umiya

6 posts

Series 76 – Social and Religious ties severed / સામાજિક અને ધાર્મિક સંબંધોને કાપીનાખવામાં આવ્યા

  08-Nov-2018     સતપંથ ધર્મના કારણે કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિમાં વારંવાર ઉભી થતી મુશ્કેલીઓથી જ્ઞાતિ જનોને મુક્ત કરવા વિશ્વભરના કડવા પાટીદારોની એક માત્ર માતૃ સંસ્થા એટલે “કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝા” દ્વારા તા. ૦૮-ઓક્ટોબર-૨૦૧૭ના સ્પષ્ટ ચુકાદો આપવામાં આવેલ છે, જેના પ્રમાણે દરેક કડવા પાટીદારને કાયમ માટે સતપંથ ધર્મ છોડી દેવાનું છે. સંપૂર્ણ ચુકાદો તમે અહીં વાંચી શકો છો… https://www.realpatidar.com/a/series70 સતપંથ સમાજ દ્વારા ઊંઝાના ચુકાદાનું પાલન ન કરવાની સાથે ચુકાદાનું અપમાન કરવાના કારણે, કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ દ્વારા સતપંથ ધર્મ પાળતા જ્ઞાતિ જનો સાથે બધાજ ધાર્મિક અને સામાજિક સંબંધો કાયમ માટે કાપી નાખવામાં આવેલ છે. આ અંગે તા. ૨૬-ઓગસ્ટ-૨૦૧૮ના વિશેષ સભા બોલવામાં આવેલ હતી અને તેમાં ઠરાવો કરવામાં આવેલ હતા, જે અહીં જોડેલ છે.       [pdf-embedder url=”https://www.realpatidar.com/wp-content/uploads/2018/11/2018-08-27-Gnati-Sudhar-Tharav-1.pdf”] તેવીજ રીતે તા. ૦૭-નવેમ્બર-૨૦૧૮ ના જાહેર સમાચાર પત્રોમાં એક મહત્વની જાહેરાત પણ આપવામાં આવેલ છે, જે અહીં જોડેલ છે. [pdf-embedder url=”https://www.realpatidar.com/wp-content/uploads/2018/11/Khulasa.pdf”] લી.  રીયલ પાટીદાર Full Download: https://archive.org/details/series76

OE 69 – આખિર શું કરવું છે સતપંથ વાળાઓને? / After all what are Satpanthis upto?

Date: 24-Jul-2018 એક બાજુ ઉમિયા માતાજી ઊંઝા સામે સતપંથથી જ્ઞાતિને છોડાવવાનું વચન આપે છે અને બીજી બાજુ… સતપંથને વધુ મજબુતાઈથી પકડી રાખે છે.   આખિર શું કરવું છે સતપંથ વાળાઓને? આપ સૌ જાણો છો કે સતપંથ વિવાદ અંગે ઉમિયા માતાજી ઊંઝા દ્વારા આપાયેલ ચુકાદા પ્રમાણે સતપંથ વાળાઓએ સતપંથનો સંપૂર્ણ પણે ત્યાગ કરી સનાતન હિંદુ ધર્મમાં ભળી જવાનું છે. આ અંગે સતપંથ વાળાઓએ ઉમિયા માતાજી ઊંઝાને ખાત્રી આપેલ છે કે તેઓ ચુકાદાનું સંપૂર્ણ પણે પાલન કરી સતપંથ છોડી દેશે. પણ બીજી બાજુ જમીની પરિસ્થિતિ વિપરીત છે. સતપંથ વાળાઓ પોતાનો સતપંથ ધર્મ, જે મુસલમાન ધર્મનો ભાગ છે, તેને પકડી રાખેલ છે. હાલમાં થોડા દિવસ પહેલાજ કચ્છ ગામ દુર્ગાપુર નિવાસી, શ્રી અર્જણ કરસન ધોળુ ગુજરી ગયા. તેઓના શરીરને અગ્નિદાહ દેવાના બદલે દફનાવવામાં આવ્યું. આ ઘટના મહત્વની હોવાના ચાર મુખ્ય કારણો છે. ૧) ઉમિયા માતાજી સંસ્થા વાંઢાયની ગત સામાન્ય સભામાં સતપંથના પ્રમુખ શ્રી દેવજી કરસન ભાવાણી અને શ્રી રતનશી લાલજી વેલાણી એ મંચ ઉપરથી […]

Series 70 -Umiya Mataji Unjha approves views of Real Patidar / ઉમિયા માતાજી ઊંઝા દ્વારા રીયલ પાટીદારને અનુમોદન

Update: 23-Oct-2017 આપણી કેન્દ્રિય સમાજ એટલે “શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ” દ્વારા ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા આપેલ આ ચુકાદાને તેમના મુખપત્ર “સનાતન ધર્મ પત્રિકા” માં પ્રકાશિત કરેલ છે. જે કલર કોપી હોવાથી અહીં પણ જોડવામાં આવેલ છે. Real Patidar Date: 12-Oct-2017 RealPatidar.com વેબસાઈટ પર આપણે હમેશાથી જે વાત કરતા આવ્યા છીએ કે સતપંથના જે ચાર પાયાઓ છે, જેમાં છે; ઈમામશાહ નિષ્કલંકી નારાયણ સતપંથ, અને પીરાણા આ ચાર પાયાઓથી જ્યાં સુધી સતપંથમાં ફસાયલ લોકોને દુર નહી કરાય, ત્યાં સુધી લોકો પીરાણા સતપંથ થી છૂટી નહી શકે. આ અંગે આગાઉ માહિતી જે વેબસાઈટ પર મુકેલ છે, તેમાં… Series 68 – Moksh Via Islam (https://www.realpatidar.com/a/series68) Series 34 – Satya Prakash -A book on history of Pirana Satpanth (https://www.realpatidar.com/a/series34) Series 64 – Satpanth Dasavatar – Clarification (https://www.realpatidar.com/a/series64) માહિતીઓમાં ભારપૂર્વક જણાવેલ છે કે ઉપર બતાવેલ ચાર પાયાઓ ઉપર પીરાણા સતપંથ ધર્મ ઉભો છે.   તારીખ ૦૮-ઓક્ટોબર-૨૦૧૭ના ઉમિયા માતાજી ઊંઝા દ્વારા સતપંથ-સનાતન વિવાદ […]

Series 58 – Satpanth is not a Vedic Religion, but a Muslim Sect / સતપંથ એ વેદ ધર્મ નથી મુસલમાની મત છે

Date: 24-Nov-2014 Jay Mataji / Jay Laxminarayan જય માતાજી / જય લક્ષ્મીનારાયણ હાલમાં એક જુનું એટલે કે લગભગ ૧૯૩૦ના દાયકાનું એક પેમ્પ્લેટ મારા ધ્યાનમાં આવ્યું છે. તે પેમ્પલેટ આર્ય સમાજી ભાઈઓ દ્વારા બહાર પાડવામાં આવેલ છે, એવું દેખાઈ આવે છે. Recently I have come across a old pamphlet which is published in the 1930s. It seems that this pamphlet was released the people following Arya Samaj religion. એ પેમ્પલેટમાં જણાવ્યું છે કે સતપંથ એ એક મુસલમાની મત એટલે કે પંથ છે. અને તેમાં વડોદરા રાજ્યમાં ચાલેલ કોર્ટ કેસનો હવાલો (કેસ નંબર સાથે) પણ આપેલ છે, જેમાં કોર્ટે સતપંથને મુસલમાની મત છે તેવો ચુકાદો આપેલ હતો. The Pamphlet mentions that Satpanth is not a vedic religion, but a Muslim Sect. It refers to the court matter which was before the Vadodara State, in which court order says that Satpanth is a Muslim sect. એ કોર્ટ કેસમાં બહાર પડેલ મહત્વના મુદ્દાઓ […]

MSJ 6 -Ravilal Kesra Ramjiyani -on Ekta Manch and associated blatant lies / રવિલાલ કેશર રામજીયાની – એકતા મંચ અને તેના સંધાર્ભામાં તેમના હળાહળ જુઠ્ઠાણા

19-Sep-2012 ||   જય લક્ષ્મીનારાયણ   ||      ||  ઉમિયા માતાની જય  || આપણે સહું એક વાત બરાબર જાણીએ છીએ કે આપણી સમાજને સતપંથીઑ જેટલું નુકસાન પોહચાડે છે, તેનાથી વધારે નુકસાન સતપંથના દલાલો પોહચાડિ રહ્યા છે. આવા દલાલોને “મવાળ” તરીકે ઓળખવામાં આવે છે. હમણાં થોડા દિવસ પહેલાજ, મવાળો દ્વારા “એકતા મંચ” રચચી, કેન્દ્રિય સમાજને તોડવાના કાવતરાની, કરેલ  નાકામ કોશિષની જાણકારી આપેલ હતી. વધુ માહિતી માટે જુઓ… https://www.realpatidar.com/a/oe47 એ કાવતરાના એક મુખ્ય સૂત્રધાર શ્રી રવિલાલ કેશરા રામજીયાણી, કે જેના બારમાં લોકો તેમને “મવાળ” તરીકે અને સતપંથના દલાલ તરીકે ઓળખે છે, તેમની સમાજ વિરોધી ગતિવિધિની જાણકારી આપેલ હતી. એજ સિલસિલાને આગળ વધારતાં, અહીં એક વીડિઓ જોડેલ છે, જેમાં રવિલાલભાઈ…. પૂરે પુરા હોશોહવાસમાં… ઠંડે કલેજે… ઉમિયા માતાજીના નામે… કેન્દ્રીય સમાજના પ્રમુખણી હાજરીમાં… હળાહળ જુઠ્ઠું બોલીને સમાજને ગેરમાર્ગે દોરવાનું નીચ કૃત્ય કરી રહ્યા છે. On archive.org: [OR] Direct Link: Direct Link: http://www.youtube.com/watch?v=PuNMgl7HHFY વીડિઓ જોવા પછી આપ પોતે નિર્ણય લો…કે શું રવીલાલભાઈ પર ભરોસો રાખી શકાય એવી પરિસ્થિતી […]