GE 15 – South India, Chennai, Samaj -Satpanthis Banned / દક્ષિણ ભારત, ચેન્નાઈ, સમાજ, સતપંથીઓનો બહિષ્કાર

17-Jan-2011

From: Laxminarayan Sanatan Hitchintak sanatanhitchintak@gmail.com
Date: 2011/1/17
Subject: દક્ષીણના સનાતાનીઓએ સતપંથ નો ગઢ હવે જીત્યો
To: realpatidar@googlegroups.com, Pradeep Nathani pradeepnathani@gmail.com
Cc: Nitesh Chhabhaiya, Khanti Satpanthi nitesh.chhabhaiya@gmail.com

ખબર આવ્યા છે આનંદ ના. તે પણ દક્ષીણ ભારત માં થી.
ટરા રા રા રા…….ટરા રા રા રા ……..

સર્વે સનાતની ભાઈ-બહેનો.

ગણા દિવસના સનાતાનીઓના પ્રયત્નો પછી એક સફળતા મળી છે સનાતાનીઓને તે પણ દક્ષીણ ભારતમા કે જ્યાં મુમના સત્પન્થીઓનો ગઢ છે. સનાતાનીઓએ બરાબરનું બાકોરું સત્પન્થીઓના ગઢમા પાડ્યું છે. વાત એમ છે કે;

૧. દર વરસની જેમ આ વરસે પણ આખા તામીલનાડ અને કેરાલાના જ્ઞાતિ બંધુઓની સામાન્ય સભા કુમ્ભકોણમમાં ઉતરાયણના દિવસે મળેલ હતી.

૨. આ સભામાં દક્ષીણ ભારતના એક એક સત્પનથી ત્યાં હાજર રહ્યા હતા બૈરી – છોકરાં સહીત. આગલા દિવસે એટલે તા.૧૪.૦૧.૨૦૧૧ના દિવસે કારોબારી સભામાં સનાતાનીઓ એ સત્પન્થીઓ ઉપર હાવી થઈને પુરવાર કર્યું હતું કે પાખંડી પીરાણા સતપંથ આપણી જ્ઞાતિને લાયક ધર્મ નથી. ને કેન્દ્રીય સમાજના આદેશોને આપણે ચુસ્તપણે પાલન કરવું પડશે એવું નક્કી થયું હતું. સત્પન્થીઓ એ પોતાને સુધરવા માટે આવતી સાતમ – આઠમ સુધીનો સમય માંગ્યો હતો. (એટલે એ લોકો ફીટેલા છે તે પુરવાર થાય છે) પણ સનાતાનીઓ એ ચોખ્ખું જણાવી ધીતું હતું કે જો તમોને હજી સમય જોઈતો હોય તો તમોને ત્યાં સુધી સમાજમાં કોઈપણ હોદ્દો કે સંપૂર્ણ સભ્યપદ આપવામા નહિ આવે. તેથી સત્પનથી ભાઈઓ સનાતાનીઓ ઉપર ગિન્નાયા હતા અને સભા છોડી જવાની ધમકીઓ આપી હતી.

૩. બીજે દિવસે એટલે કે તા.૧૫.૦૧.૨૦૧૧ ના ઉતરાયણના દિવસે સામાન્ય સભામાં પણ ફરી પાછા તે જ લાઈન ઉપર તે સત્પનથી મુમનાઓ ઉગ્રતાથી બોલવા લાગ્યા ત્યારે સનાતાનીઓ પૈકી ચુનીભાઈ, રવજીભાઈ અને શિવગણ ભાઈ જેવાઓએ દોર હાથમાં લીધો અને કડક વલણ અપનાવ્યું જેથી ફરી પાછા આ સત્પન્થીઓ બહુજ ખોરાઈને સભા મુકી દેવાની ધમકીઓ આપવા લાગ્યા હતા.

૪. આ સત્પન્થીઓ પૈકી રામપર વાળા મનું દાઢી, તેનો નાનો ભાઈ કરસન રંગાણી, તીરાપુર વાળા લાધાભાઇ છાભૈયા, સીંગોટાવાળા બાબુભાઈ સીદીક વગેરે લોકોએ પીરાણા સતપંથ તરફી જોર જોર થી વાતો કરી વાતાવરણ ને બગાડવાની કોશિશ કરી હતી. તીરપુર વાળા બાબુભાઈ કે જેઓ ખાંટી સત્પનથી છે તેઓએ પરીસ્થિતિ થાળે પાડવાની નાકામીયાબ કોશિશો કરી હતી પણ ત્યાંના ઉપસ્થિત સત્પન્થીઓ કેમે કરીને માને એમ નોતા. તાજ્જુબની વાત તો એ છે કે તે સત્પંથી ભાઈઓ માંયના કરસન રંગાણી તો તે દક્ષીણ ભારત સમાજ ઝોન ના મહામંત્રી છે. અને માનું દાઢી કે જેણે ૧,૦૦,૦૦૦/- મેમ્બેર બનાવવા માટે ની કેન્દ્રીય સમાજની ઝુંબેશ અન્વયે હજ્જારો સત્પન્થીઓને કેન્દ્રીય સમાજ માં મેમ્બેર બનાવવા નો પેંતરો રચ્યો હતો. લોહી ઉકળી જવું જોઈએ દરેક સનાતનીઓનું. પણ હજી ઉકળવું જોઈએ એટલું નથી ઉકળતું.

૫. આખરે તેઓએ સભાનો બહિષ્કાર કરી સભાનો ખુલ્લે આમ ત્યાગ કર્યો હતો. આ મુમનાઓ ઉભી પૂછડીએ ભાગ્યા હતા. ભાગ્યા તે એવા ભાગ્યા કે તેમના બૈરી છોકરાંઓ જેઓ જમતાં હતાં તેઓને પૂરાં જમવા પણ ન દીધાં.
પણ
૬. વિધિની વિષમતા તો જુઓ કે રામપર (નેત્રા) ના આ સત્પંથી રંગાણીઓ તામિલનાડમાં ખુલ્લે અમ કહેતા ફરે છે કે તેઓ સત્પન્થીઓ છે પણ જયારે તેઓ કચ્છમાં તેના ગામ રામપર માં જાય છે ત્યારે તેઓ લક્ષ્મીનારાયણ સનાતની તરીકે પોતાને ઓળખાવે છે. મદ્રાસ વાળા રામપરના રવજીભાઈ ભાદાણી ની આંખમાં પણ તેઓ ધૂળ નાખે છે.

૭. છેલ્લા બિન સત્તાવાર સમાચાર મળ્યા પ્રમાણે સત્પંથી મુમનાઓ દક્ષિણ ભારત માં એક નવી સમાજ રચવા જઈ રહ્યા છે જેનું નામ પણ તેઓ કચ્છ કડવા પાટીદાર સતપંથ સત્ય સનાતન સમાજ એવું રાખવાના છે એવું જાણવા મળ્યું છે.

૮. આ નવી ઝોન કદાચ રચાતી હોય તેને કેન્દ્રીય સમાજની માન્યતા બિલકુલ ના મળે તેવી કોશિશ હાલની દક્ષિણ ભારત સમાજે કરવી જોઈએ. કારણકે કેન્દ્રીય સમાજમાં પણ હજી સુધી સતપંથ ના દલાલો નો (દૂધ દહીં મા પગ રાખવા વાળાનો) સંપૂર્ણ રીતે સફાયો નથી થયો. તેથી કેન્દ્રીય સમાજે હજી વધુ કડક પગલા લેવાં પડશે. જેથી ભારતભરની સનાતની સમાજો વધારે કડક પગલાં ભરતાં અચકાય નહીં. અને તે આપણી સૌની ભલાઈમાં હશે. હજી ઘણા બધા હિંમતભાઈઓ અને રમેશભાઈઓ ની જરૂરત પડવાની છે આપણી કેન્દ્રીય સમાજને.

૯. આ આખા એપિસોડ માં એ પુરવાર થઇ ચૂક્યું છે કે ઉપર જણાવેલ સત્પન્થીઓ ખુલ્લે આમ કહે છે કે અમો સત્પનથી છીએ તો પછી તે લોકો અગર કેન્દ્રીય સમાજમાં અથવા તો તેની અંદર માં આવતી ઝોન માં હોદ્દો ભોગવતા હોય તો તેવા લોકોને ત્વરિત હોદ્દાઓ માં થી ઉતારી પાડવા જોઈએ.

૯. ધન્યવાદ છે દક્ષીણ ભારતના સૌ સનાતાનીઓને કે જેઓએ સામે પ્રવાહે તરીને પણ અશક્ય કાર્યને શક્ય કરી બતાવ્યું. ઓ….. કેન્દ્રીય સમાજ વાળા હોદ્દેદારો………. એક શાબાશી નો પત્રતાં લખો આ દક્ષિણ ના સનાતની યોદ્ધાઓને.

ક્રમશ

એક સનાતન હિત ચિંતક


Download / Print / View full article, attachments [Best Option]:
http://www.box.net/shared/fazsfc0uk2

https://archive.org/details/rpge015

Leave a Reply

Discover more from RealPatidar.com - Unravel Truth

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading