Series 17A – Gujarati Dictionary -Bhagwadgomandal / ગુજરાતી શબ્દકોશ – ભગવદ્ગોમંડળ

Gujarati Dictionary -Bhagwadgomandal
Gujarati Dictionary -Bhagwadgomandal

22-Jul-2010

See the email from Rohit and the meaning of Satpanth from the website.

From: Rohit Patel <ropatel134@gmail.com>
To: group@realpatidar.com
Date: 20-Jul-2010

 

રામ રામ સહુંને,

ભગવદ્ગોમંડલ – ગુજરાતી ભાષાનો સાંસ્કૃતિક ખજાનો ! ! ને ગુજરાતી ભાષાની Encyclopedia માનવામાં આવે છે. ‘ભગવદ્ગોમંડલ’ એ એક એવો ઉત્કૃષ્ટ કક્ષાનો માહિતીકોશ કે જ્ઞાનકોશ છે કે જેમાં ધર્મ, સાહિત્ય, કલા, વાણિજ્ય, વિજ્ઞાન, સામાજિક, સાંસ્કૃતિક અને જીવનવ્યવહારનાં બધાં જ પાસાંઓને સમાવી લીધેલા છે. ભગવદ્ગોમંડલમાં સનાતન અને સતપંથ ધર્મ વિશેના અર્થ નીચે મુજબ આપેલ છે.

સનાતન : દિવ્ય મનુષ્ય, પિતૃઓનો અતિથિ, બ્રહ્મચારી અને ક્રિયારહિત મુનિ, બ્રહ્મા, બ્રહ્માનો એ નામનો એક માનસપુત્ર સનક, સનંદન, સનાતન અને સનત્કુમારમાંનો એક, વિષ્ણુ, શિવ; શંકર, સૂર્યનાં એકસો આઠ માંહેનું એક નામ, અનાદિ; મૂળ; અસલ; પ્રાચીન; જૂનામાં જૂનું; શરૂઆતનું; પ્રથમનું, અવિનાશી; નિત્ય; અચળ; શાશ્વત, જે છે તે સદા એમનું એમ રહેવું જોઈએ એમ માનનાર; સ્થિતિચુસ્ત; રૂઢિચુસ્ત, નિશ્ચલ; સ્થિર, પરાપૂર્વથી એક સરખાપણે ચાલ્યું આવતું હોય એવું. (સિદ્ધાંત એ અહિંસાનો સર્વવ્યાપક નિત્ય છે, નિયમ એ અહિંસાનો અચલિત સનાતન – ગાંધીગીતા).

સનાતનધર્મ : પ્રથમથી એના એ રૂપે ઊતરી આવેલો અચળ ધર્મ; પ્રાચીન કાળથી ચાલ્યો આવતો વેદ ધર્મ.

સતપંથ : ઈસ્માઈલી ખોજા લોકોનો એક ધર્મ; મતીયા પંથ; પીરાણા પંથ; ઈમામી ધર્મ; નિઝારી પંથ

વધુ માહિતી માટે : http://www.bhagwadgomandal.com/gu/index.php
ઉપરની લીંક પર પીરાણાપંથ, પીરાણાપંથી, સત્પંથી, પીરાણા, કાકા, નિષ્કલંકી વગેરે શબ્દોના અર્થ જાણો.


Visit: https://www.realpatidar.com/a/series17 for more on this

Download / Print / View full article, attachments [Best Option]:
http://www.box.net/shared/d8zr5nfp7f

Leave a Reply