gaurang

1 post

OE 67 -KKP (USA) Samaj -Views of Women on Satpanth / ક.ક.પા. (USA) ના મહિલાઓના સતપંથ વિષે વિચારો

28-Jul-2017 જય લક્ષ્મીનારાયણ, આ ઇમેલ સાથે, ક.ક.પા.(USA) સમાજના માજી પ્રમુખ અને પ્રખર મહિલા નેતા, શ્રીમતી રૂક્ષમણીબેન નાકરાણી તથા યુવાસંઘના માજી પ્રમુખ શ્રી ગૌરાંગભાઈ ધનાણીની સતપંથ વિષે થતી ચર્ચાની ઓડીઓ ફાઈલ જોડેલ છે. આ ચર્ચામાં વચ્ચે વચ્ચે અમુક અન્ય ભાઈઓના અવાજો પણ સંભાળવા મળે છે, તેમાં CA ભવનભાઈ લીંબાણી, તેમજ દામોદરભાઈ કચ્છી છે. આ ચર્ચામાં રૂક્ષ્મણીબેન પોતાના દાદા, દાદી તેમજ તેમના પિતાને લઈને સતપંથ વિષેના પોતાના અનુભવો અને વિચારો રજુ કરેલ છે, જે દરેક મહિલાઓએ અનુસરવા જેવા છે. શ્રીમતી રૂક્ષ્મણીબેનની રાજા લઈને, શ્રી ગૌરાંગભાઈના અનુરોધથી, તેમને સૂચિત કરીને, તેમના મિત્રોએ આ ઓડીઓ રેકોર્ડીંગ મોકલેલ છે અને વિનંતી કરેલ છે કે આ રેકોર્ડીંગને જન જન સુધી પોહ્ચાડવામાં આવે. (ઉપર બતાવેલ બટન પર ક્લિક કરો….) Real Patidar Download: https://archive.org/details/rpoe67