GE 1 -Brief points & information -on Satpanth and Samaj / સતપંથ અને સમાજ પર ટૂંકમાં મુદ્દાઓ અને માહિતી

21-Jul-2010
———- Forwarded message ———-
From: એક વ્યક્તિ <abc.samaj@gmail.com>
Date: 2010/7/21
Subject: [RP Group] Important Informations for your knowledge – અત્યારના વાતાવરણને જવાબદાર અગત્યની માહિતિ આપ સૌની જાણકારી માટે
To: realpatidar@googlegroups.com
Cc: group@realpatidar.com

  • જય ઉમિયા મા –

A) Issue : 1 અત્યારે ચાલી રહ્યા વાતાવરણ ને જવાબદાર એવી અગત્યની માહિતિ આપ સૌની જાણકારી માટે:
A) Issue : 1 Important Information for your knowledge regarding current issue:

( 1 ) વહિવંચાઓ અને આધારભુત માહિતિ દ્વારા એ સાબિત થાય છે કે સંવત ૧૫૯૨ કારતક સુદ ૨ ને શુક્રવારના રોજ બાવા ઇમામશાહ ની રુબરુમાં આપણાં પુર્વજો એ સતપંથ નામક અર્ધ-મુશલમાની ધર્મનો સ્વીકાર કર્યો હતો. તે અગાઉ આપણે કૂર્મી ક્ષત્રિય હતા અને સંપુર્ણ હિંદુ ધર્મમાં માનનારા હતા.

( 2 ) વર્ષો પહેલા પુજનીય શ્રી નારણબાપા અને તેમના જેવા વિચારકો દ્વારા સમાજ માં જાગૃતિ લાવતા તથા સમાજના બુધ્ધીજીવીઓ ને સતપંથ માથી બહાર આવવું જરુરી લાગતા અને ઇસ્લામી માનસિકતા છોડવી જરુરી લાગતા વર્ષો જુની સતપંથ સમાજ છોડી ને નવી સમાજની રચના કરવામાં આવી.

( 3 ) નારણબાપા ને આપણી જ્ઞાતિના આધસુધારક માનવામાં આવે છે અને તેમના દ્વારા લખાયેલ પુસ્તક “પીરાણા સતપંથની પોલ” ને આપણી જ્ઞાતિની “ગીતા” માનવામાં આવે છે. તે પુસ્તક માં સતપંથના સાહિત્યોમાં સામાન્ય લોકો ને છેતરવા માટે કયાં-કયાં અને કેવી-કેવી ખોટી માહિતિ અને ખોટા ચમત્કારો બતાવવામાં આવેલા છે તે વિશે પુરી માહિતિ આપવામાં આવી.
ખાસ નોંધઃ આ ગ્રંથ સમાજના દરેક સભ્યો એ વાંચવા જેવો છે.

( 4 ) “પીરાણા સતપંથની પોલ” પુસ્તક ન છયાય તે માટે સતપંથીઓ, પીરાણા ના સૈયદો, કાકાઓ અને અન્ય આગેવાનોએ ખુબ જ ધમપછાડા કર્યા. કાયદાકીય અને રાજકીય દબાણો પણ લાવવાની પુરી કોશીશો કરી. આખરમાં અમદાવાદના કલેકટર પાસે રુબરુ માં જઇ ને દબાણપુર્વક રજુઆતો કરી પણ તેમને સફળતા ન મળતા “પીરાણા સતપંથની પોલ” નામનો ગ્રંથ પ્રકાશીત કરી શકાયો.

( 5 ) આ સમાજની રચના વખતે સતપંથ-સનાતન મુદ્દો ઉગ્ર સ્થાને હતો પણ સતપંથીભાઇઓ ભવિષ્યમાં સતપંથ છોડીને સનાતનમાં ભળી જશે તેવી શરત સાથે તેમને પણ સમાજમાં સમાવવામાં આવ્યા હતા. સતપંથ ને કયારેય આપણા સમાજમાં સ્વીકાર્ય ગણવામાં આવ્યો નથી માત્ર જેઓ સતપંથ ને છોડી દેશે તેમને જ આ સમાજમાં ભળવા દેવામાં આવ્યા.

( 6 ) અત્યારે જે મુદ્દાની આપણે સૌ ચર્ચા કરી રહ્યા છીએ તે સમસ્યા તો સમાજ ના ઉદભવથી જ છે પણ ધીરે-ધીરે બધુ થાળે પડશે તેમ સમજી ને કોઇ નક્કર પગલાં લેવામા ન આવ્યા.

( 7 ) મુળ વિચારધારા ના ફરક ના કારણે સમાજમાં ધાર્મિક કાર્યક્રમોમાં સતપંથ દ્વારા પોતાના વ્યક્તિઓ, સંતો કે સાધુઓ વગેરે માટે વિખવાદ થવા લાગ્યા. ધીરે-ધીરે સમાજમાં ઉચ્ચ લેવલ ના કાર્યક્રમો માં અમારા સંતને બોલાવો તેવી જીદ સતપંથ તરફ થી દેખાવા લાગી અને સમય જતા તે વધુ વ્યગ્ર બની.

( 8 ) સતપંથ તરફથી સમાજના જ કાર્યક્રમોની ઉપેક્ષા કરી ને અલગ-અલગ કાર્યક્રમો ની જાહેરાત થવા લાગી. સતપંથ માં દશોંધ જેવી દાન ની પ્રક્રિયાને ફરજીયાત કરીને મુખ્ય સમાજના કાર્યક્રમોને મળી શકે તેવી દાન / રકમ ને તેમના તરફ વાળવામાં આવી અને તેમના દ્વારા મુખ્ય સમાજ માં નહિવત આર્થિક ફાળો આપવામાં આવતો.

( 9 ) સતપંથ દ્વારા કેન્દ્રીય સમાજ ને સૌની સમાજ અને તેમની પીરાણા સમાજને માત્ર તેમની સમાજ ગણવામાં આવી. જો કે હજુ પણ ઘણા કણબીઓ માટે પીરાણાં આસ્થાનુ કેન્દ્ર છે અને તેઓ આસ્થાની દ્રસ્ટિ એ ત્યાં દાન પણ આપે છે. આ સર્વ ભંડોળ ને સતપંથ સમાજ ના ભંડોળ તરીકે ઓળખાવામાં આવે છે.

(10) સતપંથ સમાજ દ્વારા ગામે-ગામ આપણી સમાજવાડી અને મંદિરો હોવા છતા તેમની અલગ સમાજવાડી અને ધામ બનાવવા માં આવ્યા અને સમાજનો મોટો ભાગ જે વિચારધારા ત્યાગી ચુક્યો હતો તેને ભરમાવવામાં અને પોતાના તરફ ખેંચવા માટેની લગભગ ઝુંબેશ શરુ કરવામાં આવી.

(11) સમાજ માં આ અંગે ઘણા મતભેદો ઉભા થયા કે એક જ સમાજ હોવા છતા આ લોકોના પોતાના અલગ સંસ્થાનો કેમ? સમાજની નેતાગીરીએ આ મતભેદ ને એ સમયે દુર કરવાને બદલે તેની તરફ આંખમીચામણા કરયા.

(12) સતપંથ તરફથી સંત-સંમેલનો દ્વારા અને હિંદુ ધાર્મિક સંસ્થાઓ ને પોતાની સાથે રાખીને જોર-શોર થી પ્રચાર શરુ કર્યો. પોતાની પાસે રહેલ મોટા નાણાકીય ભંડોળ બતાવી ને સમાજ ના અન્ય લોકોને અને અન્ય ધર્મો ને નીચા દેખાડવાના શરુ કર્યા.

(13) સમાજના બીજા મોટા સમુદાયને આ અરુચીકર લાગતા ધીરે-ધીરે પીરાણા સંસ્થાનો વિરોધ શરુ થયો. સમય જતા મુળ વિચારધારા ના ફરકને કારણે આ વિરોધ વધવા લાગ્યો અને સતપંથ માં રહેલા કેટલાક રિવાજો અને નિયમો ને કારણે સમાજની મુળભુત માનસિકતાને પણ આઘાત લાગ્યો.

(14) સમાજમાં ધાર્મિક એકરુપતા જળવાય તેથી સમાજના મુળ બંધારણમાં હિંદુ વિચારધારા ને લગતી જરુરી કલમ ઉમેરવામાં આવી. આ કલમનો સતપંથ તરફી ભાઇઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો.

(15) આ જરુરી કલમ નં-૧૮ ને તાઃ ૨૨-૦૫-૧૯૭૭ ના દ્રીતિય અધિવેશનમાં જ સમાજના સભ્યો અને આગેવાનો દ્વારા પસાર કરવામાં આવી હતી. કે જેમાં આપણી સંપુર્ણ જ્ઞાતિ ના બાહ્ય આચરણો અંગે એટલે કે આપણે સૌ સમાજના સભ્યો એ જન્મથી મરણ સુધીના દરેક સંસ્કારો હિંદુ રીતરિવાજ પ્રમાણે પાળવા(આચરવા) રહેશે તેમ નક્કી કરવામાં આવ્યું હતું અને ૧૯૮૫ ના અધિવેશન માં સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું કે મરણ પછીની ક્રિયા માં અગ્નિસંસ્કાર જ કરવો.

(16) જો સતપંથીઓ હિંદુ હોય તો સમાજના હિંદુત્વ ના આચરણનો વિરોધ ન કરે તે સામાન્ય જનતા પણ સમજી શકે છે પણ તેઓ પોતાને હિંદુ કહેડાવતા હોવા છતા તેમણે આ કલમનો વિરોધ હિંસક રીતે કર્યો હતો, જે નિઃશંક-પણે તેમની અર્ધ-મુશ્લીમ માનસિકતા સુચવે છે.

(17) આપણી સમાજમાં સામાજીક અને ધાર્મિક વિવાદને અદાલત કે પોલીસ ચોપડે ન લઇ જતાં સમાજે રચેલા ન્યાયપંચ સમક્ષ લાવવો એવું તાઃ ૩૦-૦૪-૧૯૯૩ ના ચોથા અધિવેશન માં સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો જેને આપણે કલમ-૧૯ કે ૧૯ મા ઠરાવ તરીકે ઓળખીએ છીએ. આ કલમ ને અવગણીને અદાલતનો આશરો લેનારને સમાજનો ગુનેગાર ગણવો તેવું પણ ઠરાવવામાં આવ્યું હતું.

(18) સમાજ ના નિયમ પ્રમાણે સામાજીક પ્રશ્નો ને સમાજ માં જ ઉકેલવા આવે પણ સતપંથના સભ્યો દ્વારા સમાજ ના આ નિયમોનું છડેચોક ઉલ્લંઘન કરવામાં આવ્યું અને સતપંથનો વિરોધ કરનારની વિરુધ્ધ માં કોર્ટ-કેસ દાખલ કરવા માં આવ્યા. આ કોર્ટ-કેસ વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યા હોવા છતા સંપુર્ણ રીતે સતપંથ સંપ્રદાય ચલાવવામાં આવ્યા અને તે માટે જરુરી નાણાકીય ઉપરાંત અન્ય સવલત પણ કરી આપવામાં આવી.

(19) આ કેસ કરવાથી સમાજના અન્ય સભ્યો નો વિરોધ ખુબ વધ્યો તેથી તે સમય દરમ્યાન સમાજના હોદ્દેદારો ને ઉકેલ લાવવો જરુરી લાગતા સમાધાન સમિતિ ની નિમણુક કરવામાં આવી.

(20) આ સમાધાન ની પ્રક્રિયા શરુ કરવામાં આવી જેના પ્રથમ નિર્ણય સ્વરુપે એ ઠરાવવામાં આવ્યુ કે સતપંથી ભાઇઓ દ્વારા કરવામાં આવેલા કોર્ટ-કેસ પાછા ખેંચવામાં આવે અને આ ઉકેલ સામાજીક બંધારણ મુજબ લેવામાં આવે. આ નિર્ણયને સતપંથના આગેવાનો દ્વારા માન્ય રાખવામા આવ્યો અને તેમના દ્વારા આ કેસ પરત લઇ લેવા એવી લેખીત બાહેધરી આપવામાં આવી.

(21) લેખીત બાહેધરી આપવામા આવી હોવા છતા સતપંથ દ્વારા આ કોર્ટ-કેસ અંગે કોઇ પગલા લેવામાં ન આવ્યા. બીજી બાજુ અન્ય લોકો નો વિરોધ વધતો જ જતો હતો.

(22) સમાજ ના હોદ્દેદારો દ્વારા વિરોધો ને અગાઉની જેમ ઠંડો પ્રતિસાદ આપવામાં આવ્યો.

(23) કેન્દ્રીય સમાજ પ્રમુખના અધ્યક્ષ સ્થાને સમાધાનની મીટીંગ બોલાવવામા આવી પણ અગાઉની મીટીંગ માં લેવાયેલ નિર્ણયના પાલન ના મુદ્દાને ભુલી જવામા આવ્યો અને સમાજમાં સ્વર્ણિમ મહોત્સવ યોજવાનો હોવાથી ટુંક સમય માટે આ વિવાદને શમાવી દેવાનો પ્રયાસ કર્યો.

(24) પણ તા. ૨૭-૦૨-૨૦૧૦ ની સમાધાનની મીટીંગ દરમ્યાન એક ઐતિહાસિક બનાવ બન્યો અને અમદાવાદ થી પોલીસ સાથે આવેલા કેટલાક સતપંથી ભાઇઓ દ્વારા સમાજના જ એક આગેવાન ભાઇ ને સમાજના પ્રમુખ સ્થાને મળેલી મીટીંગ માથી પકડાવવામાં આવ્યા. ચાલુ મીટીંગને અગમ્ય કારણોસર રોકવાની ફરજ પાડવામાં આવી.
ખાસ નોંધ- અમદાવાદ થી પોલીસ ને લઇને આવેલ સતપંથી ભાઇઓ એ પોલીસને નખત્રાણા નીષ્કલંકી ધામ માં આખો દિવસ રહેવા, સુવા અને જમવાની પુરે-પુરી તૈયારીઓ કરી આપવામાં આવી હતી. સતપંથીઓ દ્વારા પોલીસને મીટીંગ સ્થળે એ રીતે દાખલ કરવામાં આવી હતી કે જાણે સમગ્ર સમાજને બતાવી દેવામાં આવે છે કે જે સતપંથ વિરુધ્ધ બોલશે તેના અમે આવા જ હાલ કરીશું. આ સમયે મીટીંગમાં સમાધાન કરવા માટે ઉંચ્ચ સ્તરીય કમિટિની હાજરી હોવા છતા તેમની શાખ-શરમ વગર અને રીતસરની નફ્ફટાઇથી પોલીસ ને અંદર દાખલ કરવામાં આવી હતી. આ તમાશો જોવા માટે ગુજરાત માંથી લગભગ ૨૦૦ સતપંથીઓ નખત્રાણા કેમ્પસમાં એકઠા થયા હતા.

(25) આ સમાધાનની મીટીંગ વિશે એમ કહી શકાય કે સમાજમાં ખુબ મૈત્રી પુર્વક સતપંથ-સનાતન વિવાદનો ઉકેલ લાવવા બંને પક્ષના આગેવાનો ભેગા થયા હતા. પણ સતપંથીઓની આડોડાઇ તો જુઓ કે તેમણે આ જ દિવસને પોતાના કાળા કામ માટે પસંદ કર્યો કે જ્યારે તેમના જ કેટલાક આગેવાનો એકબાજુ સમાધાન કરવા બેઠા છે અને બીજી બાજુ તેઓ પોતાના કુકર્મો પણ પાર પાડી રહ્યા છે !!!

(26) સતપંથીઓ દ્વારા અંજામ આપવામાં આવેલા આ કાળા કામ બાદ એ જ સતપંથીઓ ના શબ્દો અને વ્યવહારો ના આચરણમાં આટાલો મોટો તફાવત જોઇ ને સામાન્ય લોકો માં ખુબ ગુસ્સો જોવા મળ્યો.

(27) બનાવ ના થોડા જ સમયમાં કચ્છ અને કચ્છ્ની બહાર આપણા સમાજમાં સતપંથ ના ભાઇઓ પ્રત્યે ખુબ રોષ ઉદભવ્યો અને આ રોષ ના કારણે સમાજના અગ્રણીઓ દ્વારા તાબડતોબ મીટીંગ બોલાવવા માં આવી. વણસતી જતી પરિસ્થિતિ ને પહોંચી વળવું લગભગ મુસ્કેલ હતું અને સમગ્ર સમાજ ના સભ્યો દ્વારા સમાજ પોતાની દિશા સ્પષ્ટ કરે તેવો મજ્બુત મત આપવામાં આવ્યો.

(28) સભ્યો ના રોષ ને ઠંડો પાડવા અને સમાજની દિશા સ્પષ્ટ કરવા માટે સમાજના પ્રમુખ પદે થી “શ્ર્વેત પત્ર” (તા.૨૫-૦૩-૨૦૧૦ ) બહાર પાડવા માં આવ્યું.
-સમાજ ના પ્રમુખ દ્વારા બહાર પાડવામાં આવેલા આ ઐતિહાસિક દસ્તાવેજની સતપંથના અનુયાયીઓ દ્વારા હોળી કરવામાં આવી.

(29) અગાઉના બનાવના કારણે સમાજના સ્વર્ણિમ મહોત્સવ ની સમાજના નિયમો ને ન અનુસરે કે માન્ય ન હોય તે સભ્યોને આવવાની મનાઇ ફરમાવવામાં આવી.

(30) આ મનાઇ ને સાંખી ન લેતા સતપંથીઓ દ્વારા અત્યાર સુધીનું સૌથી ખરાબ કામ કરવામાં આવ્યું એટલે કે તાઃ ૩-૦૫-૨૦૧૦ ના સમાજની કાયદેસરતાને પડકારી ને સમગ્ર મહોત્સવ ને રોકવા માટે કાયદેસર અરજી કરવામાં આવી અને પ્રથમ વખત સમાજના પ્રમુખને પણ તેમાં સંડોવવામાં આવ્યા.

(31) તા ૧૨-૦૫-૨૦૧૦ ના દિવસે સ્વર્ણિમ મહોત્સવ દરમ્યાન આયોજન બધ્ધ રીતે સમાજની સભા પર સશસ્ત્ર હુમલો કરવામા આવ્યો.
– ખાસ નોંધ લેશો કે આ જ રીતે ભુતકાળના દરેક અધિવેશન અને સામાન્ય સભામાં સતપંથીઓ દ્વારા અયોગ્ય રીતે વિક્ષેપ પાડવામાં આવ્યો છે.

B. Issue : 2 સતપંથીઓ ની ખાસીયતો કે હકિકતો
B. Issue : 2 Some Facts and Peculiarities of Satpanthi

– અહીં કેટલીક વાતો જે સતપંથની ખાસિયત છે અને જેનો ઉપયોગ સતપંથ ના અનુયાયીઓ વધારવા માટે અને લોકો ને ગેરમાર્ગે દોરવા માટે કરવામાં આવે છે.તેની વિસ્તૃત માહિતિ.

(32) ચાલાકી(તાકીયા) નો ઉપયોગઃ Use of Takkiya (Taqiyya):
– કરસનદાસ કાકા એ ચાલાકી વાપરી ને પીરાણાં ના વાસ્તવિક સાહિત્યો માંથી મુશ્લીમ શબ્દો2 કાઢીને તેને સ્થાને હિંદુ શબ્દો ઉમેરી દીધા કે જેથી કોઈ તેની વાસ્તવિકતા સામે પ્રશ્ર્નો ના ઉઠાવી શકે. આવી ચાલાકી ને સતપંથના સાહિત્યોમાં “તાકીયા” તરીકે ગણવામાં આવે છે તાકીયા નો ઉપયોગ સતપંથીઓ દ્વારા લોકોને ગુમરાહ કરવા માટે કરવામાં આવે છે. તેમણે સતપંથ ને હિંદુ ધર્મનો આંચળો ઓઢાડી તો દીધો પણ અંદરખાને મુશ્લીમ વિધી અને કર્મકાંડ જેવા કે મૃત શરીરને દાટવું, રાત્રી પુજાઓ કરવી વગેરે ચાલુ રાખી. તેમણે એવો સિધ્ધાંત અપનાવ્યો કે જેથી બહારના અન્ય લોકો તેને હિંદુ ધર્મ સમજે પણ હકિકત એ જ છે કે તે આજે પણ મુશ્લીમ ધર્મનો એક ભાગ છે.

(33) પાખંડ અને અંધશ્રધ્ધા ના નામે ધર્મ પરિવર્તનઃ Blind faith & Miracles:
– સતપંથ ના સ્થાપક ઇમામશાહ દ્વારા લોકો ને મુશ્લીમ બનાવવા માટે જાદું-મંતર બતાવીને તે સમયના ભોળા અને આર્થિક રીતે દયામણા હિંદુ લોકો ફોસલાવવા ના શરું કર્યા અને ચમત્કારની મોટી-મોટી અને ખોટી-ખોટી વાતો લોકો ના માનસ માં ભેળવી દેવામાં આવી, આ ચમત્કારો ને તાર્કિકતા સાથે કોઇ જ સંબંધ ન હતો અને આજે પણ નથી. આજે પણ આવા ચમત્કારો કરતા પાખંડી સાધુઓ અને ધુતારાઓ જોવા મળે છે અને શિક્ષણના અભાવે તેમના પાખંડ ને ચમત્કાર સમજી ને અંધશ્રધ્ધાળું લોકો તરત તેમાં ફસાઇ જાય છે.

– ગુજરાત, મહારાષ્ટ્ર તથા રાજસ્થાન ના લોકો એ અશોક જાડેજા નામના પાખંડીનુ નામ તો સાંભળ્યું જ હશે. આ પાખંડી એ પોતાને કોઇ માતાજી નો અવતાર બતાવી ને લોકો ને છેતરવાનું ચાલુ કર્યું હતુ. સામાન્ય લોકો ને લાલચ બતાવી ને અને પોતાના ખોટા ચમત્કારોની વાતો ફેલાવી ને મોટી જનસંખ્યા ને પોતાની માનીતી બનાવી લીધી હતી અને અઢળક કહી શકાય તેવી રકમ ભેગી કરી લિધી હતી પણ આખરે લોકો ની જાગ્રુતતા ના કારણે તે “માતાજી નો અવતાર” અત્યારે સળીયા પાછળ છે. મારા મિત્રો અહીં જરા વિચારો કે આમ ચમત્કાર કરવાથી જ બધુ થતુ હોત તો ભારત ને પાકિસ્તાન સામે લડવા માટે આટલી મોટી સેના ની કોઇ જરુર નથી, માત્ર આવા બાવાઓ અને અવતારો ને સીમા પર લડવા મોકલી દેવા થી જ બધા ને પરાસ્ત કરી દેવાય ને !!!!!

– મિત્રો આ બધું તો આપણ ને અંધારામાં રાખીને ધર્મ પરિવર્તન કરાવવા માટે હતું પણ વડિલો ની સમય સુચકતા અને નારણબાપા જેવા સમાજ ઉધ્ધારકો ના કારણે સમાજ બચી શકયો છે અને જેની આંખે હજુ પાટા બંધાયેલા છે તે આ સમજે તો સારું.

(34) એક જુઠાણું – સતપંથ સમૃધ્ધિ લાવે છેઃ A myth – Satpanth brings Prosperity:
– વધુ ને વધુ લોકો જોડાય તેથી સતપંથીઓ દ્વારા સતપંથ માં જોડાનાર વ્યક્તિ માલામાલ એટલે કે ધનવાન બની જાય છે તેવી ખોટી વાતો ને પણ ફેલાવવા માં આવી હતી અને આજે પણ ફેલાવવા માં આવે છે. આ વાત ને પણ તાર્કિકતા સાથે કોઇ જ સંબંધ ન હતો અને આજે પણ નથી.

– ચાલો આપને એક તાર્કિક વાત સમજાવું–
– જો સતપંથમા જોડાનાર વ્યક્તિ પૈસાદાર બની જાય છે તો આપણે માત્ર પચાસ વર્ષ પાછળ જઇએ એ સમય માં જ્યારે આપણા વડિલો સતપંથ માં જોડાયેલા હતા અને યાદ કરો અથવા પુછો વડિલો ને કે આપણી હાલત કેવી હતી. આપણે તે સમયે અત્યંત કંગાળ અને અશિક્ષિત કહી શકાય તે હાલત મા હતા, સખત મજુરી કરવા છતાયે પરિવારને પુરતુ ખાવાનુ મળશે કે નહી તે પણ નક્કી નહોતું. આપણ ને દશોંધ ના નામે રીતસર ના ચુસવામાં(લુંટવામાં) આવતા હતા. તમારી આર્થિક સ્થિતિ ગમે તેવી હોય પણ ચોરી કરી ને, ઉછીના માગી ને કે ગમે તેમ કરી ને દશોંધ આપવા માટે ફરજ પાડવામાં આવતી. આપણે તે સમયે એટલા બધા લાચાર હતા અને આપણું જીવનધોરણ પણ નિમ્ન કક્ષા માં ગણી શકાય તેવુ હતું.
વાસ્તવમાં એ સમયે જો કોઇ સતપંથ કે પીરાણાં વિરુધ્ધ કોઇ પગલું ભરે તો તેને તરત જ ન્યાત બહાર મુકવામાં આવતો અને એટલો બધો ત્રાસ આપવામાં આવતો કે છેવટે હતાશ-પરેશાન થઇને કાકા-મુખી જેટલો દંડ માંગે તેટલો દંડ ભરીને ફરી પાછો સતપંથમાં ભળી જતો. આવા અત્યાચારી અને ખોટા ધર્મના કારણે જ આપણાં સમાજના લોકો પછાત જ રહ્યા હતા.

– હકિકત માં જ્યાર થી આપણે લક્ષ્મીનારાયણ સંપ્રદાય સ્વીકાર્યો ત્યારથી જ આપણા સૌની અને સમાજની સમૃધ્ધિ દેખાવા લાગી. આજે પચાસ વર્ષ પછી આપણા સમાજે કેટલી પ્રગતિ કરી છે તે આપણે સૌ જાણીએ છીએ. આજે સમાજ માં લગભગ બધા જ સતપંથ ને છોડી ચુકયા છે. તો આપ સૌ સ્વીકારશો જ કે સતપંથ પૈસાદાર બનાવે છે તો તે હળાહળ જુઠાણૂં જ છે. પણ હા તમે એમ ચોક્કસ કહી શકો કે લક્ષ્મીનારાયણ ભગવાને આપણા સમાજ ને સમૃધ્ધિ અપાવી છે.

(35) સતપંથ ની વાસ્તવિકતાઃ The fact behind Satpanth:
– આપને એક વાત સમજી લેવી જોઇએ કે સતપંથ માં સામાન્ય માણસ માટે કંઇ ખાસ નથી. અને બીજી બાજુ સતપંથ નો પ્રચાર તેમની આવક વધારવા માટે જ છે. જેમ વધુ લોકો જોડાય અને દશોન્ધ આપવાનુ શરુ કરે તેમ વધુ આવક થાય. તેથી પોતાના અનુયાયીઓ વધારવા લોકો ને એમ કહી ને આકર્ષવામાં આવે છે કે સતપંથ સંપતિ વધારે છે અને ચમત્કાર કરે છે. આ બધા લોકો ને ફસાવવા ના ગતકડાં જ છે કોઇ નક્કર વાતો નથી. (આ વિષયની વાત આપણે અગાઉ પણ કરી ચુકયા છીએ)

(36) ચર્ચાને ગુમરાહ કરવીઃ Divert the discussions:
– જયારે જ્યારે સમાજ દ્વારા કે કોઇ સભ્ય જુથ દ્વારા સતપંથ ની હકિકત જાણવા કે સમજવા માટે કોઇ વાર્તાલાપ કરવામાં આવે ત્યારે સતપંથી અનુયાયીઓ દ્વારા ચર્ચાને આડે પાટે ચડાવવા માટે ખોટા-ખોટા અને બિનતાર્કીક મુદ્દાઓ આગળ લાવે કે જેથી ચર્ચા ન થઇ શકે. અથવા તો મુળ મુદ્દા ને હાંસીયામાં ધકેલી ને (અપ્રસ્તુત, અપ્રાસંગિક) અન્ય મુદ્દાઓ ઉપજાવી કાઢે જેથી લોકો મુળ મુદ્દાને ભુલી ને બીજી વ્યર્થ ચર્ચા માં લાગી જાય.
આપ સૌ કેટલાક દિવસથી ચાલી રહેલી આ ચર્ચા માં પણ આ જોઇ શકો છો કે કેટલી વાર સતપંથીઓ દ્વારા મુળ મુદ્દાને બદલે સમાજને બીજી બાજુ વાળવાનો પ્રયાસ કર્યો છે.

(37) સતપંથ નો વિરોધી એ સતપંથીઓ નો દુશ્મનઃA person saying fact is Satpanth’s enemy:
– સતપંથે પોતાના દરેક વિરોધીઓ પર નિશાનો તાકવાની વ્યુહરચના અપનાવી છે. સતપંથ ની હકિકત બતાવનાર કે જાહેર કરનાર ને સતપંથીઓ વ્યક્તિગત રીતે, અસભ્ય કે અશિષ્ટ વ્યવહાર દ્વારા, ખોટા કોર્ટ-કેસ કરીને તથા અન્ય કોઇ પણ રીતે નિશાનો બનાવે છે કે જેથી બીજા કોઇ લોકો સતપંથ વિરુધ્ધ ની હકિકતો બહાર લાવવાની હિંમત ન કરે.

(38) સનાતની માં રુપમાં છુપાયેલા સતપંથી(“મવાળ” નામની ઉધઇ)/ Hidden Satpanthi in the name of Sanatani (called “Maval/Guptis”):
– આપણાં સમાજ ના ઘણાં લોકો જ્યારે સત્પંથ થી દુર થયા ત્યારે તે સતપંથ ને સંપુર્ણરીતે ત્યાગી ચુકયા હતા પણ એવા કેટલાક લોકો પણ હતા જે તે સમય અને સમાજની દિશા અનુશાર સનાતનમાં ભળી તો ગયા પણ મનમાં તો સતપંથી જ બની રહ્યા. આવા ડબલ-ઢોલકી માણસો જ ખરા અર્થમાં અત્યારએ ચાલી રહ્યા વિવાદના મુળ છે. જે વિચારધારા આપણને સુસંગત ન હતી તેથી આપણે તેને છોડી દીધી અને તે જ વિચારધારાને બહારના લોકો માટે છોડેલી અને અંદરખાને કટ્ટ્રર બની ને વળગી રહેવું તે તો સમગ્ર સમાજ અને પોતાની જાત સાથે પણ છેતરપીંડી કહેવાય. આવા લોકો ને ભારતમાં રહેતા અને પાકિસ્તાન તરફ પોતાની લાગણીઓ ધરાવતા હોય તેવા કટ્ટરતા વાદી અને આતંકવાદી કહી શકાય કેમકે આ છુપા લોકો પોતાની આંતરીક વિચારધારાને જડતા પુર્વક વળગેલા હોય છે અને તે પોતાને મળતી દરેક તક ને તરત ઝડપી સમાજવિરોધી કામ કરવામાં પોતાની હોંશીયારી માને છે જે હકિકતમાં તો તેમની પોતાની જાત સાથે અને સમગ્ર સમાજ સાથે કરેલી ગદ્દારી છે આ લોકો ને આપણો સમાજ “મવાળ” કહે છે અને સતપંથીઓ તેમને “ગુપ્તી” તરીકે ઓળખે છે. આપણે જેમ બને તેમ આવા “મવાળ” લોકોને જલ્દી ઓળખી કાઢવા પડશે કેમ કે જાહેર સતપંથીઓ કરતા આવા છુપા “મવાળ” સતપંથીઓ સમાજની માટે વધુ ખતરનાક છે અને તેઓ બીજા સતપંથીઓ કરતા પણ સમાજને વધારે નુકશાન પહોંચાડી શકે છે.

(39) જાગૃત બનો અને પરિવર્તન લાવોઃ Awake and re-start the revolution:
– આવા કેટલાક લોકો ને કારણે સમાજે પોતાની ભવિષ્ય નીતિ જાહેર કરવી પડી છે બંધારણમાં સુધારા કરવા પડયા છે કે સમાજ માં હિંદુ સનાતન વિચારધારાને બાહ્ય તથા આંતરીક રીતે વરેલા લોકો જ સમાજ ના શભ્યો બની શકે. આથી જો આપ સમાજમાં આવા કોઇ લોકોને ઓળખતા હોવ કે કોઇ “મવાળ” તરીકે વર્તન કરતા જણાય તો સાબિતિ સાથે કેન્દ્રીય સમાજ કે સ્થાનીક સમાજને આપની સમાજમાંથી આવા લોકોને દુર કરવા માંગ કરવી જોઇએ.(આ માટે સ્થાનીક સમાજે પોતાના બંધારણ માં કેન્દ્રીય સમાજે સુચવેલા સુધારા ઝડપથી કરવા પડશે) તથા આ લોકો સમાજમાંથી દુર થાય અને સચ્ચાઇ પુરા સમાજ સામે આવે તેની જવાબદારી મારા અને તમારા જેવા સામાન્ય માણસો એ જ લેવી જોઇએ / પડશે.

C. Issue-3 જાગૃત બનો, આગળ વધો અને નિર્ણાયક બનો
C. Issue-3 Be Aware, Go Ahead & Be Decided

(40) બસ..હવે, સમાજ માં માત્ર વાતો કરવાને બદલે નક્કર પગલા લેવાનો સમય આવી ગયો છે, હવે આ લાલીયાવાડી ને લોલમલોલ વહિવટ નહી ચાલે.

(41) સમાજ ના નિયમો નું વારંવાર અપમાન અને આટલા બધા પ્રોગ્રામ માં વિક્ષેપ અને તિરસ્કાર છતા પણ સમાજ ના હોદેદાર ના પેટનું પાણી ના હલે તો હવે આપણે સમાજના પદાધિકારીઓ ને પણ નિયમોનું પાલન કરવા અને કરાવવા ફરજ પાડવી પડશે જ અથવા તો તેમના સ્થાને યોગ્ય આગેવાન ને લાવવા પડશે. મુંબઇ અને દક્ષિણ ભારત માં જેમ થયુ તેમ કોઇ એક દિશામાં ચોક્કસ નિર્ણય લેવો જ પડશે.

(42) ઉલ્લેખનીય છે કે હાલ માં સમાજ દ્વારા તેની દિશા ભલે સ્પષ્ટ કરવામાં આવી હોય છતા પણ સમાજના આગેવાનો દ્વારા તેના પાલન માં બીનજરુરી કાર્યક્ષમતા / જાણીજોઇને નિષ્ક્રીયતા દેખાડવામાં આવી રહી છે.

(43) કચ્છમાં દરેક ગામમાં આપણી કેન્દ્રીય સમાજના ધારા-ધોરણ અનુસરતી સમાજવાડીઓ અને મંદિરો આવેલા છે છતા ગામે-ગામ કોઇ જ જરુરીયાત ન હોવા છતા માત્ર દેખાડા ખાતર પોતાની અલગ વાડીઓ બાંધીને સતપંથ દ્વારા “ખાસ” પ્રકારનો ભાઇચારો બતાવવામાં આવ્યો. બધા ગામ માં આપણી સમાજવાડી ને લક્ષ્મીનારાયણ વાળાની સમાજ અને તેમની જગ્યા વાળાની સમાજ કહેવાય છે અને સતપંથીઓ તેમની જગ્યા ને જ પ્રાધાન્ય આપે છે, આપણી સમાજવાડી માં આવવામાં તેમને નાનપ લાગે છે.

(44) આમ ગામે-ગામ પોતાની અલગ વાડી બનાવનારા સતપંથીઓ માં ક્યાંય ભાઇચારો દેખાય છે ખરો? જેણે કયારેય આપણી કેન્દ્રીય સમાજ ને પોતાની ગણી જ નથી તે આજે આ આપણી સમાજને પોતાની બતાવી ને હક જતાવી રહ્યા છે !!!!
સતપંથી ભાઇઓ ને જો ભાઇચારામાં રસ હોત કે જો તેઓ સમગ્ર સમાજ ને એક જોવા માંગતા હોત તો સતપંથ સમાજ ને ક્યારનીય આપણી સમાજમાં ભેળવી દીધી હોત અને તેમાં આવતી આવક કે અન્ય સંસ્થાઓ ને કેન્દ્રીય સમાજ ની સંસ્થામાં ભેળવી દીધી હોત પણ આ લોકો તો “મારું એ મારું અને બાકી બધુ સહીયારું” ની નીતિ અપનાવી.

(45) એક બીજી વાત જણાવું – જો સતપંથી કેન્દ્રીય સમાજને પોતાની સમાજ ગણતા હોત તો સમાજ ના મુખ્યાલય નખત્રાણાં માં સમાજની હોસ્ટેલ અને કેમ્પસ હોવા છતાં સમાજની આંખ સામે નવું નિષ્કલંકી ધામ બનાવવાની કોઇ જ જરુર ન હતી, તેઓ કોઇ બીજી જરુરીયાત વાળા સ્થળે આ બનાવી શકતા હતા છતાં… પોતાના શક્તિપ્રદર્શન માટે અને સતપંથ છોડનારા ને આકર્ષવા માટે માત્ર આવેલ ભંડોળને વ્યર્થ ખર્ચવામાં આવ્યું.

(46) આ સતપંથીઓ ને આપણા નીચે જ પોતાના તમામ કરતૂતો અને કારસ્તાનો ને છુપાવવા છે. ભાઇચારાની મોટી-મોટી વાતો કરીને અને આપણી સમાજ પ્રત્યે ખોટી મમતા બતાવીને આપણ ને જ ફોસલાવવા છે. સતપંથી દ્વારા સમાજ માં કયારેય કોઇ ભાઇચારો બતાવવામાં આવ્યો નથી ઉલ્ટાનુ વારે-તહેવારે પોતાના અલગ ઝુંડ રચીને સમાજ ના આયોજન ને નિષ્ફળ બનાવવાનો જ પ્રયાસ કર્યો છે.

(47) સતપંથ ધર્મ વિશે બીજી ઘણી બધી હકિકતો અને પુરાવાઓ આપણ ને રીઅલ પાટીદાર દ્વારા જાણવા મળેલ છે જે જુની માનસિકતાને બદલવા માટે પુરતા છે જ.

(48) એક અગત્યની વાતઃ
હમણાં જ મારા ધ્યાન માં આવ્યું છે કે કેન્દ્રીય સમાજ ના એક મહત્વ ના ઝોન ના પ્રમુખ દ્વારા કેન્દ્રીય સમાજને લપડાક સમાન કાર્ય કરવામાં આવ્યું છે અને તે અન્વયે એક નવી જ સમાંતર સંસ્થા બનાવવા મા આવી છે. ભુતકાળમાં અનેક પાઠ શીખેલ આપણી સમાજની નેતાગીરી ને પણ આ જાણકારી હશે જ છતા તેઓ એ અત્યાર સુધી કોઇ જ પગલાં લીધા હોય તેવું જાણવા મળેલ નથી. આ કાર્યમાં સમાજની એકતાની વાતો કરનાર સતપંથી ભાઇઓ નો સંપુર્ણ ટેકો છે અને આ લોકો દ્વારા અત્યારે તેનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ દુષ્કૃત્ય કરનારને આપણી સમાજને વેરવીખેર કરી નાખવાની સંપુર્ણ યોજના છે.

(49) હવે નિર્ણય લેવાનો વારો તમારો છે તમારે જ તમારી સમાજ ને યોગ્ય દિશા આપવાની છે.

(50) મારી આપ સૌ ને ખરા દિલથી અરજ છે કે મહેરબાની કરી ને હવે જાગો. આટઆટલું કરવા છતા પણ આપણા ઘણાં લોકો તેઓ ને છાવરે છે માટે ભલા બનો કમસેકમ સમાજમાં જાગૃતિ લાવો !!!

(51) અહીં સમાજ ને તોડવાનો નથી પણ વધારે મજબુત બનાવવાનો છે અને તેમાં સમસ્યાઓ તો આવશે જ. પણ આપણે આપણી સમાજ ને એક સુસંસ્ક્રુત સમાજ બનાવવો હશે તો ઘણાં પરીબળો સામે લડવા તૈયાર રહેવું પડશે અને તે માટે આંતરીક વ્યવસ્થાને સ્પષ્ટ અને ચોક્કસ બનાવવી પડશે.

તા. ૨૦-૦૭-૨૦૧૦
લી. એક વ્યક્તિ – abc.samaj@gmail.com


નમસ્તે.

=======================================================================================
Note:
1. This e-mail and information contents for friendly circulating only.
2. If you have any doubt or question regarding current e-mail , you can reply me on abc.samaj@gmail.com.
3. Its for private and personal use only.
=======================================================================================

You can also read the entire email here: http://issuu.com/patidar/docs/ge1_-important_information_-on_satpanth_and_samaj/1?mode=a_p

Update 2017-01-14: https://archive.org/details/rpge001


Download / Print / View full article, attachments [Best Option]: http://www.box.net/shared/y75b3edr8g


https://archive.org/details/rpge001

Leave a Reply

Discover more from RealPatidar.com - Unravel Truth

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading