OE 44 -Believing in Surdhan does not convert you to Muslim / સુરધનને માનવાથી મુસ્લિમ નથી થવાતું

15-May-2012

|| Jay Laxminarayan ||  || જય લક્ષ્મીનારાયણ  ||

ઘણા દિવસથી જોવું છું કે અમુક લોકોનું કહેવું છે કે, આપણા સુરધન મુસ્લિમ છે માટે તેને માનવા વાળા લોકો પણ મુસ્લિમ છે. આવી ઘણી ખોટી, વિકૃત અને દંભી વાતો કરી રહ્યા છે.
For past many days, I have noticed that some people are constantly making false, distorted and hypocritical statements that “Surdhans” (Martyr) were Muslims religion and hence all people who pay respects to Surdhan are Muslims.

આ મુદ્દા પર છણાવટ કરવા માટે આપણે પહેલાં એક વાત સમજવી પડશે અને એ છે “સુરધન” એટલે કોણ?
સુરધનનો અર્થ છે:
૧) યુદ્ધમાં મરણ પામેલા યોદ્ધાની સ્મૃતિમાં ખોડેલી ખાંભી.
૨) શૂરોપૂરો, લડાઈથી કે અવગતિથી મરણ પામેલા માણસની યાદગીરી માટે ખોડેલો પથ્થર કે ખાંભી.

In order to understand this issue, one needs to understand, who is “Surdhan”?
Meaning of Surdhan is:
1) A stone monument in memory of a martyr who died in a war.
2) A martyr, a person who died in war and a stone monument raised in his memory.

લોકો સુરધનને તેમના સુરવીરતા માટે માને છે, ન કી તેમના ધર્મ માટે.
People pay respects to Surdhan, not because of his religion, but because of his gallantry.

વિકૃત માનસના અમુક લોકોના પ્રમાણે, જો તેમની વાત સાચી હોય તો, દરેક માણસ જે મહાત્મા ગાંધી કે સરદાર વલ્લભભાઈ પટેલના સ્મારકમાં જાય તે હિંદુ બની જાય. ભલે તે તે મુસલમાન કેમ ન હોય. શું મહાત્મા ગાંધીના સ્મારકના દર્શન કરવાથી કે ત્યાં ભજન કરવાથી એક મુસલમાન હિંદુ બની જાય છે? જવાબ છે ના… ક્યારે નહિ. તેમજ આપણા સુરધનને માનવાવાળા આપણા હિંદુ ભાઈઓ તેમના સ્થાનકમાં જાય તો તેવો મુસ્લિમ નથી બની જતા.
According to the people distorted thoughts, if their view point is correct, then every person paying respect to Mahatma Gandhi or Vallabhbhai Patel will become Hindu. Even if such person is Muslim, even then because he paid respects to Mahatma Gandhi, will such Muslims become a Hindu? The answer is no, never. Similarly the Hindu believers of Surdhan will not become Muslims merely visiting the monument stone of Surdhan.

તેવીજ રીતે… દિલ્લી સ્થિત ઇન્ડિયા ગેટ, જે સુરધનનું મોટું સ્થાનક છે, ત્યાં જવા વાળા લોકોના ધર્મનું શું થાય? જવાબ છે કે તેમનો ધર્મ ના બદલે જે હોય તેજ રહે.
Similarly… India Gate located in Delhi is a Monument of all defense personnel who died in War. What happens to the religion of people who visit India Gate? Answer is it remains same, it does not change.

સુરધનનો ધર્મ જે હોય તે, પણ તેમના માનવા વાળાઓ તેમને તેમની સુરવીરતા માટે મને છે, તેના ધર્મ માટે માનતા નથી. સુરધનને માનવાવાળાઓનું સુરધનના સ્થાનકમાં જવાથી તેમનો ધર્મ નથી બદલાતો.
Whatever may be the religion of Surdhan, it does not change the religion of the person who pays respect to such Surdhan.

તો હવેથી સુરધનને માનવાવાળા મુસ્લિમ છે તેવી વાત બંદ થઈ જશે, તેવી ખાત્રી છે.
I am sure this will not bring an end to the debate on change of religion paying respect to Surdhan.

Full Download / ફૂલ ડાઉનલોડ:

https://archive.org/details/OE044

Real Patidar

Leave a Reply

3 thoughts on “OE 44 -Believing in Surdhan does not convert you to Muslim / સુરધનને માનવાથી મુસ્લિમ નથી થવાતું”