Series 75 – From Satpanth to Ismaili Muslim / સતપંથ થી ઈસ્માઈલી મુસ્લિમ

21-Aug-2018

આપ ઘણા સમયથી, realpatidar.com વેબસાઈટ પર મુકેલા સજ્જડ પુરાવાઓ મારફતે જોતા, વાંચતા તેમજ જાણતા થઇ ગયા છો કે “સતપંથ” ધર્મ એ હિંદુઓનું ધર્મ પરિવર્તન કરી મુસલમાન બનવવાનું કામ સહેલું કરવા માટેનું એક યંત્ર છે.

આપણે જાણ્યું કે સતપંથમાં અડધા હિંદુ અને અડધા મુસલમાની તત્વો ભેળવીને એક સામાન્ય હિંદુ માટે મુસલમાન ધર્મ સમજવું અને સ્વીકારવું સહેલું કરવામાં આવે છે. આ સંપૂર્ણ પ્રક્રિયામાં

 ઘણી હિંદુ જ્ઞાતિઓ શિકાર બની. તેમનાની એક મુખ્ય જ્ઞાતિ છે લોહાણા જ્ઞાતિ.

આ હિંદુ લોહાણા જ્ઞાતિ કેવી રીતે સતપંથ ધર્મના માધ્યમથી ધીરે ધીરે સંપૂર્ણ મુસલમાન ધર્મ પાળતી થઇ, એ વાત ઉપર એક સંશોધનકાર / શોધકર્તાએ એક પુસ્તક પ્રકાશિત કરેલ છે, જેમાં આ અંગે સંપૂર્ણ વિગતો આપેલ છે. આ પુસ્તકનું નામ છે, “એ મોડર્ન હિસ્ટરી ઓફ ઈસ્માઈલીસ” (A Modern History of the Ismailis).

આ પુસ્તકનું પાંચમું ટોપિક છે “ફ્રોમ સતપંથી ટુ ઈસ્માઈલી મુસ્લિમ” (From Satpanthi to Ismaili Muslim) જેમાં લેખક “અસાની” ખુબ ઊંડાણથી આ સંપૂર્ણ પ્રક્રિયા લોકો સમકક્ષ મુકેલ છે.

આ પુસ્તકમાં મહત્વની વાતો પર એક નજર કરીએ…

Page 95:

“… Ismaili tendency to acculturate to different contexts to the doctrine of taqiyya, the strategy traditionally used various Shiʿi groups to hide or camouflage their religious beliefs…”

ઇસ્લામી તાકિયાનો પ્રયોગ કરી, પોતાની ધાર્મિક ઓળખને છુપાવવાઅને ભરમાવવામાં આવે છે.

Page 96:
“… various pirs and sayyids who from the 11th century onwards were entrusted the responsibility of propagating Ismaili doctrines in the area on behalf of the Ismaili Imams residing in Iran. Significantly these pirs and sayyids referred to their teachings as satpanth, ‘the true path’.”

ધર્મના પ્રચાર માટે ૧૧મી સદીમાં ઈમામ દ્વારા ઈરાનથી પીર અને સૈય્યદોને મોકલવામાં આવતા. આવા પીર અને સૈય્યદો પોતાના બતાવેલ ધર્મને “સતપંથ” એટલે કે “સાચો પથ” નામ આપ્યું.

Page 96: (continued)
“The Satpanth tradition employed terms and ideas from a variety of Indic religious and philosophical currents, such as the Bhakti, Sant, Sufi, Vaishnavite and yogic traditions to articulate its core concepts.”

ભારતીય ધાર્મિક તત્વો જેવાકે ભક્તિ, સંત, સુફી, વૈષ્ણવ અને યોગી પરંપરાનો સહારો લઇની મારફતે સતપંથ ધર્મ સમજાવવામાં આવ્યો.

Page 99
“Some of the earliest ginans, such as the Dasa Avatara, often hailed as a Satpanth classic, created an ostensible equivalence between the Vaishnava Hindu concept of avatara and the Ismaili concept of imam. In such ginans, the pirs represented themselves as guides who knew the whereabouts of the long-awaited tenth avatara of Vishnu, meaning the Ismaili Imam who they proclaimed was living in the west (Iran).”

સતપંથના મુખ્ય ધાર્મિક ગ્રંથ એટલે દસાવતાર ગિનનમાં હિંદુ વિષ્ણુ ભગવાનની અવતાર મારફતે વિષ્ણુ ભગવાનનો દસમો અવતાર એટલે ઈરાનમાં રહેતા “ઈમામ”ને બતાવવામાં આવેલ છે અને પીરને તેમના ગુરુ બતાવવી ઈમામ સુધી પહોંચવાના સાચા માર્ગદર્શક બતાવેલ છે.

Page 101
“… Satpanth as ‘a transition between Ismailism, Sufism and Hinduism”

સતપંથ એટલે હિન્દુત્વથી ઇસ્લામ (ઈસ્માઈલી અને સુફી)માં પરીવાર્તીતી થવાની પ્રક્રિયા

Page 114 and 115

“… the ginans, namely, that they were intended primarily as a literature of conversion, composed to call Hindus to the Ismaili interpretation of Islam.  … … … perspective that was first publicly articulated in the Aga Khan Case of 1866” (in Mumbai High Court)

હિંદુઓને ઇસ્લામ તરફ આકર્ષિત કરી તેમનું ધર્મ પરિવર્તિત કરવા માટે ગીનાનો રચવામાં આવેલ હતા. આ વાત વર્ષ ૧૮૬૬ના આગા ખાન કેસ જે મુંબઈ હાઈ કોર્ટમાં ચાલેલ તેમાં સૌ પ્રથાન જનતા સામે રજુ કરે હતી.

ઉપર જણાવેલ મુદ્દાઓના સામાન્ય વાંચન માત્રથી સમજાશે કી સતપંથ ધર્મ એ હિંદુ ધર્મ નથી પણ હિંદુઓને વટલાવી મુસલમાન કરવાનું યંત્ર છે. આમાં લોકો એક વખત સતપંથને સ્વીકાર્ય કરતા થાય અને હિંદુ સમાજમાં પાછા વાળવા માટે કોઈ રસ્તો ન બચે ત્યારે એ સતપંથમાં ફસાયેલા લોકોને ઇસ્લામ તરફ ધકેલી દેવામાં આવે છે. અને સમય જતાં ધીરે ધીરે આગા ખાને આ જ્ઞાતિને પોતાની પકડમાં લઇ લીધી.

આ યંત્રથી લોહાણા જ્ઞાતિના લોકો આજે ખોજા મુસલમાન થઇ ગયા છે. સતપંથમાં ફસાયેલા લોહાણાઓને ઇસ્લામમાં કેવી રેતે સૌમ્ય રૂપે ધકેલી દીધા એવી સંપૂર્ણ જાણકારી આ પુસ્તકમાં છે.

હાલ પીરાણા સતપંથ વાળા સતપંથને ટકાવી રાખવા ભરપુર કોશિશ કરી રહ્યા છે. દેખાવ માટે ભલે મોઢે કહેતા હોય કે અમે ઉમિયા માતાજી ઊંઝાનો ચુકાદાનું પાલન કરશું, પણ વર્તનથી ઈમામશાહ અને સતપંથ છોડ્યા વગરના બીજા પ્રયાસો કરી, લોકોને બતાવા માંગે છે કે તેઓ કોશિશ કરી રહ્યા છે. માટે સતપંથ વાળાઓ જો ઈમામશાહ, સતપંથ, નિષ્કલંકી નારાયણ અને પીરાણાને છોડશે નહિ, તો એક દિવસ તે લોકો સંપૂર્ણ મુસ્લિમ બની જશે તે નિશ્ચિત છે.

લી.
Real Patidar

Download / Print: 

https://archive.org/download/series75/Series75-FromSatpanthToIsmailiMuslim-D.pdf

Leave a Reply