OE 3 – Imam Shah Bava Sathe Ni Varta Laap / ઈમામ શાહ બાવા સાથેની મારી વાર્તાલાપ – ગઈ કાલના મારા ઈ-મેલ પછીની સર્જાતી સાચ્ચી વાત.

24-May-2010
——————————-
This post is only in Gujarati Language
——————————-
ઈમામ શાહ બાવા સાથેની મારી વાર્તાલાપ – ગઈ કાલના મારા ઈ-મેલ પછીની સર્જાતી સાચ્ચી વાત.

કાલે અમુક લોકોને નીચે જણાવેલ પ્રમાણે ઈ-મેલ મારા realpatidar@gmail.com (આ email-id વાપરવાનું બંદ કરી નાખેલ છે) પર થી મળેલ છે, જેનું subject “છમાં માફી” છે. (વધુ માહિતી માટે attachement જુવો). તેમાં એમ લખેલ છે કે મને ઈમામ શાહ બાવાનો પરચો મળ્યો અને તે વાતની સાથે જોડેલી બીજી ઘણી બધી વાતો લખેલ છે. તેમાં જણાવેલ પ્રમાણે મને સાચો માર્ગ મળી ગયો એનો મને ખુબ આનંદ હતો.

એજ વાતને આગળ વધારતા મને તમને જણાવવામાં આનંદ થાય છે કે ગઈ કાલે રાત્રે તો જગબ થઈ ગયો. ઈમામ શાહ બાવા તો શાક્ષાત મારા સપનામાં આવ્યા. પણ તેમની હાલત બહુ ખરાબ હતી અને દયનીય અવસ્થામાં રડી રહ્યા હતા. તેમના પાસે પહેરવાના કપડાય નહતા. આખું શરીર દાજેલું હતું, જગ્યા જગ્યા પર શરીર વીંધાય ગયું હતું અને તેમાંથી લોહી નીકળતું હતું. તેમણે જાણે અસહનીય પીડા થતી હતી. આ બધું જોઈને હું તો મુજવણમા પડી ગયો. પીરાણા સતપંથ ધર્મના સ્થાપકની આવી કરુણ હાલત શા માટે? માસુમ, ગરીબ, લાચાર, અભણ, શંકા ના કરનાર લોકોનો પાલનહાર અને તેવા લોકોને દસોન્દ-વિશોન્દના બદલામાં તેમનો ઉધ્ધાર કરીને કયામત વખતે સવાર્ગમાં લઈ જવાનું સ્વપ્નું દેખાડનાર પોતે નર્કની યાતના કેમ ભોગવી રહ્યો છે? આવા સવાલો મારા મનમાં ઉભા થતા હતા ત્યારે તેમની પાછળ એક વિશાળ આકાર માંથી સુખમય તેજ બાહર આવતું દેખાયું. ધીરે ધીરે એ તેજસ્વી પ્રકાશ વધતો ગયો અને તેમાંથી પરમ કૃપાળુ પરમાતમાનો મને દર્શન થયા. પરમાતમાના દર્શન વખતે, વર્ણન ના કરી શકાય તેવું, સુખદ અનુભવ થયો, કારણકે મને ભગવાન મળી ગયા હતા.

આ બધું નિહાળી અને અનુભવ કરી રહ્યો હતો ત્યારે ઈમામ શાહ બાવા ફરીથી ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડ્યા અને મને કહ્યું કે મે જે છેતરપીંડી કરીને માસુમ, ગરીબ, લાચાર, અભણ, શંકા ના કરનાર લોકોને બેવકૂફ બનાવ્યા અને પોતાના અને મારા વંશજો માટે હમેશની બેઠી આવક ઉભી કરી અને લોકોને ખોટા આશ્વાસનો આપ્યા અને તેમના લોહીને ચુસતો રહ્યો એનુ આ પરિણામ છે. મારા ભ્રામક જુઠાણામા ફસાયેલ, પીઢીઓથી સતપંથ ધર્મને પાળતા લોકોનો હું ગુન્હેગાર છું. હિંદુ ધર્મ અને ધાર્મિક ગ્રંથો, વેદો, ઉપનીષદો વગેરે પુસ્તકો ને ભ્રષ્ઠ કરવાનો પાપ કર્યું છે. લોકોને બેવકૂફ બનાવીને તેમને મુસલમાન બનાવવાના પ્રયત્નમાં મે કેટલીક ખોટી વાતો કરી છે, જાદુ ટોણા કર્યા છે, પ્રપંચો રચ્યા છે. આ બધીજ વાતોના લીધે હું સદીઓ થી પીડાવું છું. જ્યાં શુધી, તદ્દન જુઠાણા આધારિત રચેલ, સતપંથ ધર્મ, નામનો આ પ્રપંચ ચાલશે ત્યાં સુધી મારી નરકની યાતના વધતી જશે.

ઈમામ શાહ બાવાનું કથન હું સાંભળી રહ્યો હતો, ત્યારે પરમ કૃપાળુ પરમાતમાએ હામી ભરતા કહું “… કે એટલાજ માટે ઈમામ શાહને ચાબુક મારતો મારતો હું અહીં ઘસડી લાવ્યો છે. ઈમામ શાહને બતાવ કે જો તારા પ્રપંચમાં ગઈ કાલે એક કટ્ટર હિંદુ ધર્મિ પણ કેવી રીતે ફસાઈ ગયો છે.” ત્યારે ઈમામ શાહ બોલ્યા અને મને કહ્યું કે મારો ગહન અભ્યાસ કરીને રચેલો પ્રપંચ કેટલો ખોટો છે, તે તું લોકોની સામે વધુ જોર શોર થી ફરીથી રજુ કર. જે લોકો મારા ધર્મમા અંધા થઈ ગયા છે અને હવે મારા રચેલા સત્પન્થના ધાર્મિક ગ્રંથોને વટલાવીને સતપંથ ધર્મને ખોટીરીતે હિંદુ ધર્મનું રૂપ આપી રહ્યા છે, તેવા લોકોને મારો આદેશ જણાવ કે તેવો આ લોકોને બેવકૂફ બનાવવાનું બંધ કરી દે, નહીં તર તેમની હાલત મારાથી પણ ખરાબ થશે. તેમને ક્યારે મુક્તિ નહીં મળે.

ત્યારે પરમ કૃપાળુ પરમાતમાએ મને આશીર્વાદ આપતા કહ્યું કે મારું વચન છે કે તારી વાત સંભાળીને જે લોકો સતપંથ ધર્મ છોડીને સનાતન હિંદુ ધર્મ સ્વીકારશે તેવા લોકોને મુક્તિ આપીશે. સંસારના બધાજ જીવન મરણના ચક્રમાંથી મુક્તિ આપીશ અને તેમને મારા હૃદયમા સ્થાન આપીશ. અને જે લોકો મારો આદેશ નહીં સંભાળે અને શંકા કરશે એવા લોકોને તેમના જીવનમા ખુબ વેદનાઓ ભોગવી પડશે, તેવો ક્યારેય સુખી નહીં થાય અને માર્યા પછી સીધા હંમેશ માટે, નરકમાં (નર્કમાં)રહશે..

પરમ કૃપાળુ પરમાતમાના આદેશ મુજબ હું તમને વિનંતી કરું છું કે જો તમને આ સંસારમાંથી મુક્ત થવું હોય અને હંમેશ માટે સુખી થવું હોય, તો સતપંથ ધર્મને તિલાંજલિ આપીને સનાતન હિંદુ ધર્મનો અંગીકાર કારો. ભગવાન મને વચન આપી ગયા છે અને ભગવાનનું વચન ક્યારેય ખોટું પડતું નથી. મારા સતપંથ ધર્મ પર રજુ કરતા સાચી હકીતત આપતા email ઓ ચાલુ રહશે.

તો બોલો…. સનાતન ધર્મની જયsssssssssssssssssssss…..

લક્ષ્મી નારાયણ ભગવાનની જયsssssssssssssssssssss…..

ખરો પાટીદાર.


Background: ઉપર જણાવેલ ઈ-મેલ લખવા પાછળની પૂર્વ ભૂમિકા: ગઈ કાલે અમુક અધર્મી લોકોએ મારો realpatidar@gmail.com નામનો email account ને hack કરીને, password તોડીને ઘણાં લોકોને નીચે જણાવેલ ઈ-મેલ મોકલ્યા છે. એ ઈ-મેલ ભલે મારા email-id માં થી આવ્યો છે, પણ મેં મુક્યો નથી. એ ઈ-મેલમાં મને ઈમામ શાહ બાવાનો પરચાની જાણની વાત કરેલ છે. સમાજમાં દુષણો, સંસ્કારની કમી હોવાની વાત કરેલ છે અને એવું એક picture ઉભું કરેલ છે કે જાણે સતપંથ ધર્મના શિવાય બાકી બધાજ ધર્મમાં આ દુષણો છે. આટલુંજ નહીં http://issuu.com/patidar site પર upload કરેલી સર્વે માહિતીઓ અને પુરાવાઓ delete કરી નાખ્યા. સમાજના સ્વર્ણિમ મહોત્સવના નાટકનો video પણ delete કરી નાખ્યો. અન્ય ઘણાં internet પર મારા account ને delete કરી નાખ્યા અને અમુક માં password બદલી નાખ્યા. પણ સાચા માણસ સાથે ભગવાન હોય છે. એટલે ભગવાનની કૃપાથી બધાય account મારા કન્ટ્રોલ માં પાછા આવી ગયા અને મેં પહેલાની જેમ બધાજ પુરાવાઓ અને video પાછા upload કર્યા.

આગળ વધતા વાત કરું તો, મને અહેસાસ થયો કે ઘણા સબુતોમાંથી એક સબુત ગઈ કાલનો આ email છે, કે લોકોને મુજાવવા, અસત્યનો સહારો લેવો, કેવળ હેરાન કરવાના દૃષ્ટિથી, લોકોસામે ખોટા અને આધાર વગરના કોર્ટ કેસો કરવા, પોતાના વિરોધીને અંગત રૂપે બદનામ કરવા, ખોટી વાર્તાઓ લખવી, લોકોના સારા નામનો દુર-ઉપયોગ કરવો, ભ્રામક email id ખોલવી અને પ્રપંચ કરીને પોતાના રોટલા શેકવા, આવા જહરીલા દુષણોથી એક સતપંથ સમાજજ પીડાય છે. સતપંથ સમાજના આવા લોકોના સંસ્કાર તો જુવો. સતપંથ સમાજના સામાન્ય, નિર્ધોષ લોકો પણ આવા દુષણોના ભોગ બને છે. સતપંથ સમાજની હિત ની વાત કરના લોકોને મારી નમ્ર વિનંતી છે કે પહેલાં પોતાના ઘરને દુષણોથી તો બચાવો. બાકી બીજા દુષણો તો બધીજ સમાજોમાં હોય છે, એ વાતને અહીં ઉપાડવાનો પ્રયત્ન કરનાર લોકો આપને ગેર માર્ગે દોરવાનો પ્રયત્ન કરે છે. આવા લોકોજ સમાજના ખરા દુશ્મન છે. સમાજના લોકોની માસુમિયતનો ગેર લાભ લઈને પોતાના અંગત સ્વાર્થ માટે, મંચ પરથી એવી રીતે પોતાની વાત રજુ કરે છે કે જાણે પોતે સમાજના બહુ મોટા હિત ચિંતક હોય. મંચ પર થી ખોટું બોલવાથી ગભરાતા નથી. દુર્ભાગ્યની વાત એ છે કે આવા લોકોમાં સારા ભણેલા લોકો પણ છે, એટેલ આપડા જેવા ઓછું ભણેલા લોકો પોતાની વાત રજુ કરવાથી સંકોચ અનુભવે છે. આપડી સમાજના દરેક સભ્યની ફરજ છે કે આવા લોકોને ઉઘાડા પાડીને સમાજ બાહર કરવા જોઈએ.

ગઈ કાલે સવારના જયારે મેં નીચે જણાવેલ ઈ-મેલ વાંચયો તો પહેલાં મેં હંસી આવી. જે લોકોને તેમની સમાજ હોશિયાર ગણે છે, તેવા લોકો કેટલા બેવકૂફ છે. જો એ લોકો મારી વાતથી અસહમત હોય તો, પોતાની વાત રજુ કરવા માટે મારા નામની જરૂર કેમ પડી. Internet પર પોતાનામ નામથી પોતાની વાત રજુ કરી શકે તેમ છે. મારું નામ વાપરીને લોકોને અને સમાજને ગેર ભ્રમમાં મુકવાનો પ્રયાસ તો ખોટા લોકોજ કરે તો એમની વાત સાચી નજ હોય. મારા લખેલા ઈ-મેલો અમે તેમાં જણાવેલ પુરાવો સામે કોઈ ઠોસ જવાબ ન હોવાના કારણથી ગાંડા જેવો, હંમેશના જેમ, અપેક્ષિત, પીઠ પાચળ વાર કરવાનો પ્રયત્ન કાર્યો છે. આ સમજીને મને ખુબ આનંદ અને સંતોષ થયો.

લોકોને ભ્રમમાં મૂકી દેનાર આવા ઘણા બધા વારો થશે એટલે હું તમને મારા તરફથી હંમેશ માટેનો મારો સતપંથ ધર્મ બાબતનો રુખ/મત નો ખુલાસો રજુ કરી દવું છું કે…

૧. હું ક્યારેં પણ સતપંથ ધર્મનો પ્રચાર નહિ કરું.

૨. હું ક્યારે પણ ખોટી વાત કે વસ્તુ વિષયને ટેકો નહીં આપું.

૩. હું હંમેશ સાચી વાત તમારી સામે લાવતો રહીશ, જેમ કે સતપંથ ધર્મના મૂળ શું છે અને એવા પુરાવા તમારા સામે મુકીશ. (સાચા સતપંથીઓ નો મને હંમેશાથી ટેકો રહ્યો છે.)

૪. જે લોકો સતપંથ ધર્મને એક મુસલમાન ધર્મ તરીકે જાણીને પળે છે, તેવા લોકો સાથે મને કોઈ વાંધો નથી. એવા લોકો સાચા સતપંથી છે. હું એવા લોકોને શુભકામનાઓ પાઠવું છું. (આવા સાચા સતપંથીઓને ઠેસ પહોચી હોય તો તેમની હું માફી માંગું છે.)

૫. મારી લડાઈ એવા લોકો સામે છે, કે જે આપડી સમાજના લોકોને ભ્રમમાં મુકીને, ખોટી વાતો, ખોટી અને ભ્રષ્ઠ કરેલા ગ્રંથો ના આધારે સતપંથ ધર્મને હિંદુ ધર્મ બતાવીને, અજાણ અને શંકા ન કરનાર લોકોને બેવકૂફ બનાવનાર લોકો સામે છે.

હું દોહરાવીને કહું છું કે ભવિષ્યમાં ભ્રમમાં મૂકી દેનાર કોઈ પણ રીતે મારા નામ (Real Patidar / ખરો પાટીદાર) તરફથી કોઈ પણ રજૂઆત થાય તો તે વાતનો વિશ્વાસ કરવો નહીં અને તરતજ વખોડી કાઢશો. ભવિષ્માં કદાચ મારા original email id mail@realpatidar.com પર થી પણ ભ્રામક email મળે તોય પણ તેનો વિશ્વાસ કરવો નહીં.

ઈમામ શાહનો સપનામાં આવેલ વાતનો email કદાચ તમે પણ, પહેલી નજરમાં, એક વખત, સાચો માની લીધો હશે. ઉપર જણાવેલ ઈમામ શાહની વાત મેં એટલા માટે લખી છે કે જે લોકો મારા નામનો દુર-ઉપયોગ કરે છે, તે લોકોને ખબર પડે કે કદાચ અમો પણ એમનામાંથી કોઈપણ નામનો દુર-ઉપયોગ કરીએ તો તેમનું શું થઈ શકે છે.

આ ઈ-મેલનો PDF version માટે, જેમાં ઈ-મેલ address પણ છે, attachment તરીકે જોડેલો છે.

મારા પ્યારા કચ્છ કડવા પાટીદાર ભાઈઓ હું પાછલા ગણ દિવસ થી સતપંથ વિરુધ નું કામ કરું છું પણ આજે મને પણ ઈમાશાહ બાવા નો પરચો મળ્યો હે ગમે તે ધર્મ હોય બધા નો માલિક એક છે સાઈબાબા એ પણ કહ્યું છે સબકા માલિક એક હું સતપંથ ના વિરોધ માં એટલો પડી ગયો કે પોતાનું ધર્મ જ ભૂલી ગયો મને ખબર છે કે આપડી સમાજ માં હમણાં આપડી યુવા પીડી આચાર વિહ્હાર માં બગડી ગયી છે ગણા ભાઈયો અસોભનીય કર્યો કરવા લાગ્યા છે સમાજ ની દીક્રિયો પર નાત સાથે અને હલકી નાત સાથે પ્રેમ કરે છે અને એના માટે સમાજ ને પણ છોડીજય છે ખરે ખર યુવા વર્ગ માટે આ બહુ સર્મ ની વાત છે અને યુવા ભાઈયો પણ ખાણી પીણી થી સનાતન ધર્મ વિરોધી કામ કરવા લાગ્યા છે કેટલાક ભાઈયો દારૂ પીવા લાગ્યા છે ,કેટલાક ભાઈયો મટન ખાવા લાગ્યા છે અને હોટલો માં જઈ ને અસોભનીય કામ પણ કરવા લાગ્યા છે હું આપ સર્વે ભાઈયો થી માફી માંગું છું કે આવા ગંભીર મુદ્ધા ની વાત ઉઠાવાના ના બદલે માં સતપંથ સમાજ ને બદનામ કરવા ની કોશિશ કરી અને ઈન્ટરનેટ ઉપર સતપંથ ની જાણકારી ને સાચી માની એને ઇસુ બનાવી ને સતપંથ વિરોધ નો ખુબ પ્રચાર કર્યો મને ગણા મેલ આવતા જેમાં મને સાચી વાત થી અવગત કરાવ્યું હતું પણ મેં તોય સતપંથ નો દુસ્પ્રચાર કર્યો પણ હવે હું સમાજ ની સાચી સમસ્યાઓ ને ઉઠાવીશ .

આપડી સમાજ બહુ સારા વિછ્ર ની છે પણ આમાં કાંક દુસન આવી ગયા છે . મારો એક મિત્ર છે જેની ઉમર ૩૩ વરસ છે છતાય એના લગ્ન નથી થયા બહુ વિચાર વાણી વાત છે કે આપડે સતપંથ ના વિરોધ માં આ સમસ્યાઓ ને ભૂલી ગયા આજે આપડી સમાજ માં ગણા પરિવાર આર્થિક રીતે નબળા છે ,છોકરા છોકરીયો ને સમાજ ની એકતા માં બાંધી ને પરનાત સાથે ના પ્રેમ પ્રસંગ ને ના બદલે સમાજ પ્રેમ ની ભાવના જગાડવી જોઈં એ આપડા બાળકો માં સંસ્કારો ની કમી થતી જાય છે .આ બધી સમસ્યાઓ ને આપડે અધીવેસન માં ઉઠાવાની ની જરૂર હતી બાકી સમજ ની સ્થતિ તો બધા ને ખબર જ છે તો ચાલો હવે આપડે બધા ઉમિયા માની સંતાનો મળી ને સમાજ ની તકલીફો ને દુર કરી અને હું પણ આજ થી આવા ખોટા ઈ મૈલ કરવા નું બંધ કરું છું.

બોલો ઉમિયા માતાજી ની જયsssssssssssssssssssssssss

આપડો ખરો પાટીદાર


Download / Print / View full article, attachments [Best Option]:
http://www.box.net/shared/aj8n0dchxz

 


https://archive.org/details/OE003

Leave a Reply

Discover more from RealPatidar.com - Unravel Truth

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading