GE 3 – Paval & Pirana’s Goli -How was it made / પવાળ અને પીરાણાની ગોળી કેવી રીતે બનતી હતી

26-Jul-2010

From: Laxminarayan Sanatan < sanatanhitchintak@gmail.com > Mon, Jul 26, 2010
Reply-To: realpatidar@googlegroups.com
To: realpatidar@googlegroups.com

ભાઈ નીતેશ,

સતપંથ બાબતે કેટલું બધું માથે ખણીને ફરીશ ભાઈ? હવે તો માણશોને બેવકૂફ બનાવવાનું બંધ કર ભાઈ. પીરાણા ની ગોળીઓ બાબત આટલી બધી ડંફાસ મારે છે તો સંભાળ.

૧. આપણા પૂર્વજો એ ઈરાનથી આવેલા પીર ઈમામ્શાહ ના સતપંથ ધરમમાં ઈમામાંશાહની વાતોમાં આવી જઈને પીરનો ધર્મ ભલે સ્વીકાર્યો. પણ ત્યારે એમને એટલી તો ખબર હતી જ કે આપણે મૂળ હિંદુ છીએ અને તેથી અમુક વડીલોની વાતો ને ધ્યાન માં રાખીને પર માટી ( માંસાહાર) આપણા થી ખવાય નહી એવી વાતો પકડી રાખી હતી. પણ યેન કેન પ્રકારેણ આ પીરાણાના સૈયદો ને આપણને ઇસ્લામ ની રૂઢીઓ તરફ વાળવા જ હતા. આપણને ખાણી-પીણી થી ભ્રષ્ટ કરવા જ હતા. તેથી કરીને આપણને ધર્મ અને કર્મ થી ભ્રષ્ટ કરવા હેતુ થી ગોળીઓ ગામે ગામ મોકલાવી જેમ આપણે પ્રભુ નું ચરણામૃત પીતા તેમ તે ગોળીઓ પાણીમાં ઘોળી ને પીવાની આ પીરાણા સત્પન્થીઓ એ આપણને ફરજ પાડી હતી.

હવે સાંભળો હકીકત કે આ ગોળીઓ કેમ બનાવવામાં આવતી જેથી આપણને તેઓ ભૃષ્ટ કરી શકે. ઈમામાશાહ બાવાની લોડ (કબર) ઉપર ગાય માતાનો વધ કરી તેના માંસ અને રુધીરનો લેપ કરવામાં આવતો. તેની સાથે કાળી માટીનો પણ લેપ થતો. ત્યાર પછી તેનો અર્ક કાઢી તેની ગોળીઓં બનાવવા માં આવતી. તે ગોળીઓં ગામે ગામ મુખીઓંને મોકલાવવા માં આવતી. આ મુખીઓ ખાના માં સવાર સાંજ ઘાટ-પાટ ની પૂજા કરવા જે પણ ખાનાઈઓં આવતા તેને ભગવાનના ચરણામૃત તરીકે પીવડાવવામાં આવતી.

૧૮૫૭નો બ્રિટીશ સાથેનો મંગલ પાંડે વાળો દાખલો જ જોઈ લો. ૧૮૫૭ નો વિપ્લવ આપણે જાણીએ જ છીએ ને. મંગલ પાંડે જેવાઓએ બ્રિટીશ રાજ નો વિરોધ કર્યો કારણ કે તેમના માં ધર્મ માટે ખુમારી હતી- ધર્મ માટે મરી ફીટવાની તૈયારી હતી. પણ ઈમામ્શાહ બાવાએ એવાં સાહિત્યો લખીને આપણને કાયર, ડરપોક નપુંશક બનાવી દીધા હતા. એટલે ખોટું થાય છે તે ખબર પડે તો પણ કોઈ જાતનો વિરોધ કરવો નહી. ઈમામશાહ બાવે તેના સાહિત્ય માં લખ્યું છે ” ડરે તે તરે-વિરોધ કરે તે મરે” સતપંથ નો વિરોધ કરે તેને નરક માં જવું પડશે. આવું બધું હમજાવી ને આપણને અત્યાર સુધી નપુંશક, ખમીર વગરના બનાવીને રાખ્યા હતા. હજી પણ તેની અશર આપણા માં થી ગયી નથી.

પરદેશ કમાવા ગયેલો આપણો ભાઈ પાછો ફરે ત્યારે એ સીધો એના ઘરે ના જઈ શકે, એના કુટુંબીજનો ને ના મળી શકે. તેને પહેલાં ખાના માં પાક થવા જવું પડે, ત્યાં લાગો રાખવો પડે ત્યાર પછી ગોળીઓં થી ઘોળેલું પાણી (પાવળ) પીવડાવીને તેની છાંટ નાખ્યા પછી પવિત્ર કરીને તેના ઘરે જવાની પરવાનગી આપવા માં આવતી. આવી હતી જોહુકમી આ સત્પન્થીઓ ની.

અજાણ માણસ ભાઈ નીતેશ અત્યારે આપણને ચેલેન્જ આપે છે કે જોવા આવો પીરાણામાં ગોળીઓં કેમ બને છે. અરે ભાઈ આ ગોળીઓ વાળી પદ્ધ્તીઓં આવી ક્યાંથી કહેવાતા હિન્દુઓં માં. હજ્જારો વર્ષ જુના હિંદુ શાસ્ત્રો માં ગોળીઓ નો ઉલ્લેખ તો ક્યાંય નથી. ક્યાંય હોય તો મને બતાવજો ભાઈ. હું તમારો શુક્રગુજાર બનીશ. ભાઈ દીનેશ દેગાંવ વાળા ક્યાં છો ? વાંચજો ભલા. ના ખબર પડે તો પૂછી જોજો તમારા દાદા-દાદીઓને.

આ હતી સત્પન્થીઓં ની ગોળીઓં બાબતની સાચી હકીકત.
હવે પછી આ ઘાટ-પાટ વાળું તૂત સતપંથ માં શું છે તેનો ભાંડો ફોડવા માં આવશે.

બસ થોડા સા ઇન્તજાર કરના.

સનાતની હિત ચિંતક


Download / Print / View full article, attachments [Best Option]:
http://www.box.net/shared/xrt95u8s8o

https://archive.org/details/rpge003

Leave a Reply