Series 78 – Satpanth Ghat Paat Pooja Ritual / સતપંથ ઘટ પાટ પૂજા વિધિ

Date: 11-Feb-2020

YouTube: https://youtu.be/VO6dnMFFRRc

Satpanth Ghat Paat Pooja (prayer) ritual is being performed by a follower (mukhi) of Satpanth.

Each section of pooja (prayer) starts with this Kalma:

“ॐ ફરમાનજી બિસ્મિલ્લાહ હર રહેમાન….”
“Om Farmanji Bismillah Har Raheman…”

and ends with

“હકલા એલાહ ઈલ્લલાહો મુહંમદુર રસુલીલાહે”
“Hak Lahe Illillaho Muhmmadur Rasulillah”


During the prayers names of Murtaza Maula Ali and his descendants to the throne (who generally are pirs) are recited.

Prayers are basically of three types:

  1. Recital of names of descendants of Murtaza Maula Ali, who are generally the Pirs of Satpanth
  2. Praising of Ali and his descendants upto Nishkalanki Narayan
  3. Asking for forgiveness and blessings and requesting the fulfillment of desires.

For complete information see the video above.

Real Patidar


Archive.org: https://archive.org/details/series78


Popular comments in social media:

Comment No 1:
પીરાણા સતપંથ ની મૂળ પૂજા વિધિ છે, જે ઇમામશાહ બાવા ના સમય કાળ થી ચાલી આવી છે. જેમાં ખબર પડે છે કે આ પૂજા વિધિ મારફતે હિન્દુઓને ઇસ્લામ ધર્મ માં આકર્ષિત કરવા માટે તૈયાર કરેલ છે.

હાલમાં અમુક સતપંથીઓ દ્વારા પૂજા વિધિમાં બદલાવ કરવામાં આવેલ છે અને જૂની પૂજા વિધિના બદલે નવી કહેવાતી હિંદુ દેખાવ યુક્ત પૂજા વિધિ જે ચાલે છે, એ વાસ્તવમાં મૂળ પૂજા વિધિનું માત્ર ભાષાંતર છે. એમનો ભગવાન બદલતો નથી. જેની પૂજા કરે છે, એ વ્યક્તિ બદલતી નથી. માત્ર એ વ્યક્તિ નું નામ બદલવામાં આવેલ છે. અને પૂજા માં આવતા ઇસ્લામી શબ્દોની જગ્યાએ અર્થ બદલાય નહિ અને લોકો શંકા ના કરે તેવી રીતે ભારતીય શબ્દો મુકેલ છે. 

જેમ ક્રિશ્ચયન ધર્મ જિસસ નું નામ બદલાવીને હિન્દી ભાષામાં યશુ ની પૂજા કરે છે, તેમ કહેવાતી નવી સતપંથ ની નવી પૂજા વિધિમાં ભારતીય ભાષા માં અલી નું નામ બદલાવીને નિષ્કલકી નારાયણ ની પૂજા કરે છે.

જેમ ઈસાઈ ધર્મના ‘જીસસ’ બની ગયા ‘યશુ’…. એમ અલી બની ગયા નિષ્કલંકી નારાયણ.

આ એક જબરદસ્ત દાખલો છે ઇસ્લામી તાકિયા નો.

માટે જે લોકો એમ કહેતા હોય કે સતપંથ ની પૂજા વિધિમાં ફેરફારો કરીને હવે અમે મૂળ હિંદુ વિધિ લાવ્યા છીએ, તો સમજી લેજો કે આ લોકો તમને છેત્રે છે. તાકીયા પાલી ને પોતાની મુસ્લિમ ઓળખ છુપાવે છે.


Comment No 2:

હજી આપણે એટલે કણબી સમાજ કેટલા દિવસ બેવકૂફ બનશું? આજના આધુનિક અને વૈજ્ઞાનિક યુગમાં આપણે જીવીએ છીએ તો હવે તો સમજો કે આપણા સાથે કેવી રમતો આજે પણ રમાઈ રહી છે?
સતપંથના પ્રચારકોની ભુલભુલામણીવાળી વાતોથી બહાર નીકળી પોતાના મનથી વિચારીએ. પોતાનું દિમાગ લગાડીએ. સતપંથની સારી સારી વાતો આપણી સામે આવે તો આપણે આંખ બંધ કરીને સ્વીકારીએ નહીં. થોડું મનન કરીએ. એટલું તો જરૂર વિચારીએ કે…
 
૧) ક્યાંક આ ભાઈ આપણને છેતરવા સારી વાતો તો નથી કરી રહ્યો છે?
૨) ક્યાંક અંદરની છુપી વાત બહાર ન આવી જાય એના માટે નવી નવી વાર્તાઓ તો નથી રચી રહ્યો ને?
૩) ભૂતકાળમાં આવી કોઈ વાત આપણે ક્યાય સાંભળેલ નોહતી, તો પછી હવે આ વાત ક્યાયથી આવી?
૪) આપણે કોઈક વાપરી નથી જતું ને?
૫) સાધુ-સંત સમાજ / આચાર્ય પરિષદ / મહામંડલેશ્વરો / સંત સમિતિ કંઈ સતપંથનુ અંદરનું જાણતા નથી. આપણે ભોગવી ચૂકયા છીએ. આવા સાધુઓ તો ગમે એના વખાણ કરે. વખાણના તેમને પૈસા મળતા હોય તો પછી બધું કહેશે.
૬) સામે વાળાથી દુકાન બંદ ન થઇ જાય એટલે ખોટું તો નથી બોલતો ને? આખેર આપણા દસોન્દ અને દાન ના પૈસાથી સામેવાળાની દુકાન ચાલે છે.
 
ધ્યાન રાખજો કે નવી નવી જુઠી વાતો બનાવવામાં કે ઉપજાવી કાઢવી બહુ સહેલી છે. મીઠાસ સાથે ઠંડા કલેજે ઝૂઠ બોલનાર ઉપર વિશ્વાસ જલ્દી આવી જાય. પણ હવે આપણે જાગૃત થઈ ગયા છીએ. આવી તમામ વાતોને તરત ન સ્વીકારી મનમાં મનન કરજો. આપણે કદાચ છેતરાયા હોઈએ, પણ આપણી ભવિષ્યની પીઢીને છેતરવા નથી દેવી.

Leave a Reply

%d bloggers like this: