પીરાણા સતપંથ વિષે કોલ્હાપુર સ્થિત કરવીર પીઠના શંકરાચાર્યની ગાદીએ ઘણા વર્ષો સુધી બહુજ ઊંડાણ પૂર્વક કામ કરેલ છે. આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત મૂળ ચાર પીઠોમાંના એક શૃંગેરી પીઠની આ પીઠ એટલે કે કરવીર પીઠ એક અધિકૃત શાખા છે.
મહારાષ્ટ્રમાં લેવા પાટીદાર જ્ઞાતિ પણ આ પીરાણા સતપંથમાં ફસાયેલ છે. તે અંગે વર્ષ ૧૯૩૧માં જળગાવની આસપાસ રહેતા લેવા પાટીદાર સમાજના અમુક આગેવાનોએ પરમ પૂજ્ય શંકરાચાર્યજીનો સંપર્ક કર્યો અને ત્યાર બાદ શંકરાચાર્યજીએ ગહન અભ્યાસ કર્યો તેમજ ધર્મના વિદ્વાનો સાથે ચર્ચા કરી ને એવો નિષ્કર્ષ આપ્યો કે પીરાણા સતપંથ ધર્મ એ હિંદુ ધર્મનો ભાગ નથી, પીરાણા સતપંથ ધર્મ એ “વેદબાહ્ય” (એટલે કે વેદ પ્રમાણે નથી) છે, તેવું પ્રમાણિત કરતો પત્ર આપ્યો. (આ પત્ર મરાઠી ભાષામાં છે.)
હાલની સતપંથ દ્વારા કરવામાં આવેલ હાલચાલ જેમાં સતપંથના પ્રચારક શ્રી જનાર્ધન મહારાજને મહામંડલેશ્વરની પદવી આપવામાં આવેલ હકીકત, તેમજ સતપંથને કુંભમેળામાં આપવામાં આવેલ સ્થાનની હકીકતને ધ્યાનમાં રાખીને હાલના પરમ પૂજ્ય શંકરાચાર્યજીએ વિષયને ફરીથી હાથમાં લીધો અને ફરીથી સ્થિતિની પુનઃ સમીક્ષા કરવાનું નક્કી કર્યું.
સમીક્ષાના અંતે પરમ પૂજ્ય શ્રી શંકરાચાર્યજીએ એવો નિષ્કર્ષ કાઢ્યા કે ભલે પીરાણા સતપંથ ધર્મમાં હિંદુ દેવી દેવતાઓના નામોનો ઉલ્લેખ હોય, પણ વાસ્તવમાં એ માત્ર હિંદુઓને આકર્ષવા માટે જ છે અને ત્યાર બાદ તેમનો મુખ્ય હેતુ ધર્મ પરિવર્તન કરાવી ધીરે-ધીરે મુસ્લિમ બનાવાનો છે.
આ નિષ્કર્ષ પર આવા માટે પરમ પૂજ્ય સ્વામીજી એ જે દસ્તાવેજો ના આધારે ઊંડાણ પૂર્વક અભ્યાસ કર્યો છે તેનો ઉલ્લેખ પણ કર્યો છે.
આ સાથે કરવીર પીઠના પરમ પૂજ્ય શ્રી શંકરાચાર્યજી દ્વારા આપવામાં આવેલ બન્ને પ્રમાણ પત્રો અહીં જોડેલ છે.
૧) તા. 01-Jul-2016 (હિંદુ ભાષા)
૨) તા. 25-Apr-1931 (મરાઠી ભાષા)
લી.
રીયલ પાટીદાર