગણીઓ કરવા લાગી.

આવા વાતાવરણની અસર આટલી જોરદાર થઈ કે સતપંથ છોડનાર લોકોનો પ્રવાહ ફરીથી જોરમાં શરૂ થયો. દક્ષિણ ભારત, બીલીમોરા, નાગવીરી, મુંબઈ, રસલિયા, લક્ષ્મીપર નેત્રા, કાદિયા, વડોદરા વગેરે કચ્છ અને બહારના અનેક ગામોમાં હજારો લોકોએ સતપંથ ધર્મ છોડીને સનાતન સમાજમાં જોડાયા.

ટૂંકમાં કહીએ તો સતપંથીઓ સાથે તમામ સંબંધો પર કાપ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો.

14. વર્ષ ૨૦૧૮ પછી સતપંથનું અસ્તિત્વ ટકાવવા માટે ફરીથી હવાતિયાં મારવામાં આવ્યા:

સનાતનીઓ દ્વારા લેવામાં આવેલ ઉપર જણાવેલ પગલાઓની અસર એવી જોરદાર પડી કે કચ્છમાં સતપંથીઓની સંખ્યા નહિવત જેવી રહી ગઈ. સતપંથીઓ સાથે નવા લગ્ન સંબંધો લગભગ બંધ થઈ ગયા છે. સંયુક્ત સામાજિક સંસ્થાઓ અને મિલકતો ધીરે ધીરે જુદી થઈ રહી છે. સતપંથીઓ સાથે ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોમાં બહુજ મોટો કપાત આવી ગયો.

પીરાણા ફરીથી ભયંકર સ્થિતિમાં આપી ગયું. વર્ષ ૧૯૯૦ની આસપાસ શરૂ કરેલ નવનિર્મિત અલ-તાકીયાને લઈને અપનાવેલ હિન્દુ દેખાવ, ભાષાંતર કરેલ શાસ્ત્રો, સાધુ સંમેલનો, હિન્દુ સંગઠનો વગેરે બાબતો પાછળ કરેલ મોટી ખર્ચાઓ પર પાણી ફરી ગયું.

સતપંથ છોડનાર લોકોના પ્રવાહને રોકવા માટે સતપંથમાં ફેરફાર કરવા મજબૂર થયા. ઠેર-ઠેર યુવા સતપંથ વિચાર ઘોष्ટી સભાઓ યોજીને પ્રવાહને રોકવાના પ્રયત્નો કરવામાં આવ્યા. આવી એજ સભા મુંબઈની બાજુમાં આવેલ બદલાપુરમાં તા. ૧૨-સપ્ટેમ્બર-૨૦૧૮ના રાખવામાં આવેલ હતી.

આ સભામાં પીરાણાથી આવેલ ખાસ વક્તાઓ દ્વારા કહેવામાં આવ્યું કે હવે સમય આવી ગયો છે કે હવે સતપંથના મૂળને ટકાવી (એટલે ઇસ્લામી બીજ/તત્ત્વ બદલ્યા વગર) બહારનું પેકેજિંગ બદલવાની જરૂરત છે. સતપંથના યુવાનોના મનમાં ઉપજતી શંકા કે શું તેઓ ધર્મના સાચા રસ્તા પર છે અને તેઓ લઘુમતીમાં કેમ આવી ગયા, એવા પ્રશ્નો અને શંકાને, આધુનિકતાની છબી ઊભી કરવા માટે, અંગ્રેજી શબ્દોનો વારંવાર ઉપયોગ કરીને નિવારણ લાવવાની કોશિશ કરી.

પણ, પીરાણાને છોડનાર લોકોનો પ્રવાહમાં બહુ ફરક ના પડ્યો. આનાથી વિચલિત થઈને સતપંથના એક સાધુએ વડાલી ગામમાં યોજાયેલ સૈયદ ઈમામશાહ દ્વારા લિખિત સતપંથના દશાવતાર ગ્રંથની કથાના કાર્યક્રમના છેલ્લા દિવસે એટલે તા. ૩૧-ડિસેમ્બર-૨૦૧૯ના રાત્રે લગભગ ૯ વાગે  સતપંથના યુવાનોની એક સભા બોલાવીને ક. ક. પા. સનાતની અગ્રણીઓને ધમકી આપતા ઉગ્ર અને લોકો કાયદો વ્યવસ્થા પોતાના હાથમાં લેવા માટે ઉશ્કેરણી જનક પ્રવચનો કર્યા. એમનો વ્યવહાર અને એમની ભાષા ખુબજ હલકી હતી અને કોઈ પણ સાધુ માટે અશોભનીય હતી.

આવી ઘટનાઓ સૂચવે છે કે પીરાણાના કર્તાહર્તાઓ પોતાના અસ્તિત્વ ટકાવવા માટે કેટ-કેટલા હવાતિયાં મારી રહ્યા છે. એમની માનસિક સ્થિતિ શું હશે એની કલ્પના તમારા મગજમાં રાખીને આગળના મુદ્દાઓ વાંચશો, તો ખ્યાલ આવશે કે પીરાણામાં હાલ જે દીવાલ ઊભી કરી છે એના પાછળના સાચા કારણો કયા છે.

15. પીરાણામાં હાલ થયેલ બદલાવો પાછળ વાણી અને વર્તનમાં કેટલો ફેર છે? આ બદલાવો તો માત્ર હિન્દુઓને સતપંથ છોડવાથી રોકવા માટેનો છે.
તા. ૨૩-૦૭-૨૦૨૧નો સમજોતો દસ્તાવેજ - જેમાં સૈયદો, પીરાણાના ટ્રસ્ટીઓ, કર્તાહર્તાઓ, પોલીસ, SDM વગેરેની સહીઓ છે.
તા. ૨૭-૦૭-૨૦૨૧ નો સમજોતો દસ્તાવેજ- જેમાં સૈયદો વગેરે સાથે સતપંથ સમાજના તત્કાલીન પ્રમુખ દેવજીભાઈ, પોલીસ, SDM વગેરેની સહીઓ છે.

આગાઉ જણાવ્યા પ્રમાણે હાલ પીરાણા સતપંથના કર્તાહર્તાઓ પોતાનું અસ્તિત્વ બચાવવા માટે ખૂબ જ મોટા દબાણમાં છે.

સતપંથના અનુયાયીઓનો બહુજ મોટા વર્ગની દિલી ઈચ્છા છે કે જ્યારે ઈમામશાહ ધર્મ પરિવર્તન કરતા હતા, એની જાણ બધાને થઈ ગઈ છે, તો આપણે હવે ઈમામશાહને પૂજવા ના જોઈએ. આ લોકો કહેવા લાગ્યા કે આપણે હિન્દુ છીએ તો એક મુસ્લિમને પૂજવાની કોઈ જરૂરત નથી. હિન્દુ ધર્મમાં ઈમામશાહ થી પણ ઘાણ ઊંચા અને સારા ગુરુઓ છે અને ભૂતકાળમાં થઈ ગયા છે. તો એવા કોઈ ગુરુને આપણે પુજીએ. પણ પીરાણા સતપંથના પ્રચારકો ઈમામશાહને છોડવા નથી માંગતા. યેન-કેન પ્રકારે સતપંથમાં ફેરફારો કરીને પણ ઈમામશાહને પકડી રાખે છે. શા માટે?

હાલ, પીરાણામાં ભલે બાહ્ય રીતે દીવાલો ઊભી કરી. પણ અંદર ખાને સૈયદો સાથે સાઠ-ગાંઠ કરે છે. ખોટી રીતે વિશ્વાસ હિન્દુઓનો જીતવા ભલે સૈયદોનો જાહેરમાં વિરોધ કરે છે, પણ બંધ બારણે પીરાણામાં થતા ફેરફારો કરવાની રીતે પર લેખિત સમજોતો કરે છે. સૈયદો સાથે પીરાણાના ટ્રસ્ટીઓ અને સતપંથ સમાજના પ્રમુખની પણ સહી છે. તા. ૨૩-જુલાઈ-૨૦૨૧ અને ૨૭-જુલાઈ-૨૦૨૧ના સમજોતા દસ્તાવેજોમાં સરકારી અધિકારીઓની મધ્યસતી અને સાક્ષી તરીકેની સહીઓ પણ જોવા મળે છે.

પહેલાં સમજીએ  કે પીરાણાની આ નવી દીવાલ કઈ જગ્યા પર ઊભી કરવામાં આવી છે;

  1. પીરાણાના મુખ્ય સ્થાનકને ત્રણ ભાગમાં સમજી શકાય.
    • હિન્દુ દેખાવ વાળું – નિષ્કલંકી નારાયણનું મંદિર (સામાન્ય જનતા માટે આ જગ્યાથી આગળ જવું સહેલું નથી હોતું. ઘણા બધા સવાલો પૂછવામાં આવે અને આગળ જવા માટે નિરાશ કરવામાં આવે.)
    • મુસલમાન દેખાવ વાળું – મુસલમાનોનું કબ્રસ્થાન જેમાં ઈમામશાહની દરગાહ, સેદ ખાનની દરગાહ, રબારી સમાજના ધર્મ ગુરુઓની દરગાહ, પૂર્વ કાકાઓની કબરો, સૈયદ ધર્મગુરુઓની કબરો, તેમજ સૈયદ સમાજના લોકોની કબરો વગેરે-વગેરે છે. આ ભાગમાં અમુક દરગાહઓ ના માલિકો તો રબારી સમાજ અને મુસલમાન સમાજ છે.
    • ઇસ્લામ દેખાવ વાળું – સતપંથના પૂર્વ ગાદીપતિ દીપા કાકાએ બાંધેલી ઈમામશાહ મસ્જિદ.
પીરાણાની ઈમામશાહ મસ્જિદ (નિર્માતા દીપા કાકા)
સરકારી રેકર્ડ (૭/૧૨) માં ઈમામશાહની મસ્જિદના માલિક તરીકે પીરાણાની ઈમામશાહ બાવા સંસ્થા બતાવવામાં આવેલ છે.

2. હાલ ૩૦-જાન્યુઆરી-૨૦૨૨ના જે ૧૩ ફૂટ ઊંચી “L” આકારમાં દીવાલ બાંધવામાં આવી છે એવી રીતે અને એવી જગ્યામાં ઊભી કરવામાં આવી છે કે જેનાથી મુસલમાનોના કબ્રસ્થાન વચ્ચે ઊભી કરેલ છે. જેના..

  • એક બાજુ ઈમામશાહની કબર વાળી દરગાહ, સેદ ખાનની દરગાહ, રબારી સમાજની દરગાહ, પૂર્વ કાકાઓની કબરો, સૈયદ ધર્મ ગુરુઓની કબરો વગેરે છે.
  • બીજી બાજુ સૈયદ સમાજના લોકોની અનેકો કબરો છે.
  • તેમજ ઈમામશાહની દરગાહ અને મસ્જિદ વચ્ચે પણ દીવાલ ઊભી કરવામાં આવેલ છે.

કારણો: દીવાલ ઊભી કરવા પાછળના કારણોમાં એવો પ્રચાર કરવામાં આવે છે કે મસ્જિદ બાજુથી અસામાજિક તત્વો દ્વારા પથ્થર ફેકવામાં આવે છે, એનાથી લોકોને બચાવવા માટે ઊંચી દીવાલ ઊભી કરેલ છે.

નોંધ: ઉપર જણાવ્યા સિવાય સંકૂલના એન્ટ્રીમાં અન્ય સગવડો છે, જેવી કે હૉલ વગેરે. પણ એ બધાનું આ ચર્ચામાં કોઈ સીધું મહત્વ નથી.

પીરાણાની સંસ્થાના મુખ્ય દ્વારા (ગેટ) ઉપર લાગેલ બોર્ડને હટાવી દેવામાં આવેલ છે. ડાબી બાજુ જૂનો ફોટો છે, જેમાં બોર્ડ જોઈ શકો છો અને જમણી બાજુ નવો ફોટો છે, જેમાં બોર્ડ નથી.

હવે પીરાણામાં જે કહેવાતી કમ્પાઉન્ડની નવી દીવાલ ઊભી કરીને તેમજ સંસ્થાના મુખ્ય ગેટ ઉપરનો બોર્ડ “ધી ઈમામશાહ બાવા સંસ્થા ટ્રસ્ટ”નો બોર્ડ હટાવીને સતપંથીઓ અને હિન્દુઓને કેવો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે, એ સમજીએ.

  1. પીરાણા સતપંથમાં આવેલ મુસલમાનોનો પ્રભાવ ઓછો કરવા માટે પ્રયત્ન કરેલ છે.
  2. તા. ૧૧ થી ૧૩ માર્ચ ૨૦૨૨ના યોજાનારી RSSની મહત્વપૂર્ણ અખિલ ભારતીય પ્રતિનિધિ સભા સામે પોતાની બનાવટી હિન્દુ છબી ચમકાવવા માટે છે.
  3. RSSની સભામાં ભાગ લેનાર લોકોથી પોતાની (સૈયદ ઈમામશાહના કારણે) મુસલમાન ઓળખ છુપાવવા માટે. જેથી RSSના અજાણ લોકોના મનમાં પીરાણા પ્રત્યે સંભવિત અણગમો ઉપજે નહીં.
  4. RSS ને બતાવવા માટે મુસલમાન સૈયદ ઈમામશાહ બાવાથી સતપંથીઓને ધીરે થી દૂર કરવાના બનાવટી પ્રયત્નો થઈ રહ્યા છે.
  5. સતપંથીઓને સંદેશ આપી શકે કે સતપંથ હિન્દુ ધર્મનો ભાગ છે, માટે સતપંથ છોડવાની જરૂરત નથી.

હવે, દીવાલ ઊભી કરવી અને બોર્ડ હટાવવાની ઘટનાથી સતપંથીઓ તેમજ હિન્દુઓને બેવકૂફ બનવાની રમત ખૂલી કરીને હકીકત સમજવાનો પ્રયત્ન કરીએ.

  1. પીરાણામાં જે દીવાલ બાંધી એ દીવાલમાંથી કબ્રસ્થાનના બીજા ભાગમાં જવા માટે દરવાજો શા માટે રાખવામાં આવ્યો છે? મુસલમાની કબ્રસ્થાનના બીજા ભાગમાં આવડી રુચિ શા માટે? જવાબ છે કે એ કબ્રસ્થાનના માલિક પીરાણાની મુખ્ય સંસ્થા જ છે. એટલે “ધી ઈમામશાહ બાવા રોઝા સંસ્થાન કમિટી ટ્રસ્ટ” રજી E-૭૩૮ છે.
  2. જે મસ્જિદથી હિન્દુઓને દૂર રાખવાના આડમાં દીવાલ બાંધી છે, એ મસ્જિદ કોના માલિકીની છે? જવાબ: મસ્જિદના માલિક પણ ઉપર જણાવ્યા પ્રમાણે પીરાણાની મુખ્ય સંસ્થા જ છે. તો પછી મસ્જિદ તી હિન્દુઓને સાચે સૂર રાખવા માટે દીવાલ બનાવી છે? કે પછી આંખોમાં ધૂળ નાખવામાં આવું રહ્યું છે. હકીકતમાં તો હિન્દુઓ ને પીરાણામાં પકડી રાખવા માટે દીવાલ ઊભી કરવામાં આવેલ છે.
  3. જો મસ્જિદ તરફથી કાંકરીચાળો (પથ્થર મારો) થવાની વાતો સાચી હોય તો એના સીધા જવાબદાર કોણ? જવાબ છે પીરાણાની મુખ્ય સંસ્થા.
  4. મુદ્દાની વાત એ છે કે કબ્રસ્થાન-મસ્જિદ અને ઈમામશાહની દરગાહ એ બંને ભાગ પીરાણા સંસ્થાની માલિકીની જ છે. તો પછી પોતાની જ માલિકીના જગ્યામાં વચ્ચે આવી રીતે ૧૩ ફૂટ ઊંચી દીવાલ શા માટે બનાવી? કોઈકને તો બેવકૂફ બનાવવા માટે ને?
    મુસલમાનો ની અમુક કબરો
  5. પહેલાં (દીવાલ નહોતી ત્યારે) પથ્થર ફેંકનાર વ્યક્તિ દૂરથી દેખાઈ જાત. પણ હવે દીવાલ ઊભી થવાથી દીવાલ ઉપરથી પથ્થર ફેકનાર વ્યક્તિ કોણ છે.. એ ખબર જ નથી પડે. તો દીવાલ ઊભી કરીને તમે કઈં સારું નથી કર્યું. ઊલટું નુકસાન કર્યું છે.
  6. એવી તો કેવી આફત આવી પડી કે માત્ર એક જ દિવસમાં ૧૩ ફૂટ ઊંચી મોટી દીવાલ ઊભી કરવાની જરૂરત આવી પડી?
  7. દીવાલની અંદર આવેલ નાની નાની કબરો જેવી કે ઈમામશાહની દરગાહના દરવાજા પાસે આવેલ કબરો, સૈયદ શમ્સુદદીન બાવાની કબર, પૂર્વ કાકા ની કબરો, મુસલમાન સૈયદ સમાજની કબરોની સામે લગભગ ૩ થી ૪ ફૂટની નાની દીવાલો શા માટે ઊભી કરવામાં આવી? અહીં થી કોઈ પથ્થર નથી મારતું? આ નાની નાની કબરો કોની નજરથી છુપાવવા માંગે છે? જવાબ સાફ છે કે સતપંથીઓને અને હિન્દુઓને બેવકૂફ બનાવવા માટે.
    દરગાહ પરિસરમાં આવેલ સતપંથી કબરો અને ટાઇલ્સ
    મૃતક સતપંથીઓના શરીરના અંગોના દફનની વિગતો જણાવતી ટાઇલ્સ
  8. એવી જ રીતે એજ પરિસરમાં હિન્દુ સતપંથીઓને દફનવેલ કબરો અને અને મૃતકના શરીરના અંગો દફનવેલ ટાઇલ્સ પણ લાગેલી હતી. લાખો રૂપિયા ખર્ચીને પીરાણામાં દફનવવાની આસ્થા રાખનાર પરિવારોની લાગણી કેમ દુભાવી? એ કબરો અને ટાઇલ્સતો મુસલમાનોની નહોતી. તો પછી એને શા માટે તોડી? કોળી અને કાછી સમાજના પાટીદારો આ વાતથી ખૂબ નારાજ છે. એમની શ્રદ્ધા, આસ્થા અને પૂજાનું સ્થાન તમે તોડ્યું છે. આવું કરીને તમે હિન્દુ સમાજને કેમ નુકસાન પહોંચાડ્યું?
  9. એજ પરિસરમાં ઈમામશાહની દરગાહને અડીને મુસલમાનોની માલિકીની નાની-મોટી દરગાહો/કબરો છે. જેમાં રબારી સમાજના ધર્મ ગુરુ સૈયદોની કબરો અને દરગાહો પણ છે. આ કબરો ઈમામશાહ બાવા રોઝા ટ્રસ્ટની માલિકીની દરગાહો નથી, પણ એ દરગાહો લોકોને ના દેખાય અને એ દરગાહઓ દબાઈ જાય એ હેતુથી, એમના મોઢાં પર આગળ અલગ દીવાલ ઊભી કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. પણ રબારી સમાજના મોટા નેતાઓ અને આગેવાનો ત્યાં સમય પર આવ્યા અને જોરદાર વિરોધ કર્યો એટલે એ કામ બંધ કરવામાં આવ્યું છે.
  10. નગીના ગોમતીનું (ધાર્મિક રીતે બહુ મહત્વનું સ્ટ્રક્ચર) નું મોઢું દક્ષિણ તરફ હતું એટલે અંદરથી દરવાજો દક્ષિણ તરફ ખૂલે. એને બદલીને ઉત્તર તરફ શા માટે કરવામાં આવ્યું? ઈમામશાહ એ બાંધેલ આ નગીના ગોમતી હતી, એને બદલવાનો તમને કોઈ અધિકાર નથી. તેમ છતાં આવું કરીને તમે દરેક સતપંથીઓન લાગણી દુભાવી છે. તમને તો સતપંથીઓની પણ ફિકર નથી. તો કોની ફિકર છે?
  11. કાયમી ઉકેલ લાવવા માટે પીરાણાના સૈયદો તરફથી પ્રસ્તાવ આવેલ છે કે ઈમામશાહને દરગાહ, કબ્રઆસ્થાન અને મસ્જિદ અમને આપી દો અને એના બદલામાં હાલ જ્યાં નિષ્કલંકી નારાયણનું મંદિર, ઈમામશાહનો ઢોલિયો છે, મકાન છે, મોટો હૉલ છે, કરસન કાકાની સમાધિ છે વગેરે વગેરે તમામ મિલકતો ભલે સતપંથી રાખે. તો શા માટે પીરાણાના કર્તાહર્તા આ વાત નથી માનતા?
    • મસ્જિદ અને કબ્રસ્થાન તો આમે પીરાણા વાળાઓએ છોડી દીધા છે. માત્ર મુસલમાની દરગાહનો સવાલ છે. ઉકેલ માટે માત્ર તો દરગાહને છોડી દેવાનું બાકી છે.
  12. એવી પણ એક વાત સાંભળવા મળી છે ઈમામશાહની કબરવાળી દરગાહના દરવાજાઓ કાળા કાંચના બનાવવામાં આવ્યા અથવા આવવાના છે. જેથી અંદર બળતી માત્ર જ્યોતનો પ્રકાશ બહાર સહેલાઈથી દેખાશે. અંદરની કબરો નહીં દેખાય. આવું કરીને કોને બેવકૂફ બનાવવાના પ્રયત્નો છે? હિન્દુઓને જ ને. મુસલમાનોને તો ખબર છે કે અંદર કોની કબર છે. હિન્દુઓને ખબર પડવા નથી દેવી. કારણ કે પીરાણાની હાલની પરિસ્થિતિ એવી છે કે જો બધુ ખુલ્લુ થઈ જાય તો RSS, BJP, VHP, બજરંગ દળ, કિસાન સંઘના કાર્યક્રતા એમના પર સવાલ કરશે અને કદાચ ઈમામશાહની દરગાહ છોડી દેવા માટે દબાણ પણ કરશે.
  13. ઘણી વખત સતપંથના સાધુઓને મોઢે જાહેર કાર્યક્રમમાં કહેવામાં આવે છે કે હું તો માત્ર ઈમામશાહની કબર પાસે બળતી જ્યોતને માનું છું. ત્યાં આવેલ બીજા કોઈ પણ તત્ત્વને નથી માનતો. તો પછી વિચાર કરો કે જેમ હાલ દિલ્લીમાં શહિદ સૈનિકોની અમર જવાન જ્યોતિનું વિલીનીકરણ રાષ્ટ્રીય સમર સ્મારક (National War Memorial) ની જ્યોતિ સાથે વિલીનીકરણ કરી નાખવામાં આવી, એવી રીતે ઈમામશાહની કબર પાસે આવેલ જ્યોતને લઈને ત્યાંથી કોઈ અન્ય જગ્યા પર કેમ નથી લઈ જતા? પૂરો સંતોષ થાય એ માટે જરૂર હોય તો કદાચ પૂરો દીવો જ ભલે લઈ જાઓ. કોઈ રોકશે નહીં, પણ ઈમામશાહની દરગાહ છોડી કેમ નથી દેતા? એમના વર્તન થી ચોખ્ખું દેખાય છે કે એમને ઇસ્લામી બીજ છોડવું નથી.
  14. બંધ બારણે પીરાણા સતપંથના કર્તાહર્તાના મોઢે थी સાંભળવા મળે છે કે અમે તો મુસલમાનોનું બધુંજ હટાવવા માંગીએ છીએ, પણ સરકારી કાયદાઓ થી અમારા હાથ બંધાયલા છે. પણ કોઈ દિવસ તમે એવું પૂછો કે થોડી વાર તમે પીરાણાને મૂકી દઈને સતપંથના અન્યાયીઓના ગામડાઓમાં અને અન્ય જગ્યામાં આવેલ સતપંથના મંદિરોમાંથી ઈમામશાહ અને નિષ્કલંકી નારાયણ કેમ નથી કાઢતા? ત્યારે એમના જવાબ થી તમને સમજાશે કે એમની વાણી અને વર્તનમાં કેટલો ફરક છે.
  15. તેવીજ રીતે એમને પૂછો કે જો તમે સાચા હિન્દુ છો, તો પછી ઈમામશાહ વાળો દસાવતર ગ્રંથ અને અન્ય સતપંથી ગ્રંથોને ત્યાગીને મૂળ હિન્દુ શાસ્ત્રો અને ગ્રંથોનો પીરાણામાં કેમ પ્રચાર પ્રસાર નથી કરતા?
  16. એવીજ રીતે એમને પૂછો કે ઈમામશાહ વાળા દસાવતર ગ્રંથથી કથાઓ કેમ ઠેર-ઠેર કરો છો.. એ બંધ કરીને શુદ્ધ હિન્દુ દસાવતર ગ્રંથની કથા કેમ નથી કરતા?.. તો તમને ખ્યાલ આવશે કે મુસલમાનોનું તો માત્ર બહાનું છે. તેમને સતપંથનું ઇસ્લામી બીજ એટલે ઈમામશાહ અને નિષ્કલંકી નારાયણને છોડવા જ નથી.
  17. એક વાત ઉપર પીરાણા સતપંથના પ્રચારકો ખૂબ ગૌરવ લેતા હોય છે કે ભારતમાં પીરાણાજ એકમાત્ર એવી જગ્યા છે કે જ્યાં મુસલમાનોની ધાર્મિક સંસ્થાને હિન્દુઓએ કબજે કરેલ છે. નહીં તો સામાન્ય રીતે મુસલમાનોએ હિન્દુઓની ધાર્મિક જગ્યા કબજે કરવાના અનેકો દાખલાઓ છે. આમની આ પોલને ખુલ્લી કરવા માટે એમને પૂછો કે મુસલમાનો દ્વારા પચાવી પાડેલ હિન્દુઓની એવી કઈ સંસ્થા છે કે જ્યાં કબજો કર્યા બાદ મુસલમાન પોતાની સમાજમાં એ હિન્દુ ધાર્મિક સંસ્થાનો પ્રચાર કરે છે? એના વિપરીત તમે તો સૈયદ ઈમામશાહ અને એમના દાદા દ્વારા રચેલ સતપંથ નામક ઇસ્લામ ધર્મનો પ્રચાર કરો છો? આવું કરીને હિન્દુઓને જે બેવકૂફ બનાવો છો ને.. એ નક્કી છે.
  18. ઈમામશાહ દરગાહ કબજે કરવી એક વાત છે અને સતપંથના અનુયાયીઓને ધર્મનો ઉપદેશ આપવો બીજી વાત છે. એમને પૂછો કે સતપંથના અનુયાયીઓની ઈમામશાહ અને નિષ્કલંકી નારાયણથી કાયમી રીતે દૂર કરવા માટે તમે શું કરો છો? જ્યાં સુધી ઈમામશાહ અને નિષ્કલંકી નારાયણ સતપંથના શાસ્ત્રોમાં છે, ત્યાં સુધી સતપંથીઓ કોઈ પણ ઘડીએ ધર્મ પરિવર્તનના શિકાર થઈ શકે એમ છે. લોકોને વિશ્વાસ જાગે માટે કમ સે કમ એટલી તો શરૂઆત કરો કે પીરાણા સિવાયના સતપંથના તમામ ગામોમાં, મંદિરોમાં અને સંસ્થાઓમાંથી ઈમામશાહ અને નિષ્કલંકી નારાયણને હટાવી નાખવામાં આવે. એમાં કોઈ મુશ્કેલી તમને આડી નહીં આવે. આ પગલું તો ભરીને બતાવો પહેલાં.
16. સતપંથના મૂળ ધર્મગુરુઓનો વિરોધ ના કરવા પાછળના કારણો:
  1. પીરાણા સતપંથના છુપા ધર્મ ગુરુ (Hidden Pir) સૈયદ સલાઉદ્દીન બાવા ખાકી કેમ જાહેરમાં બહાર આવી પીરાણાની દીવાલનો વિરોધ નથી કરતા? અગાઉ જણાવ્યા પ્રમાણે, સ્વાભાવિક છે કે અંદર ખાને આ બધા લોકો ભળેલા છે.
  2. તેવીજ રીતે મોડાસાના ઘણાં બધા સતપંથીઓના ધર્મગુરુ સૈયદ આસિફ હુસૈન રફી મુહમ્મદ (ડૉ. સૈયદ સફીભાઈના ભત્રીજા) પણ છે. આજ સુધી તેમના દ્વારા પણ પીરાણાની દીવાલનો વિરોધ કેમ નથી કરવામાં આવ્યો?
  3. જો મુસલમાનોનું અસ્તિત્વ ખરેખર પીરાણામાંથી કાઢી નાખવાની વાત ખરેખર સાચી હોત તો આ લોકો જે ધર્મગુરુ છે તેઓ તરતજ વિરોધ કરત. પણ આ દીવાલની પાછળ હિન્દુઓને પીરાણામાં પકડી રાખવાની રમત છે માટે જ સતપંથના ધર્મગુરુઓ વિરોધ નથી કરતા. ઊંડો વિચાર કરશો તો બરાબર સમજાશે.
17. મૂળમાં આ બધી પૈસા માટેની રમત છે:

ભારતીય કાનૂન પ્રમાણે, પીરાણા સતપંથમાં એક ગેરકાયદેસરનો નિયમ છે. સતપંથના અનુયાયીઓ પાસેથી એમની વાર્ષિક આવકના ૧૦% પીરાણાને આપવું પડે છે. જેણે દસોંદ કહેવાય છે. એ પૈસાઓથી પીરાણાના સંચાલકો મોજ કરતા હોવાના સમાચારો આવતા હોય છે. એ પૈસા વ્યાજે પણ અનુયાયીઓને આપવામાં આવે છે. વ્યાજ તરીકે નફાનો ભાગ લેવામાં આવે છે. એટલે અનુયાયીઓના ધંધામાં પાર્ટનર બની જાય. ધીરે ધીરે રકમ બહુ મોટી થઈ જાય. પણ આ બધુ ચોપડા બહાર થતું હોય છે. જાહેર જનતા કે સરકારને કાનો-કાન આ વાતની ખબર પણ ના પડે. 

જો સતપંથની સાચી હકીકત બહાર આવે, તો લોકો સતપંથ છોડી દે અને પૈસા પણ ના આપે. માટે  પીરાણાના કર્તાહર્તાઓ કમાણી બંદ ના થાય એમાં જ રસ લેતા હોય. અને સતપંથમાં નવા સભ્યો જોડાતા રહે એનાં માટે સાચા ખોટા પ્રપંચો રચતા હોય છે. કારણ કે આખરમાં તો આ આવકની વાત છે. સાચું ખોટું બોલીને, મુસલમાન ધર્મ હોવા છતાં, સતપંથ હિન્દુ ધર્મ છે એવી લોકોની ગમતી વાતો કરીને પણ અનુયાયીયોની શ્રદ્ધા અને અંધ-શ્રદ્ધા પીરાણામાં ટકાવી રાખવામાં એમને વ્યક્તિગત લાભ દેખાય છે. ધર્મ પ્રત્યે અંદરથી કોઈ સાચી લાગણી નથી. માત્ર અનુયાયીઓમાં ધર્મની લાગણી જગાવીને સતપંથમાં ટકાવી રાખે.  

જે માણસમાં હિન્દુ ધર્મ માટે સાચી શ્રદ્ધા હોય, એ માણસ કોઈ દિવસ પૈસાને ધર્મના આડે આવવા નહીં આપે. પૈસા છોડી દેશે પણ હિન્દુ ધર્મ નહીં છોડે. જેવી રીતે ક. ક. પા. ના સનાતનીઓએ એક સાચા હિન્દુ ધર્મી બનીને પીરાણાથી એક પણ પૈસાની લાલચ રાખ્યા વગર પીરાણા છોડી દીધું, પણ હિન્દુ ધર્મ ના છોડ્યો. ધર્મની બાબતે વ્યવહારિક રીતે કટ્ટર ક. ક. પા. જ્ઞાતિની સનાતની સમાજ છે.

આવીજ રીતે અગર બધાજ સતપંથી અનુયાયીઓ હિન્દુ બની જાય, તો પીરાણામાં કોઈ પૈસા નહીં આપે? પૈસા વગર સંસ્થા પડી ભાંગે. તો આવું કરીને પૈસા વગરની નબળી સંસ્થા બનાવીને છોડી શકાય એમ છે? પીરાણા સંસ્થાન ના છોડવા પાછળનું એક બહાનું અપાય છે કે પીરાણામાં ખૂબ પૈસા છે અને પૈસા મુસલમાનોને ના આપી શકાય, એ વાતનો પણ રસ્તો નીકળી શકે છે, અગર રસ્તો કાઢવો હોય તો. પણ પીરાણાના કર્તાહર્તા આવું નહીં કરે. એના બદલામાં પીરાણામાં નવી મિલકતો લેશું અને ત્યાં વિકાસ કરશુ, આવું કહીને હિન્દુઓને અટકાવી રખાય છે.

માટે એક વાત સ્પષ્ટ છે કે પીરાણાના કર્તાહર્તાઓના માધ્યમથી સતપંથ સમસ્યાનો ઉકેલ આવશે એવી આશા રાખવી સાવ નકામી છે.

18. ઉપસંહાર

એક વાતની ખાસ ગાંઠ બાંધી લેવા જેવી છે કે પીરાણા દ્વારા હિન્દુ તરફી જેટલા પણ ફેરફારો કરવામાં આવી રહ્યા છે, એ માત્ર ક. ક. પા. સનાતન જ્ઞાતિના દબાણના કારણે છે. જ્યાં સુધી આ દબાણ છે, ત્યાં સુધી થશે આ ફેરફારો થતા રહેશે. એક વખત સનાતની ક. ક. પા. જ્ઞાતિનું દબાણ હટશે એટલે ત્યારે RSS, VHP, BJP, બજરંગ દળ, હિન્દુ સાધુ સંતોની પીરાણાને કોઈ જરૂરત નહીં રહે. કારણ કે પછી તેમને કોઈનો ડર જ નહીં રહે. એમના ધર્મ પરિવર્તનના છુપા અજેન્ડાની પોલ ખોલવાવાળા કોઈ બચશે જ નહીં.

સારાંશમાં કહી શકાય કે પીરાણા દ્વારા લેવાતા તમામ પગલાંઓ હમેશા નીચે જણાવેલ બે (૨) પ્રકારોમાં થી ઓછામાં ઓછા એક પ્રકારના હોય છે.

  1. ધ્યેય સાધવા
    • હિન્દુ તરીકેની માન્યતા મેળવી લેવી
    • આ માન્યતાના દમ પર હિન્દુ સમાજમાં દાખલ થઈ જવું
    • દાખલ થાય બાદ હિન્દુ સમાજના લોકોને સતપંથમાં ખેંચી જવા.
  1. ઇસ્લામી અસ્તિત્વ ટકાવવા

સતપંથનું ઇસ્લામી બીજ એટલે ..

    • ઈમામશાહ
    • નિષ્કલંકી નારાયણ
    • સતપંથના શાસ્ત્રો અને
    • પીરાણાનું સ્થાનક

.. ને ગમે તે ભોગે ટકાવી રાખવું

અને ઉપર જણાવ્યા પ્રમાણેના બે પ્રકારના પગલાંઓના પાયામાં જૂઠ (અલ-તાકીયા ના કારણે) નો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. 

માટે સતપંથની સમસ્યાનો કાયમી રીતે ઉકેળવો હશે તો આપણે એમના અસ્તિત્વ ને ટાર્ગેટ કરવું પડશે.  પહેલાં સતપંથનું ઇસ્લામી બીજને કાઢી નાખવું જ પડશે, તોજ આપણને સફળતા મળશે.

આ કોશિશો ત્યારે સફળ થશે જ્યારે એક બાજુ સનાતની ક. ક. પા. જ્ઞાતિના ભાઈઓ અંદરથી દબાણ વધારતા જાય અને બીજી બાજુ RSS, BJP, VHP, વગેરે બહારથી દબાણ વધારે.

એવું પણ થઈ શકે કે આ લેખને ખોટો સાબિત કરવા માટે આ લેખમાં જણાવેલ બાબતોને લઈને પીરાણામાં પાછળથી ફેરફારો કરવામાં આવે. ગમે એટલા ફેરફારો ભલે કરે. પણ એક વાત ધ્યાનમાં રાખજો કે શું ઇસ્લામી બીજ સંપૂર્ણ રીતે, જડમૂલથી કાઢી નાખવામાં આવ્યું છે? અગર નહીં, તો આ બધુ માત્ર ઉપરછલ્લો દેખાવ છે, જેનાથી આપણે છેતરાઈએ નહીં.

હાલ પીરાણાના કર્તાહર્તાઓને RSSની સહુથી વધારે જરૂરત છે. કારણ કે દીવાલ ઊભી કરીને પીરાણાના કર્તાહર્તાઓના હાથે મોટા ગુનોહો થયા છે. કોર્ટના આદેશનો અનાદર સહિત ધાર્મિક સદભાવ અને સુલેહ, શાંતિ ભંગ કરવા, વર્ગ વિગ્રહ કરવા, સતપંથીઓની કબરો અને પૂજાનું સ્થાન તોડવા જેવા ઘણા ગંભીર આરોપોનો સામનો કરવો પડશે. આવા આરોપોનો સામનો કરવા એમને RSSના સાથની ખુબજ જરૂરત છે. એક રીતે કહી શકાય કે પીરાણાવાળાઓ દીવાલ ઊભી કરીને ખરાબ રીતે ફસાઈ ગયા છે. એમની પરિસ્થિતિ ખૂબ નબળી છે. RSS ચાહે તો માત્ર એક કેસ કરાવીને પીરાણાને પોતાના ઇશારા પર નચાવી શકે એમ છે.

જ્યારે ક. ક. પા. જ્ઞાતિ અંદરથી દબાણ વધારી રહી છે, ત્યારે તો સવાલ એ છે કે શું RSS પીરાણાના કર્તાહર્તાઓ ઉપર કેટલું દબાણ લાવવામાં સફળ થશે? બન્ને સંગઠનો સાથે હશે તો સતપંથનો પ્રશ્ન ઉકેલવા માટે કોઈ પણ અવરોધનો રસ્તો કાઢી શકશે. કોઈ પ્રશ્ન એવો નહીં હોય, જેનો ઉકેલ ના મળે.   

ઈમામશાહ દ્વારા લખવામાં આવેલ સતપંથના શાસ્ત્રોની એક વાત સાચી કરવાનો સમય આવી ગયો છે. અને એ વાત છે કે ઈમામશાહ કહી ગયા છે કે એક દિવસ સતપંથમાં માત્ર ૨.૫ માણસ જ બચશે. તો, ત્યાં સુધી આત્મસંતુષ્ટ બનીને ના બેસી જઈએ.. કોશિશ ચાલુ રાખીએ અને રહેશે.

 

રિયલ પાટીદાર / Real Patidar
Website: realpatidar.com
Email ID: mail@realpatidar.com

Links
ऑनलाइन लिंक (हिन्दी – Hindi):
https://www.realpatidar.com/a/series84

ઓનલાઈન લિન્ક (ગુજરાતી – Gujarati): https://www.realpatidar.com/a/series84guj

Alternate Links
Hindi: https://archive.org/details/series84
Gujarati: https://archive.org/details/series84guj

 

View and Download this post in PDF format:

Leave a Reply

Discover more from RealPatidar.com - Unravel Truth

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading