The aforesaid points are only some instances. The list is of inclusive nature. There is one common goal in all talks of a Mavaal and that is to “cool” and “soften” Sanatanis, so that no harm is caused to Satpanthis.
In addition to above, these Mavaals have one more agenda, which is to pass on the information about Sanatanis to the Satpanthis. In order to do this, they would easily mix Sanatanis means like, giving huge donations to the social cause and earn acceptability of Sanatanis and win over their confidence. After learning the views and strategy of Sanatanis they would treacherously pass the information to Satpanthis. Thus would be able to better prepare.
Satpanthis the help of these “Mavaals” have been trying to weaken the ABKKP Samaj.
See: How to counter Mavaal?
Date: 01-Jan-2011
“મવાળ” ને કેવી રીતે ઓળખવા?:
“મવાળ” એટલે કોણ? (1/4):
અહીં, “મવાળ” એવા વ્યક્તિને કહેવામાં આવે છે કે જે બાહ્ય રૂપે એક પાકો “સનાતની” હોવાનો દેખાવ કરતો હોય, પણ અંદરથી સતપંથીજ હોય. તેનું મુખ્ય કામ, સનાતનીઓની સાથે રહીને સતપંથ વિષય પર સનાતનીઓમાં ભાગલા પડાવવા.
સરળ ભાષામાં કહીએ તો “મવાળ” એટલે કે એક સનાતન સમાજ દ્રોહી વ્યક્તિ, જે “સતપંથીઓનો દલાલ/વકીલ/જાસૂસ” બની સનાતની સમાજને અંદરથી ઉધઈની જેમ કોરી ખાઈને પાંગળી બનાવી દે.
આવા મવાળોને ઓળખવું બહુ અઘરું હોય છે. તેમ છતાં આવા વ્યક્તિને તેની વાતો પરથી ઓળખી શકાય. એક મવાળની “મવાળવાદી” વાતોમાં નીચે મુજબના અમુક લક્ષણો જોવા મળશે;
હું પણ તમારા મતનોજ છું: સતપંથ વિષે કોઈ પણ વાત શરુ કરવાથી પહેલાં એવું કહેશે કે હું પણ તમારા (એટેલે સનાતનીઓના) મતનો છું. તમે જાહેરમાં કામ કરો છો, હું અંદરો અંદર કામ કરું છું.
(એને ક્યારેક પુછજો કે તારા કામનું ફળ આજ સુધી કેમ નથી દેખાયું? સનાતનીઓના કામનું પરિણામતો જગ જાહેર છે. વાતો શિવાય તેં એવું શું કર્યું છે? જરા અમને સમજાવ તો ખરો?)
ધર્મના નામે ઝગડા: સમાજમાં ધર્મના નામે ઝગડા શા માટે?… સમાજમાં બધાને કોઈ પણ ધર્મ પાળવાની છૂટ છે… ધર્મના નામે ઝગડા ન થવા જોઈએ… હું માનવ ધર્મમા માનું છું… કોઈ સતપંથ પાળતો હોય તો આપણને શું વાંધો હોય?… વગેરે વગેરે.
(આવી ઢીલી નીતિની વાતો કરે.)
સુધારો થઈ ગયો: હવે સતપંથમા પહેલાં જેવું મુસલામની નથી રહ્યું. સુધારા થઈ ગયા છે. પોતાને હિંદુ તરીકે ઓળખાવે છે. તેમના ધાર્મિક પુસ્તકો પણ બદલાઈ ગયાં છે. આપણે લક્ષ્મી નારાયણને, સત્ય નારાયણને, સ્વામી નારાયણને માનીએ છીએ, તેજ રીતે, તેઓં નિષ્કલંકી નારાયણને માને છે. તો આપણામાં અને એનામાં ફેર શું છે?
(પુસ્તકોમાં “અલી”નું નામ બદલીને “નિષ્કલંકી નારાયણ” લખ્યું હોય તો, તેથી તેમનો ભગવાન બદલતો નથી. તાકિયાના કારણે તેવો ભલે બાહ્ય રીતે બદલાવ કર્યો હોય કે પોતાને હિંદુ ઓળખાવતા હોય, પણ વાસ્તવમાં તેવો એક મુસલમાન ધર્મજ પાળે છે.)
ભાઈ ભાઈ: સતપંથીઓ તો આપણાજ ભાઈઓ છે. આપણું લોહી એક છે. એને અલગ કેમ કરાય?
(લાગણી ભરી વાતો કરી, કે જેથી સનાતનીઓ લાગણીમાં આવીને ચુપ બેસી જાય. પણ સનાતનીઓ ભૂલી જાય છે કે “એક” સતપંથી પોતાના ધર્મ માટે તેના ભાઈઓ અને બાકીના પરિવારોને છોડી દેવા તૈયાર થઈ જાય છે, ધર્મ છોડતો નથી. ત્યારે ભાઈ ભાઈની વાતોને ક્યાં સ્થાન છે.)
થોડો સમય આપો: સતપથીઓને થોડો સમય આપો ભાઈ. ઘણા વર્ષોથી તેઓ સતપંથ પાળે છે. તો રાતો રાત સતપંથ કેમ છોડી શકે?
(સનાતની ચળવળને ૨૨૫ થી વધારે વર્ષ થયાં છે. હજી કેટલો સમય જોઈશે? જો તેઓ ગંભીર હોત તો હમણાં સુધી સતપંથ છોડી દીધો હોત.)
સંબંધો: આપણો સતપંથીઓ સાથે રોટી બેટીનો સંબંધ છે. તેમની દીકરીઓ આપણા ઘરોમાં છે અને આપણી દીકરીઓ એ લોકોના ઘરોમાં છે. તો આપણે સગાંના સંબંધ કેવી રીતે કાપી શકીએ?
(પણ ભૂલી જાય છે કે જો આજે આ સતપંથ નામની કેન્સરની ગાંઠને સમાજમાંથી કાપીને બહાર નહિ ફેંકીએ, તો તે ગાંઠ વધી જશે, અને કાલે વધારે દીકરીઓને બલિદાન આપવાં પડશે. ભાર નવા સંબંધો ન જોડવા પર આપવો જોઈએ.)
મુસલમાન થઈ જશે: જો તેમને સુધારવા હોય તો તેમને સાથે રાખવા જરૂરી છે. નહિ તો તેઓ આગળ જતાં મુસલમાન થઈ જશે.
(પણ સાથે રાખશો તો બીજા સનાતનીઓને બગાડશે, પોતે તો નહિજ સુધારે.)
એકતા – સંગઠન: આપણે બધા એક છીએ. આપણી એકતા અને સંગઠન રહેશે તો સમાજ કોઈ પણ મુશ્કેલી સામે લડી શકશે. આજના જમાનામાં એકતા બહુ જરૂરી છે. પાણીમાં ધોકો મારો, તો પાણી અલગ ન થાય… વગેરે વગેરે.
(પાણીને જેમ ફીલટર (સાફ) કરાય, તેમ સનાતની સમાજ રૂપે આ પાણીને સાફ કરવું શું જરૂરી નથી? સનાતની સમાજ નાની મોટી જે રહે, પણ ચોખ્ખી તો રહેશે. જો સતપંથી વગરની સમાજ રહે, તો તેમાં એકતા તો રહેશેજ).
સતપંથનેવખોડવાનુંબંદ કરો: મવાળો દ્વારા સનાતનીઓને કહેવામાં આવે છે કે હવે બસ થયું, સતપંથ વિષે લોકો હવે બધુજ જાણી ગયા છે. તેથી વિરોધ કરવાનું બંદ કરી આપણા સનાતન ધર્મની વિશેષતાઓનો પ્રચાર કરો.
(અરે ભાઈ શું બધાજ સતપંથીઓ અને સનાતનીઓ સત્ય અને અસત્ય સમજી ગયા છે? શું આખી જ્ઞાતિમાં સુધારો થઇ ગયો છે? સતપંથ સામેની લડત જીવંત રાખવી એ આપણા સનાતની અસ્તિત્વ માટે બહુજ જરૂરી છે. આમ કરવાથીજ આપણી યુવાન પેઢી ઇતિહાસથી વાકેફ રહી સતપંથીઓના તાકિયા સામે લડી શકશે.)
ઉપરોકત જણાવેલ મુદ્દાઓ તો ફક્ત નમુના રૂપે છે. એક મવાળની બધીજ વાતો પાછળ એક હેતુ હોયજ છે, અને એ છે કે ગમે તેમ કરીને સનાતનીઓને ટાઢા પાડી તેમને ઢીલા કરી દેવા, જેથી સતપંથીઓને કોઈ પણ નુકસાન ન થાય.
સાથે સાથે મવાળોનું બીજું એક મહત્વનું કામ પણ હોય છે. અને એ છે કે સનાતનીઓની વાતો સતપંથીઓ સુધી પહોચાડવી. આમ કરવા માટે પોતે સનાતનીઓના સંપર્કમાં રહી અને તેમનો વિશ્વાસ જીતી (દા.ખ. સામાજિક કાર્યક્રમમાં મોટું દાન આપીને, પૈસાના જોરે), સનાતનીઓની વ્યૂહ રચના, રણનીતિ, વિચારો વગેરે જાણી લે અને ત્યાર બાદ, સનાતનીઓ સાથે દગો કરીને, તેમનીજ પીઠ પાછળ ખંજર ભોંકવાના રૂપે, આ માહિતી સતપંથીઓને આપે, જેથી સતપંથીઓ પૂર્વ તૈયારી કરે શકે.
સતપંથીઓ આવા મવાળોના મદદથી અ.ભા.ક.ક.પા. સમાજને તોડવાનું કામ કરતા રહ્યા છે.