Series 70 -Umiya Mataji Unjha approves views of Real Patidar / ઉમિયા માતાજી ઊંઝા દ્વારા રીયલ પાટીદારને અનુમોદન


Update: 23-Oct-2017

આપણી કેન્દ્રિય સમાજ એટલે “શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ” દ્વારા ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા આપેલ આ ચુકાદાને તેમના મુખપત્ર “સનાતન ધર્મ પત્રિકા” માં પ્રકાશિત કરેલ છે. જે કલર કોપી હોવાથી અહીં પણ જોડવામાં આવેલ છે.

Real Patidar


Date: 12-Oct-2017

RealPatidar.com વેબસાઈટ પર આપણે હમેશાથી જે વાત કરતા આવ્યા છીએ કે સતપંથના જે ચાર પાયાઓ છે, જેમાં છે;

  1. ઈમામશાહ
  2. નિષ્કલંકી નારાયણ
  3. સતપંથ, અને
  4. પીરાણા

આ ચાર પાયાઓથી જ્યાં સુધી સતપંથમાં ફસાયલ લોકોને દુર નહી કરાય, ત્યાં સુધી લોકો પીરાણા સતપંથ થી છૂટી નહી શકે.

આ અંગે આગાઉ માહિતી જે વેબસાઈટ પર મુકેલ છે, તેમાં…

Series 68 – Moksh Via Islam (https://www.realpatidar.com/a/series68)

Series 34 – Satya Prakash -A book on history of Pirana Satpanth

(https://www.realpatidar.com/a/series34)

Series 64 – Satpanth Dasavatar – Clarification (https://www.realpatidar.com/a/series64)

માહિતીઓમાં ભારપૂર્વક જણાવેલ છે કે ઉપર બતાવેલ ચાર પાયાઓ ઉપર પીરાણા સતપંથ ધર્મ ઉભો છે.

 

તારીખ ૦૮-ઓક્ટોબર-૨૦૧૭ના ઉમિયા માતાજી ઊંઝા દ્વારા સતપંથ-સનાતન વિવાદ અંગે આપેલ નિર્ણય ખુબ સરાહનીય છે અને તે નિર્ણયમાં રીયલ પાટીદાર દ્વારા બતાવેલ મુદ્દા પર જ મુખ્ય રૂપે આધારિત છે.

આપણા કુળદેવી મા ઉમિયા, ઊંઝાના નિર્ણયમાં મુખ્ય રૂપે નીચે જણાવેલ મુદ્દાઓ છે….

  1. ઇમામશાહ શબ્દ મુસ્લિમ(ઇસ્લામ ધર્મ) છે. મુસ્લિમની કોઈપણ ક્રિયાક્રમ-વિધિ વિધાન સમાજે કરવી નહીં.
  2. પીરાણા સપંથના ઇષ્ટદેવ નિષ્કલંકી નારાયણ હિન્દુ શાસ્ત્ર ના વિરુદ્ધ છે, તેથી નિષ્કલંકી નારાયણને પૂજવાનું બંધ કરવાનું કહેલ છે. તમામ દશાવતાર કથાઓ બંધ કરવી પડશે. દસવાતર કથા રાખવી એટલે તેનો અર્થ એમ થાય કે હિંદુ ધર્મ શિવાય અન્ય ધર્મ (ઇસ્લામ ધર્મ) નો પ્રચાર થશે.
  3. સતપંથના માનનારાઓએ સંપૂર્ણ પણે હિન્દૂ ધર્મને અનુસરવું, મુસ્લિમ ધર્મ ત્યજવો.
  4. અત્યાર સુધીમા પીરાણાપંથના ભાઇઓ તરફથી થયેલ તમામ કોર્ટ કેશો 60 દિવસમા પરત ખેંચી લેવા (સનાતન તરફથી કોઇ કેશ કરેલ જ નથી)
  5. હવે પછી દસોન્દના પૈસો પીરાણે આપવા નહીં પણ મોટી સમાજ એટલે કેન્દ્રિય સમાજમાં જમા કરવા
  6. સતપંથના માનનારાઓએ સંપૂર્ણ પણે હિન્દૂ ધર્મને માનનારા મોટા પ્રવાહમાં ભળી જવું, તેવી મા ઉમિયાની ઈચ્છા છે.
  7. કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝા , સિદસર અને સુરત દ્વારા લેવાયેલ અને બંને પક્ષોએ માન્ય રાખેલ છે.
  8. ટુંકમાં આપણી સનાતની કેન્દ્રીય સમાજના સ્થાપક વડીલોના સિદ્ધાંતને ઉમિયા માતાજી ઊંઝાએ વધુ મજબૂત કરતું સમર્થન કરેલ છે.

કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી ઊંઝાનો નિર્ણય આ સાથે જોડેલ છે અને સાથે સાથે હમેશની જેમ, મુદ્દા સર વિશ્લેષણ કરેલ છે, જે આપ જોઈ વાંચી શકો છો.

આ નિર્ણય લેવા માટે લગભગ બે વર્ષ સુધી પ્રયાસો ચાલ્યા. બન્ને સમાજો એટલે કે સનાતન સમાજ અને સતપંથ સમાજ તરફથી ૧૧-૧૧ પ્રતિનિધિઓ (પોતાની સમાજમાંથી સંપૂર્ણ સત્તા લઇને આવેલ) એ પોત-પોતાની રજુવાતો કરી. પુરાવાઓ રજુ કર્યા. ઉમિયા માતાજી ઊંઝા, સીદસર અને સુરતના આગેવાનોની સંયુક સમિતિ બધીજ બાજુ સંપૂર્ણ અભ્યાસ કરીને, લગભગ બધીજ વાતો પર ખુબ ઊંડાણ પૂર્વક અને ગંભીરતાથી ચર્ચા-વિચારણા કરીને આ નિર્ણય દીધેલ છે. માટે આ નિર્ણયનું મહત્વ ખુબ જ ઊંચું છે. અને કદાચ આના માટે જ કહેવાયતું હશે કે આ નિર્ણય જે છે એ શાક્ષાત રાજ-રાજેશ્વારી ઉમિયા મા ની ઈચ્છા છે.

realpatidar.com ના તમામ ટીમના લોકો ખુબ આનંદિત છે કે વર્ષોની તેમની મહેનતને ઉમિયા માતાજી ઊંઝા, જેવી, લોકપ્રિય, પ્રકાર, આદરણીય, ઉચ્ચ વર્તુળમાં ખુબ માનપૂર્વક છબી ધરાવતી તેમજ કડવા પાટીદારોની સર્વોચ્ચ સંસ્થા, દ્વારા મળેલ અનુમોદન ના કારણે સંપૂર્ણ ટીમ પ્રફુલ્લિત છે. અને ટીમની મહેનત રંગ લાવી તેનો અનેરો આનંદ છે.

ઉમિયા માતાજી ઊંઝાને ખુબ ખુબ ધન્યવાદ કે તેવોએ આ ઐતિહાસિક નિર્ણય આપ્યો અને કડવા પાટીદાર જ્ઞાતિને એક સુત્રે બાંધવા દીર્ગ દ્રષ્ટિ બતાવી.

ઉમિયા માતાજી આપણા કુળદેવી કહેવાય… કુળદેવી એટલે આપણી મા કહેવાય. આ ચુકાદો જે છેને એ આપણી મા ના બોલ કહેવાય. મા ને આપેલ વચનની અવગણના જો આપણે કરશુંને તો આપણને કદી શાંતિ નહીં મળે. આપણે મા ના બોલને જો ન સ્વીકારીએ તો માનું મન દુભાશે. જે માણસ માનું મન દુભાવશેને તે ખરેખર નરકમાં જાશે. કોઈ સુખી નહીં થાય. માટે આપણે આપણા અહમ છોડીને એક થઇ જઈએ. હવે આપણે સતપંથ ધર્મને છોડીને મા ઉમિયાની ઈચ્છાને પરિપૂર્ણ કરીએ અને હિંદુ સનાતન ધર્મની રાહ પર આવી જઈએ.

“સતપંથ હિંદુ ધર્મ જ છે“ તેવું ખોટું આગ્રહ ન રાખીએ, મા એ ચોખ્ખે ચોખ્ખું કહી દીધું છે કે સતપંથ છોડો. જે લોકો તમારા પૈસાથી જલસા કરે છે, તે લોકો તમને સતપંથ છોડવા નહીં દે. પછી તેઓ સમાજના આગેવાન હોય કજે સતપંથના સાધુઓ હોય. તે લોકો વારે ઘડીએ એકજ વાત કર્યા કરશે કે સતપંથ હિંદુ ધર્મ છે. તેમાં ફેરફાર કરવો પડે તો કરશું, પણ સતપંથ છોડવા નહીં દે. તમને અને તમારા પૈસોને દસોન્દ કે દાનના નામે ચૂસ્યાજ રાખશે, અને બીજી બાજુ પોતે જલસા કરતા રહેશે. આવા લોકોને ઓળખજો, હિંમત રાખજો, તેમને કહીં દેજો કે જો સતપંથ હિંદુ ધર્મ છે, તો પછી અમો પણ સનાતન હિંદુ ધર્મમાં ભળવા માંગીએ છીએ, તો તેમાં તમે શું કામ ના પાડો છો? તેમની પાસે સંતોષકારક કોઈ જવાબ નહીં હોય. ગોળ ગોળ આદર્શવાદી વાતો કરીને તમને ભરમાવશે. ચેતજો આવા માણશો થી. જે લોકો સતપંથ દશાવતાર કથાઓ કરીને પોતાની ખોટી ધર્મની દુકાન ચલાવી રહ્યા, તે લોકોથી પોતાની દુકાન બંધ થતી સહન તો ન જ થાય. માટે સાચું ખોટું, મીઠી-મીઠી, ભાઈ ચારા, પ્રેમની લુભામણી વાતો કરી તમને ભોલાવતા રહેશે. તેમની વાતોમાં ફસાજો નહીં.

મા ઉમિયાની શરણે જે જે ગયા છે, તેઓ ને ખુબ સમૃદ્ધિ, યશ, કીર્તિ અને સુખ મળ્યું છે. આજે તેઓ દરેક ક્ષેત્રે આગળ છે. જુવો આજે જયારે, મા ની હાકલ પડીને એટલે અમદાવાદમાં ૧૦૦૦ કરોડ રૂપિયાનું સંકુલ ઉભું થવા જઈ રહ્યું છે. કુળદેવી મા ઉમિયા આપણી મા છે ને તે હજાર હાથ વાળી છે, એ ધન આપે છે, એ વંશ વધારે છે, એ સુખ આપે છે, એ શાંતિ આપે છે. માટે હવે આજુ બાજુ કંઈ વિચારો નહીં, વિશ્વાસ રાખો મા પર અને જંપલાવી દો… આવો સનાતન સમાજના દ્વારા તમારા માટે ખુલ્લા છે. તમને ખુબ માન મળશે, તમારો ખુબ આદર થશે. તમારી આવતી પીઢી ગર્વ કરશે તમારા પર અને પોતે શુદ્ધ હિંદુ હોવાનું ગૌરવ લેશે. તમારા માટે નહીં તો તમારી આવીતી પીઢી માટે આ કામ કરો.

સતપંથ વાળા તમે ગમે તેટલી લાલચ આપે, ગમે તેટલા અવરોધો ઉભા કરે, વિધ્નો નાખે, ઘબરાશો નહીં, આખો બોહળો સમાજ તમારી સાથે છે. જે લોકો તમારા પૈસે અને તમારી તાકાત ઉપર મજા કરે છે, તે લોકો તમને છુટ્ટા પાડવા નહીં દે, પણ તેમની ચીકણી ચુપડી વાતોમાં ન ફસાઈ અને સાગર જેવા વિશાલ, નિર્મળ અને સાચા શુદ્ધ સનાતન સમાજમાં ભળી જાવ.

પૂર્વ જન્મમાં તમારા સારા કર્મ હશે, જે તમને આ જન્મમાં તમારા વાહરે આવ્યા છે. તમે ખુબ નસીબદાર છો, કારણ કે માતાજીએ સેંકડો વર્ષો માં પહેલી વાર આવો આદેશ આપેલ છે. તમે કુળદેવી ઉમિયા માતાજીના ખુબ વાહલા છો, અને માતાજીથી તમારી પીડા જોવાથી નથી હવે. માતાજીને તમારૂં દુઃખ સહન નથી થાતું, એટલેજ માતાજીએ તમને આવાહન કરેલ છે. આ ટાણું ગુમાવશો નહીં. જડપી લો આ તકને અને સદાય માટે નિશ્ચિંત થઇ, ગૌરવ સાથે જીવન જીવો.

એક દિવસ સંપૂર્ણ સમાજ સતપંથમાં હતી, પણ આજે લગભગ ૯૫% લોકો સતપંથ છોડી સનાતન ધર્મની શીતલ છાયાનો આનંદ લઇ રહ્યા છે. તમે પણ આ છાયાનો આનંદ લો. તમારા ભાઈ બહેનો સાથે, સાચા દિલથી જોડવો. અંદરો અંદર થતી પીડાથી કાયમ માટે મુક્તિ મેળવવો. માતાજી સૌનું કલ્યાણ કરેશે તેમાં કોઈ શંકા નથી. આવો મારા ભાઈ આવો.

આવો સૌ
એક બનિયે નેક બનિયે

લી.
રીયલ પાટીદાર


 

Download Link: https://ia601500.us.archive.org/8/items/series70/Series70-umiyaMatajiUnjhaJudgementOnSatpanth-ds.pdf

Leave a Reply

Discover more from RealPatidar.com - Unravel Truth

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading