idol nishkalanki narayan

1 post

Series 86 – The Hidden Reality of Pirana Satpanth in Light of the placing of Idols at Pirana and 54 Kundi Havan Function / પીરાણામાં મૂર્તિ સ્થાપના અને ૫૪ કુંડી યજ્ઞ કાર્યક્રમ પાછળની છૂપી સચ્ચાઈ

દિનાંક: ૨૬-ઓકટોબર-૨૦૨૨ તાજેતરમાં, દિનાંક ૧૭ થી ૧૯ ઓકટોબર ૨૦૨૨ દરમિયાન, તમે પીરાણામાં વિષ્ણુના દશાવતારની મૂર્તિઓની કહેવાતી સ્થાપના અને ૫૪ કુંડી યજ્ઞ ના સમાચારો સાંભળ્યા હશે.  ત્યાં એવો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો કે પીરાણામાં ક્રાંતિકારી બદલાવો કરવામાં આવી રહ્યા છે. અને મુસલમાની તત્વોને દૂર કરવા માટે કમર કસી છે. માટે સતપંથ છોડવાની કોઈ જરૂર નથી. સતપંથ હિન્દુ ધર્મ જ છે. જુઓ RSS, BJP, VHP વગેરેના નેતાઓ અને સાધુ-સંતો પણ અમને સહયોગ આપી રહ્યા છે. તમને કદાચ ઈમામશાહની દરગાહમાં લઈ જઈને એવું પણ કહેવામાં આવ્યું હશે કે જુઓ ઈમામશાહની કબર પહેલાં જનીમથી ૧.૫ ફૂટ ઊંચી હતી, હવે માત્ર થોડા ઇંચજ ઉપર રહી છે. થોડા દિવસો પછી એને પણ દફનાવી દેશું.. વગેરે વગેરે, એક સામાન્ય હિન્દુને ગમે એવી વાત કરી હશે. કદાચ તમે પીરાણા ના ગયા હો, તો હવે તમને આમંત્રણ આપવામાં આવશે કે પીરાણાના ક્રાંતિકારી કામો જુવો.. કેવ-કેવાં મોટ-મોટાં કામ કર્યા છે. એક વખત જોશો તો તમારા બધાજ પ્રશ્નોના જવાબો મળી જશે. […]