OE 19 – Khombhadi Samaj – Resolutions dt. 31-Aug-2010 / ખોંભડી સમાજ ના ઠરાવો તા.૩૧-૦૮-૨૦૧૦

Khombhadi Village -Decisions dt 31-Aug-2010
Khombhadi Village -Decisions dt 31-Aug-2010

06-Sep-2010
|| જય લક્ષ્મીનારાયણ ||

ખોંભડી ગામના સર્વાનુમતે લીધેલા ઐતિહાસિક ઠરાવો.

દર વર્ષની જેમ આ વર્ષે ખોંભડી ગામ માં મળતી સામાન્ય સભામાં ગામના દરેક વ્યક્તિ એ ભેગા થઈને સર્વાનુમતે સતપંથ ધર્મના મુદ્દા પર ઠોસ, કડક અને ગંભીર નિર્ણયો લીધા છે.

તે સભાના પસાર થેયલ ઠરાવોની નકલ આ ઈમૈલ સાથે જોડેલી છે.

ઠરોવો માં શું ખાસ છે?

૧) સર્વાનુમતે પાસ કરવામાં આવેલ છે. ગામ માં કોઈ પણ વિરોધ નથી.
૨) સતપંથી ભાઈઓ મેમ્બર બની શકશે નહિ.
૩) હિન્દુઓના બાહ્ય આચરણમાં શું નહીં ગણાય તેની ચોખ છે.
૪) સતપંથ પીરાણાના બધાજ સ્થળો પર પૂજા કે માનતાઓ પર પૂરે પુરો પ્રતિબંધ લાગવામાં આવ્યો છે.
૫) કોઈ પણ બહાને અને કોઈ પણ સંજોગોમાં સતપંથ ધર્મ સાથે કોઈ પણ સંબંધ ન રાખવાની જોગવાઈ.
૬) ગમે તેવા પારિવારિક સંબંધો હોય તોય તેના પર રોક લગાડવામાં આવી છે.
૭) પીરાણા, સતપંથ અને તેના સાથે જોડાયેલા કોઈ પણ નામ ધરાવતા વ્યક્તિ કે વ્યક્તિ સમૂહ કે સંસ્થા સાથે સંબંધ કાપવામાં આવ્યા છે.
૮) પાછળથી ધર્મ પલટો કરનાર લોકો સામે જોગવાઈ.
૯) કોઈ પણ સંજોગોમાં બંધ છોડ ન કરવામાં આવે તેની જોગવાઈ.

ટૂંકમાં સતપંથ ધર્મ પાળનર લોકો સમાજના સભ્ય બની શકશે નહિ અને તેમના સાથે કોઈ પણ સંબંધ રાખવા નહિ. આવા લોકો સાથે જ્ઞાતિ બહાર ના લોકો ની જેમ વ્યવહાર કરવો.

http://issuu.com/patidar/docs/oe_19_-_khombhadi_village_-decisions_dt_31-aug-1 (Update 2017-01-14: https://archive.org/details/OE019) લીંક પર પણ વાંચી શકશો.

સતપંથ ધર્મ ના કારણે આપણી જ્ઞાતિ ને થતી હાની થી બચાવવા માટે ખોંભડી એ આદર્શ નિર્ણયો લીધા છે.

ખોંભડી ગામ ના દરેક એ દરેક સભ્યો ને અભિનંદન પાઠવું છું. તેમજ ખોંભડી ના નેતાઓ ને આવા કડક, ઠોસ અને ગંભીર નિર્ણય લઈ અને અન્ય સમાજો ને પ્રેરણા આપી છે તેના બાદલ તેમનો પણ આભાર માનું છું.

Real Patidar


Download / Print / View full article, attachments [Best Option]:
http://www.box.net/shared/nt1k1yyx64

https://archive.org/details/OE019

Leave a Reply

Discover more from RealPatidar.com - Unravel Truth

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading